Book Title: Hitopnishad
Author(s): Purvacharya, Munisundarsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/022075/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ KASAMATTA 6. हितोपनिषद् પૂર્વાચાર્ય શ્રીમુનિસુંદરસૂરિજી, Page #2 -------------------------------------------------------------------------- ________________ ણોથુ ણં સમણસ ભગવઓ મહાવીરસ્સ શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દીએ નવલું નજરાણું (૫૦) સાનુવાદ સાવચુરિ યતિવિચાર સહિત ૫. પૂ. આચાર્યશ્રીમુનિસુંદરસૂરિષ્કૃત અધ્યાત્મકલ્પદ્રુમના યતિશિક્ષોપદેશાધિકાર તથા અજ્ઞાતકર્તૃક તિશિક્ષાપંચાશિકા પર નવનિર્મિત વાર્દિક હિતોપનિષદ્ (માત્ર સંયમી ભગવંતો માટે) મતસિંહની વાડી પાદન વાર્ષિક નવસર્જનવૈરાગ્યદેશનામ પ. પૂ. શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય सायार्य विभ्य ल्याएाप्नोधिसूरि પ્રકાશક : श्री निशासन आराधना ट्रस्ट Page #3 -------------------------------------------------------------------------- ________________ િઅમોજા છેડે અભિનં< - સુકૃત સહયોગી : શ્રી અઠવાલાઈસ . મૂર્તિપૂજક જૈન સંઘ श्री दूलयंह ठल्याशयं १वेरी ट्रस्ट અઠવાલાઈસ, લાલ બંગલા, સૂરત જ્ઞાનનિધિના સૈવિનિયોગ બદલ શ્રીસંઘ તથા ટ્રસ્ટીઓની ભૂરિ ભૂરિ અનુમોદના - SLS S S Sજ્ય (C)શ્રી જિનશાસન આરાઘના ટ્રસ્ટ. આ પુસ્તક જ્ઞાનખાતામાંથી મુદ્રિત થયું હોવાથી ગૃહસ્થોએ મૂલ્ય ચૂકવી માલિકી કરવી. પ્રાપ્તિ સ્થાન : મૂલ્ય- ૨૫૦ મુમ્બઈ- શ્રી ચંદ્રકુમાર જરીવાલા શ્રી અક્ષયભાઈ શાહ દુ. નં. 6. બદ્રિકેશ્વર સોસા., 505, પમ એપાર્ટમેન્ટ, મરીન ડ્રાઈવ, ઈ રોડ, જૈન દેરાસર સામે, નેતાજી સુભાષ માર્ગ, સર્વોદય નગર, મુમ્બઈ-2 મુલુંડ (વે.) મુમ્બઈ-400080 ફો. 22624477 ફો. 25674780 પાટણ- શ્રી ચંદ્રકાંતભાઈ સંઘવી અમદાવાદ- શ્રી બાબુભાઈ બેડાવાલા બી-6, અશોકા કોમ્પલેકસ, સિદ્ધાચલ બંગલોઝ, જનતા હોસ્પિટલ પાસે, સેન્ટ એન. સ્કુલ પાસે, પાટણ-284365 હીરા જૈન સોસાયટી, ઉત્તર ગુજરાત સાબરમતી, અમદાબાદ-5. મો. 9909468672 ફો. 27505720 ( ૨ ) Page #4 -------------------------------------------------------------------------- ________________ NITIALAUR चरमतीर्थपतिः करुणासागरः श्रीमहावीरस्वामी RMOOOO0 S.NNNNNNN Bidesi HEAD PRESIYA EDICTELLIZEIKHI अनन्तलब्धिनिधानः श्रीगौतमस्वामी Page #5 -------------------------------------------------------------------------- ________________ पञ्चमगणधरः श्रीसुधर्मास्वामी 15) ભર 'કૃપા વસે અનરાધાર 'સિદ્ધાંતમહોદધિ સુવિશાલગચ્છસર્જક પ. પૂ. આચાર્યદેવ | શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા ' વર્ધમાન તપોનિધિ ન્યાયવિશારદ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા 'અજોડ ગુરુસમર્પિત ગુણગણનિધિ પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી પદ્મવિજયજી ગણિવર્ય વેરાગ્યદેશનાદક્ષ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા Page #6 -------------------------------------------------------------------------- ________________ તે મુનિ વંદુ ગુણમણિમાલા એક સંન્યાસી હતા. ફરતા ફરતા કોઈ રાજ્યમાં જઈ ચડયા. ત્યાંના રાજાએ તેમની ઉલટ તપાસ લેવાની ચાલુ કરી... પ્રશ્નો પૂછતાં પૂછતાં એક પ્રશ્ન એવો પૂગ્યો કે તમે સંન્યાસી કેમ થઈ ગયા ? રાજા પાસે ખોટું બોલવાની સંન્યાસીની હિંમત ન ચાલી, તેમણે કહ્યું, નારી મુઈ ઘર સંપત્તિ નાસી, મુંડ મુંડાયે ભયે સંન્યાસી. આગળની ક્થાનું આપણને કામ નથી. વિચારવાની વસ્તુ એ છે કે જિનશાસન કળિકાળમાં ય કેવું જયવંતુ છે! જેમાં ઉપરોક્ત સંન્યાસી જેવા નથી મળતા, પણ ભરયુવાનવયે લાખો-કરોડો રૂપિયાને અને રુપાળી કન્યાઓની ઓફરોને લાત મારીને સંયમના માર્ગે સંચરતા પુણ્યાત્માઓના દર્શન થાય છે. अज वि तिनपइन्ना गुरुभरुव्वहणपच्चला कोइ। दीसंति महापुरिसा अक्खंडिअसीलपब्भारा॥ આજે ય જિનશાસનમાં એવા મહાપુરુષના દર્શન થાય છે કે જેઓ મહાવ્રતોની પ્રતિજ્ઞાનો પાર પામ્યા છે. એ પ્રતિજ્ઞાપ મોટા ભારને ઉપાડવામાં સમર્થ છે. જેઓ અખંડિત શીલના પ્રાગ્લાર સમાન છે. ભગવાનના શાસનની કેવી બલિહારી ! જઘન્ય આરાધના ય કેટલી ઉત્કૃષ્ટ ! નહિં ટી.વી., નહિં ફ્રીજ, નહિં લાઈટ, નહિં પંખો, નહિં વાહન, નહિં ચૂલો.... રાત્રે પાણીનું ટીપું ય ન પીવું, સ્ત્રીનો સ્પર્શ પણ ન કરવો, શાંચન કરાવવું.... અરે, આ તો સર્વસામાન્ય આરાધનાની વાત થઈ, વિશિષ્ટ આરાધનાની વાત કરીએ તો ( ૩ ) Page #7 -------------------------------------------------------------------------- ________________ अज वि तवसुसिअंगा तणुकसाया जिइंदिया धीरा। दीसंति जए जइणो वम्महहिअयं विआरंता॥ આજે ય એવા મહાત્માઓ જગતમાં દેખાય છે કે જેમણે ઉગ્ર તપસ્યા દ્વારા શરીરને શોષિત કરી દીધુ છે. જેમના કષાયો મૃતપ્રાય થઈ ગયા છે. જેઓએ ઇન્દ્રિયોને જીતી લીધી છે. જેઓ ધીર છે તથા જેઓ કામદેવના હૃદયને વિદારી નાખે છે. - ખૂણામાં બેસીને સાધના કરતા મહાત્માઓને દુનિયા ક્યાંથી જાણે ? ઘણી વાર તો મહાત્માના વિદાય બાદ તેમની સાધનાનું શ્રવણ મળે અને તેમની વિદાય અનેકગણી વસમી થઈ જાય. થોડા દિવસ પહેલા ચાર સાધ્વીજી ભગવંતો કાલધર્મ પામ્યા. તેમાંથી એક સાધ્વીજી ભગવંતે ૧૦૦ ઓળીની આરાધના કરી હતી, એટલું જ નહીં, ૧૦૦મી ઓળીનું પારણું સંપૂર્ણપણે ખાનગી ક્યું હતું, છેલ્લા દશ મહિનામાં ચાર સિદ્ધિતપ ક્ય હતા. એ પણ આયંબિલથી. એ પૂર્વે શ્રેણિતપની આરાધના પણ કરી હતી, એ પણ આયંબિલથી. એમાંના બીજા સાધ્વીજી ભગવંતને ૧૪મો વર્ષીતપ ચાલતો હતો. ત્રીજા સાધ્વીજી ભગવંતને અઠ્ઠમના પારણે અઠ્ઠમ ચાલતા હતાં. ચોથા સાધ્વીજી ભગવંતને ૧૮મી ઓળી ચાલતી હતી. કેવા “અહો ! અહો ! અહો !' થઈ જાય એવી સાધના ! ખરેખર, વિ તવસિય . વર્ષમાં ૮ મહિના, મહિના, ૧૦ મહિના, ૧૧ મહિના આયંબિલ કરનારા મહાત્માઓનો ક્યાં તોટો છે, અરે, બારે મહિના આયંબિલ કરનારા મહાત્મા પણ હયાત છે. અઠ્ઠમથી વર્ષીતપ કરનારા અને વર્ષમાં છ-છ માસક્ષમણ કરનારા મહાત્મા ય આપણી વચ્ચે જ છે. કોઈ મારી નાખે તો ય ગુસ્સો ન આવે એવા કોવિજથી મહાત્મા, ( ૪ ) Page #8 -------------------------------------------------------------------------- ________________ વિરાટ કાર્યો કરીને ય પડદાની પાછળ જ રહેનારા એવા જિતાભિમાન મહાત્મા, માયા કરતાં જ ન આવડે એવા સરળહૃદયી સંયમી ભગવંતો અને સ્વશરીર પ્રત્યે પણ નિ:સ્પૃહ એવા મહાપુરુષો આજે આ ધરતીને પાવન કરી રહ્યા છે. કોઈએ સગાઈ તોડી છે, તો કોઈએ છેડાછેડી છોડી છે, કોઈએ નવજાત બાળકની મમતા છોડી છે, તો કોઈએ વિવાહ બાદ પણ અખંડિત બ્રહ્મચર્ય પાળીને સંયમ લીધું છે. સ્ત્રી સામે આવતા જેમના પાંપણો પર જાણે ડુંગરાઓના ભાર ખડકાઈ ગયા હોય એમ ઢળી પડે છે.... કમાલ... વમ્મક્ષત્રિયં વિચારતા..... નિર્પ્રન્થાલ્તેઽપિ ધન્યા..... આ મહાત્માઓના સાધનાનું વર્ણન કરવામાં શક્તિ અને આયુષ્ય બંને ઓછા પડે એમ છે. આ મહાત્માઓના પ્રભાવે જ પરમાત્માનું શાસન એકવીસ હજાર વર્ષ સુધી અવિચ્છિન્નપણે ચાલવાનું છે. આ શ્રમણ સંસ્થા જ વિશ્વશાંતિનો મૂલાધાર છે. તેમની સાધનાના પ્રભાવે જ દરિયો ધરતી પર ફરી વળતો નથી. તેમના સંયમના પ્રભાવે જ સૂરજ અંગારા વરસાવતો નથી. જે દિવસે આ ધરતી પર શ્રમણ નહીં હોય તે દિવસથી પ્રલય (છઠ્ઠો આરો) ચાલુ થઈ જશે. મુઠ્ઠીભર જીવોને બાદ કરતાં ચેતન-અચેતન જગતમાં સર્વવિનાશ સર્જાશે. શ્રમણનું અસ્તિત્વ નાબૂદ થાય, તો સર્વવિનાશ સર્જાય અને તેનું અસ્તિત્વ કલુષિત થાય તો વિનાશ સર્જાય. કાળાદિના દોષે શ્રમણસંસ્થામાં ક્યાંક ક્યાંક શૈથિલ્ય આવે ત્યારે સ્વ-પર વિનાશ ઓછા-વધતા અંશે સર્જાય છે. ભલે આ શૈથિલ્ય ૨-૪ ટકા જ હોય. પણ પ્રભુવીરની આ મહાન સંસ્થાનો એક ખૂણો ય સળગતો હોય એ જોતા તો ન જ રહેવાય ને ? છતી શક્તિએ મહાત્માના વિનાશની ઉપેક્ષા તો ન કરાય ને ? સંભવિત શૈથિલ્ય-ચેપ દ્વારા આ રોગ મોટા ભાગના શ્રમણોને ભરખી જાય એ પ્રત્યે આંખ આડા કાન તો ન કરાય ને ? ( ૫ ) Page #9 -------------------------------------------------------------------------- ________________ શાન્તસુધારસ નામના ગ્રંથમાં બોધિદુર્લભ ભાવનાનું વર્ણન કરતા મનુષ્યભવ, આર્યદેશ, ધર્મજિજ્ઞાસા, ધર્મશ્રવણ, ધર્મશ્રદ્ધા અને ધર્મઆચરણની ઉત્તરોત્તર દુર્લભતાં બતાવી છે. આટલું વર્ણન તો આગમમાં પણ જોવા મળે છે. કેમ કે चत्तारि परमङ्गाणि दुल्लहाणीह जन्तुणो। माणुसत्तं सुइ सद्धा, संजमंमि य वीरियं॥ (ઉત્તરાધ્યન સૂત્ર રૂ-૧) પણ શાંતસુધારસ-ગ્રંથકાર તેનાથી આગળ વધીને કહે છે કે, આ બધું તો દુર્લભ છે જ, પણ આટલું મળ્યા પછી ય ઠેકાણું પડતું નથી धर्ममाकर्ण्य सम्बुध्य तत्रोद्यम कुर्वतो वैरिवर्गोऽन्तरङ्गः। रागद्वेषश्रमालस्यनिद्रादिको વાધને નિતનુવૃતપ્રસ: I૧૨-દા ધર્મ શ્રવણ ર્યા પછી ધર્મમાં ઉદ્યમ કરતા જીવને પણ રાગ, દ્વેષ, શ્રમ, આળસ અને નિદ્રા વગેરે આંતરશત્રુઓ સાધનાના માર્ગમાં રોડા નાખતા જાય છે અને આત્માની કનડગત કરતાં જાય છે. આતમઘરમાં પેસેલા આ આંતર શત્રુઓ ત્યારે જ હકાલપટ્ટી પામી શકે જ્યારે આ ઘરનો માલિક આત્મા તેમની સામે થાય. જ્યાં સુધી આત્મા પોતે જ એમની ઉપેક્ષા સેવે ત્યાં સુધી તેઓ માલિક થઈને માથા પર ચડી બેસે. બિચારો આત્મા... સાધનાના નામે સંસાર વધારે એની મૂડી પણ સાફ... એનું ઘર આખું સાફ... રે, એટલું જ નહીં અંદર દોષોના ઉકરડાઓ ઠલવાય, અંદર અશુચિમય દુર્ગધમય ગટરો ઉભરાય, અરે, અંદર સાપોના Page #10 -------------------------------------------------------------------------- ________________ રાડા બંધાય, ગીધડાઓના માળા બંધાય, બિચારો આતમરામ.... મોહરાજા એના પર એવું હિપ્નોટિઝમ કરી દે કે પોતાની આ બરબાદીમાં એને આબાદીના દર્શન થવા લાગે. મોહમદિરાનો આ નશો એને ભાન ભૂલાવી દે. આ નશો ઉતારવા માટે એનો હિતેચ્છુ જે કરવું પડે એ કરે. એ એને ચાર તમાચ પણ લગાડી દે, પણ એવું કરતી વખતે પણ હિતેચ્છને કરુણા અને લાગણીનો ભાવ જ મનમાં રમતો હોય. અધ્યાત્મ-કલ્પદ્રુમના યતિશિક્ષોપદેશાધિકાર, યતિશિક્ષાપંચાશિકા તથા યતિવિચારમાં ગ્રંથકારો અંતરની ઉર્મિયો સાથે, છલકતી કરુણા સાથે અને શાસનની દાઝ સાથે સંયમી આત્માઓને પ્રેરણાઓ કરી છે. આ પ્રેરણાઓને પામીને આત્મા જાગૃત બની જાય, એ સભાન અવસ્થાનો સ્વામિ બની જાય એટલી જ વાર. પછી તો આંતરશત્રુઓને ઉભી પૂંછડીએ ભાગે જ છૂટકો છે. આ કૃતિઓ શિથિલઆત્માઓને જ લાભદાયી છે એવું નથી. સંયમની સ્થિરતા અને વૃદ્ધિ માટે પણ આ કૃતિઓનું પારાયણ એ રામબાણ ઉપાય છે. રાત્રિ સ્વાધ્યાયમાં આ શ્લોકોનો ઉચ્ચાર કરતાં અપૂર્વ અપૂર્વ વીર્ષોલ્લાસ થાય છે. રોમાંચિત થઈ જવાય છે. સંયમ પ્રેરણાથી તરબતર થઈ જવાય છે એ સ્વાનુભવ છે. આ હિતશિક્ષાને વિસ્તૃતરૂપે શબ્દસ્થ કરવાનો પ્રયાસ એટલે જ હિતોપનિષદ્ અહીં ખાટી-મીઠી વાતો તો છે જ. તીખી અને કડવી પણ વાતો છે. જે છે એ મૂળકારની સંવેદનાઓનું પ્રાગટ્ય છે. જિનશાસન અને શ્રમણસંઘ પ્રત્યેની લાગણીનું ફળ છે. આમ છતાં જો કોઈને મનદુ:ખ થાય, સંયમી ભગવંતોની આશાતનાજનક લખાણ થયું હોય કે ઉસૂત્ર પ્રરૂપણા થઈ હોય. તો તે બદલ ક્ષમા યાચુ છું. મિચ્છામિ દુક્કમ્. આ સાથે યતિશિક્ષાપંચાશિકા પર રચેલ વાર્તિક પણ પ્રકાશિત થઈ રહ્યું છે. કૃપા કરીને બહુશ્રુતો આ પ્રબંધનું સંશોધન કરે. ( ૭ ) Page #11 -------------------------------------------------------------------------- ________________ નાનામાં નાના સંયમી ભગવંત માટે એકવચનનો પ્રયોગ કે “તુકાર તદ્દન અનુચિત છે. એમાં ય મારા જેવા તો એવો પ્રયોગ હરગીઝ ન કરી શકે. હું તો સંયમીભગવંતોના ચરણની રજ પણ નથી. આમ છતાં જે મૂલકારે એક મા-બાપની જેમ કાન આમળીને હિતશિક્ષા ફરમાવી છે, તેમના સંબોધનો, તેમની શૈલી, તેમનો ‘ટોન” આ બધાને ધ્યાનમાં લઈને પ્રસ્તુત વાર્તિકનો ‘ટોન પણ એને અનુરૂપ જ ઘડાયો છે. જે ઉચિત અને સન્તવ્ય ગણાશે. આમ છતાં જો એ પણ મારી ક્ષતિ હોય, તો એની પણ ક્ષમાયાચના સમગ્ર શ્રમણસંસ્થામાં આ યતિહિત-શિક્ષાના મૂળ શ્લોકોનું પ્રતિદિન પારાયણ થાય, તો ઉત્તરોત્તર વિશુદ્ધ કોટિના શ્રમણ્યની દિશામાં શ્રમણસંસ્થા પ્રગતિ પામતી રહેશે. પરમ કૃપાળુ ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામિ ભગવાનના શાસનમાં, કરુણાસાગર દેવાધિદેવ શ્રી મુનિસુવ્રતસ્વામિ ભગવાનના પાવન સાનિધ્યમાં અનંતોપકારી ગુરુદેવ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજની કૃપાથી આ પ્રબંધ સંપન્ન થયો છે. આ સર્જન કરતાં અનેક વિક્ષેપો અને વિઘ્નો આવતાં રહ્યા. જેની અસર આ સર્જન પર પડી છે. છતાં પણ મૂળકારની સંવેદનાઓને આંશિક પણ મૂર્તસ્વરૂપ આપવા દ્વારા જે પુણ્ય ઉપાર્જિત થયું હોય તે સ્વ-પરનું કલ્યાણ કરે અને તેમાં આ સર્જન નિમિત્ત બને એ ભાવના સાથે વિરમું છું. પોષ દશમી વિ. સં. ૨૦૧૬ કેવલબાગ તીર્થ સિરોડી (રાજસ્થાન) -પ. પૂ. પ્રાચીન આગમ શાસ્ત્રોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો ચરણકિંકર આચાર્ય વિજ્ય કલ્યાણબોધિસૂરિ ( ૮ ). Page #12 -------------------------------------------------------------------------- ________________ અથ શ્રીમુનિસુંદરસૂરિકૃત અધ્યાત્મકલ્પદ્રુમના યતિશિક્ષોપદેશાધિકાર પર વાર્તિકરૂપ હિતોપનિષદ્દ હિતશિક્ષાની શરૂઆત કરતાં મંગલ માટે વિરતિધરોને નમસ્કાર કરે છે ते तीर्णा भववारिधिं मुनिवरास्तेभ्यो नमस्कुर्महे, येषां नो विषयेषु गृद्ध्यति मनो नो वा कषायैः प्लुतम्। रागद्वेषविमुक् प्रशान्तकलुषं साम्याप्तशर्माद्वयं, नित्यं खेलति चाप्तसंयमगुणाक्रीडे भजद्भावनाः॥