________________
પ્રકરણ ચાર
મોઅનો સમય : આ રાજાના સિક્કા વર્ષના નિર્દેશ વિનાના હોવાથી તેના સમયનિર્ણયમાં તે સિક્કા ઉપયોગી થતા નથી અને તેની તેના રાજ્યકાલની સમયાવધિ નિર્ણિત કરવા કાજે એના નામોલ્લેખવાળા બે ખરોષ્ઠી લેખોનો આધાર ઉપાદેયી થઈ પડે છે. આ બે લેખોમાં એક છે વર્ષ ૫૮નો મૈર લેખ અને બીજો છે પતિકનો વર્ષ ૭૮નો તક્ષશિલાનો તામ્રપત્ર લેખ.
Че
પહેલપ્રથમ આપણે આ બંને લેખોમાં નિર્દિષ્ટ વર્ષોના અનિર્દિષ્ટ સંવત વિશે વિચારવું રહ્યું. ઉત્તર ભારતમાંથી સંપ્રાપ્ત ૩૬ ખરોષ્ઠી લેખોમાંથી પ્રથમ ૨૩ લેખોમાં કોઈ એક અનિર્દિષ્ટ સંવતનાં વર્ષોનો સળંગ ક્રમ જોવા મળે છે૫. મોઅના નામોલ્લેખવાળા બંને લેખો પ્રથમ ૨૩ લેખોના વિભાગમાં આવે છે. તેથી હવે તેમાં નિર્દિષ્ટ વર્ષનો સંવત કર્યો છે તે વિચારીએ.
ડોવસન, ફલીટ, ડેબ અને સરકાર જેવા વિદ્વાન આ ૨૩ ખોરઠી લેખોમાં નિર્દિષ્ટ વર્ષોને વિક્રમ સંવતનાં ગણે છે. આ વિક્રમ સંવતનો આરંભ શકો ઉ૫૨ના વિજયના પ્રતીકરૂપ હતો તે સુજ્ઞાત છે. તેથી પરાજિત શકો વિક્રમ સંવતનો ઉપયોગ ના કરે એમ કદાચ માનીએ, તો પણ આ સિવાય બીજો એક સમયનો વિપર્યાસ અવરોધરૂપ બને છે. એટલે કે જો આ ખરોષ્ઠી લેખોમાંનાં વર્ષોને વિક્રમ સંવતનાં ગણીએ તો વર્ષ ૭૮ના તક્ષશિલાના તામ્રપત્ર લેખમાંના મો મોગને ઈસ્વી ૨૦માં વિદ્યમાન ગણવો રહે. પત્નવ રાજા ગુદુર્ઘરનો રાજ્યકાલ વર્ષ ૧૩૦ના તા-ઇ-બાહીના લેખ અનુસાર, તો પછી, ઈસ્વી ૧૯માં આવે॰. ઇતિહાસ તો નોંધે છે કે ગુદુર્લર અને અઝીઝ ૨જો સમકાલીન હતા. તેવી જ રીતે અઝીઝ ૧લો અને સ્પાલિરિસ (જે સીસ્તાનનો રાજા હતો) પણ સમકાલીન હતા; એટલું જ નહીં એ બંનેએ સંયુક્ત રીતે સિક્કાઓ પણ તૈયાર કરાવ્યા હતા. અઝીઝ ૨જો એ અઝીઝ ૧લાનો અનુગામી હતો એ બાબત સિક્કાઓથી સાબિત થઈ છે. તેમ જ વોનોનીસ જ્યારે સીસ્તાનમાં રાજ્ય કરતો હતો ત્યારે મોઅ પંજાબમાં રાજ્ય કરતો હોવો જોઈએ એમ રાયચૌધરી નોંધે છે. વોનોનીસનો અનુગામી સ્પાલિરિસ. હતો તેમ જ સ્પાલિરિસ અને અઝીઝ ૧લો સમકાલીન હતાપર.- આ બધી ઐતિહાસિક વિગત એક સાથે અવલોક્માં મોઅને ગુદુત્ત્રરથી બે પેઢી જેટલો એટલે કે ૩૦ વર્ષ વહેલો મૂક્યો જોઈએ. આથી તો ઉપર્યુક્ત વિદ્વાનોની વિક્રમ સંવત અંગેની દલીલો સ્વીકાર્ય બનતી નથી.
કેટલાક વિદ્વાનો આ વર્ષોને મોઅ સંવતનાં ગણે છે અને એનો આરંભ ઈસ્વીપૂર્વ ૯૫થી થયો હોવાનું સૂચવે છે. આ ષ્ટિએ મોઅને ઈસ્વીપૂર્વ ૧૭માં મૂકી શકાય. પરંતુ મોઅ સંવતની દલીલ અને મોઅનો રાજ્યારંભ વિરોધાભાસી જણાય છે; કેમ કે આ સંવતને જો ઈસ્વીપૂર્વ ૯૫માં પ્રવર્તો હોવાનો અને તેનો પ્રવર્તક મોઅ જો હોય તો પછી એના રાજ્યારોહણને કે રાજ્યારંભને પણ ઈસ્વીપૂર્વ ૯૫થી ગણવો જોઈએ, જે બાબત શક્ય જણાતી નથી.
કાર્પેન્ટિયર ઈસ્વીપૂર્વ ૧૮૦ના આરંભકાળવાળા દિમિત્રના સંવતનું સૂચન કરે છે. આ ગણતરીથી વર્ષ ૭૮નો તક્ષશિલાનો લેખ ઈસ્વીપૂર્વ ૧૦૨માં મૂક્યો પડે; અને તો મોઅનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org