________________
૬૨
ક્ષત્રપકાલીન ગુજરાત સત્રપ હતો. આપણે જાણીએ છીએ કે ગુદુલ્હર અય રજાનો સમકાલીન હતો (જુઓ પાદનોંધ ૭૯). સિક્કાઓ ઉપરનું લખાણ આ પ્રમાણે છે : માનસ સત્રાસ નિહાયા. આથી જિહોણિસ એ મણિગુલનો સત્રપ હોવાનું સૂચવાય છે. વર્ષ ૧૯૧નો જે લેખ માર્શલને તક્ષશિલામાંથી ૧૯૨૭માં હાથ લાગ્યો છે તેમાં મહાન પુત્રસ નહોળસ વુક્ષસ સત્રમાં એવું લખાણ છે. આથી જિહોણિક અને જિહોણિયસ બંને ભિન્ન વ્યક્તિઓ જણાય છે".
ઇન્દ્રવર્માનું કુટુંબ : આના કુટુંબમાં ઇન્દ્રવર્મા પોતે, તેનો પુત્ર અસ્પવર્મા અને એના ભત્રીજા સસનો સમાવેશ થાય છે. અસ્પવર્મા શરૂઆતમાં અય રજાના અને પછીથી ગુદુહરના રાજપાલ તરીકે કાર્ય કરતો હતો, જ્યારે સસ ગુદુહર અને પકોર(Pakores)ના રાજપાલ તરીકે હતો૯૭. મથુરાના ક્ષત્રપો
મથુરા ઉપર શકોએ કયારે અને કેવી રીતે આધિપત્ય પ્રસ્થાપ્યું તે બાબત નિર્ણિત કરવી મુશ્કેલ છે. એક મત મુજબ શકો સિંધુના પ્રદેશમાંથી આગળ વધીને કદાચ માળવાથી અજમેર ગયા હોય અને ત્યાંથી સીધા મથુરા ગયા હોય; તો બીજા મત મુજબ જયારે વિક્રમાદિત્ય (ઈસ્વીપૂર્વ પ૮)ની સરદારી હેઠળ માળવા સ્વતંત્ર થયું, ત્યારે માળવાના શક અધિકારીઓએ મથુરા જઈ ત્યાં રાજ્ય સ્થાપ્યું. શકોના જે સિક્કા મથુરામાંથી મળ્યા છે તેમાં તેના નિર્માણમાં શુંગોના પંચાલ (અહિચ્છત્ર) અને મથુરાના સિક્કાની નિર્માણપદ્ધતિનું અનુકરણ વર્તાય છે. આથી સૂચિત થાય છે કે શુંગો પાસેથી શકોએ મથુરાની સત્તા મેળવી હોય. “રાજાતિરાજ' મોઅ પછી શાહાનુશાહી' ખરોષ્ઠ સત્તાધીશ થયો હોય એમ સ્વીકારીએ તો મોઅના રાજ્ય અમલ દરમ્યાન કે પછી નજીકના સમયમાં શકોએ મથુરામાં સત્તા સ્થાપી હોય. જો કે મથુરાના ક્ષત્રપો અને તક્ષશિલાના શકો વચ્ચેના સંબંધની કોઈ માહિતી હાથવગી નથી.
ઈસ્વી ૧૮૯૬માં ભગવાનલાલ ઇંદ્રજીએ મથુરામાં સીતલા માતાના મંદિરના દાદર નીચેથી એક સિંહસ્તંભ શોધી કાઢેલો, જેમાં સિંહની આકૃતિની આસપાસ કેટલીક પંક્તિઓ ખરોષ્ઠીમાં કંડારેલી છે. મથુરાના શકોના ઇતિહાસ વાસ્તે આ લેખ મહત્ત્વની વિગતો સંપડાવી આપે છે. આ લેખ વર્તમાને લંડનના મ્યુઝિયમમાં બૌદ્ધ વિભાગમાં સુરક્ષિત છે. જો કે કમનસિબે લેખ સંપૂર્ણ ઉકેલી શકાયો નથી. છતાં સ્ટેન કોનોએ થોડો ઘણો ઉકેલ્યો છે. આ લેખમાં મથુરામાં રાજ્ય કરતાં રાજાઓનાં અને અન્ય પ્રદેશના રાજાઓનાં નામ ઉલ્લેખ પામ્યાં છે. લેખ આ મુજબ છે : મદક્ષ()પસ રજુતુ અપ્રષિ યસિE(૪) ધિત્ર રસ્તન યુવર પન્ન નઢિ(શિ) એસ.૯ આ લેખમાંના લખાણના અર્થતારણ વિશે મતભેદ પ્રવર્તે છે. કોનોના અર્થઘટન પ્રમાણે રાજુલ એ ખરોષ્ઠનો જમાઈ થાય અને શોડાશ એ રાજુલનો પુત્ર. પણ ટોમસ આનાથી ભિન્ન અર્થધટન પ્રસ્તુત કરે છે : નંદીસીએક્સ એ મહાક્ષત્રપ રાજુલની પત્ની, અયસી કમુરની પત્ની અને યુવરાજ ખરોષ્ઠની માતા. ટોમસનું આ અર્થઘટન લગભગ બધા વિદ્ધાનો સ્વીકારે છેલ્થ.
પ્રસ્તુત ચર્ચાથી સમજાય છે કે ખરોઇ એ રાજુલનો પુત્ર હતો અને સંભવતઃ તે પિતાના રાજયામલ દરમ્યાન ગુજરી ગયેલો હોવો જાઈએ, જેથી રાજુલના ઉત્તરાધિકારી તરીકે તેનો ભાઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org