________________
૯૦
ક્ષત્રપકાલીન ગુજરાત અને એના અનુસંધાને મહાતૂપ અને મહાવિહારના સમય બાબતે જરૂરી નિર્ણય લઈ શકાય છે. આ શ્લોકમાં આટલા મુદ્દા આપણા માટે ધ્યાનાર્હ છે : સમાવિશ૦, ૪થા નૃપનાં અને નૃપતી શ્રીરુદ્રને. અર્થાત્ વર્ષ ૧૨૭ કયા સંવતનું છે ?, કથિક રાજાઓ એટલે આપણા રાષ્ટ્રના પૂર્વકાલના ઇતિહાસના કયા રાજવંશના રાજાઓ ? અને રાજા રુદ્રસેન તે પશ્ચિમી ક્ષત્રપોમાંના ચાર રુદ્રસેનમાંનો કયો રાજા ?
સમગ્ર લેખનું ઐતિહાસિક કેન્દ્રબિંદુ આ વાક્યમાં છે : કથિક નૃપોના ૧૨૭માં વર્ષે ભાદરવા મહિનાના પાંચમા દિવસે શ્રી રુદ્રસેન રાજાએ મહાવિહારના આશ્રયે મહાતૂપ બંધાવ્યો હતો. આ પંક્તિએ આ ક્ષેત્રના વિદ્વાન અધ્યેતાઓમાં રસપ્રદ ચર્ચા ઉદુભાવી છે. અહીં આપણે મુખ્યત્વે કથિક રાજાઓ અને કથિક સંવત વિશે ક્રમશઃ ચર્ચા કરીશું. રાજાઓ
આ બાબતે બે મુદ્દા ઉપસ્થિત થાય છે . રુદ્રસેન એ કયો રાજા અને કથિક વંશ તે કયો રાજવંશ ?
પ્રથમ આપણે લેખમાં નિર્દિષ્ટ છીદ્રસેન વિશે સ્પષ્ટતા કરીએ. આપણે વંશાવળીમાં અવલોકયું કે પશ્ચિમી ક્ષત્રપોનાં વિવિધ કુલોમાં રુદ્રસેન નામના કુલ ચાર રાજાઓ સત્તાધીશ હતા૧૪. પ્રસ્તુત લેખમાં ઉલ્લિખિત રાજા તે ક્ષત્રપ વંશનો ચારમાંથી કોઈ એક રુદ્રસેન હોય તો તે કયો તે નિર્ણિત કરવાનું કાર્ય મુશ્કેલ છે. રુદ્રસેન ૧લાના ત્રણ શિલાલેખ પ્રાપ્ત છે, જેમાંનો એક વર્ષ ૧૨૭નો છે૧૫. આ સંદર્ભમાં દેવની મોરીના શૈલસમુદ્રગક ઉપર ઉત્કીર્ણ લેખમાંના વર્ષ ૧૨૭નો રાજા રુદ્રસેન તે ક્ષત્રપ રાજા રુદ્રસેન ૧લો હોવાની અટકળ થઈ અને એના અનુસંધાને કથિક નૃપોનું વર્ષ પણ શક સંવતનું હોવાનો સંકેત આરંભમાં મહેતા અને ચૌધરીએ દર્શાવેલો. પરંતુ સૂર્યકાન્ત ચૌધરીએ અસ્થિપાત્રની શોધ પૂર્વે આ મહાતૂપના પ્રારંભિક ખોદકામ દરમ્યાન પ્રાપ્ત કરેલા સિક્કાઓ, ઠીંકરાં અને શિલ્પના નમૂનાઓને આધારે આ મહાતૂપ અને મહાવિહારનો સમય ઈશુની ચોથી સદીનો હોવાનું અનુમાન કરેલું. આ સમયનિર્ણય ધ્યાનમાં લઈએ તો પછી પ્રશ્નાર્થ રાજા રુદ્રસેન એ કાં તો ક્ષત્રપ રાજા રુદ્રસેન ૩જો હોય, કાં તો તે રુદ્રસેન ૪થો હોય. પરંતુ ક્ષત્રપ રાજા રુદ્રસેન ૪થાની અલ્પાવધિ સત્તાકીય કારકિર્દી ધ્યાનમાં લેતાં૮ આ સંભવ યોગ્ય જણાતો નથી.
આથી હવે રુદ્રસેન ૩જા વિશે વિચાર કરીએ. આ રાજાના સિક્કાઓ બહુ મોટી સંખ્યામાં સંપ્રાપ્ત થયા છે. એના સિક્કાઓ ઉપર વર્ષસૂચક મિતિ પણ અંકિત થયેલી જોવા મળે છે. આ મિતિ શક સંવતની હોવા વિશે કોઈ જ શંકા નથી. આથી, જેના આટલા વિપુલ પ્રમાણમાં સિક્કાઓ ઉપલબ્ધ થયા છે અને જેણે પોતાના વંશના સહુ પુરોગામી રાજાની જેમ સિક્કામાં શક સંવતનાં જ વર્ષ આલેખ્યાં છે એવા પ્રતાપી રાજા રુદ્રસેન ૩જાના સમયના અર્થાત રાજ્યના આ એક અભિલેખમાં શક સંવતને સ્થાને કથિક નૃપોનું વર્ષ પ્રયોજાય એ અસામાન્ય અને અસંભવિત જણાય છે. પરંતુ અહીં ધ્યાના બને છે કે આ લેખ અને સ્થાપત્ય બધું જ બૌદ્ધધર્મને સ્પર્શે છે. એનો વિષય સ્પષ્ટતઃ સાંપ્રદાયિક છે, ધાર્મિક છે. આથી એને રાજકારણ સાથે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org