________________
પ્રકરણ ત્રણ
૫૧
શબ્દના પ્રયોગનો વિનિયોગ કર્યો હતો. (જુઓ રોલિનસન બેક્ટ્રિઆ, પૃષ્ઠ ૧૪, પાદનોંધ ૨). બ્રેબો (ઈસ્વીપૂર્વ ૬૩) સકરૌલી (sacarauli)ને અને ટોમસ (ઈસ્વીપૂર્વ ૫૯થી ઈસ્વી ૧૭ની વચ્ચે) સકરાવુચ (sacarauace)ને સીથિયન માને છે. અને અનુક્રમે અસી (asii)ને અસિયાની (asiani)ને સીથિયનોની ટોળીમાંની એક ટોળી ગણે છે (જુઓ નારાયણ, ધ ઇન્ડો-ગ્રીક્સ, ઑક્સફર્ડ, ૧૯૫૭, પૃષ્ઠ
૧૩૧-૧૩૨). ૧૭. હોડીવાલા, પાએઇ., પૃષ્ઠ ૧૨૪. શકોને ઈરાનીઓ “દાહ (દાસ, દસ્યુ) એવા નામથી સંબોધતા. આ
‘દાહ’ લોકોનું નિવાસસ્થાન તુરાન હતું (જુઓ વિદ્યાલંકાર, ભાઈ૩, પૃષ્ઠ ૪૦૬). ૧૮. ઈન્સા. બ્રિટા., પૃ. ૨૪, પૃષ્ઠ ૨૩., રોલિનસન, ઉપર્યુક્ત, પૃષ્ઠ ૯૪. ૧૯. મનુસ્મૃતિ, ૧૦, ૪૪-૪૫. શકોનો નિર્દેશ યવનો-પદ્વવોની સાથે છે. આ ત્રણેય વાસ્તુ અહીં ‘દસ્ય
શબ્દ પ્રયોજ્યો છે. દાહ-દાસ-દસ્ય લગભગ સમાનાર્થ હતા એ બાબત અહીં નોંધવી રહી. ૨૦. ઈસ્વીપૂર્વ ૨જી-૩જી સદીમાં મધ્ય એશિયામાં જે અથડામણો થઈ, તેનો આધાર મુખ્યત્વે ચીની
ઇતિહાસકારોની નોંધ છે : શિ-કિ (shiki) ઈસ્વીપૂર્વ ૯૯; એનાલ્સ ઑવ ધ ફર્સ્ટ હન ડાયનેસ્ટી(Tsien-Han-Shu) ઈસ્વી ૨૪; વગેરે. આ બંને નોંધનો મુખ્ય સ્રોત ઈસ્વીપૂર્વ ૧૩૫માં ચીનના રાજા વૃ-તિ (Wu-Ti)એ હિયંગનુના આક્રમણ સામે યુએચઓનો સહકાર સંપ્રાપ્ત કરવા મોકલેલા રાજદૂત ચાંકીન (Ghang-Kien)ના અહેવાલ છે. ઈસ્વીપૂર્વ ૧૩૫માં યુએચઓના પ્રદેશની મુલાકાતે જવા નીકળેલા આ રાજદૂતને હિયંગનુઓએ લગભગ દશ વર્ષ સુધી અટકમાં લીધો હતો. આથી ઈસ્વીપૂર્વ ૧૨૫માં એણે પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો (સ્મિથ, જરૉએસો., ૧૯૦૩, પૃષ્ઠ ૧૮-૧૯). ચીની અહેવાલના અવતરણોના અભ્યાસ સારુ જુઓ : નારાયણ, ધ ઇન્ડો
ગ્રીક્સ, પૃષ્ઠ ૧૨૯-૧૩૧. ૨૧. “હિયંગનુ” (Hiungnu) જાતિનું મૂળનામ હિયૂન-યુ (Hiun-Yu) હતું; પણ અનુકાલમાં હિયેન-યુન
(Hien-Yun) થયું અને અંતે ‘હિયંગનું' માં સ્થિર થયું. આ બધાં ‘હૂણ” શબ્દનાં વિવિધ નામાભિધાન હતાં (જુઓ ઇએ., પુ. ૪૮, પૃષ્ઠ ૭૦). ઈસ્વીપૂર્વ ત્રીજી સદીના અંતમાં હિયંગનુઓનું સામ્રાજ્ય ચીનની દીવાલથી કાસ્પિયન સમુદ્ર સુધી વિસ્તૃત હતું. અને ઈસ્વીની પહેલી સદીના અંતમાં તૂટી
પડ્યું. તેઓ તુર્કી હતા (ઇન્સા. બ્રિટા., પૂ.૧૩, પૃષ્ઠ ૫૪૦). ૨૨. સંસ્કૃતમાં “હૂણ', અંગ્રેજીમાં “હન”, ઈરાનીમાં ‘હુનુ અને ચીનમાં 'હિયંગનુરે.” આ બધાં પદ એક
જ જાતિ કાજે પ્રયોજાયેલાં ભિન્ન નામાંતરો છે (ટાર્ન, ગ્રીબેઇ., પૃષ્ઠ ૨૭૬ અને વિદ્યાલંકાર, ભાઈફ.
પૃષ્ઠ ૭૪૬). ૨૩. હૂણ પ્રજાનો ઇતિહાસ ત્રણ ભાગમાં વિભાજિત છે : ચીનાઈ હૂણ, ઈરાની હૂણ અને ભારતીય હૂણ.
તેઓ ભારતમાં આવ્યા તે પૂર્વે કેટલાક તેમને મોંગોલ કહેતા; તો કેટલાક તાતંર કહેતા, વળી કેટલાક અન્ય જાતિના છે એવું માનતા. (કે.હ.ધ્રુવ, એશિયાઈ હૂણો, ૧૯૨૧, પૃષ્ઠ ૩), હૂણોના ચાર વિભાગ
વાતે જુઓ : ઇન્સા.બ્રિટા., પૂ.૧૩, પૃષ્ઠ ૯૩૨. ૨૪. કાન સૂ પ્રાંતને ચીની ઇતિહાસકારો ‘તા હિયા' તરીકે ઓળખાવે છે. સાતમી સદીમાં યુઆન શ્વાંગે
તેને “હુલો' તરીકે ઓળખાવ્યા છે. અરબ લેખકોએ તેને “તુખારિસ્તાન' એવું નામ આપ્યું. હાલ તે
ચીની તુર્કસ્તાન'ના નામે ઓળખાય છે (વિજયેન્દ્રસૂરિ, રુદ્રદામા, પૃષ્ઠ ૧૩ ઉપરની નોંધ). ૨૫. રેપ્સન, હિઈ, પુ. ૧, પૃષ્ઠ ૧ અને ૫૬૫. આ દીવાલ ૯૮° પૂર્વ રેખાંશથી ૧૨૦° પૂર્વ રેખાંશ સુધી
વિસ્તારેલી હતી (ઇન્સા.બ્રિટા., પૂ.૬, પૃષ્ઠ ૧૬૯, ૧૯૪). ૨૬. ઈસ્વીપૂર્વ ૭મી સદીમાં ચીનનું સામ્રાજ્ય ૭ રાજયોમાં વિભાજિત હતું. શુ (Tshu), ચાઉ (Chao),
વેઇ (Wei), હન (Han), યેન-ચાઉ (Yen-Cha૦), સી (Tsi), અને સીન (Tsin). આમાંથી યેન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org