________________
કહી છે. એ સર્વ ન કરવામાં પણ જિનાજ્ઞાભંગ દ્વારા ઉપરોક્ત ભયંકર પરિણામો સમજી લેવા જોઈએ. પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ ઉપદેશપદમાં જણાવ્યું છે કે શાસ્ત્રીય વિધાનો અને નિષેધોનો ઔદંપર્યાર્થ – તાત્પર્યાર્થ હોય તો એ એક જ છે કે આજ્ઞા એ જ ધર્મમાં સારભૂત છે -
મા ધર્મામિ સાત્તિા (ઉપદેશપદ-૮૮)
સમિતિ વગેરે અંગે આગળ ગ્રંથકારશ્રી પ્રેરણા કરવાના છે માટે અત્રે એનો વિસ્તાર નથી કરતા. સ્વાધ્યાયાદિની ઉપેક્ષા કરે તેને ગ્રંથકારશ્રી કહે છે કે આ રીતે કોઈ આચારમાં તારી ચુસ્તતા નથી, તો પછી તે મોક્ષના નામે માથે મેરુ ઉપાડી લે તો કોઈ લાભ થવાનો નથી. જો વેષ માત્રથી જ સંસારનો અંત આવી જતો હોત, તો નાટકિયાઓની પણ મુક્તિ થઈ જાત. પણ એવું તો થતું નથી. માટે વેષ માત્રથી મુક્તિ અસંભવિત જ છે.
વેષ તો ધર્મરક્ષા અને લોકઅભિજ્ઞાન માટે છે. ઉપદેશમાલામાં - કહ્યું છે
धम्मं रक्खइ वेसो संकइ वेसेण जह दीक्खिओम्हि। ૩મો પડંત રમવું ૨ાયા નવચં વાા ૨૨ .
વેષ ધર્મની રક્ષા કરે છે. વેષથી પાપ કરવામાં ખટકો રહે કે હું તો દીક્ષિત છું, મારાથી આવું શી રીતે કરાય ? અને આ રીતે એ આત્મા પાપથી બચી જાય. જેમ રાજા દેશને ઉન્માર્ગે જતા બચાવી લે એમ વેષ પણ આત્માને ખોટું કામ કરતાં બચાવી લે.
ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છેपच्चयत्थं च लोगस्स णाणाविहवियप्पणं। નત્તë પર ધિં નો ત્રિાપોળ -રૂરી
( ૧૬ ).