________________
ગંભીર વિચાર કરીએ તો એવું લાગે છે કે જિનશાસનના કટ્ટરપી તત્ત્વો યોજનાપૂર્વક જિનશાસનનું ઉમૂલન કરવા ઈચ્છે, તો તેઓ બાહ્ય આક્રમણનો માર્ગ અપનાવવાના બદલે જિનશાસનના હાર્દરૂપ શ્રમણસંસ્થામાં પ્રવેશીને ઉપરોક્ત પ્રવૃત્તિ કરે અને તેના દ્વારા સંઘની અને દુનિયાની દષ્ટિમાંથી સાવ ઉતરી જાય. વળી તેમના ચેપથી ધીમે ધીમે મોટા ભાગની શ્રમણસંસ્થા એવા મહોત્સવાદિ મિશનમાં લાગી જાય. લોકો ધીમે ધીમે શ્રમણ સંસ્થાના દેશી બની જાય. પછી તો એ ઠેષીઓને કાંઈ કરવાનું લગભગ બાકી રહેતું નથી.
અનાભોગથી પણ આવું કાર્ય જિનશાસનના રાગી એવા આપણાથી જ ન થઈ જાય, એ માટે ખૂબ જ સાવધ બનવાની જરૂર છે. એ માટે ગીતાર્થ બનવું પડશે. ગીતાર્થ ન બનાય ત્યાં સુધી પૂર્ણપણે ગીતાર્થનિશ્ચિત બનવું પડશે. તદ્દન અંતર્મુખ બનવું પડશે. યશ-પ્રતિષ્ઠા આદિ પ્રત્યે નફરત ઊભી કરવી પડશે. અને દુન્યવી વાંછનાઓને ફગાવીને લોકેષણાને છોડીને આત્મસાધનામાં લયલીન બની જવું પડશે. પણ જો આ બધા માટેની કોઈ તૈયારી નથી, તો સમજી લો કે સોનાની છરીથી મોત આ ન્યાયનું ઉદાહરણ આપણે જ પૂરું પાડી રહ્યા છીએ.
रङ्कः कोऽपि जनाभिभूतिपदवीं त्यक्त्वा प्रसादागुरोर्वेषं प्राप्य यतेः कथञ्चन कियच्छास्त्रं पदं कोऽपि च। मौखर्यादिवशीकृतर्जुजनतादानार्चनैर्गर्वभागात्मानं गणयनरेन्द्रमिव धिग्गन्ता द्रुतं दुर्गतौ॥५०॥
કોઈ રંક ગુરૂકૃપાથી લોકો પરાભવ કરે એવું સ્થાન છોડીને, સાધુવેષ પામીને, કોઈ રીતે કાંઈક શાસ્ત્રાભ્યાસ કરીને, કોઈ વળી. આચાર્યાદિ પદ પામીને પોતાની વાચાળતા આદિથી ભોળા
(૧૪૮)