१॥ તે મુનિઓ સંસારસાગરને તરી ગયા છે તેમને નમસ્કાર હો, કે જેમનું મન વિષયોમાં લલચાતુ નથી અને કષાયોથી ઘેરાતુ નથી. જેમનું મન રાગ-દ્વેષથી મુક્ત રહે છે. જેમના મનમાં કોઈ કલુષતા નથી. જેમનું મન સમતાસુખના અત આનંદમાં ઝુમી રહ્યું છે. જેમનું મન પરમપુરુષોએ કહેલા સંચમગુણોના ઉદ્યાનમાં રમણ કરી રહ્યું છે અને ભાવનાઓથી તરબતર બની ગયુ છે. મંગલમાં એક અદભુત કમ દૃષ્ટિગોચર થઈ રહ્યો છે - વિષયવિરાગથી કપાયોપશાંતિ, કષાયોપશાંતિથી રાગદ્વેષાભાવ, રાગદ્વેષાભાવથી સમતાસુખ, સમતાસુખથી સંયમો પવનરમણ અને સંયમો પવનરમણથી સહજ પણે સ્કુરાયમાન ભાવનાઓની ભવ્યતા. જાણે આ એક મંગલ શ્લોકમાં આખો અધિકાર સમાઈ ગયો છે, ના, જાણે આખુ શાસ્ત્ર... ના, જાણે સમસ્ત આગમો સમાઈ ગયા છે. ( ૯ ) Page #13 -------------------------------------------------------------------------- ________________ મુનિવરો ! આપ ધન્ય છો, ખરેખર કૃતકૃત્ય છો, આપ આ ભવસાગરને તરી ગયા, આપને અમારા લાખ લાખ નમસ્કાર છે. આપની અવસ્થાની અનુભૂતિ એ જ આ જીવનનું લક્ષ્ય છે. ‘ક્યારે બનીશ હું સાચો રે સંત’ આ ગીતની પંક્તિ આપને આંબવાની સ્પૃહાનું જ મૂર્ત સ્વરૂપ છે. ‘સસનેહી પ્યારા રે સંયમ કબ હી મિલે' આ પંક્તિઓ દીક્ષાર્થીઓ તો બોલે જ છે. પણ દીક્ષિતો ય બોલે છે. કારણ કે એમને સ્પૃહા છે, આપના જેવું સંયમ મેળવવાની. ‘આ પાપમય સંસાર છોડી શ્રમણ હુ ક્યારે બનું ?' શું આ પંક્તિ સંયમી બોલી શકે ખરા ? જવાબ છે હા. જો અહીં મંગલમાં કહેલી મુનિવર અવસ્થાના આસામી ન બની શકાયું, તો અહીં પણ પાપ અને અહીં પણ સંસાર. રે, આ પાપ તો દુનિયામાં કહેવાતા પાપો કરતાં ય ગોઝારું છે. કહ્યું છે ને 'अन्यस्थाने कृतं पापं तीर्थस्थाने विमुञ्चति । तीर्थस्थाने कृतं पापं वज्रलेपो भविष्यति ॥ તીર્થ એ ધર્મસ્થાનનું ઉપલક્ષણ છે. બીજે સ્થાને કરેલા પાપો ધર્મસ્થાનમાં ધોવાઈ જાય છે. પણ ધર્મસ્થાનમાં જે પાપો કરાય તે વજ્રલેપવત્ આત્મા પર ચોંટી જાય છે. માટે જ આ પાપ ખૂબ ભયંકર છે. ગૃહસ્થ અને સંયમી બન્ને જો આ પંક્તિના અધિકારી હોય- ‘આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ? - તો એ બંનેમાં કોણ ગૌરવપાત્ર અને કોણ યાપાત્ર ? ખેર, જે થયું તે, હવે તો આ પાપમય સંસાર છોડવો જ છે. પણ તેના માટે પહેલા ગ્રંથકારશ્રીની પ્રેરણાના પાન કરવા પડશે. તેના માટે ય આપણા અપરાધોની નિખાલસ કબૂલાત કરવી પડશે. ગ્રંથકારશ્રી આ જ ભૂમિકાને લાંઘતા કહે છે ( ૧૦ ) Page #14 -------------------------------------------------------------------------- ________________ स्वाध्यायमाधित्ससि नो प्रमादैः, शुद्धा न गुप्तीः समितीश्च धत्से। तपो द्विधा नार्जसि देहमोहाટપેડવિહેતૌ સે પાયાના ૨ા परीषहान्नो सहसे न चोपसर्गान्न शीलाङ्गधरोऽपि चासि। तन्मोक्ष्यमाणोऽपि भवाब्धिपारं, મુને ! શું વાસ્થતિ વેષમાત્રા? રૂI યુગમમ્I તું પ્રમાદોથી સ્વાધ્યાય નથી કરતો, શુદ્ધ ગુપ્તિ-સમિતિને ધારણ નથી કરતો, શરીરના મોહથી બે પ્રકારનો તપ નથી કરતો અને નાનકડા કારણે પણ કષાયાવિષ્ટ બની જાય છે. નથી તો પરીષહો-ઉપસર્ગોને સહન કરતો કે નથી તો શીલાંગોને ધારણ કરતો. મોક્ષને ઇચ્છવા છતાં ય તું વેષમાત્રથી ભવસાગરના પારને શી રીતે પામીશ? - ગ્રંથકારશ્રીની પહેલી ફરિયાદ એ છે કે તું પ્રમાદથી સ્વાધ્યાય કરતો નથી. મધ, વિષય, કષાય, નિદ્રા, વિકથા – આ પાંચ પ્રમાદો પ્રસિદ્ધ છે. મદ્ય એ વ્યસનનું ઉપલક્ષણ છે. દારુ એ પ્રમાદ છે તો સિગરેટ અને ગુટખા પણ પ્રમાદ છે. છીંકણી કે તમાકુના પેસ્ટ પણ પ્રમાદ છે. એ પણ ઉપલક્ષણ છે. વાસ્તવમાં તો કોઈ પણ કુટેવ મદ્ય પ્રમાદમાં અંતભૂત થઈ જાય છે. આમ-તેમ જોવું, કોણ શું કરે છે? કોણ આવ્યું ગયું? એનું ધ્યાન રાખવું, એ પણ પ્રમાદ છે. બેઠા બેઠા પગ હલાવ્યા કરવો એ પણ પ્રમાદ છે. બીજો પ્રમાદ છે શબ્દાદિ વિષયોની આસક્તિ. ત્રીજો પ્રમાદ છે કષાય. ફોધાદિના નિમિત્તોનું સેવન, ક્રોધાદિના નિગ્રહનું અકરણ અને ક્રોધાદિના ( ૧૧ ) Page #15 -------------------------------------------------------------------------- ________________ ઉદયને નિષ્ફળ ન કરવો – આ બધુ કષાય પ્રમાદ છે. ચોથો પ્રમાદ છેનિદ્રા જેમાં રાત્રે બે પ્રહરથી અધિક નિદ્રા અને દિવાનિદ્રાનો દિવસે થતી નિદ્રાનો સમાવેશ થાય છે. શક્તિ ઉપરાંત જાગરણ કરીને બેઠા બેઠા ઝોકા ખાવા એ પણ નિદ્રા પ્રમાદ છે. પાંચમો પ્રમાદ છે વિકથા- રાજકથાભક્તળ્યા-દશકથા-સ્ત્રીકથા આ ચાર વિકથા તરીકે પ્રસિદ્ધ છે. રાજકારણની વાતો, ભોજનની વાતો, વિહારક્ષેત્ર વગેરેની વાતો કે સ્ત્રીની વાતો, આ સર્વ વિકળ્યા છે. પણ વિથા આટલામાં સમાઈ જતી નથી. વિસ્થા એટલે સ્વભૂમિકાથી વિરુદ્ધ કથા. સંયમીની વાતો કેવી હોય ? ઉત્તરાધ્યયનસૂત્રમાં એક અધ્યયનનું નામ છે- કેશીગૌતમીય. આ અધ્યયનમાં ગૌતમસ્વામી અને કેશીસ્વામિનો વાર્તાલાપ છે. સહજ પણે આપણાથી થતી વાતો અને તેની સરખામણી કરીએ ત્યારે ખ્યાલ આવે કે આપણાથી કેટલી વિસ્થા થઈ જાય છે. પૂ. દાદા ગુરુદેવશ્રી ભુવનભાનુસૂરિજી મ. સા. કહેતા કે “ગઈ કાલની વાસી રોટલી ન ભાવે, તો જુની વાતોના મડદા કેમ ગમે છે ?” અહીં આમ થયું હતું, વિહાર લાંબો નીકળ્યો, મચ્છરોથી હેરાન થયા, બહુ ગરમી છે, અમુક સ્થાને ગોચરી વધી હતી, આવી વાતોનો શું અર્થ ? આવી વાતો કરીને શું ફાયદો ? સંયમીના સ્થાનનું ગૌરવ આવી વાતોથી ટકે ખરું? આ પ્રમાદ સ્વાધ્યાયમાં કેટલો બાધક બને ! પૂ. મુનિસુંદરસૂરિ મહારાજના શબ્દો હૃદયવેધી છે. ભઈલા ! તું પ્રમાદોથી સ્વાધ્યાય કરતો નથી. આ પ્રમાદોથી' શબ્દનો ભાવ એવો છે કે ભગવાને તો અન્ય કારણથી પણ સ્વાધ્યાય-વ્યાઘાત ન થાય તેની તકેદારી રાખવા કહ્યું છે. પાત્રા પડિલેહણ કરતાં પલ્લાનું પડિલેહણ ઉત્કટુક આસનમાં કરો તો એ આસન પરાવર્તનમાં બે-ત્રણ સેકંડ જતી રહે. આ ( ૧૨ ) Page #16 -------------------------------------------------------------------------- ________________ બે-ત્રણ ક્ષણનો પણ સ્વાધ્યાય-વ્યાઘાત પ્રભુને મંજૂર નથી. એટલા માટે પલ્લા-પડિલેહણ પણ બેઠા બેઠા કરવાનું કહ્યું, તો પછી પ્રમાદથી સ્વાધ્યાયવ્યાઘાત થાય એ કેટલું અસહ્ય કહેવાય! પૂ. હરિભદ્રસૂરિ મહારાજા ઉપદેશપદમાં સ્પષ્ટ ફરમાવે છે કે શીતલ વિહાર એ તીર્થકરની મોટી આશાતના છે. અર્થાત્ કોઈ પણ પ્રકારનું આચાર શૈથિલ્ય એ જિનેશ્વર ભગવંતની મોટી આશાતના છે. અને તેનાથી અનંત સંસાર પરિભ્રમણ કરવું પડે છે. सीयलविहारओ खलु भगवंतासायणा णिओगेण। તો મવો તો વિનેવદુતોનો મNિો ૪૨૨ પુષ્પમાલામાં માલધારી શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજા કહે છેजह नरवइणो आणं अइक्कमंता पमायदोसेणं। पावंति बंध-वहरोह-छिजमरणावसाणाई॥ तह जिणवराण आणं अइक्कमंता पमायदोसेणं। પાવંતિ ટુરૂપદે વિશિવાય હસોડિ૧૮દ-૮ll જેમ કોઈ પ્રમાથી રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરે તો તેઓ બંધન, વધ, કેદ, છેદન, મરણ વગેરે દુઃખોને પામે છે. તેમ જે પ્રમાદથી તીર્થકરોની આજ્ઞાનું ઉલ્લંઘન કરે તેઓ દુર્ગતિઓના માર્ગે હજારો કરોડો વિનિપાત પામે મૂલશુદ્ધિ પ્રકરણમાં કહ્યું છેजिणाणं लंघए मूढो किलाहं सुहिओ भवे। जाव लक्खाइँ दुक्खाणं आणाभंगे कओ सुहं ?॥५८॥ બિચારો મૂઢ જીવ... જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, એ પણ એવું ( ૧૩ ) Page #17 -------------------------------------------------------------------------- ________________ ધારીને કે હું એનાથી સુખી થઈશ. પણ એવું કરીને એ લાખો દુ:ખોનું ભાજન થાય છે. ખરેખર, આજ્ઞાનો ભંગ કરીને સુખી શી રીતે થઈ શકાય? નીતિશાસ્ત્રો કહે છે आज्ञाकोपो नरेन्द्राणा० अशस्त्रवध उच्यते । રાજાઓની આજ્ઞાનું ઉલ્લંઘન થાય એ તેમના માટે અશસ્ત્રવધ જેવો કહેવાય છે. આ પ્રત્યેક શાસ્ત્રવચનોનો સાર એ જ છે કે સંયમીના પ્રત્યેક આત્મપ્રદેશમાં જિનાજ્ઞાની અત્યંત કટ્ટરતા હોવી જોઈએ. જિનાજ્ઞાની ઉપેક્ષા અનંત દુ:ખોને નિમંત્રણ આપવા બરાબર છે. આનાથી વિપરીત જિનાજ્ઞાની પ્રતિબદ્ધતા એ અનંત સુખોને આમંત્રણ આપવા બરાબર છે. ધન્ના અણગાર જ્યારે ગૃહસ્થપણે સ્વજનો પાસે દીક્ષાની અનુમતિ માંગે છે ત્યારે કહે છે – સુખ પામીશ સંયમ થકી, અરિહંતની આજ્ઞા વહંતો ..... - સુખ સંસારમાં નથી. સુખ સ્વેચ્છાચારમાં નથી. સુખ તો છે જિનાજ્ઞાના પાલનમાં. શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ કહ્યું છે सुखं धर्माद् दुःखं पापात् सर्वधर्मेषु संस्थितिः । બધા ધર્મોનો આ જ મુદ્રાલેખ છે કે ધર્મથી સુખ મળે છે અને પાપથી દુ:ખ મળે છે. અહીં પણ ‘ધર્મથી સુખ’ આ અંશ પર વિચાર કરીએ, તો પણ જિનાજ્ઞાથી સુખ એવો જ ફલિતાર્થ નીકળે છે. કારણ કે પૂ. હરિભદ્રસૂરિ મહારાજે જ શ્રાવકધર્મવિધિ પ્રકરણમાં કહ્યું છે ( ૧૪ ) Page #18 -------------------------------------------------------------------------- ________________ धम्मो आणाइ पडिबद्धो॥३॥ ઘર્મ આજ્ઞાને બંધાયેલો છે. આજ્ઞાપાલન છે ત્યાં ધર્મ છે. ઉપદેશમાલામાં ધર્મદાસગણિ મહારાજા ચોખા શબ્દોમાં કહે છે आणाए च्चिय चरणं तब्भंगे जाण किं न भग्गंति। आणं च अइक्कंतो कस्साएसा कुणइ सेसं ?॥५०५॥ આજ્ઞામાં જ ચારિત્ર છે અને આજ્ઞાનો ભંગ થઈ ગયો, તો શાનો ભંગ નથી થયો એ જ પ્રશ્ન છે. અર્થાત્ આજ્ઞાભંગ કરવામાં ચારિત્રનો પણ ભંગ થઈ જાય છે. જે એકાદ આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, એ બાકીની વસ્તુ પણ કોના આદેશથી કરે છે ? જો એ બાકીના આચારોનું પાલન જિનાજ્ઞાની પ્રતિબદ્ધતાથી કરતો હોય, તો એ પ્રતિબદ્ધતા એને કોઈ પણ આચારવિશેષમાં શિથિલ ન રહેવા દે. માટે શેષ આચારોનું પાલન પણ એ જિનાજ્ઞાની પ્રતિબદ્ધતાથી નહીં પણ સ્વછંદતાથી જ કરે છે. આમ ઉપદેશમાલાકારનો સ્પષ્ટ અભિપ્રાય છે કે સ્વેચ્છાચાર અને ચારિત્રાચાર એ બંને પરસ્પર પરિહારથી જ રહી શકે. જે સ્વેચ્છાચાર સેવે, એનામાં અન્યકાળ-વ્યવહારથી જિનાજ્ઞાપાલન દેખાતું હોય, તો ય એ વાસ્તવમાં સ્વેચ્છાચાર છે. ' માનો કે મને ગુરુદેવે બોલાવીને કહ્યું કે તમે અમુક મહાત્મા સાથે અમુક સ્થળે પર્યુષણ કરાવવા જશો ? મેં ઝડપથી વિચાર કરી લીધો.... સંઘાટક ફાવે એવા છે. ક્ષેત્ર સારું છે. ત્યાં પહોંચવું અનુકૂળ છે. બધું જામે એવું છે.... હાથ જોડીને હું બોલી ઉઠ્યો.... તહત્તિ. તો મારી આ તહત્તિ કોને? ગુરુદેવને કે મારા મનને ? સ્વાધ્યાયની સાથે અહીં સમિતિ, ગુપ્તિ, તપ, કષાયત્યાગ, પરીષહ અને ઉપસર્ગોને સહન કરવા, શીલાંગોને ધારણ કરવા – એ અંગેની વાત ( ૧૫ ) Page #19 -------------------------------------------------------------------------- ________________ કહી છે. એ સર્વ ન કરવામાં પણ જિનાજ્ઞાભંગ દ્વારા ઉપરોક્ત ભયંકર પરિણામો સમજી લેવા જોઈએ. પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ ઉપદેશપદમાં જણાવ્યું છે કે શાસ્ત્રીય વિધાનો અને નિષેધોનો ઔદંપર્યાર્થ – તાત્પર્યાર્થ હોય તો એ એક જ છે કે આજ્ઞા એ જ ધર્મમાં સારભૂત છે - મા ધર્મામિ સાત્તિા (ઉપદેશપદ-૮૮) સમિતિ વગેરે અંગે આગળ ગ્રંથકારશ્રી પ્રેરણા કરવાના છે માટે અત્રે એનો વિસ્તાર નથી કરતા. સ્વાધ્યાયાદિની ઉપેક્ષા કરે તેને ગ્રંથકારશ્રી કહે છે કે આ રીતે કોઈ આચારમાં તારી ચુસ્તતા નથી, તો પછી તે મોક્ષના નામે માથે મેરુ ઉપાડી લે તો કોઈ લાભ થવાનો નથી. જો વેષ માત્રથી જ સંસારનો અંત આવી જતો હોત, તો નાટકિયાઓની પણ મુક્તિ થઈ જાત. પણ એવું તો થતું નથી. માટે વેષ માત્રથી મુક્તિ અસંભવિત જ છે. વેષ તો ધર્મરક્ષા અને લોકઅભિજ્ઞાન માટે છે. ઉપદેશમાલામાં - કહ્યું છે धम्मं रक्खइ वेसो संकइ वेसेण जह दीक्खिओम्हि। ૩મો પડંત રમવું ૨ાયા નવચં વાા ૨૨ . વેષ ધર્મની રક્ષા કરે છે. વેષથી પાપ કરવામાં ખટકો રહે કે હું તો દીક્ષિત છું, મારાથી આવું શી રીતે કરાય ? અને આ રીતે એ આત્મા પાપથી બચી જાય. જેમ રાજા દેશને ઉન્માર્ગે જતા બચાવી લે એમ વેષ પણ આત્માને ખોટું કામ કરતાં બચાવી લે. ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છેपच्चयत्थं च लोगस्स णाणाविहवियप्पणं। નત્તë પર ધિં નો ત્રિાપોળ -રૂરી ( ૧૬ ). Page #20 -------------------------------------------------------------------------- ________________ વેષ અને વિવિધ ઉપધિ લોકપ્રતીતિ માટે છે. નિયત વેષ જોઈને લોકો ઓળખી શકે કે આ સુવિહિત મુનિ ભગવંત છે. તેના દ્વારા મુનિ ભગવંતની યાત્રા પણ સુલભ બની શકે. આ વેષનું પ્રયોજન હોય છે. પણ જો વેષથી ધર્મરક્ષા ન થઈ શકતી હોય, અને વેષની વફાદારી સુદ્ધા ન જળવાતી હોય, તો એનો અર્થ શું છે ? શું આ વેષ જીવનનિર્વાહ માટે જ ?.... आजीविकार्थमिह यद्यतिवेषमेष, धत्से चरित्रममलं न तु कष्टभीरुः । तद्वेत्सि किं न ? न बिभेति जगज्जिघृक्षुमृत्युः कुतोऽपि नरकश्च न वेषमात्रात् ॥ ४ ॥ જો આ વેષ આજીવિકા માટે જ ધારણ કરતો હોય. પણ કષ્ટભીરુ થઈને નિર્મળ ચારિત્રનું પાલન ન કરતો હોય, તો શું તું જાણતો નથી ? કે સમગ્ર જગતને ગ્રસી જનાર મૃત્યુ કોઈથી ડરતુ નથી અને નરક પણ વેષમાત્રથી ગભરાઈ જતું નથી. ‘દીક્ષા’ શબ્દનો અર્થ કરતાં શાસ્ત્રકારો કહે છે- ‘વીક્ષા મૌન્ગ્રે’ દીક્ષાનો અર્થ છે મુંડન. પણ એ માત્ર દ્રવ્યમુંડન નહીં પણ ભાવમુંડન પણ સમજવાનું છે. ભાવમુંડન વિનાની દીક્ષા એ તો વેશવિડમ્બનરૂપ છે. પૂ. હરિભદ્રસૂરિમહારાજા ષોડશક પ્રકરણમાં ફરમાવે છે કૃતરસ્ય પુનીક્ષા વસન્તરૃપસન્નિમા જ્ઞેયા। ૧૨-૧૫ સમ્યજ્ઞાનનો જેને ઉદય થયો છે એ જ દીક્ષાનો અધિકારી છે. જે અનધિકારી છે એની દીક્ષા તો હોળીના રાજા જેવી છે. જેમાં રાજ્ય જ ગેરહાજર છે, રાજા શબ્દનું પણ અપમાન છે, અને પોતાની જાતની પણ ( ૧૭ ) Page #21 -------------------------------------------------------------------------- ________________ વિડંબના છે-એ છે હોળીનો રાજા. ગુણ વિનાના સાધુની પણ આ જ સ્થિતિ છે. હા, દ્રવ્યમુંડનરૂપી દીક્ષા તો તેને પણ મળી ગઈ. અને તેને તેનાથી અમુક લાભ થશે પણ ખરા, જેમ કે કોકે કહ્યું છે સિર મુંડન કે તીન ગુન, મિટ જાય સિરકી ખાજા ખાને કો લહુ મિલે, ઔર લોક કહે મહારાજ || પણ એમાં ય એક વાત સમજવાની છે કે લોક્ત સન્માન અને સત્કાર દ્રવ્યમુંડન પ્રત્યે નથી, પણ ભાવમુંડન પ્રત્યે છે. લોકો એવી શ્રદ્ધાથી સન્માન અને સત્કાર કરે છે, કે આ આત્મા સુવિહિત સાધુ છે. આ વાત ખૂબ ગૂંગળાવે તેવી છે. શું આ વેષ ગૃહસ્થોના ઘરેથી ગોચરી ઉઘરાવવા અને પેટ ભરવા માટે જ શું આ વેષ આજીવિકા ચલાવવા માટે જ ? પ્રભુ વીરના વેષનો આ તે કેવો ભયંકર દ્રોહ ? - અહીં કદાચ કોઈ પૂછનાર ન હોય, અહીં કોઈ કાન પકડનાર ન હોય, તો ય એટલું તો સમજી જ લે કે મૃત્યુને કોઈનો ભય નથી. નરકને કોઈની ય શેહ-શરમ નથી. તો પછી તેઓ વેષમાત્રથી તને છોડી દેશે, એવા મિથ્યાભિમાનમાં રાચીશ મા. ભુવનભાનુકેવલીનો જીવ. પૂર્વભવમાં ચીપૂર્વી હતો. નિદ્રાપ્રમાદમાં ભાન ભૂલ્યો, ચૌદપૂર્વો પણ ભૂલ્યો અને ગબડીને છેક તળિયે પહોંચી ગયો. કરટ-ઉત્કરટ મુનિ કષાયમાં ભાન ભૂલ્યા અને મરીને સાતમી નરકમાં ગયા. કંડરીક મુનિ વિષયલંપટ બન્યા અને સાતમી નરકે ગયા. ખંધકસૂરિ ક્રોધમાં ભાન ભૂલ્યા અને જન્મ-મરણની પરંપરાને વધારી દીધી. અત્યારે રાજસ્થાન તરફના વિહારો ચાલુ છે. છેલ્લા બે દિવસથી એવા રસ્તા પરથી પસાર થવું પડે છે કે વાહનો ધસમસતા વેગે લગોલગ ( ૧૮ ) Page #22 -------------------------------------------------------------------------- ________________ થઈને પસાર થઈ જાય, ખસવાની જગ્યા જ નહીં. જાણે માથે લટકતી તલવાર. કઈ સેકન્ડે મોત આવે, એ કહી ન શકાય. મન ઉચ-નીચુ થઈ ગયું, કે આનો વિકલ્પ શું? પણ શાંતિથી વિચાર કરતા એમ લાગ્યું કે મોત તો પ્રત્યેક ક્ષણે લગોલગ જ છે. જેવું જોખમ એવા વિહારમાં છે એવું જ જોખમ ઉપાશ્રયમાં પણ છે. દુનિયા મારા પગે પડે, મારી પ્રશંસા કરે, ‘આ છે અણગાર અમારા....' ઈત્યાદિ બિરુદાવલીથી મને ગમે તેટલો ઉપર ચડાવે, પણ તો ય મારા માથે એક બોસ છે, જેનું નામ છે મૃત્યુ. એ કોઈ પણ સમયે મારી બદલી કરી દેશે. એ મને કોઈ પણ સ્થળે નાખી દેશે. એ મને મહારાજ સાહેબમાંથી મકોડો પણ બનાવી દેશે. એ મને શ્રમણમાંથી થાન પણ બનાવી દેશે. એ મને અધમમાં અધમ સ્થાને પણ નાખી દેશે. પૂર્વકાળના રાજાઓ યુદ્ધ જીતીને આવે ત્યારે એમને એવો અહંકાર થઈ જતો “પ્રવUક્યો’િ - હું અજંક્ય છું. મારો કાન પકડનાર, મને શિક્ષા કરનાર કોઈ નથી. તે સમયે તેના ગુરુઓ તેને કહેતા ‘ધર્મUSચો.સિ’ – હે રાજન્ ! એમ નહીં સમજો કે તમે તન અદશ્ય છો. કારણ કે તમારે માથે પણ ધર્મસત્તા છે અને તમે ભાન ભૂલશો તો એ તમને સજા કરશે. गुरुरात्मवतां शास्ता शास्ता राजा दुरात्मनाम्। अथ प्रच्छन्नपापानां शास्ता वैवस्वतो यमः॥ (મહાભારત -ર- ૧) આત્મહિતાર્થી જીવોનું અનુશાસન ગુરુ કરે છે. કારણ કે તેઓ ગુરુને સમર્પિત બની જાય છે. જેઓ સ્વછંદ પણે પાપાચાર સેવે છે, તેમને રાજા સજા કરે છે. પણ જેઓ રાજા વગેરેથી ય બચી જાય છે. જેઓ પોતાના પાપોને છુપાડી રાખે છે. જેઓ પોતાના પાપો જાહેર થવા છતાં પાપાનુબંધિ પુણ્યના ઉદયે શિક્ષા પામતા નથી. તેમનું અનુશાસન તો સૂર્યપુત્ર (૧૯) Page #23 -------------------------------------------------------------------------- ________________ યમરાજ જ કરે છે. અર્થાત્ કોઈથી સજા ન થાય તો છેવટે મૃત્યુ તો સજા કરવા માટે તૈયાર જ છે. કાશ, જો પાપનું ફળ તાત્કાલિક મળતું હોત, તો આત્મા પાપ છોડી દેત અને સુખી થાત. તાત્કાલિક ફળ ન મળવાના કારણે જીવની દષ્ટિ પાપના ફળને જોઈ શકતી નથી. અનેકગણા પાપો કરે છે, અને તેના કારણે અસંખ્ય કે અનંતકાળ સુધી પણ આ સંસારમાં ભટક્યા કરે છે. મૃત્યુ અને નરકાદિ દુર્ગતિ, આ બે નો વિચાર કરે તે કોઈ સંયોગોમાં અનાચાર ન સેવે. વેષથી મૃત્યુ કે નરક ડરી જાય, એ વાત તો દૂર છે, ચારિત્રશૂન્ય વેષ તો નરકનું કારણ બની જશે, એ જણાવતા કહે છે वेषेण माद्यसि यतेश्चरणं विनाऽऽत्मन् !, पूजां च वाञ्छसि जनाद्बहुधोपधिं च। मुग्धप्रतारणभवे नरकेऽसि गन्ता, न्यायं बिभर्षि तदजागलकर्त्तरीयम्॥५॥ ઓ મુનિ ! તું ચારિત્ર વિના વેષમાત્રથી ગર્વિત થાય છે. લોકો પાસેથી તને સત્કાર અને સન્માનની અપેક્ષા છે. પણ મને કહેવા દે કે આ રીતે તો ભોળા લોકોને છેતરીને તું તારી નરકનું સર્જન કરી રહ્યો છે. ઓ આત્મા! તું તો અજાગલકર્તરીય ન્યાયનું પ્રત્યક્ષ ઉદાહરણ બની રહ્યો છે. એક હતો કસાઈ, વાડામાંથી એક બકરીને વધસ્થાને લઈ આવ્યો. બકરીને કાપવાની તૈયારી કરી. એ તૈયારીમાં એનો છરો ધૂળમાં ઢંકાઈ ગયો. કસાઈ છરો શોધવા ફાંફા મારે છે, પણ છરો ક્યાંય દેખાતો નથી. એ સમયે બકરી પોતાની હોંશિયારી બતાવે છે. એને ખબર છે કે છરો ધૂળમાં ઢંકાઈ ગયો છે. એ પોતાના મોઢાથી ધૂળ દૂર કરીને છરાને પ્રકટ કરી દે છે. કસાઈ તરત જ છરો લઈ લે છે. અને એક જ ઝાટકે બકરીનું માથું કાપી નાખે છે. ( ૨૦ ) Page #24 -------------------------------------------------------------------------- ________________ આ છે અજાગલકર્તરીય ન્યાય. જ્યારે માણસ હાથે કરીને દુ:ખી થવાનો ધંધો કરે, સામે ચાલીને પોતાનું માથુ કપાવી દે, ત્યારે આ ન્યાયનો પ્રયોગ કરાય છે. જે મુનિ નિર્ગુણ હોવા છતા પણ દંભથી ગુણવાનપ્રાયોગ્ય સત્કાર ઈચ્છે છે અને મુગ્ધજનોને છેતરે છે, તે નરકે જાય છે. આ રીતે અહીં પણ અજાગલકર્તરીય ન્યાયનો અવતાર થાય છે. વીર પ્રભુનો આ વેષ જેને જોતાની સાથે આબાલ-વૃદ્ધ, ગરીબશ્રીમંત, જૈન-અજૈન બધા લોકો ઝૂકી જાય. આ વેષમાં તેમને આ કાળના ભગવાનના દર્શન થાય. પોતે જેવું તેવું લૂખું-સૂકું ખાતા હોય અને આ વેષને જોઈને તેમનાં ભાવો ઉભરાવા લાગે, શક્ય એટલી ઊંચામાં ઊંચી ભક્તિ કરે. આખું ઘર ડાલડા ઘી વાપરતું હોય અને આ વેષને જોઈને ઉપરથી ચોખ્ખું ઘી ઉતારે. પાંચ રૂપિયાની પેન જેને મોંઘી લાગતી હોય, એ આ વેષના ખાતર હોંશે હોંશે પચાસ રૂપિયાની પેન લઈ આવે. હૃદય જેવી વસ્તુ હોય તો ભીના હૃદય ને ભીની પાંપણોની આ ભીની ભક્તિ જોઈને ગદ્-ગદ્ થઈ જવાય. પણ વિનાશકાળે વિપરીત બુદ્ધિના ન્યાયે વેષને મળતા સત્કારથી જ જો અભિમાન થઈ જાય. સત્કાર અને સન્માનની અપેક્ષા બંધાઈ જાય. અને એ અપેક્ષાની પૂર્તિ કરવા જો દંભનું સેવન કરાય, તો આ આચરણ નરકના રિઝર્વેશન સમાન છે. કો’કે માર્મિક વાત કહી છે. જો તમને નરકમાં જવું છે, તો તમે કોટવાલ બનો. જલ્દી નરકમાં જવું છે, તો તમે વૈદ બનો. ખૂબ જ જલ્દી નરકમાં જવું છે, તો તમે એક દિવસ માટે પુરોહિત બનો. शीघ्रं नरकवाञ्छा चेद्दिनमेकं पुरोहितः । કોટવાલની તો જિંદગી જ કઠોરતા અને નિર્દયતાથી ભરેલી છે. એટલે એ તો નરકમાં જાય એ સમજાય એવી વાત છે. વૈદ તો લોકોની ( ૨૧ ) Page #25 -------------------------------------------------------------------------- ________________ સારવાર કરે, એ કેમ નરકમાં જાય ? જવાબ છે કે વૈદ સેવાભાવે પ્રામાણિકતાથી સારવાર કરે તો વાત અલગ છે. પણ જે વૈદ લોભાંધ બને, માત્ર પૈસા પડાવી લેવાની વૃત્તિ રાખે, દર્દીના દર્દ પ્રત્યેની એની હમદર્દી મટી જાય, એના સ્વાચ્ય અને જીવન પ્રત્યે ય એ બેદરકાર બની જાય તો તેની આ કઠોરતા અને નિર્દયતા કોટવાળને ય ટપી જાય છે. કોટવાળ તો ગમે તેમ તો ય પોતાની ફરજ બજાવે છે જ્યારે વૈદ તો ફરજ ચૂકીને છેતરપિંડી કરે છે. માટે વૈદની કઠોરતા ગંભીર સ્વરૂપ લે છે. એના કરતાં ય અધમ ભૂમિકાએ પુરોહિત છે, જે શાંતિકર્મ વિગેરે કરવા દ્વારા લૌકિક ધર્મગુરુ છે. તે અહીં એવો પુરોહિત સમજવો કે જે છેતરપિંડી કરીને ફોગટ સન્માન ઈચ્છે છે. ભક્તો પાસેથી પૈસા પડાવી લેવાના પેતરા રચે છે. કોટવાળ, વૈદ અને પુરોહિતની આ ઉત્તરોત્તર અધમતર ભૂમિકાઓ કરતાં ય અધમતમ ભૂમિકા છે વેષધારી સાધુની. કારણ કે તેનું ક્ષેત્ર છે લોકોત્તર ધર્મનું માટે તેની છેતરપિંડી વૈદ અને પુરોહિતના પ્રપંચને ય ઓળંગી જાય છે. જરા આત્મનિરીક્ષણ કરીએ. કોઈ પરિચિત કુટુંબ આપણને વંદનાર્થે આવ્યું. અડધો-પોણો કલાક આપણે સરસ મજાનો ધર્માલાપ' કર્યો. ઊંચામાં ઊંચા પદાર્થોને પીરસવાના લક્ષ્ય સાથે માર્મિક પ્રેરણાઓ કરી. ખૂબ ભાવિત-પ્રભાવિત થઈને એ કુટુંબે વિદાય લીધી. હવે જરા વિચારીએ કે આપણે કરેલી વાતો સાથે આપણા જીવનનો મેળ કેટલો ? જે ગુણોના અર્જનની આપણે પ્રેરણા કરી એ ગુણોની દિશામાં આપણો પ્રયાસ કેટલો ? આપણે આપેલા ઉપદેશનું આપણા જીવનમાં શક્ય પાલન કેટલું? ( ૨૨ ) Page #26 -------------------------------------------------------------------------- ________________ આ પ્રશ્નોનો જવાબ સંતોષકારક ન હોય તો ‘મુગ્ધપ્રતારણ’ નું પાપ નહીં લાગે ? આચારાંગસૂત્ર કહે છે माइ पमाइ पुणो एइ गब्भं ॥ १-३-१ / १०९ ॥ માયાવી અને પ્રમાદી જીવ ફરી ફરી ગર્ભાવાસને વેઠે છે. જેટલા અંશે શક્ય આચરણ નથી એટલા અંશે માયા છે. વર્તન અને વાણી વચ્ચે જેટલું અંતર છે એટલી માયા વિસ્તૃત છે. મુગ્ધ જનના મનમાં આપણે પાડેલી આપણી છાપ અને આપણા વાસ્તવિક વ્યક્તિત્વ વચ્ચે જેટલું અંતર છે એ જ માયાની કાયા છે. દશવૈકાલિક સૂત્રમાં તપસ્તેન વગેરેની ભયાનક દુર્ગતિનું વર્ણન કર્યું છે. કોઈ સંયમી ભિક્ષાટન કરતા હોય ત્યારે કોઈ પૂછે કે, ‘અમુક ગચ્છમાં વિશિષ્ટ તપસ્યા છે, કે જે માસક્ષમણ ને પારણે માસક્ષમણ કરે છે, એ તમે પોતે જ.’ આ સાંભળીને એ સાધુના મનમાં વિચાર આવે કે જો હું ના પાડીશ, તો આ લોકોને તપસ્વી સંભાવના જનિત જે ભાવ થયો છે, એ પડી જશે. મારા પ્રત્યેનું બહુમાન ધટી જશે. તેના બદલે મફતનો યશ મળતો હોય તો શું ખોટું ? પણ હુ એવું શી રીતે કહું કે હું જ તે તપસ્વીરત્ન છું ? આ ગડમથલ કરતા સંયમીને માયા કષાયનું ભૂત વળગે છે-એ ઠાવકા મોઢે જવાબ આપે છે, ‘સાધુઓ તો તપસ્વી જ હોય.’ આ સાંભળીને તે શ્રાવકો વિચારે કે નક્કી આ જ એ તપસ્વી છે. નહીં તો એ ના જ પાડી દે ને ? વળી કેવી એમની મહાનતા કે પોતાના મુખે પોતાની સાધના કહેતા નથી. અને આપણને સામાન્ય-સમષ્ટિગત વાત કહે છે. શ્રાવકોનો પ્રતિભાવ સ્પષ્ટ જણાવે છે કે એમણે એ સંયમી જ તપસ્વીરત્ન છે એવો નિશ્ચય કરી લીધો છે. સંયમીને તો એ જોઈતું હતું. એટલે એ કોઈ ખુલાસો કરતા નથી. મનમાં હરખાય છે અને તપસ્વીરત્ન પ્રાયોગ્ય ભક્તિનો સહર્ષ સ્વીકાર કરે છે. આનું નામ છે તપસ્તન. આ જ રીતે વયસ્તન, રૂપસ્તન, આચારસ્તેન ( ૨૩ ) Page #27 -------------------------------------------------------------------------- ________________ અને ભાવસ્તુનનું પણ નિરૂપણ કરી તેના ભયંકર ભવિષ્યને પ્રગટ કરતાં કહ્યું છે तवतेणे वयतेणे रूवतेणे य जे गरे। आयारभावतेणे य कुव्वइ देवकिव्विसं॥ लभ्रूण वि देवत्तं उववन्नो देवकिव्विसे। तत्थावि से न याणाइ किं मे किच्चा इमं फलं॥ तत्तो वि से चइत्ताणं लब्भिइ एलमूअगं। नरयं तिरिक्खजोणिं वा बोहि जत्थ सुदुल्लहा॥ જે મનુષ્ય તપસ્તન, વયસ્કેન, રૂપસ્તન, આચારસ્તન અને ભાવસ્કેન છે, તે કિલ્બિર્ષદેવ બને છે. કદાચ અન્ય સાધનાઓના પ્રભાવે તેમને દેવલોક મળી જાય, તો ય આ માયાદોષના કારણે તેમને હલ્કા-ભંગી દેવ થવું પડે છે. આખી જિંદગી મહર્બિક દેવોના વેતરા કરવા પડે છે. અસંખ્ય વર્ષો સુધી બીજાની સમૃદ્ધિ જોઈ જોઈને ઈર્ષ્યાથી બળતા રહેવું. પડે છે. પણ ત્યાં ય તેમને જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી એ નથી જણાતુ કે ક્યા કર્મથી હું કિલ્બિષિક દેવોમાં ઉત્પન્ન થયો ? દેવાયુષ્ય પૂર્ણ થતા એ ત્યાંથી ચ્યવીને મનુષ્ય થાય તો ય મૂંગા-બહેરાના અવતારો પામે છે, અથવા તો નરક કે તિર્યંચયોનિમાં ઉત્પન્ન થાય છે. એક અશુભ ભવથી અશુભ ભવોની પરંપરા ચાલુ થાય છે. ભવ જ એવો મળે કે જ્યાં બોધિ દુર્લભ જ નહીં, અત્યંત દુર્લભ હોય. (અહીં નરગતિ કહી તે એકાંતરિતાદિ સમજવી. અથવા તો મૃગાપુત્રાદિવત્ મનુષ્ય કે તિર્યંચનો ભવ પણ નરકના જેવા દુઃખવાળો હોય, તેની અપેક્ષાએ સમજવો.) આ બધી વાતોનો વિચાર કરીએ એટલે ‘મુગ્ધપ્રતારણ' શબ્દ વધુ ને વધુ ભયંકર લાગ્યા વિના ન રહે. “માયા-પ્રપંચ એટલે દંભથી ખોટું . ( ૨૪ ) Page #28 -------------------------------------------------------------------------- ________________ બોલવું એવું જ નથી. ઉપરોક્તાનુસાર તપસ્તન વગેરેના આચરણમાં ય માયા જ છે. માયા જેટલી સૂક્ષ્મ બને એટલી એ વધુ સંક્ષિપ્ત સંભવે છે. ઠાણાંગ સૂત્રમાં કહ્યું છે एगमवि मायी मायं कटु नो आलोएज्जा जाव नो पडिवज्जेज्जा णत्थि तस्स आराहणा॥ ५९७॥ માયાવી જીવ એક વાર પણ માયા સેવીને આલોચના ન કરે, યાવત્ યથાઈ પ્રાયશ્ચિત્ત ન સ્વીકારે એ વિરાધક બની જાય. યા તો એ વાતની આવે કે માયાવી છે તો શુદ્ધ આલોચના શી રીતે કરશે ? અને શુદ્ધ આલોચના નહીં કરે તો આરાધક શી રીતે બનશે ? રે... એક માયા સમગ્ર ચારિત્રનું ધનતપનોત કાઢી નાખે. અરે.... ચારિત્રની તો શું વાત કરવી ? સમ્યત્વનું પણ સત્યાનાશ નીકળી જાય.... પૂ. ઉદયરત્ન ઉપાધ્યાયે માયાની સઝાયમાં કહ્યું છે “સમકિતનું મૂળ જાણીએ સત્ય વચન સાક્ષા; સાચામાં સમકિત વસે, માયામાં મિથ્યાત્વ રે..... મ કરીશ માયા લગાર રે પ્રાણી ! મ કરીશ માયા લગાર રે...' તપસ્તન વગેરેની ભયાનક દુર્ગતિનું વર્ણન કર્યા પછી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે एयं च दोसं द₹णं नायपुत्तेण भासियं। [માર્યાપિ મેહાવ માથાનોવિજ્ઞUI ૬-૨-૪૬ .. આ દુષ્પરિણામોને જોઈને જ પ્રભુ વીરે કહ્યું છે કે જો બુદ્ધિમત્તા હોય તો અણુમાત્ર જેટલો ય માયા-મૃષાવાદ સેવતા નહીં. અન્યથા કર્મસત્તા તમારા છોતરા કાઢી નાખશે. ( ૨૫ ) Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન- બીજા અનેક યોગોની સાધના દ્વારા મોક્ષ ન થાય અને આ એક માયાના દોષથી દુર્ગતિની પરંપરા થઈ જાય એ અતિશયોક્તિ ભર્યું નથી લગતું? ઉત્તર- શાસ્ત્રીય દ્રષ્ટિએ આ પ્રશ્નનો ઉત્તર વિચારીએ તે પહેલા એક ઉદાહરણથી સમજીએ- મારી ઉમર ૧૦-૧૨ વર્ષની હતી. સ્કુલમાં ભણતો હતો ત્યારે અમારા એક શિક્ષક હતાં. પરીક્ષાના અમારા પેપરો એ તપાસે અને પછી કોઈ તેમની પાસે ફરિયાદ લાવે કે, “આ છોકરાને તમે આ પ્રશ્નમાં આ રીતે માર્ક આપ્યા અને મને આ રીતે આપ્યા. એના પ્રત્યે ઉદાર વલણ રાખ્યું અને મારા પ્રત્યે કડક વલણ રાખ્યું.’ આવું કોઈ કહે તેનો એ શિક્ષક આખા કલાસ પાસે ખુલાસો કરે છે, જે વિદ્યાર્થીઓ હોંશિયાર છે, એના પેપરમાં અમે એ શોધીએ કે આના માર્સ ક્યાં ક્યાય છે. અને જે વિદ્યાર્થીઓ નબળા છે, એના પેપરમાં અમે એ શોધીએ કે આને માર્સ ક્યાં અપાય છે.” એવું લાગે છે કે કર્મસત્તા પણ આ જ વલણ લઈને બેઠી છે. કંડરીક મુનિનું ૧૦૦૦ વર્ષનું ચારિત્ર ૧ દિવસમાં સાફ થઈ ગયું. કાટ-ઉત્કરટ મુનિઓની ઉગ્ર તપસ્યા કદાચ બે-ચાર મિનિટમાં ધોવાઈ ગઈ. એક ઉત્સવપ્રરૂપણાથી મરીચિનો સંસાર ૧ કોડાકોડી સાગરોપમ જેટલો વધી ગયો. એક નિયાણાથી નંદિષેણ મુનિ ભવાંતરમાં ચારિત્રથી વંચિત થઈ ગયા. એક માયાએ મલ્લિનાથ ભગવાનને સ્ત્રીવેદની સજા ઠોકી દીધી. એક વારના ચક્રિભોગના નિયાણાએ સંભૂતિમુનિને દુર્લભબોધિ તો બનાવ્યા, સાતમી નરકમાં ય ધકેલી દીધા. હવે બીજી બાજુ જોઈએ. મરુદેવી માતાએ કેળના ભવમાં કાંટા સહન કર્યા અને કર્મસત્તા આફરીન થઈ ગઈ. તીર્થકરજનનીનું પદ ધરી દીધું. ( ૨૬ ) Page #30 -------------------------------------------------------------------------- ________________ ગૃહિલિંગસિદ્ધ બનીને મરુદેવા માતા મોક્ષે સિધાવ્યા. સંગમે એકવાર ઉછળતા ભાવે ખીર વહોરાવી, શાલિભદ્ર બન્યો, રૂર પત્ની અને પેટીઓ તો મળી, સાક્ષાત્ પ્રભુ વીર મળ્યા, બોધિલાભ મળ્યો, ઉગ્ર ચારિત્ર મળ્યું, સર્વાર્થસિદ્ધ દેવલોક અને એકાવતારિપણું મળ્યું. વિપાકસૂત્રમાં સુખવિપાકના ૧૦ દૃષ્ટાન્તો છે. જેમાં સુબાહુકુમાર વગેરે રાજકુમારોએ પૂર્વભવમાં માત્ર એક વાર ઉછળતા ભાવે સુપાત્રદાન કર્યું હતું. આ સિવાય બીજી કોઈ આરાધના-સાધનાનો કોઈ ઉલ્લેખ નથી. રાજકુમાર થયા. ૧૦૦ રાજકુમારીઓના પતિ થયા. ૬૦૦ મહેલની વચ્ચે પોતાનો મહેલ.... દિવ્યભોગો.... તેની સાથે પ્રભુ વીરનો યોગ, બોધિલાભ, વૈરાગ્ય અને ચારિત્રની પણ પ્રામિ.. દેવ-મનુષ્યના ૧૬ ભવોમાં ઉત્તરોત્તર ઉચ્ચતર દેવલોકમાં જઈ છેલ્લે મોક્ષે જશે. મૂળમાં છે માત્ર એક વારનું સુપાત્રદાન. મેઘકુમારે હાથીના ભવમાં એક સસલાની દયા કરી. રિવોર્ડ મળ્યો રાજકુમારપણું, તીર્થકરયોગ, ચારિત્ર અને આસન્નસિદ્ધત્વ. આ દૃષ્ટાંતોનો સાર એ જ છે કે આપણે ઘણા ઊંચા આવ્યા એટલે આપણું જોખમ વધ્યું છે. કર્મસત્તા આપણા માર્ક્સ ક્યાં કપાય છે, એને સૂક્ષ્મતાથી શોધી રહી છે. આપણે જરા પણ ગાફેલ રહ્યા એટલે ગયા. તળિયે બેઠા હોય એને શું ભય ? ભય તો શિખરારોહણ કરનારાને જ હોય ને ? ગ્રંથકારશ્રીએ ચૌદમા અધિકારમાં કહ્યું છેयस्यास्ति किञ्चिन्न तपोयमादि, ब्रूयात् स यत्तदुदतां परान् वा। यस्यास्ति कष्टाप्तमिदं तु किन्न, તભ્રંશમી: સંવૃyતે જ યોગાનું?I૧૪-૨૦ છે. (૨૭) Page #31 -------------------------------------------------------------------------- ________________ જેના પાસે તપ-સંયમ વગેરેની કોઈ મૂડી નથી એ જે-તે લવારા કરે- બીજા સાથે વાતો કરે – કારણ કે એની પાસે કાંઈ છે જ નહીં, એટલે તેને એ ગુમાવવાનો ડર પણ નથી. પણ જેણે મહાપરિશ્રમથી તપ-સંયમ વગેરેની મૂડી ભેગી કરી છે, એને તો કેટલો ડર હોવો જોઈએ કે ક્યાંક મારા ગાફેલપણાથી મારી આ મૂડી લુંટાઈ ન જાય. સાર એ છે કે જોખમ શ્રીમંતને છે, ભિખારીને નહીં. વળી દંભસહિતના બીજા યોગો મોક્ષ અપાવે એ આશા રાખવી પણ નકામી છે. અધ્યાત્મસારમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા કહે છે दम्भेन व्रतमास्थाय यो वाञ्छति परं पदम्। लोहनावं समारुह्य सोऽब्धेः पारं यियासति॥३-३॥ જે દંભથી સંયમપાલન કરીને પરમ પદ ઈચ્છે છે, તે લોઢાની નૌકામાં બેસીને સાગર પાર કરવા ઈચ્છે છે. પ્રસ્તુત ગ્રન્થકાર જ કષાયત્યાગ અધિકારમાં કહે છેअधीत्यनुष्ठानतपःक्षमाद्यान्, धर्मान् विचित्रान् विदधत् समायान् । न लप्स्यसे तत्फलमात्मदेह क्लेशाधिकं ताँश्च भवान्तरेषु॥७-११॥ સ્વાધ્યાય, ક્રિયાનુષ્ઠાન, તપશ્ચર્યા, ક્ષમા વગેરે અનેક ધર્મો જો માયાસહિત કરીશ, તો તને સ્વકાયક્લેશ સિવાય તેનું બીજું કોઈ ફળ તો. નહીં મળે, ભવાંતરમાં આ યોગો પણ નહીં મળે. જેનાથી કાયક્લેશ સિવાય કોઈ ફળ નથી મળતું, એનાથી મોક્ષની ( ૨૮ ) Page #32 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષા તો શી રીતે રાખી શકાય ? અરે, હવે તો ગ્રંથકારશ્રી એક વેધક પ્રશ્ન દ્વારા સંકેત કરી રહ્યા છે કે તારી દુર્ગતિ નિશ્ચિત જ છે જ जानेऽस्ति संयमतपोभिरमीभिरात्म न्नस्य प्रतिग्रहभरस्य न निष्क्रयोsपि । किं दुर्गतौ निपततः शरणं तवास्ते ?, सौख्यं च दास्यति परत्र किमित्यवेहि ? ॥ ६ ॥ હે આત્મન્ ! મને લાગે છે કે તું જે પ્રકારના સંયમ-તપનું પાલન કરી રહ્યો છે, એનાથી તો આ ઉપકરણોનું ભાડું ચ નીકળતું નથી. તો પછી તને દુર્ગતિમાં પડતા કોણ બચાવશે ? તારો કયો યોગ તને પરલોકમાં સુખ આપશે ? સમજી લે કે તારે તદ્દન લાચાર અવસ્થામાં દુર્ગતિના દુઃખો ખમવા પડશે. એ સિવાય તારી પાસે બીજો કોઈ જ વિકલ્પ નહીં હોય. કિંમતની દૃષ્ટિએ જોવા જઇએ તો આ ઉપકરણો કિંમતી છે. અને મૂલ્યની દૃષ્ટિએ જોઇએ તો અમૂલ્ય છે. ઉપકરણો જડ વસ્તુ માત્ર નથી. એમાં શ્રીસંઘની હૃદયઉર્મિઓ ઓળઘોળ થયેલી છે. લોકોએ એને ચારિત્રીના ‘સિમ્બોલ’ માન્યા છે. ‘આ વસ્ત્ર-પાત્રનો ધારક સંયમી જ હોય, તપસ્વી જ હોય, જ્ઞાની જ હોય, ગુણવાન જ હોય', આવી માન્યતા લોકોએ સામાન્યથી બાંધી દીધી છે. હવે સરખામણી કરીએ લોકોની માન્યતાની અને આપણી વાસ્તવિકતાની. બે વચ્ચે કેટલું અંતર ! જો ગંભીરતાથી વિચાર કરીએ તો ગ્રંથકારના શબ્દોમાં અતિશયોક્તિ તો ન લાગે, પણ સહજ પણે આપણને જ સંવેદના થઈ જાય કે આવી સાધનાથી તો ખરેખર.... આ ઉપકરણોનું ભાડું પણ નીકળતું નથી. લોકમાન્યતા જ પ્રમાણ છે એવું નથી, પણ પ્રસ્તુતમાં લોકમાન્યતા ( ૨૯ ) Page #33 -------------------------------------------------------------------------- ________________ ઉચિત છે, અને એ માન્યતાને અનુરૂપ વર્તન પણ હોવું જોઈએ એ પણ ઉચિત જ છે. પ્રશ્ન- ભલે ઉપકરણોનું ભાડું ન નીકળે. અમને એની કોઈ દરકાર નથી. લોકો અમને પગે પડે છે. અમને જોઈએ એ મળે છે. સુખમાં દિવસો જાય છે, બીજી અમને શું ચિંતા ? ગ્રંથકારશ્રી આ જ પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા કહે છે કે, કબૂલ, આ ભવ તો કદાચ પાપાનુબંધિ પુણ્યના ઉદયે સુખમાં જતો રહેશે. લાયકાત વિના ય માન-પાન, સુખસાહેબી ભોગવી લેવાશે. પણ પછી શું? તારા કર્મો તને પરાણે ય દુર્ગતિમાં ઘસડી જશે. તિર્યંચ અને નરકગતિના ભયાનક દુઃખો, કતલખાનાના છરાઓ, નરકની ધગધગતી ભટ્ટીઓ, જેની કલ્પના પણ ધ્રુજાવી દે એવી કાળી યાતનાઓ... એનાથી તને કોણ બચાવી શકશે ? પંચવસ્તુકટીકામાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજ કહે છેदुर्गृहीतं यथा काण्डं हस्तमेवावकृन्तति। श्रामण्यं दुष्परामृष्टं नरकानुपकर्षति॥ જેમ ખરાબ રીતે પડેલું તીર પોતાના જ હાથને ચીરી નાખે છે. એમ ખરાબ રીતે પાળેલું સાધુપણું નરકોને ખેંચી લાવે છે. આ કોઈ રમત નથી, આ કોઈ ફતવો નથી, આ તો જિનાજ્ઞા છે. એની આરાધના કરો એટલે એ તમને ખ્યાલ કરી દે અને એની વિરાધના કરો એટલે છક્કા છોડાવી દે. મહાનિશીથ સૂત્રનું એક દૃષ્ટાન્ત છે. જેમાં એક આચાર્ય ઉત્સવપ્રરૂપણા કરે છે. એક મહાન સંયમી સાધક આત્મા ય થાપ ખાઈ ગયા, જિનાજ્ઞા સાથે ચેડા કરી બેઠા. ( ૩૦ ) Page #34 -------------------------------------------------------------------------- ________________ વિચારણીય વાત તો એ છે કે જીવનભર સંયમની આરાધના કરનાર એક વાર ઉત્સવ પ્રરૂપણા કરે એનાથી એમને નરકગતિ મળી શકે ખરી ? નરકના કારણભૂત મહારંભ-મહાપરિગ્રહ-પંચેન્દ્રિયજીવવધે છે. એનું સેવન તો તેમણે કર્યું જ નથી. હા, કટ વગેરે મુનિઓએ કષાયોધ્યમાં નરકાયુષ્ય બાંધી દીધું. પણ પ્રસ્તુતમાં તો તેવું ય નથી. તો પછી ઉત્સવપ્રરૂપણા તેવું ફળ શી રીતે આપે ? જવાબ એ છે કે ઉત્સુત્ર પ્રરૂપણા ય કષાયોદય વિના શક્ય નથી. કટાદિને ક્રોધનો ઉદય થયો હતો. એ આચાર્યને માનમાયા-લોભનો ઉદય થયો હતો. હા, એમાં એમણે નરકાયુષ્ય ન બાંધ્યું. પણ આ તો જિનાજ્ઞા, એની સાથે કરેલ ચેડા એનું ફળ ચખાડ્યા વિના રહે ખરા ? એ આચાર્ય મરીને ચંડાલ થયા, આખી જિંદગી પંચેન્દ્રિય વધ ર્યો અને મરીને સાતમી નરકે ગયાં. ત્યાર પછી પણ દુર્ગતિની અનેક પરંપરાઓ કરી. ઉસૂત્રભાષણ જેમ જિનાજ્ઞા સાથેના ચેડા છે, તેમ જિનાજ્ઞાનું અપાલન એ પણ તેની સાથેના ચેડા જ છે. એનું ફળ પણ ભયંકર છે. માટે જ પંચસૂત્રમાં કહ્યું છે एसा य जिणाण आणा महाकल्लाण त्ति न विराहियव्वा बुहेणं महाणत्थभयाओ सिद्धिकंखिणा॥३॥ પ્રવ્રજ્યા એ મહાકલ્યાણકર જિનાજ્ઞા છે, માટે બુદ્ધિશાળી મોક્ષાર્થી દીક્ષિતે તેની વિરાધના ન કરવી જોઈએ, કારણ કે તેની વિરાધનાથી મહા અનર્થ થાય છે. એના ભયથી પણ પ્રવજ્યાનું અણિશુદ્ધ પાલન કરવું જોઈએ. શંકા- જિનાજ્ઞા તો એકાંત કલ્યાણકર જ હોવી જોઈએ એનાથી કોઈનું અહિત શી રીતે થાય ? ( ૩૧ ) Page #35 -------------------------------------------------------------------------- ________________ સમાધાન- અગ્નિ કલ્યાણકર કે અહિતકર ? જવાબ છે સદુપયોગથી કલ્યાણકર, દુરુપયોગથી અહિતકર. એ જ રીતે જિનાજ્ઞાની બાબતમાં પણ સમજવાનું છે. કલિકાલ સર્વજ્ઞએ કહ્યું છે आज्ञाऽऽराद्धा विराद्धा च शिवाय च भवाय च। જિનાજ્ઞાની આરાધનાથી મોક્ષ, અને જિનાજ્ઞાની વિરાધનાથી સંસાર. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છેविसं तु पीयं जह कालकूडं, हणाइ सत्थं जह कुग्गहीयं। एसो वि धम्मो विसओववन्नो પરૂ વેયાન રૂવાવિવન્નિા ૨૦-૪૪. કાલકૂટ વિષ પી લે તેની જે દશા થાય ? શસ્ત્રને અનુચિત રીતે ગ્રહણ કરે, તેની જે દશા થાય એ દશા વિષયાદિની અશુચિથી જે ધર્મને ખરડી નાખે, તેની થાય છે. વિષ અને શસ્ત્ર જેમ દુરુપયોગથી પોતાને જ હણી નાખે, એમ ધર્મની વિરાધનાથી પણ આત્મા પોતે જ હણાઈ જાય છે. વેતાળને સિદ્ધ કરવાની સાધના હોય છે. જે અપ્રમત્ત પણે એ સાધનાને પાર પાડે એને વેતાળ સિદ્ધ થઈ જાય અને એના ઈચ્છિત કાર્યો કરી આપે. પણ જે એ સાધનામાં ગફલત કરે, ગોટાળા વાળે, એને એ વેતાળ દિવસે તારા દેખાડી દે. એ માણસ ભિખારી થઈ જાય, અથવા તો અસાધ્ય રોગોથી ઘેરાઈ જાય અથવા તો વેતાળ એનું માથુ જ કાપી નાખે. જેવું વેતાળનું છે, એવું જ ધર્મની બાબતમાં ય સમજવાનું છે. મરી જવું સારું પણ ધર્મ સાથે ચેડા કરવા સારા નહીં. મહાભારતમાં કહ્યું છે ( ૩૨ ) Page #36 -------------------------------------------------------------------------- ________________ ધર્મ વ તો હન્તિ, ધૌરક્ષતિ રક્ષિતઃ ॥રૂ-૩૧રૂ-૧૨૮ જે ધર્મને હણે છે, એને ધર્મ જ હણી નાખે છે. જે ધર્મની રક્ષા કરે છે એની રક્ષા ધર્મ સ્વયં કરે છે. શંકા- આરાધના ઓછી છે તો એટલું ઓછું ફળ મળશે, વિરાધના છે તો એટલી આરાધના કપાઈ જશે. પણ ગ્રંથકારશ્રી નિશ્ચિંત દુર્ગતિ પ્રત્યે ઇશારો કરી રહ્યા છે એ વાત મગજમાં બેસતી નથી. સમાધાન- ગ્રંથકારશ્રી આ જ ગેરસમજને દૂર કરવા પ્રયત્ન કરી રહ્યા છે. દૂધપાકમાં એસિડ પડે તો ‘મીઠાશ ઘટશે’ એટલું જ નુકશાન થશે ? કે પછી આખે આખા દૂધપાકનું જ નુકશાન થશે ? જવાબ સ્પષ્ટ છે. ઉત્તરાધ્યયન સૂત્ર તો ચોક્ખા શબ્દોમાં કહે છે કે વિરાધના = દુર્ગતિ. तमंतमेणेव उसे असीले, सया दुही विप्परियासुवेइ । संधावइ नरयतिरिक्खजोणिं, મોળ વિનાદેત્તુ અસાદુ વે॥ ૨૦-૪૬॥ તે અશીલ આત્મા હંમેશા અંધારામાં જ રહે છે. અનેક ગેરસમજો એના મનને ફોલી ખાય છે. અનેક સંક્લેશો એને સદા દુ:ખી-દુ:ખી કરી મુકે છે. કર્તવ્યમાં અકાર્યદર્શન અને અકાર્યમાં કર્તવ્યદર્શન આ દૃષ્ટિવિપર્યાસ બળતામાં ઘી હોમે છે. અને પછી એ વેશધારી સાધુ-વાસ્તવમાં અસાધુ સંયમની વિરાધના કરીને નરક અને તિર્યંચ ગતિ તરફ દોટ મુકે છે. ગ્રંથકારશ્રી બહુ પ્રેમથી એ આત્માનો કાન પકડે છે અને એક કટુસત્ય સંભળાવે છે કે, તું જ તારી જાતને જોઈ લે, તું જ તારી સાધનાનું (33) Page #37 -------------------------------------------------------------------------- ________________ સર્વેક્ષણ કરી લે, તને એમાં એવું કાંઈ પણ દેખાય છે ખરું, કે જે તને પરલોકમાં સુખી કરી શકે ? રે.... તારે તો બેબાકળા બનીને ધ્રુસકે ધ્રુસકે રડવાનું છે અને તું ફુલાઈ રહ્યો છે ?.... किं लोकसत्कृतिनमस्करणार्चनाद्यै, रे मुग्ध ! तुष्यसि विनाऽपि विशुद्धयोगान् । कृन्तन् भवान्धुपतने तव यत्प्रमादो, बोधिद्रुमाश्रयमिमानि करोति पशून् ॥ ७ ॥ રે મુગ્ધ ! લોકો તારો સત્કાર કરે તને નમસ્કાર કરે તારું પૂજન કરે એમાં તું આટલો ખુશ શાનો થાય છે ? ખુશ તો થવું જોઇએ વિશુદ્ધ યોગોથી, એ તો તારી પાસે છે નહીં. અરે, ચારિત્રથી તારું પતન થાય, તે પછી તારો આધાર હશે માત્ર સમ્યકત્વ. જે સમ્યક્ત્વ વૃક્ષ બનીને તને અવલંબન માટે ઉપયોગી થવાનું હતું, એ વૃક્ષ પર કુઠારાઘાત થઈ રહ્યા છે. કયો છે એ કુહાડો ? ખબર છે ? એ છે લોકસત્કાર, નમસ્કાર અને પૂજન વગેરે. લોકસત્કારાદિ સ્વરૂપથી કુહાડા સમાન છે એવું નથી. પણ તારો પ્રમાદ તેને કુહાડા સમાન કરી દે છે. આ રીતે તારો અંતિમ આધાર પણ કપાઈ જાય એટલે સંસારકૂપમાં તારું પતન નિશ્ચિત છે. એ હતો અબજોપતિ શ્રીમંતનો એકનો એક દીકરો. પિતા ટ્રસ્ટીઓને નીમીને પરલોકે ગયા. દીકરો મોટો થયો. સમજણો થયો. પણ ટ્રસ્ટીઓની દાનત બગડી છે. એક પૈસો ય આપતા નથી. પેલો તો સમસમી ગયો. ટ્રસ્ટીઓ સામે જંગે ચડયો. કોઈ પણ રીતે પોતાનો વારસો મેળવી લેવા માટે સજ્જ બન્યો. ટ્રસ્ટીઓ ગભરાયા, તેની પાસે ગયા, એકે એને ( ૩૪ ) Page #38 -------------------------------------------------------------------------- ________________ પાંચકો આપ્યો. એનું મોઢું મલકી ઉઠ્યું. બીજાએ દશકો આપ્યો એ ખુશ થઈ ગયો. ત્રીજાએ વશકો આપ્યો, એ હરખપદુડો બની ગયો. ચોથાએ પાવલી આપી, એ તો નાચી જ ઉઠયો. ટ્રસ્ટીઓ મૂછમાં હસતા હસતા જતા રહ્યા. પેલો આ પાંચકા-દસકાના આનંદમાં અબજો રૂપિયા ભૂલી ગયો. અબજોપતિનો વારસદાર એક ભિખારી જેવું જીવન જીવવા લાગ્યો. ટ્રસ્ટીઓ એને પાંચકા-દસકાની ભીખ આપી જાય છે. પેલાને એવો આનંદ થાય છે કે જાણે એ કૃતકૃત્ય થઈ ગયો. કેવી દયનીય દશા ! આ નબીરો એટલે બીજો કોઈ નહીં પણ આપણે પોતે. આપણી અનંત આત્મ-સમૃદ્ધિ કર્મસત્તાએ દબાવી દીધી. આપણે સમજણા થયા. આપણને થતા અન્યાયનો ખ્યાલ આવ્યો. આપણે કર્મસત્તા સામે જંગે ચડ્યા. આ જંગમાં ક્યાંક આપણી જીત ન થઈ જાય એ માટે કર્મસત્તાએ આપણને પાંચકા-દસકા આપવાના શરૂ કર્યા. આ પાંચકા-દસકા એટલે લોકસત્કારાદિ. સ્વામિ ! શાતા છે ? આ શબ્દો સાંભળીને જો મોઢું મલકી ઉઠે, કોઈ પગ દબાવે ત્યારે ખુશ થઈ જઈએ, શાહી સામૈયા થાય ત્યારે હરખપદુડા થઈ જઈએ, પ્રખર પ્રવચનકાર જેવા વિશેષણો લાગે અને નાચી ઉઠીએ અને આ પાંચકા-દસકાના આનંદમાં જો અનંત આત્મસમૃદ્ધિને ભૂલી જઈએ તો આપણી દશા પણ એ અબજોપતિના નબીરા જેવી જ ને ? ગ્રંથકારથી આપણને ભાનમાં લાવવા કહે છે ભલા માણસ ! તું આટલામાં ખુશ થઈ ગયો ? તેં આટલામાં કૃતકૃત્યતા માની લીધી ? રે મુગ્ધ ! ખુશ તો ત્યારે થવાય કે જ્યારે તું સિદ્ધિની દિશામાં પ્રગતિ કરતો હોય, જ્યારે તું વિશુદ્ધ જ્ઞાનાદિ યોગોની આરાધના કરતો હોય. એ વિશુદ્ધ આરાધના નથી, તો ય લોકસત્કારાદિથી જ તું રાજીનો રેડ થઈ જાય છે. (૩૫) Page #39 -------------------------------------------------------------------------- ________________ વિશુદ્ધ ચારિત્રથી પતિત થયેલો જીવ પણ ભવિષ્યમાં ઉત્થાન પામી શકે છે, જો તેણે સમત્વને બરાબર પકડી રાખ્યું હોય. જો સમ્યત્વ પણ ગયું તો બધું ગયું. આગમવચન છે दसणभट्ठो भट्ठो दंसणभट्ठस्स नत्थि निव्वाणं। सिज्झंति चरणरहिया दंसणरहिया न सिझंति ॥ જે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થઈ જાય, એ તો સર્વથા ભ્રષ્ટ થઈ ગયો. સમ્યગ્દર્શનરહિત હોય તેનો મોક્ષ નથી થતો. જે ચારિત્રરહિત છે તે (ઉત્થાન પામીને ક્રમશ:) સિદ્ધ થાય છે. પણ જે સમ્યગ્દર્શનરહિત છે, તે સિદ્ધ થતો નથી. - લોકસત્કાર વગેરેને તું હોંશે હોંશે સ્વીકારે છે. આચારશૈથિલ્ય હોવા છતાં જેઓ સ્વ-આચારમાં દૃઢ છે એમના વંદન લેવામાં તને કોઈ સંકોચ નથી થતો. પ્રમાદ ચારિત્રને કોરી ખાય છે અને ધૃષ્ટતા સમ્યત્વને ખતમ કરી દે છે. આગમવાણી છે जे बंभचेरभट्ठा पाए उड्डुति बंभयारीणं। ते हुंति टुंटमुंटा बोही य सुदुल्लहा तेसिं॥ " જેઓ બ્રહ્મચર્યમાં ભ્રષ્ટ છે અને બ્રહ્મચારીઓ વંદન કરે ત્યારે ગર્વથી તેમની સામે પગ ધરે છે, તેઓ લૂલા-લંગડા થાય છે તેમને બોધિ ખૂબ દુર્લભ થાય છે. બ્રહ્મચર્યના સંબંધમાં જે વાત કહી છે તે યથાસંભવ અન્ય સંબંધમાં સમજવી જોઈએ. સ્વાચારચુસ્ત શ્રાવક પણ આરાધક છે. જ્યારે સ્વાચારટ્યુત સાધુ પણ વિરાધક છે. તપસ્યા ન કરવી એ પ્રમાદ છે, પણ તેની સાથે તપસ્વી તરીકે પંકાવામાં આનંદ થવો એ ધૃષ્ટતા છે. સ્વાધ્યાય ન કરવો એ પ્રમાદ છે, પણ એના સાથે “ગુરુજી બડે જ્ઞાની ઈત્યાદિ પ્રશંસા સાંભળીને હર્ષિત થવું એ ધૃષ્ટતા છે. ( ૩૬ ) . Page #40 -------------------------------------------------------------------------- ________________ લોકસત્કારાદિ તો તીર્થકરોના પણ થાય છે. પણ તેઓ તેમાં ય કર્મની નિર્જરા કરે છે. લોકસત્કારાદિથી નુકશાન છે પ્રમાદીને. કારણ કે એનો પ્રમાદ લોકસત્કારાદિને કુઠાર બનાવી દે છે. રહ્યો-સહ્યો આધાર - સમ્યત્વવૃક્ષ પણ તેનાથી કપાઈ જાય છે. રે.... મોહરાજાની કેવી ગંદી રમત ! કેવી મેલી ચાલ ! કેવું લુ હાસ્ય ! અને આતમરામની કેવી મૂર્ખતા ! કેવો આત્મઘાતી હર્ષ! કહેવાય છે કે જ્યારે ઉદર પગ કાતરે ત્યારે સાથે સાથે ફૂંક મારતો જાય છે. ઘા થાય, લોહી નીકળે, પણ એ પીડા ફૂંકને કારણે ન જણાય. ઉંદરભાઈ તો ફૂંક મારતા જાય ને પગ કાતરતા જાય. ઊંઘમાં ને ઊંઘમાં કાંઈ ખ્યાલ ન આવે. આંખ ખૂલે ત્યારે ખબર પડે કે પગમાં કેટલો ઊંડો ઘા પડી ગયો છે. પછી તો અસહ્ય પીડાને ભોગવી લીધા સિવાય બીજો કોઈ વિકલ્પ ન રહે. મોહરાજાએ પણ આ મૂષકનીતિ અપનાવી છે, એ ફૂંક મારતો જાય છે અને સાધનાને કાતરતો જાય છે. બિચારો આતમરામ! રોવાના સ્થાને હસતો રહે છે. ઓ મુનિ ! કદી એમ ના માનીશ કે લોકો મને નમે છે. વાસ્તવિકતા તો આ છે गुणांस्तवाश्रित्य नमन्त्यमी जना, ददत्युपध्यालयभैक्ष्यशिष्यकान्। विना गुणान् वेषमृषेर्बिभर्षि चेत्, ततष्ठकानां तव भाविनी गतिः॥८॥ લોકો તને નથી નમતા, પણ તારામાં ગુણો છે એમ સમજીને એ ગુણોને નમે છે. ઉપધિ, વસતિ, આહાર, શિષ્ય આ બધુ પણ તારા ગુણોને આશ્રીને જ વહોરાવે છે. એ સાધુ! જો ( ૩૭ ) Page #41 -------------------------------------------------------------------------- ________________ તું ગુણો વિના જ અનિવેષને ધારણ કરીશ, તો તારે શઠોની. ગતિમાં જવું પડશે. હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પરે જોગી જોગેશ્વરા કોક જાણે. આ પંક્તિઓમાં ય આ શ્લોકનું આંશિક પ્રતિબિંબ પડી રહ્યું છે. પૂ. કલાપૂર્ણસૂરિ મહારાજાને કોઈ શાસન-પ્રભાવક કહે ત્યારે એ કહેતા કે ‘શાસન તો સ્વયં પ્રભાવક છે. એની પ્રભાવના કરનાર હું કોણ ?' કોઈ નમે ત્યારે એ વિચાર કરવો જોઈએ કે આ વંદન તો પ્રભુના આ વેષને છે. આ વેષની ‘ગુડવીલને છે. આ વેષ સાથે નિશ્ચિતરૂપે સમજી લીધેલા ગુણોને છે. મારી તો કંઈ પાત્રતા છે કે કોઈ મને વંદન કરે ? મારી કઈ લાયકાત છે કે કોઈ મને ભૂખી રોટલી પણ મફતની આપે ? મારી એવી કઈ કક્ષા છે કે કોઈ મને એના ઘરમાં પણ પેસવા દે? એક હાથી લટાર મારવા નીકળ્યો. રસ્તામાં એક જુનો પુલ આવ્યો. હાથીના પગલે પગલે આખો પુલ ધ્રુજવા લાગ્યો. સદ્ભાગ્યે હાથી હેમખેમ પસાર થઈ ગયો. બન્યું એવું કે એ હાથીના માથા પર એક કીડી બેઠી હતી. એણે હાથીના કાન પાસે આવીને કહ્યું, ‘આપણે બંનેએ મળીને પુલને કેવો ધ્રુજાવ્યો!' કીડી બેઈમાન હતી, પણ કમ સે કમ આપણા કરતા તો ઈમાનદાર જ હતી, એવું નથી લાગતુ ? જો આપણે એમ માનતા હોઈએ કે આ બધો તો મારો જ પ્રભાવ... કોઈ વેપારી ટ્રાફિકમાં સાઈડ મળી જાય એ માટે પોતાના વાહનમાં ( ૩૮ ) Page #42 -------------------------------------------------------------------------- ________________ ‘પોલિસ’ એવું લખાણ રાખે, ઉપર લાઈટ રાખે અને સાયરન વગાડતો વગાડતો જાય તો એ દંડપાત્ર બને. કોઈ ઊંટ વૈદ એમ.