________________
ગેરહાજરીમાં પરાક્રમ કરીને હવે કેમ શિયાળની જેમ છૂપાઈ ગયા છો ? એવી તર્જના ય કરી. કૌરવો અને પાંડવો અંદર ધ્રુજતા હતા. તેમનામાં જવાબ આપવાના ય હોંશકશ ન હતો. દમદંત રાજાને આ પ્રસંગ પરથી સંસાર પર ધિક્કાર છૂટી ગયો. ઉછળતા વૈરાગ્યથી રાજપાટ છોડીને તેમણે દીક્ષા લીધી.
એક વાર દમદંત મુનિ કાયોત્સર્ગ કરતાં હતાં. ત્યારે ત્યાંથી કૌરવો પસાર થયાં. તેમણે જોયું કે આ તો દમદંત રાજર્ષિ છે, જેણે આપણો પરાભવ ર્યો હતો. ક્રોધે ભરાઈને તેમણે ઈંટ અને ઢેફાથી તેમને માર્યા. સો કૌરવો, તેમના સૈનિકો, બધાએ આવું કરતાં દમદંત રાજર્ષિની આસપાસ ઈંટ-ઢેફાઓનો મોટો ઢગલો થઈ ગયો.
કૌરવો પછી પાંડવો ત્યાંથી પસાર થયાં. ભક્તિભાવથી તેમણે એ ઢગલો દૂર કર્યો. આસપાસની જમીન સ્વચ્છ કરી. અને મહાત્માની તિતિક્ષાની ખૂબ સ્તુતિ કરી. દમદંતમુનિને મન તો કૌરવો અને પાંડવો બંને સરખા હતાં. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે
दुर्योधनेनाभिहतश्शुकोप, न पाण्डवैर्यो न नुतो जहर्ष । स्तुमो भदन्तं दमदन्तमन्तः, समत्ववन्तं मुनिसत्तमं तम् ॥ (अध्यात्मोपनिषद् ४-१५)
દુર્યોધને અભિઘાતો કરવા છતાં ય જે ક્રોધે ન ભરાયા, પાંડવોએ સ્તુતિ કરવા છતાં ય જે હર્ષિત ન થયા, એ મુનિપ્રવર સમતારસથી પરિપૂર્ણ અંતરના ધારક શ્રી દમદંત ભગવંતની અમે સ્તુતિ કરીએ છીએ. ‘ઝાતિનું નિષ્પરિગ્રહમ' આ પદ બોલતા પેથડશાહની મૂચ્છ
(૧૩૬ )