________________
પ્રકરણ સાત
હતું. ઉત્તરે અને દક્ષિણે એના રાજ્યની સીમા ક્યાં સુધી હતી એ ચોક્કસ પણે જાણી શકાયું નથી. એમ છતાં રુદ્રદામાના જૂનાગઢી શૈલલેખમાં એની સત્તા હેઠળના નિર્દિષ્ટ પ્રદેશોમાંના ઘણા વિસ્તારો સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકર્ણની સત્તા નીચે હતા, જે વિસ્તારો ક્ષહરાતોએ નહપાનના સમયમાં ગુમાવેલા; અને તેમાંથી કેટલાક પ્રદેશો ચાષ્ટન-રુદ્રદામાના સંયુક્ત શાસને પાછા મેળવી લીધા હતા. આ અનુસાર રાજા મહાક્ષત્રપ ચાષ્ટનના અને પ્રાયઃ ખાસ કરીને રાજા ક્ષત્રપ રુદ્રદામાના અને/અથવા રાજા મહાક્ષત્રપ રુદ્રદામાના સમયમાં ચાષ્ટ્રનના રાજ્યનો વિસ્તાર પૂર્વમાં આકરાવંતિ (પૂર્વ-પશ્ચિમ માળવા), પશ્ચિમમાં કચ્છ-સુરાષ્ટ્ર, ઉત્તરે અપરાંત (હાલનું રાજસ્થાન) અને દક્ષિણે અનૂપ (નર્મદા કાંઠો) સુધી હોવા સંભવે. આમ, ચાષ્ટનના રાજયવિસ્તારની પ્રવૃત્તિમાં રાજા ક્ષત્રપ રુદ્રદામાનો અગત્યનો ફાળો હોવો જોઈએ.
૧૧૫
માત્ર તોલમાયની ભૂગોળમાં એની રાજધાની ઉજ્જનમાં હતી એવો એક માત્ર ઉલ્લેખ છે. એના સમયના શિલાલેખોમાં આ બાબતે કોઈ નિર્દેશ નથી. આથી શક્ય છે કે ચાષ્ટનની રાજધાની તરીકે ઉજ્જનનો તોલમાયી નિર્દેશ એના સત્તાકાલનાં અંતિમ વર્ષોમાં હોય. પરંતુ એના લખાણો માત્ર કચ્છમાંથી હાથ લાગ્યાં છે. આ દિષ્ટએ એના શાસનના આરંભકાળે લાંબા સમય સુધી આંધૌ એની રાજધાની હોવાનો પૂરતો સંભવ છે; પરંતુ શાસનકાર્યમાં રુદ્રદામાનો સહયોગ થયા પછી કદાચ એણે એની રાજધાની ઉજ્જન ખસેડી હોય અને ગુજરાત વિસ્તારની જવાબદારી એણે એના પૌત્ર અને શાસનસહયોગી ક્ષત્રપ રુદ્રદામાને હસ્તક દીધી હોય. આમ, આરંભે આન્ધૌ લાંબા સમય સુધી અને શાસનના અંત ભાગે થોડાક સમય વાસ્તે ઉજ્જન એની રાજધાની હોવાનો સંભવ વ્યક્ત થઈ શકે છે.
જયદામા
તે ચાષ્ટનનો પુત્ર હતો અને રુદ્રદામાનો પિતા હતો. પશ્ચિમી ક્ષત્રપોના થોડાક શિલાલેખો એની માહિતી પ્રસ્તુત કરે છે. એના સ્વયના સિક્કા મળ્યા છે, પણ એમાં માત્ર એનું જ નામ છે. એના સિક્કાઓ અને એના વંશજોના શિલાલેખોમાં એને રાખા, ક્ષત્રપ અને સ્વામી બિરુદથી ઓળખાવ્યો છે. આથી એવું અનુમાની શકાય કે એ મહાક્ષત્રપનું પદ મેળવી શક્યો ન હતો. ભગવાનલાલ ઇંદ્રજી વગેરે વિદ્વાનો, આના આધારે, એવી અટકળ દર્શાવે છે કે એના રાજ્યકાલ દરમ્યાન આંધ્રના રાજાઓએ ચડાઈ કરી ચાષ્ટનવંશી રાજ્યને નુકસાન પહોંચાડ્યું હોય જે અટકળ સ્વીકાર્ય બનતી નથી; કેમ કે સામાન્યતઃ પશ્ચિમી ક્ષત્રપ રાજાઓમાં ક્ષત્રપો મહાક્ષત્રપોના મદદનીશ રાજા તરીકે અધિકાર ભોગવતા હતા. રાજા મહાક્ષત્રપ ચાષ્ટનના મદદનીશ તરીકે રાજા ક્ષત્રપ જયદામાનો ઉત્તરાધિકા૨ ૨ાજા ક્ષત્રપ રુદ્રદામાને મળ્યો જણાય છે; અર્થાત્ મહાક્ષત્રપ ચાષ્ટ્રનનો ઉત્તરાધિકાર મહાક્ષત્રપ રુદ્રદામાને પ્રાપ્ત થયો એ પહેલાં ક્ષત્રપ તરીકેનો જયદામાનો અધિકા૨ રુદ્રદામાને મળ્યો હતો તે બાબત આંધૌના વર્ષ પરના યષ્ટીલેખોથી સાબિત થાય છે. તેથી જયદામા એના પિતાની હયાતીમાં એટલે કે ક્ષત્રપાવસ્થામાં જ અકાળે અવસાન પામ્યો હોય અને તેથી મહાક્ષત્રપનું પદ તે પામી શક્યો ન હોય એ ઘણું સંભવિત જણાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org