________________
કે જેને ધર્મની વિભિન્ન શાખા-પ્રશાખાઓમાં વ્યાપક મતભેદ હોવા છતાંય આ નમસ્કાર સૂત્રના વિષયમાં એકરૂપતા છે. આ એ કેન્દ્ર છે જ્યાં બધા મતભેદ નષ્ટ થઈ જાય છે.
મહામંત્ર : આ પંચ પરમેષ્ઠી નમસ્કાર સૂત્રને જૈન પરંપરામાં મહામંત્રના રૂપમાં ખૂબ જ બહુમાનપૂર્વક પ્રતિષ્ઠા પ્રાપ્ત છે. વિશ્વમાં મંત્રોની વિશાળતા છે. વિવિધ પ્રકારના મંત્રો જોવા મળે છે, પરંતુ મહામંત્રની સંજ્ઞા તો આ પંચ પરમેષ્ઠી નમસ્કાર સૂત્રને જ પ્રાપ્ત છે. મંત્ર' શબ્દની વ્યુત્પત્તિ કરતા કહેવાય છે કે -
“મંત્રઃ પરમોચઃ મનન ત્રાને રોતો નિયર્િ !”
જે મનન કરવાથી, ચિંતન કરવાથી, દુઃખોથી બચાવે એ મંત્ર છે. આ વ્યુત્પત્તિ અનુસાર મંત્ર એ જ કહેવાય જે દુઃખોથી બચાવે. નમસ્કાર સૂત્ર મહામંત્ર છે. કારણ કે આ સમસ્ત આધિવ્યાધિ-ઉપાધિને દૂર કરનાર છે. સામાન્ય રીતે જનસાધારણ શારીરિક-માનસિક દુઃખોથી મુક્ત થવા માટે મંત્રોનો પ્રયોગ કરતા દૃષ્ટિગોચર થાય છે. એમનો ઉદ્દેશ્ય આટલે સુધી જ સીમિત હોય છે. વેદ-મંત્રોમાં અગ્નિ, સૂર્ય, ચંદ્ર, પર્વતો, નદીઓ વગેરે પ્રાકૃતિક તત્ત્વોમાં દેવરૂપ માનીને એમની સ્તુતિ કરવામાં આવી છે અને એના દ્વારા પ્રાકૃતિક મુસીબતોથી બચાવવાની પ્રાર્થના કરવામાં આવી છે. અન્ય અનેક મંત્રો દ્વારા વિવિધ પ્રકારના ભૌતિક, દૈહિક અને દૈવિક દુઃખોથી બચવાનો માર્ગ બતાવ્યો છે. આ મંત્રો ક્યાં સુધી આમાં સફળ થાય છે એ અલગ વાત છે, પરંતુ સામાન્ય લોકો આનું અવલબન (આશરો) લે છે. આ લૌકિક મંત્રોની સફળતા આત્યંતિક અને એકાંતિક નથી. એમની સાર્થકતા સંદિગ્ધ અને અનિશ્ચિત છે. પરંતુ આ પરમેષ્ઠી નમસ્કાર એકાંતિક અને આત્યંતિક રૂપથી દુઃખોથી બચાવવાવાળા છે, માટે મહામંત્ર છે.
પ્રશ્ન થઈ શકે છે કે આ મહામંત્રમાં એવી શું અભુત વિશેષતા છે, જેને લઈને આને મહામંત્ર કહેવાય છે ? આ પ્રશ્નનું સમાધાન મેળવવા માટે આપણે આ મહામંત્રના અર્થ ગાંભીર્યમાં પ્રવેશ કરવો પડશે. આમાં નિહિત સમતાનો ભાવ જ આને મહામંત્રનું રૂપ આપે છે. જૈન ધર્મ અને જેને સંસ્કૃતિનો પ્રવાહ સમભાવને લક્ષ્યમાં રાખીને પ્રવાહિત થયો છે. આ જ દિવ્ય સમતાનો ભાવ આ મહામંત્રમાં આવિર્ભત થયો છે. કોઈપણ પ્રકારના સાંપ્રદાયિક ભેદભાવ વગર કે દેશ યા જાતિગત વિશેષતાના ભેદભાવ વગર, ગુણપૂજાનું મહત્ત્વ આમાં પ્રતિપાદિત છે. આમાં ગુંજિત સમતાનો સ્વર જ મહામંત્રી રૂપ છે. કારણ કે આ બધાં દુઃખોની જન્મદાત્રી વિષમતાઓ અને દુર્ભાવનાઓને નષ્ટ કરે છે. સમતાની આરાધનાથી આત્મિક શક્તિઓનો વિકાસ થાય છે અને આવા વિકાસથી સમસ્ત દુઃખોનો નાશ સ્વયંમેવ થઈ જાય છે. માટે જ આ મહામંત્ર છે.
મહામંગલ : આ પંચ પરમેષ્ઠી નમસ્કાર મહામંગલ રૂપ છે. આ મંત્રની ચૂલિકા મહિમારૂપ અંતિમ ચાર પદોમાં સ્પષ્ટ કહ્યું છે કે – “આ નમસ્કાર બધાં જ પાપોનો નાશ કરનાર છે તથા બધાં મંગલોમાં મુખ્ય મંગલ છે. પહેલા પાપોનો પ્રણાશ બતાવ્યો છે અને પછી મંગલનો ઉલ્લેખ દૂ મહામંગલ મહામંત્ર નવકારો છે જે