________________
૧૦૦
ક્ષત્રપકાલીન ગુજરાત ઉલ્લેખ નથી તેમ જ એના અનુગામી નહપાનના સમય ગુફાલેખોમાંય કોઈ રીતે એનો નિર્દેશ નથી. એના સિક્કામાં એના પિતાનું નામ કે સમય નિર્દેશક વર્ષ આપેલાં નથી. નહપાનની માહિતી માટે એના પોતાના સિક્કા, એના સમયના ગુફાલેખો અને અનુકાલીન સાહિત્ય આપણને ઉપયોગી નીવડે છે. એના સિક્કામાં પણ એના પિતાના નામનો ઉલ્લેખ ક્યાંય નથી તેમ જ એના સિક્કાઓમાં મિતિનિર્દેશ નથી. ફક્ત એના શિલાલેખોમાં વર્ષ ૪૧, ૪૨, ૪૫ અને ૪૬ ઉત્કીર્ણ છે. ભૂમક
સિક્કાઓમાં તેને એક જગ્યાએ છત્ર છારીત તરીકે, તો બીજી જગ્યાએ હરાત ક્ષત્રપ તરીકે ઓળખાવ્યો છે, અનુક્રમે ખરોષ્ઠીમાં અને બ્રાહ્મીમાં. આથી તે ક્ષહરાત વંશનો હોવાનું નિશ્ચિત બને છે.
ભૂમકને કેટલાક અધ્યેતાઓ ચાષ્ટનના પિતા સામોતિક સાથે સરખાવે છે : સિલ્વીન લેવીના મત મુજબ શક સામતિનું ભારતીયરૂપ ભૂમિકા છે. આ સૂચન ધ્યાનમાં લઈ સ્ટેન કોનો એવી અટકળ કરે છે કે નહપાન ચાષ્ટનના કાકા હોઈ શકે. ઉભયના મત મુજબ શક શબ્દ સમનો ભારતીય પર્યાય બૂમ થાય છે. તેથી બૂમ એ સામતિનું સંસ્કૃતરૂપ છે. આમ, આ બંને મંતવ્યોના પરિપ્રેક્ષ્યમાં ભૂમકનું સ્થાન નહપાન અને ચાષ્ટનની વચ્ચે આવે તો ભૂમકને ચાટનનો પિતા અને નહપાનને ભૂમકનો અગ્રજ ગણવો જોઈએ. આ દષ્ટિએ નહપાન ભૂમકનો અનુગામી નહીં પણ પુરોગામી હોવાનું સૂચવાય; પરંતુ વસ્તુતઃ નહપાન ભૂમકનો અનુગામી છે એ તો નિશ્ચિત થયું છે. વળી, ભૂમકે રાજય કર્યું અને સિક્કા પડાવ્યા, જયારે સામોતિકે રાજય કર્યું હોવાના કોઈ પુરાવા હજી પ્રાપ્ત થયા નથી. ભૂમક ક્ષહરાત વંશનો હતો પણ સામોતિક એ જ વંશનો હતો એવાં કોઈ પ્રમાણો હાથવગાં થયાં નથી”. આમ, ભૂમક અને સામોતિક એક જ વ્યક્તિ છે એવું દર્શાવતા સીધા પુરાવા સાંપડે નહીં ત્યાં સુધી કોઈ નિર્ણયાત્મક સંભવ રજૂ થઈ શકે નહીં. આમ, સ્ટેન કોનોનું મંતવ્ય તર્કશુદ્ધ જણાતું નથી.
ભૂમક ચાષ્ટનનો પિતા છે એ મંતવ્ય સ્વીકારીએ તો ભૂમક અને નહપાન વચ્ચે કદાચ અગ્રજ-અનુજનો સંબંધ હોઈ શકે. તદનુસાર પહેલાં ભૂમક રાજા થયો હોય, પછી એનો અનુજ નહપાન ગાદીએ આવ્યો હોય અને નહપાન અપુત્ર હોવાથી ગાદી ભૂમક(સામોતિક)ના પુત્રને મળી હોય એવો ક્રમ સંભવે; અને તો જ ભૂમક-નહપાનનો શાસનકાલ અને ભૂમક-ચાટનનો પિતા-પુત્ર સંબંધ એ બંને સમીકરણ બંધ બેસે. પરંતુ ભૂમક-નહપાન લહરાત કુળના હતા, જયારે સામોતિક-ચાન્ટન ભિન્ન કુલના. આથી, આવા કુળભેદને લઈનેય સ્ટેન કોનોનો અભિપ્રાય અસ્વીકાર્ય રહે છે. આથી સ્પષ્ટ થાય છે કે ભૂમક અને સામોતિક બંને ભિન્ન વ્યક્તિઓ હતી. ભૂમક અને નહપાન
ભૂમકના સિક્કામાંના લખાણના અક્ષરોના મરોડનું કદ પ્રમાણમાં મોટું અને એની પંક્તિઓ જાડી તથા લગભગ કાટખૂણે કાપતી આડી અને ઊભી છે; જયારે નહપાનના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org