________________
નિર્વસ્ત્ર દશા હતી. પણ હવે શરીરને ગરમાવો લાગે છે. દાંત કકડવા બંધ થઈ ગયાં.
બહારનું વાતાવરણ તો એનું એ જ છે. પણ જે એ.સી. માંથી બહાર નીકળે એને બહાર હીટર ચાલુ હોય એવો અનુભવ થાય છે. ૬ સેન્ટીગ્રેડના પાણીમાં હાથ નાખ્યા પછી ર૦ સેન્ટીગ્રેડના પાણીમાં હાથ નાખો તો એ ખૂબ ગરમ લાગે. પણ ૬૦ સેન્ટીગ્રેડના પાણીમાં હાથ નાખ્યા પછી ર૬ સેન્ટીગ્રેડના પાણીમાં હાથ નાખો તો એ સાવ ઠંડુ લાગે. અર્થાત્ ઠંડી-ગરમી આપેક્ષિક છે. બહારના ભાગમાં જવાથી કે થોડી વાર કામળી, કપડો, પાંગરણી ત્યાગ કરવાથી પછી પાંગરણીમાત્ર પણ કામળી જેવો ગરમાવો આપી શકે.
આટલું ક્યાં પછી ય થોડી ઠંડી તો લાગે ય ખરી, પણ એટલું ય સહન ન કરે એ સાધુ શી રીતે કહેવાય ? આજે ય એવા મહાત્મા છે કે જેઓ કડકડતી ઠંડીમાં ય અધિક ઉપકરણ વાપરતા નથી. જે ઉપાધિ ઉનાળામાં હોય, એટલી જે ઉપાધિથી શિયાળામાં પણ કામ ચલાવે છે. અરે, એવા મહાત્મા પણ છે કે જેઓ – માત્ર ચોલપટ્ટો પહેરીને ઉપાશ્રયના બહારના ભાગના ઓટલા પર સૂઈને શિયાળાની રાત વીતાવે છે. સ્થાનકવાસી સંપ્રદાયના એક મુનિ ભર ઉનાળામાં પણ બપોરે અગાશીમાં જઈને કલાકો સુધી આતાપના લે છે.
मुने ! न किं नश्वरमस्वदेहमृत्पिण्डमेनं सुतपोव्रताद्यैः। निपीड्य भीतिर्भवदुःखराशेहित्वाऽऽत्मसाच्छैवसुखं करोषि ?॥३१॥ ઓ મુનિ ! આ દેહ એક તો “નશ્વર છે, બીજુ પર છે
(૧૦૫).