________________
ચશ્મા, સ્ટેશનરી, વસ્ત્રો, પાત્રા બધામાં આ એક સૂત્ર અપનાવી લઈએ જેટલી સાદાઈ એટલું સંયમ. જેટલું ખાખી બાવાપણુ એટલી સંયમની શોભા.
બીજી એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે વસ્ત્રાદિ ઉપકરણો સાદા હોય એનો ય સદુપયોગ થતો રહે. અન્યથા એ પણ શોભાના ગાઠિયા બની જાય.
હું સ્કૂલમાં ભણતો હતો, ત્યારે મારા ક્લાસમાં એક છોકરો શ્રીમંત ઘરનો હતો. એની પાસે નોટ, પેન, કંપાસ, વર્તુળ, રબર, સંચો, બધું હાઈફાઈ હોય. એકોએક વિષયની ગાઈડ હોય, કેટલાય ટ્યુશનો કરાવતો હોય. પણ આટઆટલું હોવા છતાં બિચારો માંડ માંડ પાસ થતો હોય. ઉપદેશમાલામાં આવું જ ઉદાહરણ આપી સંયમોદ્યમની પ્રબળ પ્રેરણા કરી છે
मूलग कुदंडगा दामगाणि उच्छूलघंटिआओ य। पिंडेइ अपरितंतो चउप्पया नत्थि य पसूवि॥ तह वत्थपायदंडगउवगरणे जयणकज्जमुज्जुत्तो।
જરૂઠ્ઠાવિનિસંરૂતિં વેવમૂહો વિફા૪૪૬-૪૪ના છે. જેમ કોઈ માણસ મૂળ, દંડ, પરોણા, ચાબૂક, ઉસ્કૂલ (), ઘંટડીઓ આ બધું ભેગું કરતો જ જાય, ભેગુ કરતા થાકે જ નહીં. પણ એ બધુ જેનાથી સાર્થક થાય એવો એકે ય ચતુષ્પદ-પશુ તો તેની પાસે હોય જ નહીં. તે જ રીતે કોઈ વેષધારી વસ્ત્ર, પાત્ર, દાંડો, ઉપકરણો વગેરે જયણાના કાર્યોના સાધનોને ઉધતપણે ભેગો કરતો જાય, પણ એ મૂઢ જેના માટે આ બધું છે, તે સંયમયતના જ ન કરે.
(૧૦૨)