________________
પ્રકરણ ત્રણ
માદ લોકોએ ઈસ્વી ૬૧૨માં સીથિયનોના સહકારથી નિનેવેહ જીતી એસીરિયાના સામ્રાજ્યનો ઉત્તર અને પૂર્વ ભાગ કબજે કર્યો હતો. આ લોકોએ પછીના સમયે સીથિયનો ઉ૫૨ પણ આણ પ્રવર્તાવી હતી. હખામની (achaemenid)` વંશના ઈરાની સામ્રાજ્યના પહેલા રાજા કુરુએ (cyrus) (ઈસ્વીપૂર્વ ૫૫૮-૫૩૦) શકો ઉપર વર્ચસ્વ જમાવ્યાનો ઉલ્લેખ થયેલો છે. હેરોદોતનું (પ્રચલિત ઉચ્ચાર હેરોડોટસ-Herodotus છે) વિધાન કંઈક આવી જ હકીકત દર્શાવે છે : દારયના (મૂળમાં દારયવહુષ છે અને અંગ્રેજીમાં Darius) સમય (ઈસ્વીપૂર્વ ૫૨૨થી ૪૮૬) પહેલાં માદ દેશ (media)ના લોકોને જીતી શકોએ એશિયા ઉપર પ્રભુત્વ પ્રસ્થાપિત કર્યું હતું .
૪૭
પુરાવશેષીય સાધનોમાં શકોનો પહેલવહેલો ઉલ્લેખ દારયના લેખોમાં જોવા મળે છે. દારયના અને એના અનુગામી ખ્યયાર્ષાના (xerxes) એક એક લેખમાં શકપ્રજાનાં ત્રણ જૂથોનો સ્પષ્ટ નિર્દેશ છે. પ્રસ્તુત પુરાવશેષીય પ્રમાણ ધ્યાનમાં લેતાં કહી શકાય કે શકપ્રજા ઇશુપૂર્વેની છઠ્ઠી-પાંચમી સદી પહેલાં વિદ્યમાન હતી. કુરુ અને માદ લોકોની સાથેના સંદર્ભમાં અવલોક્તાં તેમને ઈસ્વીપૂર્વ સાતમી-છઠ્ઠી સદીમાં વિદ્યમાન હોવાનું પણ સૂચવી શકાય. રેપ્સન દારયના લેખમાં નિર્દિષ્ટ શકોનાં ત્રણ જૂથો ઈસ્વીપૂર્વ આઠમી સદીમાં અસ્તિત્વમાં હતાં એમ નોંધે છે. આ દૃષ્ટિએ શકોને ઈસ્વીપૂર્વે આઠમી-સાતમી સદીમાં વિદ્યમાન હોવાની બાબત અસ્થાને નથી૧૧. શકોની ત્રણ વસાહતો
દારયના નક્ષ-ઈ-રુસ્તમના લેખમાં શકપ્રજાનાં ત્રણ જૂથોનો નિર્દેશ થયેલો છે : (૧) સકા તિગ્રખૌદા, (૨) સકા હૌમવર્ક અને (૩) સકા તરદરયા૧૨.
સકા તિગ્રખૌદા (pointed cappedskythian)થી ઓળખાતા લોકો અણીદાર ટોપી પહેરતા હતા. આ લોકો સિરદરયા નદીને કાંઠે રહેતા હતા અને પડોશના બાહ્લિક દેશના સૈનિકો સાથે લશ્કરમાં કામ કરતા હતા.
સા હૌમવર્કાથી (amyrgian skythian)ઓળખાતા લોકો ઈરાન દેશના વંગિયાના પ્રદેશમાં રહેતા હતા. આ પ્રદેશ હેલમંદ નદીના કાંઠા ઉપર આવેલો હતો. અનુકાલમાં આ પ્રદેશ ‘સકસ્થાન’ તરીકે ઓળખાયો. ઈરાનીઓ તેને ‘સિજિસ્તાન’ કહેતા. હાલ તે ‘સીસ્તાન’થી પ્રસિદ્ધ છે. વર્તમાને આ પ્રદેશ ઈરાન અને અફઘાનિસ્તાનના બંને દેશોમાં વિભાજિત છેં૧૩.
સકા તરદ૨યાથી ઓળખાતા શકો યુરોપીય હતા. તેઓ કાળા સમુદ્રની ઉત્તરે રહેતા હતા. તેઓ શકા તિગ્રખૌદાની જેમ અણીદાર ટોપી પહેરતા હતા૪.
આ વર્ણન ઉપરથી સૂચિત થાય છે કે શકોનું મૂળ નિવાસસ્થાન મધ્ય એશિયાના લાંબા વિસ્તૃત પટમાં વિસ્તેરલું હતું ૫.
શકજાતિ
પ્રચલિત શબ્દ ‘શક’ના મૂળ સ્રોતને જાણવા કાજે કોઈ ચોક્કસ સાધન ઉપલબ્ધ નથી. અસલમાં આ જાતિ આ નામે ઓળખાતી હતી કે કેમ તે વિશે કોઈ ખુલાસો મળતો નથી. પરંતુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org