________________
ચેક-અપ કરીને પૂરી સ્વસ્થતાથી કહ્યું, ‘આમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ તો રી-ઓપરેશનનો સીધો કેસ છે.' ગામડાના મા-બાપ અંગ્રેજી ભણ્યા ન હતાં. પણ રી-આપરેશન એટલે ફરીથી ઓપરેશન એ એમને ખબર હતી. દીકરાને શું થયું છે – એ કેમ મટે-એ જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી ચિંતા છે. પણ જ્યારે ઈલાજ નક્કી થઈ ગયો, ઈલાજનું નામ મળી ગયું, એટલે જાણે તકલીફ ગઈ જ સમજો. એક નામ પણ કેવી કમાલ કરે છે ! બંને ફરીથી ઓપરેશન કરાવવા તૈયાર થઈ ગયા. નસીબ એટલું જ કે આ ઓપરેશન સફળ થયું એટલે ડોક્ટર સાહેબને રીરી ઓપરેશન ન કરવું પડ્યું.
આમ જુઓ તો પહેલું ઓપરેશન ફેઇલ ગયું છે. પેટમાં ચીર-ફાડ ક્ય પછી ય ઠેકાણું પડ્યું નથી. બીજા ઓપરેશન પછી શું થશે એ ય કહી શકાય એમ નથી. આટઆટલી નકારાત્મકતાને એક નામકરણ ઢાંકી દે છે. ગ્રંથકારશ્રીનો આશય એ જ છે કે તું પરિગ્રહનું ધર્મસાધન” એવું નામકરણ ના કર, આ રીતે તો તું પોતાની જાતને જ છેતરી રહ્યો છે. ભારે વધે એટલે હોડીનું જોખમ વધે છે. પછી એ જ રીતે પરિગ્રહના ભારથી તારી નૈયા પણ સંસારસાગરમાં ડુબી જશે. પછી એ પરિગ્રહ ધર્મોપકરણના નામે પણ કેમ ન હોય.
ધ્યાનયોગાચાર્યોએ કહ્યું છે કે ધર્મ-શુક્લધ્યાન મુખ્યપણે સાધુને જ હોય, ગૃહસ્થને નહીં. કારણ કે ગૃહસ્થ પરિગ્રહ લઈને બેઠો છે. પરિગ્રહની ચિંતાને કારણે એનું મન જોઈએ એવું એકાગ્ર ન બની શકે.' આના પરથી એ વિચારવું જોઈએ કે જો સાધુ પરિગ્રહ રાખે, તો એ ય ધ્યાનમાર્ગનો અનધિકારી નહીં થઈ જાય ? મોક્ષસાધનાનું જે સર્વસ્વ છે એ ધ્યાનથી એ વંચિત નહીં થઈ જાય ?
( ૯૧ )