________________
કર્યો છે. આનાથી આ સ્પષ્ટ કર્યું છે કે પાપોની કાલિમા (કલંક) જ્યારે પૂર્ણતઃ સાફ થઈ જાય છે, તો પછી સર્વત્ર આત્માનું મંગલ જ મંગલ છે, કલ્યાણ જ કલ્યાણ છે. પહેલા બે પદોમાં હેતુનો ઉલ્લેખ છે અને છેલ્લાં બે પદોમાં ફળનું વર્ણન છે. પાપના પ્રણાશનું ફળ જ મંગલરૂપમાં પ્રગટ થાય છે.
પ્રશ્ન એ પેદા થાય છે કે મંગલ શું છે ? તો મંગલ વિશે પણ વિચાર કરી લઈએ. મંગલના બે પ્રકાર છે - એક દ્રવ્ય-મંગલ, બીજો ભાવ-મંગલ. દ્રવ્ય-મંગલને લૌકિક મંગલ અને ભાવમંગલને લોકોત્તર મંગલ કહે છે. દહીં, અક્ષત વગેરે દ્રવ્ય-મંગલ કહેવાય છે. સામાન્ય લોકો આ જ દ્રવ્ય-મંગલોના મોહમાં પડેલા છે. પરંતુ વસ્તુતઃ એ મંગલરૂપ નથી હોતા. આ માન્ય દ્રવ્ય-મંગલ અમંગલ પણ થઈ જાય છે. દહીં મંગલ મનાય છે, પરંતુ તાવમાં એને ખવાય તો હાનિકારક સિદ્ધ થાય છે. અક્ષત માથા પર ન લગાવતાં જો આંખમાં પડી જાય તો શું દશા થાય ? માટે દ્રવ્ય-મંગલ એકાંતિક અને આત્યંતિક નથી હોતા. જ્યારે ભાવ-મંગલ એકાંતિક અને આત્યંતિક હોય છે. નમસ્કાર મંત્ર ભાવ-મંગલ છે. કારણ કે એ હંમેશાં અને સર્વત્ર મંગલ જ રહે છે. એ કોઈપણ હાલતમાં અમંગલરૂપ નથી હોતો. એ સાધકને બધા જ પ્રકારનાં દુઃખોથી બચાવે છે. જપ, તપ, જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, વ્રત-નિયમ, નમસ્કાર વગેરે રૂપમાં ભાવ-મંગલ અનેક પ્રકારના છે. એ બધા મોક્ષરૂપ સિદ્ધિદાયક હોવાથી વાસ્તવિક મંગલ છે.
આચાર્ય જિનદાસે ‘મંગલ' શબ્દની વ્યુત્પત્તિ કરતાં લખ્યું છે “મંત્રં-નારાવિસુ પવડત નો જ્ઞાતિ મંત્રં ।''
-
દશ. ચૂર્ણિ ૧/૧
નારક વગેરે દુર્ગતિમાં પડતા લોકોની જે રક્ષા કરે એ મંગલ છે. નમસ્કાર મંત્ર પર આ વ્યુત્પત્તિ સંપૂર્ણ ઘટિત થાય છે. કારણ કે આ બધા પ્રકારની દુર્ગતિઓથી બચાવે છે. માટે નમસ્કાર મંત્ર મહામંગલરૂપ છે. તેથી પ્રત્યેક શુભકાર્યના મૂળમાં નમસ્કાર મંત્ર દ્વારા મંગલ કરવું સર્વોત્તમ માનવામાં આવ્યું છે. કારણ કે આ બધાં મંગલોના મંગલ છે. જૈનદર્શનની દૃષ્ટિમાં આની તુલનામાં બીજાં મંગલોનું કોઈ મહત્ત્વ નથી. જેને ચિંતામણિ કલ્પ નમસ્કાર મહામંત્ર મળી ગયો હોય, એ કાચ તુલ્ય અન્ય મંત્રોની શું અપેક્ષા રાખશે ?
-
ગુણપરક દૃષ્ટિ : નમસ્કાર મંત્રમાં કોઈ વ્યક્તિવિશેષના નામનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. જૈન ધર્મની દૃષ્ટિ વ્યક્તિપૂજકતાની નથી રહી, એ ગુણપૂજક રહી છે. એના સદાય સ્મરણીય મહામંત્રમાં કોઈ વ્યક્તિવિશેષના નામનો ઉલ્લેખ ન હોવો આ વાતને પ્રમાણિત કરે છે કે આ માનવજીવનની ઉચ્ચ ભૂમિકાઓને વંદન-નમન કરે છે, વ્યક્તિઓને નહિ. જે વ્યક્તિ જીવન-વિકાસની ઊંચી સીડીઓ પર ચડી ચૂક્યો છે એ વંદનીય છે. પછી ભલે એ કોઈ પણ જાતિ, વર્ગ, વર્ણ, દેશ, વેશ કે સંપ્રદાયથી સંબંધ રાખતો હોય ! મહત્ત્વ છે આધ્યાત્મિકવિશેષતાઓની. એ વિશેષતાઓ જે કોઈ આત્માઓમાં વિદ્યમાન હોય છે, એ બધી વંદનીય મનાય છે. કેટલી વ્યાપક અને વિરાટ દૃષ્ટિ રહી છે આ મહામંત્રમાં !
જિણધો