બી.બી.એસ. નું પાટિયુ લગાવી દે તો એ ય ગુનેગાર બને કારણ કે એ આખી દુનિયા સાથે મોટી છેતરપિંડી કરે છે. લોકોનો વિશ્વાસઘાત કરે છે. બરાબર આ જ વાત તેને પણ લાગુ પડે છે કે જે ગુણ વિના મુનિ વેષને ધારણ કરે છે. જે ગતિ શઠોની થાય છે, એ જ ગતિ એની પણ થશે. જો વેષ ધારણ કર્યો જ છે. અને વેષને સંબંધિત બધા લાભો લે જ છે, ત્યારે વેષને અનુરૂપ ગુણોને કેળવવા એ આવશ્યક જ નહીં, અનિવાર્ય પણ બને છે. આખરે ગુણવિકાસમાં બાધક શું છે ? તને શુદ્ધ ચારિત્રની સાધના કરતાં કોણ રોકે છે ? नाजीविकाप्रणयिनीतनयादिचिन्ता, नो राजभीश्च भगवत्समयं च वेत्सि । शुद्धे तथाऽपि चरणे यतसे न भिक्षो !, तत्ते प्रतिग्रहभरो नरकार्थमेव ॥ ९ ॥ નથી તને આજીવિકાની ચિંતા, નથી બૈરીની પળોજણ, નથી દીકરાઓની જવાબદારી. નથી તો કોઈ રાજા કે શેઠનો ડર, પરમાત્મ-પ્રવચનનું તને જ્ઞાન પણ છે. આટઆટલી અનુકૂળતાઓ હોવા છતાં પણ તું શુદ્ધ ચારિત્રની સાધના નથી કરતો, તો ઓ સાધુ ! મને કહેવા દે કે તારા આ બધા વેતરણા.... આ વસ્ત્ર, પાત્ર, ઉપધિ બધું નરક માટે જ છે. ભગવાને તને એક એવી વ્યવસ્થા આપી, જેમાં આલોકની કોઈ ચિંતા નથી. તારે માત્ર પરલોકની જ ચિંતા કરવાની. ઘર, ધંધો, બૈરી, છોકરા.... તને આ કોઈ ચિંતા નહીં. કો’કે તો કટાક્ષમાં કહ્યું પણ છે( ૩૯ ) Page #43 -------------------------------------------------------------------------- ________________ गृहावाससमो धर्मो न भूतो न भविष्यति। तं सेवन्ते ध्रुवं शूराः क्लीबाः पाखण्डमाश्रिताः॥ ગૃહાવાસ જેવો ધર્મ કદી થયો નથી અને થશે પણ નહીં. શૂરવીર આત્માઓ જ આ ધર્મની આરાધના કરે છે. જેઓ કાયર છે તેઓ તો આ ઉગ્ર ચર્યાથી ગભરાઈને સંન્યાસ લઈ લે છે. સંસારની બધી જવાબદારીઓથી મુક્ત થયા પછી જો હવે તું સંયમની જવાબદારીઓ નહીં સમજે, કર્તવ્યરૂપે તેનો સ્વીકાર નહીં કરે, તો એ કેટલું બધું અનુચિત થશે! જ્યાં પ્રતિક્ષણ મોક્ષ તરફ છલાંગ લગાવવાની છે, એ છે સાધુધર્મ. જ્યાં પ્રત્યેક શ્વાસે સંયમ શ્રેણીમાં ઉર્ધ્વરોહણ કરવાનું છે, એ છે મુનિચર્યા. જ્યાં નવરાશની એક પળને પણ સ્થાન નથી એનું નામ છે પ્રવ્રજ્યા. પ્રકૃણ વ્રજન = પ્રવ્રજ્યા, વણથંભી વેગીલી દોટ એનું જ નામ પ્રવ્રજ્યા. સંસાર અને સિદ્ધિ વચ્ચેનું અંતર ચમત્કારિક ગતિથી જ્યાં કપાતું રહે છે, એનું જ નામ મહાભિનિષ્ક્રમણ. કો’ક અંગ્રેજ કવિએ કહ્યું છેWoods are lovely dark & deep I Love promise to keep Miles to go before I sleep Miles to go before I sleep. કવિ કહે છે કે મારે સૂતા પહેલા માઈલો સુધી ચાલવાનું છે.' શ્રમણધર્મમાં તો નિદ્રામાં ય મુક્તિયાત્રા ચાલુ રાખવાની છે. પણ એ ક્યારે બને ? જાગરણના કાળમાં અપ્રમત્તપણે મુક્તિયાત્રાને આગળ ધપાવી હોય ત્યારે. પૂ. ભુવનભાનુસૂરિ મહારાજા કહેતા હતા કે, ભગવાન મહાવીરસ્વામિએ સાડા બાર વર્ષો સુધી જે ઘોર સાધના કરી, એ સાધનામાં ( ૪૦ ) Page #44 -------------------------------------------------------------------------- ________________ જે નિર્જરા કરી, એટલી નિર્જરા જો હોતા હૈ ચલતા હૈ જેવી સાધનાથી કરવી હોય, તો કેટલાય ભવો પણ ઓછા પડે. પ્રશમરતિ પ્રકરણમાં પૂ. ઉમાસ્વાતિ મહારાજ કહે છેआराधनास्तु तेषां तिस्रस्तु जघन्यमध्यमोत्कृष्टाः। જન્મમિરઝવૈઃ સિધ્યત્વે રાધાસ્તાનામ્ ારરૂણા જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ આ ત્રણ પ્રકારની સંમારાધના છે. તેના આરાધકો ક્રમશઃ આઠ, ત્રણ અને એક ભવમાં મોક્ષે જાય છે. અહીં વિચારવાની વાત એ છે કે અનંતકાળના કુસંસ્કારો, અનંતકાળના દોષો અને અસંખ્યકાળના અનંતાનંત કર્મોનો આઠ ભવના માત્ર સંખ્યાતા કાળમાં શી રીતે ક્ષય કરી શકાય ? એ આઠે ભવોના પ્રત્યેક સમયે અદ્ભુત આરાધના હોય, ઉછળતા શુભ અધ્યવસાયો હોય, પ્રચંડ પુરુષાર્થ હોય, તો જ આ શક્ય બને. પાંચ પહોરનો સ્વાધ્યાય, ચૌદ પૂર્વ આદિના ઉગ્ર પરિશ્રમસાધ્ય પરાવર્તનો, આચાર્યાદિની વૈયાવચ્ચ આદિ યથાસંભવ ઉચ્ચ યોગોની ઉચ્ચ આરાધના જ આઠ, ત્રણ કે એક ભવમાં મોક્ષ અપાવી શકે. જેમની પાસે એવી સ્વાધ્યાયાદિની શક્તિ નથી, તેઓ શું કરે ? કર્મનિર્જરા જ નહીં, અતિ વિશિષ્ટ વિશિષ્ટ કર્મનિર્જરા માટે આ સાધુજીવન છે, તેથી તેઓ જે પુરુષાર્થ કરે, તેનું વર્ણન કરતા દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે आयावयन्ति गिम्हेसु हेमंतेसु अवाउडा। વાસાણુ પરિસંક્ની સંયા સુમાદિયાને રૂ-૧૨ . ઉનાળામાં આતાપના લે, શિયાળામાં ઉઘાડા શરીરે રહે અને ( ૪૧ ) Page #45 -------------------------------------------------------------------------- ________________ વર્ષાઋતુમાં પ્રતિસલીન બને. આ રીતે સંયમીઓ સુંદર સમાધિને ધારણ કરે છે. ઓ મુનિ ! સમજી લે કે આ દીક્ષા, આ નિશ્ચિત જીવિકા, આ ઉપકરણો, આ વ્યવસ્થા... બધુ સાધનામાં પ્રચંડ પુરુષાર્થ કરવા માટે જ છે, અન્યથા તો આ બધુ તારી નરકનું કારણ બની જશે. રજોહરણ માત્ર તારણહાર નથી, મારણહાર પણ છે. પૂ. ધર્મજિતસૂરિ મહારાજા કહેતા હતા કે જેઓ માનવભવ પામીને આરાધના નથી કરતાં, તેઓ આ માનવભવમાં પોતાની દીર્થસંસારયાત્રા માટે પેટ્રોલ ભરાવે છે. આ જ વાત સંયમજીવનની બાબતમાં ય લાગું પડે છે. ફરક એટલો છે કે અહીં જે પેટ્રોલ ભરાય છે એ અનેકગણુ હોય છે. નારદ પરિવ્રાજક-ઉપનિષદ્ધાં કહ્યું છે विरक्तः प्रव्रजेद्धीमान् सरक्तस्तु गृहे वसेत्।। सरागो नरकं याति प्रव्रजन् हि द्विजाधमः॥३-१३॥ જેને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે, સાધનાનો અત્યંત તલસાર થયો છે. મોક્ષ માટે પ્રચંડ પુરુષાર્થ કરવા જે ઉત્કંઠિત બન્યો છે. તેણે દીક્ષા લેવી જોઈએ. જેને હજી વિષયસુખની સ્પૃહા છે, તેણે ઘરે રહેવું જોઈએ. આવી સ્પૃહા સાથે જે દીક્ષા લે છે, તે અધમ બ્રાહ્મણ નરકમાં જાય છે. यस्यैतानि सुगुप्तानि जिह्वोपस्थोदरं करः। संन्यसेदकृतोद्वाहो ब्राह्मणो ब्रह्मचर्यवान् ॥३-१४॥ જીભ, ઉપસ્થ, પેટ અને હાથ, જેના આ અંગો સુગુમ છે, આ બધા અંગો પર જેનું પૂર્ણ નિયંત્રણ છે, તે બ્રહ્મચારી બ્રાહ્મણે વિવાહ ક્ય વિના દીક્ષા લેવી જોઈએ. ( ૪૨ ) - Page #46 -------------------------------------------------------------------------- ________________ એક યુવાન મને પોતાની આપવીતી કહેતો હતો.... હું જે લાઈનમાં જાઉં ત્યાં મારું ઠેકાણુ ન પડે. કરિયાણાની લાઈનમાં ગયો, તો ત્યાં ય ગોટાળા વાળ્યા, દરજીની લાઈનમાં ગયો, તો ત્યાં ય ગોટાળા વાળ્યા, પંડિતની લાઈનમાં છું, તો એમાં ય ગોટાળા વળે છે.” સ્મિત કરીને કહ્યું, “એના કરતા તમે દીક્ષા જ લઈ લો તો ?' એણે તરત જવાબ આપ્યો. 'ના, કારણ કે બીજે બધે ગોટાળા હજી કદાચ ચાલે, પણ દીક્ષામાં ગોટાળા ના ચાલે.” કેટલી સચોટ વાત! મુનિ ! તને તો દીક્ષા મળી જ ગઈ છે. તારી પાસે રહેલું રજોહરણ... તારણહાર બનાવવું કે મારણહાર ? નરકનું કારણ બનાવવું કે મોક્ષનું ... હજી બાજી તારા હાથમાં જ છે. ચેતી શકે તો ચેત... પ્રશ્ન- આટઆટલી અનુકૂળતા અને નિશ્ચિતતા હોવા છતાં પણ પ્રમાદ થઈ જાય છે, સાધનામાં જોઈએ એવો પુરુષાર્થ પણ થતો નથી, એ તો હકીકત જ છે. પણ આવું થવાનું કારણ શું ? મેં કાંઈ વિષયસુખ ભોગવવા દીક્ષા નથી લીધી. લાખો રૂપિયાને લાત મારીને ઝળહળતા વૈરાગ્ય સાથે દીક્ષા લીધી છે. ઓઘો લઈને નાચતા મને જે ભાવ આવ્યા હતાં. એ કદાચ આ જીવનનાં સર્વોત્કૃષ્ટ ભાવો હતાં. વળી મેં અનેક શાસ્ત્રોનો અભ્યાસ પણ કર્યો છે. તો ય આ ઢીલાશનું કારણ શું? ગ્રંથકારશ્રી આ જ પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા છેशास्त्रज्ञोऽपि धृतव्रतोऽपि गृहिणीपुत्रादिबन्धोज्झितोऽप्यङ्गी यद्यतते प्रमादवशगो न प्रेत्यसौख्यश्रिये। तन्मोहद्विषतस्त्रिलोकजयिनः काचित्परा दुष्टता, बद्धायुष्कतया स वा नरपशु¥नं गमी दुर्गतौ॥ १०॥ (૪૩ ) Page #47 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રોનો જ્ઞાતા હોવા છતાં, મહાવ્રતધારી હોવા છતાં અને પત્ની-પુત્ર વગેરેના બંધનથી મુક્ત હોવા છતાં પણ આ જીવા પ્રમાદવશ થઈને પરલોકને સુખસંપત્તિથી સદ્ધર બનાવી દેવા માટે પ્રયત્ન કરતો નથી. એ ત્રિલોકવિજેતા મોહશત્રુની કોઈ નિકૃષ્ટ દુષ્ટતા છે, અથવા તો તે નરપશુએ દુર્ગતિનું આયુષ્ય નિકાચિત કર્યું હોવાથી નકકી તે દુર્ગતિમાં જવાનો હશે. મહાનિશીથ સૂત્રમાં પ્રભુ વીરનું એક વચન છેसिद्धंतगयमेगं पि अक्खरं जो वियाणइ। सो गोयम ! मरणंते वि अणायारं न आयरे॥ ગૌતમ! સિદ્ધાન્તના એક અક્ષરનું પણ જ્ઞાન જેની પાસે છે, તે મરી જાય પણ અનાચાર ન સેવે. આ વાત આનંદિત પણ કરી દે છે અને ધ્રુજાવી પણ દે છે. શાસ્ત્રના માત્ર એક અક્ષરના જ્ઞાનથી પણ જો તદ્દન નિષ્પાપવૃત્તિની પ્રાપ્તિ થતી હોય તો એના જેવી આનંદની વાત બીજી શું હોઈ શકે? પણ ધ્રુજારી તો ત્યારે છૂટી જાય છે જ્યારે શાસ્ત્રના થોકડે થોડાના જ્ઞાનને પ્રાપ્ત ક્યા પછી પણ પાપવૃત્તિ પીછો છોડતી નથી. તો આ બે છેડાનો મેળશે બેસાડવો ? સમાધાન એ છે કે શુષ્ક શાસ્ત્રજ્ઞતાનું ફળ કાંઈ જ નથી. ઉપદેશમાલાકાર કહે છે जहा खरो चंदणभारवाही, भारस्स भागी न हु चंदणस्स। एवं खु नाणी चरणेण हीणो भारस्स भागी न हु सुग्गइए॥ જેમ ચંદનના ભારને ઉપાડતો ગધેડો ભારનો જ ભાગી થાય છે, ચંદનનો નહીં. એ જ રીતે ચારિત્રહીન જ્ઞાની માત્ર જ્ઞાનનો જ ભાગી થાય છે, જ્ઞાનના ફળરૂપ સદ્ગતિ વગેરેનો ભાગી થતો નથી. (૪૪) Page #48 -------------------------------------------------------------------------- ________________ “સિદ્ધાન્તના એક અક્ષરનું પણ જેને જ્ઞાન છે, તે મરી જાય પણ અનાચાર ન સેવે'- આ વચન ભાવનાજ્ઞાનને અનુલક્ષીને સમજવાનું છે. પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ ધર્મબિંદુ પ્રકરણમાં કહ્યું છે કે ‘ભાવનાજ્ઞાન નિશ્ચિતપણે આચરણનું કારણ બને છે.' ‘અહિંસા પરમો ધર્મ આ વચનના ભાવનાજ્ઞાનના પ્રતાપે મેતારજમુનિ, ધર્મરુચિ અણગાર વગેરે મહાત્માઓએ પોતાના પ્રાણ આપીને પણ અહિંસા ધર્મની આરાધના કરી હતી. જ્યાં શુષ્કજ્ઞાન છે ત્યાં શાસ્ત્રજ્ઞતા હોવા છતાં પણ આ લાભ ન મળી શકે. શાસ્ત્રજ્ઞાન હોવા છતાં અને સર્વ અનુકૂળતા હોવા છતાં શક્ય સાધનાનો પ્રયાસ કરવામાં ન આવે એ કેટલું શોચનીય છે. જાણે કોકે સોનાના થાળમાં બત્રીસ પકવાન પીરસી દીધા, પણ જમવાની શરૂઆત કરે એ પહેલા જ થાળ ઝૂંટવી લીધો. એવો ઘાટ અહીં ઘડાયો. નિગોદથી માંડીને શ્રમણપદ સુધીની આ અનંતયાત્રામાં ઉત્તરોત્તર કેકેટલી દુર્લભ વસ્તુઓની પ્રાપ્તિ થયા બાદ સાધનામાં પ્રચંડ પુરુષાર્થ કરવાનો હતો, એ જ જો ન કરે, તો આ બધી પ્રાપ્તિ કદાચ કલંક બની જાય. . પણ એવો પ્રસાદ શા માટે થાય છે ? વિચાર કરતાં લાગે છે કે પીરસ્યા પછી થાળ ઝૂંટવી લેવો એ જેમ ભૂખે મારવા કરતા પણ વધુ નિર્દયતા છે. તેમ નિગોદાદિમાં સબડતા જીવને આટલે ઊંચે લાવ્યા પછી ય પ્રમાદી બનાવી દેવો એ મોહરાજાની કોઈ નિકૃષ્ટ કક્ષાની દુષ્ટતા છે. ' પડેલાને પાટુ મારવી એ દુષ્ટતા કરતાં ય તેને ઉછાળી ઉછાળીને પટવો એ દુષ્ટતા વધુ ભયંકર છે. શાંતસુધારસમાં મોહરાજાની આ નિષ્ફરતાનો પર્દાફાશ કરતા કહ્યું છે ( ૪૧ ) Page #49 -------------------------------------------------------------------------- ________________ कलय संसारमतिदारुणं जन्ममरणादिभयभीत रे। मोहरिपुणेह सगलग्रहं प्रतिपदं विपदमुपनीत रे॥३-१॥ રે જીવ ! જન્મ જરા મરણથી તું ભયભીત છે, પણ એનાથી તારે બચવું હોય, એનાથી સદા માટે છૂટકારો મેળવવો હોય, તો તું બે સત્યોને સમજી લે કે સંસાર અતિ ભયાનક છે અને આ સંસારમાં મોહ નામના તારા દુશ્મને ડગલે ને પગલે તારા પર દુઃખોના ડુંગરા ખડકી દીધા છે. સૂત્રકૃતાંગ સૂત્રની પ્રથમ પંક્તિમાં કહ્યું છે बुज्झिज तिउट्टेज बंधणं परिजाणिया॥१॥ તું બંધનને ઓળખી લે અને બંધનને તોડી દે. આમાં જ તારા જીવનની સાર્થક્તા છે. આપણી ગઈ કાલ ભયંકર પણ હતી અને પરવશ પણ હતી. હજી ઊંડો વિચાર કરીએ. આપણી ગઈ કાલમાં અજ્ઞાન પણ હતું અને અશક્તિ પણ હતી. ન તો આપણે આપણા દુશ્મનને ઓળખતા હતા કે ન તો એ દુશ્મનને ઓળખવાનું આપણામાં સામર્થ્ય હતું. આજે આપણી પાસે જ્ઞાન પણ છે અને શક્તિ પણ છે. આજે તો આપણે એ મોહરાજાને પડકાર ફેંકવાનો છે કે આજ સુધી તેં મને દુઃખી કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. તારી આંગળીના ઈશારે તેં મને નચાવ્યો છે. તે મને નરક અને તિર્યંચમાં કાળી યાતનાઓ આપી છે, તે મને ઉછાળી ઉછાળીને પછાડ્યો છે અને લુચ્ચ હસતો રહ્યો છે. પણ હવે તારી ખેર નથી. હવે મને પ્રભુ વીરની વાણી મળી છે. હવે મને તારી ખરી ઓળખાણ થઈ છે. હવે મને તારા છોતરા ઉડાવી દેવાનું સામર્થ્ય પણ મળ્યું છે. ઓ મોહરાજ! આટલે ઉચે ચડાવ્યા પછી તું મારી સાથે જે રમત ( ૪૬ ) Page #50 -------------------------------------------------------------------------- ________________ રમે છે, મને પરાણે પણ પ્રમાદ કરાવડાવે છે, એનાથી તો તારા પ્રત્યેની મારી નફરત અનેકગણી બની ગઈ છે. હવે તો તું ખતમ થાય એ જ મારું લક્ષ્યબિંદુ. ઉચ્ચ ભૂમિકાએ પણ પ્રમાદ - એમાં ગ્રન્થકારશ્રી બે કારણની કલ્પના કરે છે, એક તો મોહની મેલી ચાલ અને બીજુ નિકાચિત દુર્ગતિગમન. तादृशी जायते बुद्धिर्व्यवसायोऽपि तादृशः । सहायास्तादृशाश्चैव यादृशी भवितव्यता ॥ બુદ્ધિ તેવી જ ઉત્પન્ન થાય છે, પુરુષાર્થ પણ તેવો જ કરી શકાય છે અને સહાયો પણ એવી જ મળે છે કે જેવી ભવિતવ્યતા હોય છે. શ્રેણિક મહારાજા વગેરેએ નરકનું આયુષ્ય બાંધ્યું હતું તો છેલ્લે વીર વીર ભૂલાઈ ગયું. રૌદ્રધ્યાન પણ આવી ગયું. કારણ કે ભવિતવ્યતા જ એવી હતી. તે જ રીતે જો ભવિતવ્યતા જ એવી હોય, કે હજી સંસારમાં ઘણું રખડવાનુ હોય, હજી દુર્ગતિની રઝળપાટો કરવાની હોય, હજી નરકની યાતનાઓ સહન કરવાની હોય, તો સેંકડો શાસ્ત્રો ભણવા છતાં, સેંકડો પ્રેરણાઓ પામવા છતાં, અનેક રીતે અનુકૂળતા હોવા છતાં પણ જીવનો પ્રમાદ ન છૂટી શકે. આ હકીકત પણ આપણા રુંવાડા ખડા કરી દેવા પર્યામ છે. આ હકીકતનો વિચાર આપણને એ કક્ષાએ લઈ જાય છે કે જ્યાં પ્રચંડ પુરુષાર્થમય સાધના સિવાય અન્ય કોઈ જ વિકલ્પ ન હોય. છત્રપતિ શિવાજી મહારાજે રાયગઢ જીતવા માટે પોતાના શૂરવીર યોદ્ધા તાનાજી અને સૂર્યાજીને મોકલ્યા. કિલ્લાને ઓળંગવા માટે ચંદનઘોનો સહારો લેવાયો. ચંદનથો ઉપર પહોંચી ગઈ. તેની સાથે બાંધેલા દોરડા ( ૪૭ ) Page #51 -------------------------------------------------------------------------- ________________ દ્વારા આખી સેના ઉપર પહોંચી ગઈ. દુશ્મનોએ જબ્બર મુકાબલો કર્યો. સેના થથરી ગઈ. લડવું કે આવ્યા’તા એ રસ્તે નાસી જવું એવી ગડમથલ ચાલવા લાગી. એવામાં સૂર્યાજીએ કમાલ કરી. પેલું દોરડું જ કાપી નાખ્યું. દોરડું કપાઇને ઠેક નીચે પડી ગયું. સૂર્યાજીનું સાહસ જાણીને આખી સેના સમજી ગઈ કે હવે તો એક જ વિકલ્પ છે, મરણિયા થઈને દુશ્મનો પર તૂટી પડવાનો. સેના મહાશૂરવીરતાથી લડી અને રાયગઢ જીતી લીધું. શિવાજીની સેના પાસે એક જ વિકલ્પ રહ્યો હતો, તેમ આપણી પાસે ય એક જ વિકલ્પ છે, કર્મસત્તા સાથે જીવ સટોસટનો જંગ ખેલવાનો. કારણ કે જે દોરડાના આધારે બીજો વિકલ્પ ઊભો હતો એ દોરડું તો આપણે આપણા મહાનિષ્ક્રમણના દિવસે જ કાપી નાખ્યું હતું. સમગ્ર સંઘ સમક્ષ આપણને આ ખરોખરીનો જંગ ખેલવા માટે વિજય તિલક કરવામાં આવ્યું હતું. અરે, સર્વસાવદ્યનો ત્યાગ એ પણ કેટલી મોટી સાધના છે. સર્વસાવદ્યના આપણે પચ્ચક્ખાણ લીધા એ સાધનાના સોગંદથી ય આપણી પાસે એક જ વિકલ્પ રહ્યો છે. આપણે આ સોગંદને ભૂલી ન જઈએ એ માટે ભગવાને આપણને એવી વિધિ આપી કે જેમાં પ્રતિદિન નવ વાર આ સોગંદનું સ્મરણ કરવાનું છે. પણ આ સ્મરણ જો આચરણમાં ન પરિણમે તો ?..... उच्चारयस्यनुदिनं न करोमि सर्वं, सावद्यमित्यसकृदेतदथो करोषि । नित्यं मृषोक्तिजिनवञ्चनभारितात्तत्, सावद्यतो नरकमेव विभावये ते ॥ ११ ॥ તું પ્રતિદિન અનેક વાર ઉચ્ચારણ કરે છે કે ‘હું સર્વ સાવદ્ય નહીં કરું.’ પણ તું પાછો સાવદ્ય કરે તો છે. આ રીતે નિત્ય ( ૪૮ ) Page #52 -------------------------------------------------------------------------- ________________ મૃષાવાદ અને પ્રભુવંચનથી ભરેલા સાવદ્યથી તું નરકે જ જઈશ. એવું મને લાગે છે. મૃષાવાદના અનેક પ્રકાર છે. જે ન હોય એ કહેવું એ જેમ મૃષાવાદ છે, એમ જેની પ્રતિજ્ઞા કરી છે એ ન કરવું એ પણ મૃષાવાદ છે. ઉપદેશમાલામાં કહ્યું છે न करेमि त्ति भणित्ता तं चेव निसेवए पुणो पावं। पच्चक्ख मुसावाइ मायानियडिपसंगो य॥ ५०९॥ ‘પાપ નહી કરું આવું બોલીને ફરી તે જ પાપ કરે છે. તે તો પ્રત્યક્ષ મૃષાવાદી છે, એટલું જ નહી માયા-પ્રપંચ પણ કરે છે. એક બંગાળી બાબુ કાચની દુકાનમાં ગયા. દુકાનદાર કોઈ અંગ્રેજ હતો. બાબુ એક પછી એક કાચના ભાવ પૂછવા લાગ્યા. અંગ્રેજ કંટાળ્યો. એને થયું કે આ કોઈ કડકો માણસ ટાઈમપાસ કરવા આવ્યો છે. એનો મોળો પ્રતિભાવ જોઈને બાબુ અકળાયા. એમણે સીધો પ્રશ્ન કર્યો કે આખી દુકાનના માલનો શું ભાવ છે ? પેલાએ કહ્યું લાખ રૂપિયા. બાબુએ તરત જ લાખ રૂપિયા આપી દીધા. બન્યું તુ એવું કે દુકાનમાં માલ તો હતો વીશ લાખ રૂપિયાનો. પણ એ અંગ્રેજ આવેશમાં લાખ રૂપિયા બોલી ગયો. એને તો કલ્પના પણ ન હતી કે આ માણસ આ રીતે ખિસ્સામાંથી લાખ રૂપિયા આપી દેશે. પણ હવે તો વચન એટલે વચન. એમાં કોઈ ફેરફાર ન થાય. વીસ લાખ રૂપિયાનો માલ લાખ રૂપિયામાં આપી દીધો. બાબુએ એ કિંમતી અને અદ્ભુત કાવ્યોનો જિનાલયની સજાવટમાં સદુપયોગ કર્યો. એક અંગ્રેજ પણ વચનની કિંમત સમજે છે અને તેની ખાતર ( ૪૯ ) Page #53 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસ લાખ રૂપિયા જતા પણ કરે છે. આપણે તો લોકોત્તર શાસનમાં બેઠા છીએ. આપણું વચન પણ લોકોત્તર છે. એ વચન પણ આવેશમાં નહીં પણ પૂરી સમજણ સાથે આપ્યું છે. એ વચનના પાલનથી આપણે ન્યાલ થઈ જવાના છીએ અને એ વચનને ફોક કરવાથી કંગાળ થઈ જવાના છીએ. આમ છતાં પણ રોજ કરેમિ ભંતેનો ઉચ્ચાર અને જમી વોના ૩મી પો' જેવી આપણી દશા હોય તો શું થશે ? નિત્ય મૃષાવાદ અને નિત્ય પ્રભુવંચન કરેમિ ભંતે! – હે ભગવાન હું સર્વ સાવધના પચ્ચકખાણ કરું છું. ભગવાન સમક્ષ આવી પ્રતિજ્ઞા કરીને પછી એનો ભંગ કરવો એ ભગવાનને છેતરવા બરાબર છે. પહેલો ગુનો પાપ, બીજો ગુનો મૃષાવાદ અને ત્રીજે ગુનો પ્રભુ સાથે છેતરપિંડી. હાય ! પાપના કેટલા ગુણાકાર ! ઓ સાધુ! આ પાપથી તારી નરકગતિ નિશ્ચિત છે એવું મને લાગે છે. અરે ભાઈ! જે બોલવું તેનું પાલન કરવું આ તો લૌકિક નીતિ છે. સાધુની નહીં પણ સજજનની ભૂમિકા છે. ધર્મદાસગણિ મહારાજ તો આ વિષયમાં સખત શબ્દોમાં ઝાટકણી કરતા કહે છે लोए वि जो ससूगो अलियं सहसा न भासए किंचि। अह दीक्खिओ वि अलीयं भासइ तो किं च दीक्खाए॥ Inઉપદેશમાલા-૧૦૮ - લોકમાં પણ જેને થોડી ય શૂક હોય છે, તે બેધડકપણે ખોટું બોલતો નથી. તો જો દીક્ષિત વ્યક્તિ પણ ખોટું બોલે તો એ દીક્ષાનો શું અર્થ છે ? એની દીક્ષા ફોગટ જ છે. ' વસુરાજા એક અસત્યથી નરકમાં ગયો. પ્રતિદિન ૨ વાર અસત્યભાષણ કરવાથી તારી કઈ ગતિ થશે ? આત્માના હિતની થોડી પણ ચિંતા હોય, તો સૌથી પહેલા એટલું નક્કી કર કે બીજું કાંઈ ન થાય ( ૫ ) Page #54 -------------------------------------------------------------------------- ________________ તો હજી કદાચ ચાલશે. પણ હુ જે બોલું છું, જેની મેં પ્રતિજ્ઞા કરી છે એનું પાલન તો મારે કરવું જ છે.' ડગલે ને પગલે આત્મનિરીક્ષણ કર કે અત્યારે હું કોઈ સાવદ્ય તો સેવતો નથી ને. સાપ કરતાં પણ સાવદ્યનો ભય વધુ લાગે ત્યારે સમજી લેજે કે ‘હું સત્યપ્રતિજ્ઞ છું’. એક આચાર્ય ભગવંત સપરિવાર વિહાર કરી રહ્યા હતાં. અચાનક એક સાપ ધસી આવ્યો. આચાર્યશ્રીને ડંખ મારીને જતો રહ્યો. આચાર્યશ્રી બેભાન થઈ ગયાં. એક શિષ્ય ચિકિત્સાશાસ્ત્રના જાણકાર હતાં. એ વનવગડામાં તેમણે વિષહર વનસ્પતિ શોધી કાઢી, અને તેના પાંદડાના રસથી આચાર્યશ્રીની ચિકિત્સા કરી. આચાર્યશ્રી ભાનમાં આવી ગયાં. શું બન્યું તેની જાણ થઈ. અને પાંદડાની વિરાધનાના પ્રાયશ્ચિત્તરૂપે તેમણે યાવજ્જીવ લીલોતરીનો ત્યાગ કરી દીધો. એક મહાત્મા કોઈને પોસ્ટકાર્ડ પણ ન લખે. ક્યારેક ન છૂટકે લખવું પડે તો ય ખુબ દુભાતા દિલે લખે અને લખ્યા પછી ય એ પોસ્ટકાર્ડ પોસ્ટ કરવા આપતા એમનો જીવ ન ચાલે. આપતા પહેલા પૂછે કે ‘તમારા રસ્તામાં પોસ્ટનો ડબો આવે છે ખરો ?' જો એમના રસ્તામાં પોસ્ટડબો આવતો હોય તો જ તેમને પોસ્ટકાર્ડ પોસ્ટ કરવા આપે. અને એ આપતી વખતે પણ તેમનું હૈયુ વલોવાઈ જતું કે આ પોસ્ટકાર્ડ પોસ્ટના ડબામાં પડશે, ત્યાનું પ્રમાર્જન શી રીતે થશે ? ત્યાં કોઈ જીવજંતુ હશે તો ? હાય, મેં કેવું સાવદ્ય સેવ્યું ! એક મહાત્માએ વિહારમાં આગગાડી જોઈ. ધસમસતું એંજિન, ધુમાડાના ગોટેગોટા વગેરેને જોઈને એમને વિચાર આવ્યો કે ‘આગગાડીમાં એક ડબ્બો પોસ્ટનો હોય છે. હું ટપાલ લખું તો આ ભયંકર સાવદ્યમાં મારો ય ભાગ તો નક્કી થઈ જ જાય છે.’ આ વિચારે તે ધ્રુજી ગયાં અને તેમણે કોઈને પાલ લખવાનું બંધ કરી દીધું. Page #55 -------------------------------------------------------------------------- ________________ હૈદ્રાબાદ મ્યુઝિયમમાં કોઈ રજવાડાની એક રકાબી છે. થાળ જેવી મોટી એ રકાબીની એ વિશેષતા છે કે એમાં વિષમિશ્રિત ભોજન રાખવામાં આવે, તો એ તડ તડ અવાજ કરવા લાગે છે. આ રકાબી જેવું સાધુનું હૃદય હોય. સાવદ્યનું નામ પડતાની સાથે એ કંપ્યા વિના ન રહે. અને એ દૂરથી જ સાવદ્યનો પરિહાર કર્યા વિના ન રહે. વિષભોજનથી એક મરણ.... સાવદ્ય સેવનથી અનંત મરણ. આ ગણિત જેના મનમાં જડબેસલાક બેસી ગયું છે, તેનું નામ સાધુ. આ ગણિત જ સાધુને ગૃહસ્થથી અલગ પાડે છે. ગૃહસ્થ એ જ જોશે કે-મને કઈ રીતે અનુકૂળતા મળશે ? જો શોર્ટકટ મળતો હોય તો ઘાસની વિરાધના એને મંજૂર છે. જો લિફ્ટ ઉપલબ્ધ હોય તો સંભવિત ઉદરની વિરાધના એને મંજૂર છે. જો ભોગસુખ મળતું હોય તો કારખાનાના ભઠાઓની વિરાધના એને મંજૂર છે. પણ સાધુ તો એ જોશે કે, “સાવધનો પરિહાર શી રીતે થઈ શકે ?” જો વનસ્પતિની વિરાધનાથી બચી શકાતું હોય તો લોંગકટ એને મંજૂર છે. છવદ્યાનું પાલન કરવા માટે હજારો કિલોમીટરોની પદયાત્રા પણ તેને મંજૂર છે અને ૨૪માં માળે દાદરાથી ચડવું પણ તેને મંજૂર છે. રસ્તે ચાલતા કોઈ જીવની કિલામણા ય ન થઈ જાય એ માટે આજુબાજુના ગમે તે દૃશ્યો પ્રત્યેના કુતૂહલને ક્યડી નાખવું એ તેને મંજૂર છે. જો સાધુની આ સંવેદનાનો સ્પર્શ ન થયો હોય તો સમજી લેવું કે આપણે સાધુ જ નથી. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજા સ્પષ્ટ શબ્દોમાં કહે છે નિર્દય હૃદય છ કાયમાં જે અનિવેષે પ્રવર્તે રે ગૃહિ યતિ ધર્મથી બાહિરા તે નિર્ધન ગતિ વર્તેરે જેને સાવદ્યનો કોઈ ભય નથી. ગાયના જીવો પ્રત્યે જેના હૃદયમાં યા નથી. જે પોતાની અનુકૂળતા ખાતર ષયના જીવોની વિરાધના કરે * ( ૫૨ ) Page #56 -------------------------------------------------------------------------- ________________ છે. તે મુનિવેષમાં હોય તો ય વાસ્તવમાં મુનિ નથી. વળી તેણે ગૃહત્યાગ તો ક્ય છે, માટે એ ગૃહસ્થ પણ નથી. તો પછી એ કોણ છે ? એ મુનિ ધર્મ અને ગૃહસ્થ ધર્મ બંનેથી ભ્રષ્ટ છે. એ તો નિર્ધન-ભિખારી જેવો છે. ઉપદેશમાલામાં કહ્યું છે छज्जीवकायदयाविवजिओ नेव दीक्खिओ न गिहि। जइधम्माओ चुक्को चुक्को गिहिदाणधम्माओ॥ જેને ષકાયના જીવો પ્રત્યે દયા નથી એ દીક્ષિત પણ નથી અને ગૃહસ્થ પણ નથી. એ સાધુધર્મથી તો વંચિત થયો જ છે, પણ ગૃહસ્થ જે સુપાત્રદાન વગેરે ધર્મની આરાધના કરે છે, એનાથી પણ વંચિત થયો છે. જો આ સ્થિતિ છે તો પછી આ વેષ અને આ ઉપદેશ લોકોને છેતરવા માટે જ છે, એવું જ ફલિત થાય છે. वेषोपदेशाद्युपधिप्रतारिता, ददत्यभीष्टानृजवोऽधुना जनाः। भुझे च शेषे च सुखं विचेष्टसे, ભવન્તિરે જ્ઞાતિ તનં પુનઃો ૧૨. ઓ મુનિ ! તારો વેષ, તારો ઉપદેશ, પાત્રા વગેરે તારી. ઉપધિ, ઇત્યાદિથી ભરમાયેલા ભોળા લોકો અત્યારે તો તારી અભીષ્ટ વસ્તુઓ આપી દે છે. તું મજેથી ખાય છે. જેથી સૂવે છે અને મજેથી મન ફાવે એમ કરે છે. પણ આનું ફળ તો તને ભવાંતરમાં ખબર પડશે. લગભગ બપોરના બે વાગ્યાનો સમય હતો. હું સ્પંડિલભૂમિ જવા નીકળ્યો. ગામની બહાર કોઈ પાઈપલાઈનનું કામ ચાલતું હતું. વૈશાખ (૫૩) Page #57 -------------------------------------------------------------------------- ________________ મહિનાની કાળઝાળ ગરમીમાં મજૂરો કામ કરતા હતાં. પરસેવે રેબઝેબ તેમના શરીર હતાં. મને આ જોઇને વિચાર આવ્યો કે આખી દુનિયા મજૂરી કરીને પેટ ભરે છે. પછી એ મજૂરી નીચી કક્ષાની છે કે ઉંચી કક્ષાની એ વાત અલગ છે. કોઈ જાતની મજૂરી કે લાચારી વિના પેટ ભરતા હોય, તે એ પ્રાયઃ આપણે જ. ગ્રંથકારશ્રી કહે છે કે તારા વેષ આદિથી લોકો સમજી લે છે કે તું ગુણવાન છે. અને એથી જ તું જે કહે તે વસ્તુ હાજર કરી દે છે. આજે તું જે જીવન જીવી રહ્યો છે, તેમાં સુખ-સાહેબીનો પાર નથી. ગૃહસ્થો મુંબઈની ભયંકર ભીડવાળી ટ્રેનોમાં પિસાઈ પિસાઈને, ગદ્ધાવેતરા કરીને, કેટલાય સંક્લેશો કરીને જે મેળવે છે, એ તને બેઠા બેઠા મળી જાય છે. પણ આ રીતે મેળવેલી વસ્તુથી તારા પર કેટલું ઋણ ચડે છે, તેનો તને કોઈ ખ્યાલ છે ખરો ? जलपाणदायगस्स वि उवयारो न तीरए काउं । જે એક ગ્લાસ પાણી પણ પીવડાવે તેના ઉપકારનો પણ બદલો વાળી શકાતો નથી. તો પછી A to Z બધું મફત સ્વીકાર્યા પછી તારી શી દશા થશે ? વાસ્તવમાં મફત કાંઈ હોતું જ નથી. પોતાનો માલ વધારે વેંચાય તે માટે કંપનીઓ ૧૬%, ૨૬%, રૂ૬% મતની જાહેરાતો કરે. તેમાં જેમ એક કે બીજી રીતે એ ‘મફત’ ના ય પૈસા કઢાવી જ લેવાય છે. તે રીતે કોઈ પણ મફતનો માલ લઈએ, તેનું પહેલા કે પછી પણ મૂલ્ય તો ચૂકવવું જ પડે છે. ચોર હોય કે ભિખારી હોય, કોઈને કશું સાવ મફત તો મળતું જ નથી. ( ૫૪ ) Page #58 -------------------------------------------------------------------------- ________________ એક શેઠે જાહેરાત કરી. જેને ઉધાર પૈસા જોઈએ, એ મારી પાસેથી લઈ જાય. શરત એટલી કે એ પૈસા આ ભવમાં પાછા નહીં લેવાય, એ પૈસા આવતા ભવમાં જ પાછા લેવામાં આવશે. ચાર ચોરોને આ જાહેરાતની જાણ થઈ. તેઓ તો ખુશ-ખુશાલ થઈ ગયા. વાહ, આપણને તો આવું જ જોઈએ. ૬ લાખ રૂપિયાની માંગણી કરી. શેઠે કહ્યું, ‘મારી શરત ખબર છે ને ?’ એ ચોરો મૂછમાં હસતા હસતા બોલ્યા, ‘તમારી બધી શરત મને મંજૂર છે.’ રૂપિયા મળી ગયાં. સુખના સપના જોતા જોતા ચોરોએ વિદાય લીધી. રસ્તામાં એક ઘાંચીને ત્યાં રાતવાસો કર્યો. અડધી રાતે કોઈની વાતોના અવાજથી તેઓ જાગી ગયા. જોયું તો ઘાંચીના બે બળદ મનુષ્યવાણીમાં વાત કરતાં હતાં. એક બળદ કહે, ‘આ ઘાંચીનું પૂર્વભવનું પાંચ હજાર રૂપિયાનું દેવું બાકી રહી ગયું. એમાં મારી કેવી દુર્દશા થઈ. બળદનો અવતાર લઈને આખી જિંદગી આ તેલના યંત્રમાં ગોળ ગોળ ફરવું પડયું. પણ હવે એ દેવું પૂરુ થવા આવ્યું છે. એકાદ દિવસમાં તો હું મરી જઈશ, અને આ મજૂરીથી છૂટી જઈશ. આ દેવાના પશ્ચાત્તાપથી અને ઘણું-ખરું દેવું ચૂકતે થઈ જવાથી મને મનુષ્યવાણી પ્રગટી છે.’ બીજો બળદ બોલ્યો, ‘મારું તો દશ હજારનુ દેવું બાકી છે, કોણ જાણે મારો છૂટકારો ક્યારે થશે ?’ આ સાંભળી પેલા ચોરો ધ્રુજી ગયાં. પેલા શેઠ પાસે પાછા ગયાં. રૂપિયા પાછા આપ્યા. સાથે એક દિવસનું વ્યાજ પણ આપ્યું. શેઠ કહે ‘મેં તો શરત કરીને જ રૂપિયા આપ્યા છે. આવતા ભવમાં જ એ રૂપિયા પાછા લઈશ.’ બિચારા ચોરો પગે પડી ગયા. ખૂબ કાકલૂદી કરી. શેઠને યા આવી. રૂપિયા લીધાં. આવા મફત કરતા તો મજૂરીનો રોટલો સારો. ના ભાઈ ના, મફતના નામે જરાય મોહાવા જેવું નથી. આજે તું મજેથી ખાય-પીવે છે. ગામે ગામ તારા માટે હવેલી જેવા ઉપાશ્રયો તૈયાર છે. તારો પડતો બોલ લોકો ( ૫૫ ) Page #59 -------------------------------------------------------------------------- ________________ ઝીલી લે છે. પાણી માંગે ત્યાં દૂધ હાજર થાય છે. પણ બધાનું ફળ તો તને ભવાંતરમાં મળશે. आजीविकादिविविधार्त्तिभृशानिशार्ताः, कृच्छ्रेण केऽपि महतैव सृजन्तिधर्मान् । तेभ्योऽपि निर्दय ! जिघृक्षसि सर्वमिष्टं, નો સંયમે રા યતિરે વિતા ઋથે હી? ૧રૂ. કેટલાય ગૃહસ્થો આજીવિકા વગેરેના વિવિધ દુઃખોથી હંમેશા અત્યંત દુખી છે. આમ છતાં ય તેઓ કેટલાય કષ્યને વેઠીને ધર્મની આરાધના કરતાં હોય છે. ઓ નિર્દય ! તેમની પાસેથી પણ તું તારી સર્વ અભીષ્ટ વસ્તુઓ મેળવવા માંગે છે અને ચારિત્રમાં તો તારે કોઈ યતના કરવી નથી. તો તારું શું થશે? છેલ્લું ચાતુર્માસ વિરમગામમાં કર્યું. ગામમાં ૨૪ સાધુ ભગવંતો અને ૭ સાધ્વીજી ભગવંતોનું ચાતુર્માસ હતું. સ્થાનકવાસી, પાર્ધચંદ્રગચ્છ અલગ. ઘરોમાં ગોચરી જઈએ અને સ્થિતિ જોઈને અમે ગળગળા થઈ જઈએ. છતાં પણ એમના ભાવ કેટલા ઊંચા ! ત્રણ ટાઈમ લાભ મળે એવી ઝંખના.. બે-ત્રણ દિવસથી કોઈ મહાત્મા ન આવ્યા હોય તો અમારા પર ફરિયાદોની વણઝાર વરસી જાય. બે હજારના પગારવાળા વ્યક્તિ કઈ રીતે ઘર ચલાવતા હશે? કઈ રીતે દૂધ-શાક-અનાજની સગવડ કરતા હશે ? કઈ રીતે દીકરાઓના ફુલ-ટ્યુશનોની ફી ભરતા હશે ? કઈ રીતે માંદગીમાં દવા કરતા હશે ? કપડાંલત્તા-મકાન ભાડા-પાણી-વીજળીના બીલ-અમદાવાદની અપ-ડાઉનના ગાડી ભાડા.... આ તો અધુરુ લિસ્ટ છે. પૂરું લિસ્ટ તો એ ગૃહસ્થો જ જાણતા હશે. પણ આટઆટલી હાડમારી વચ્ચે પણ એ બે હજારના પગારવાળા વ્યક્તિ અમને આગ્રહ સાથે વિનંતિ ( ૧૬ ). Page #60 -------------------------------------------------------------------------- ________________ કરે કે, “સાહેબ ! કાંઈ પણ ખપ હોય તો અમને લાભ આપો.' આ સાંભળીને અમારું હૈયુ હચમચી જતું હતું. વિક્રોલીમાં એક ભાઈએ જિનાલયની વર્ષગાઠે ધજાનો લાભ લીધો. તેમણે આગ્રહ સાથે અમને એના ઘરે પગલા કરાવ્યા. અમે આશ્ચર્યચકિત થઈ ગયાં. આટલી મોટી બોલી બોલનારનું ઘર આવું? ભાઈએ જણાવ્યું કે મારી પાસે જે હતું એ બધું જ આ ધજાની બોલીમાં લગાવી દીધું છે, હવે કાંઈ જ બાકી નથી. સિદ્ધગિરિની ડોળીના પૈસા જેને વધારે લાગ્યા અને તેથી જ પોતાની માવડીને ખભે બેસાડીને જેણે જાત્રા કરાવી એ યુવાને અધધધ ઉછામણી બોલીને પહેલી પૂજાનો ચડાવો લીધો હતો. સાધર્મિક ભક્તિના ફંડમાં એક બેને સોનાની ચાર બંગડી આપી દીધી. તપાસ કરતાં ખબર પડી કે એ બંગડીઓ તો જીવનભરની મૂડી હતી. પહેલી સાધર્મિક ભક્તિ તો એ બેનની જ કરવા જેવી હતી. એક ભાઈએ તો પોતાના ૧૬૦૦ રૂ. ના પગારનું કવર સાધર્મિક ભક્તિના નામે કરીને જિનાલયના ભંડારમાં પધરાવી દીધું હતું. સારા કાનું હતું. , આવા તો હજારો તારલાઓ શ્રીસંઘ ગગનમાં ચમકી રહ્યા છે. ગ્રંથકારશ્રી તેમના તરફ અંગુલિનિર્દેશ કરીને કહે છે કે ઓ નિર્દય ! હજારો હાડમારી વચ્ચે પણ હોંશે હોંશે ધર્મમાં વિનિયોગ કરતાં આ ગૃહસ્થો પાસેથી ય તારે તારું ભાવતું ને ફાવતું બધું જ પડાવી લેવું છે ? તારી ઉચી-ઉંચી માંગણીઓની પૂર્તિ કરવી છે જે તેમની હાડમારીઓની તને કોઈ ચિંતા નથી ? એક લૌકિક ન્યાય છે. - મહિષી પ્રસવોન્ફરવી મક્રિષો ( ૫૭ ) Page #61 -------------------------------------------------------------------------- ________________ મનાતુર: - ભેંસ બચ્ચાને જન્મ આપવાની તૈયારીમાં છે, પ્રસૂતિની ભયાનક પીડાથી પીડિત છે. અને એ સમયે પાડો કામવિહવળ બન્યો છે. આ ન્યાય ત્યાં લગાડવામાં આવે છે, જ્યાં અતિ દુઃખી જીવ પાસેથી પણ કોઈ પોતાનો સ્વાર્થ સાધી લેવા ઈચ્છતો હોય. શાસ્ત્રો કહે છે કે સાધુ કીડીની તો દયા કરે, સ્થડિલભૂમિએ જતાં કૃમિજીવોની પણ હત્યા કરે. શક્ય હોય તો છાયામાં બેસે, અન્યથા આડશ કરે, છેવટે પોતે છાયો આપવા ઊભો રહે. અરે, લવણ, સચિત્ત જળ વગેરે એકેન્દ્રિય જીવોને ય જરાય પીડા ન થાય એવી તે યતના કરે. શું એ જ સાધુ મહિષી.’ ન્યાયનું ઉદાહરણ બની શકે ખરો? આત્મનિરીક્ષણ કરીએ કે મારામાં કોઈ એવી વૃત્તિ પ્રવૃત્તિ તો નથી ને કે જેનાથી હું આવી નિમ્ન કક્ષામાં મુકાઈ જાઉં. વળી જેની રુએ ગૃહસ્થો અભીષ્ટ દાન આપે છે એ ચારિત્રની યતના તો તારામાં છે નહીં. તો પછી તારું શું થશે ? પ્રશ્ન- ગૃહસ્થોની ભક્તિ લેવાથી તેમને તો લાભ જ થવાનો છે. અને તેમને જે લાભ થાય તેનું ફળ મને પણ મળશે જ ને ? ગ્રંથકારશ્રી એનો જ ઉત્તર આપી રહ્યા છેआराधितो वा गुणवान् स्वयं तरन्, भवाब्धिमस्मानपि तारयिष्यति। श्रयन्ति ये त्वामिति भूरिभक्तिभिः, નં તવૈષi ૪ મિતિ? નિr !! ૧૪ આ મહાત્મા પોતે તો ભવસાગરને તરી જ રહ્યા છે. એમની આરાધના કરવાથી એ અમને પણ તારી દેશે.’ આમાં માનીને જેઓ અત્યંત ભક્તિથી તારો આશ્રય કરે છે, ઓ નિર્ગુણ ! તને શું ફળ મળશે અને એમને શું ફળ મળશે? ( ૫૮ ) Page #62 -------------------------------------------------------------------------- ________________ એક અજૈન ભાઈ, આખું ચાતુર્માસ પ્રવચનનો લાભ લીધો. વિહાર પછી બે-ત્રણ મુકામ આગળ મળવા આવ્યા. એ પણ રસ્તા અને વાહનની હાડમારીઓ સહન કરીને. મારી પાસે માંડ પંદર સેકંડ બેઠા હશે. “આપના દર્શન કરવા માટે જ આવ્યો છું. આપ આબુ જશો, ત્યાં પણ હું આવીશ.” આટલું કહી નમસ્કાર કરી એ ભાઈ નીકળી ગયાં. મને વિચાર આવ્યો કે વ્યવહારિક અનેક જવાબદારીઓ વચ્ચે ય એ ભાઈ પંદર સેકંડના મારા દર્શન માટે આટઆટલી હાડમારીઓ વેઠીને દોડી આવે એવી મારામાં પાત્રતા છે ખરી ? મારા દર્શનથી એને શું મળ્યું ? એની દૃષ્ટિમાં હું જ છું, એવો હું ખરેખર છું ખરો ? પ્રવચન પછી મારા કરતા બમણી કે ત્રણ ગણી ઉંમરના પણ જૈન-જૈનેતર ભાઈઓ જે ભક્તિભાવથી વંદન કરતા હતાં. એ જોઈને હું કફોડી સ્થિતિમાં મુકાઈ જતો હતો. એ લોકોએ માની લીધું હતું કે હું જાણે ભગવાન જ છું. આ મારા એક્લાની વાત નથી. આપણે બધા ગૃહસ્થવર્ગની આવી ભાવભીની ભક્તિને ઝીલી રહ્યા છીએ. આપણી પાત્રતાની બાબતમાં આપણે શંકિત હોઈએ, તો ય ગૃહસ્થો તો તરી જ જવાના, એ બાબતમાં આપણે કદાચ નિઃશંક છીએ. આવશ્યકનિર્યુક્તિમાં એક પૂર્વપક્ષ છે. ત્રિમાં તુ પૂયયામિ - હું તો લિંગની પૂજા કરું છું. સાધુ વેષ જોઈને ભક્તિ કરું છું. ચારિત્ર છે કે નહીં, એ મને શી રીતે ખબર પડે ? શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામિ મહારાજે આ પૂર્વપક્ષનું ય નિરાકરણ કર્યું છે. ભવસાગર તરવા માટે જે સુપાત્રની અપેક્ષા ન હોય, માત્ર ભક્તિભાવથી જ તરી જવાતું હોત, તો મિથ્યાત્વીઓ પણ કેમ ન કરી જાય ? કુમારપાળે પરમાત્માની સ્તુતિ કરતાં કહ્યું છે (૫૯) Page #63 -------------------------------------------------------------------------- ________________ भक्त्या स्तुता अपि परे परया परेभ्यो, मुक्तिं जिनेन्द्र ! ददते न कथञ्चनापि । सिक्ताः सुधारसघटैरपि निम्बवृक्षा, विश्राणयन्ति न हि चूतफलं कदाचित् ॥ ३१ ॥ પ્રભુ ! મિથ્યાત્વીઓ પોતાના દેવોને પરમ ભક્તિથી સ્તવે, તો ય તેઓ તેમને કોઈ રીતે મુક્તિ આપી શક્તા નથી. લીમડાના વૃક્ષોને સુધારસના ધડાઓથી સિંચન કરાય તો ય તેઓ કદી આંબાના ફળ આપી શકતા નથી. ગ્રંથકારશ્રી ‘નિર્ગુણ’ આ સંબોધનથી જ જણાવે છે કે લીમડાના વૃક્ષ પાસેથી જો આંબાનું ફળ મળી શકે, તો તારાથી તેઓ તરી શકે. स्वयं प्रमादैर्निपतन् भवाम्बुधौ, कथं स्वभक्तानपि तारयिष्यसि ? प्रतारयन् स्वार्थमृजून् शिवार्थिनः, स्वतोऽन्यतश्चैव विलुप्यसेंऽहसा ॥ १५ ॥ અરે, તું પોતે જ તારા પ્રમાદોથી સંસારસાગરમાં ડુબી રહ્યો છે, તો તારા ભક્તોને તો શી રીતે તારીશ ? તું તારા સ્વાર્થ માટે ભોળા મોક્ષાર્થીઓને છેતરે છે, તો સ્વતઃ અને પરતઃ આ બંને રીતે તું પાપથી ગ્રસ્ત થાય છે. જે સ્વયં નિરાધાર હોય એ બીજાનો આધાર શી રીતે બની શકે ? લોઢાની નાવ બીજાને શી રીતે તારી શકે ? તારી વાસ્તવિકતા તો એવી છે કે તું ડુબી રહ્યો છે. તરવાની આશાથી જેમણે તારા પગ પકડચા છે, એ ય ડુબી રહ્યા છે અને તેમના કારણે તું વધુ ડુબી રહ્યો છે. એક તો ( ૬૦ ) Page #64 -------------------------------------------------------------------------- ________________ તારું પોતાનું પ્રમાદોનું પાપ, બીજા નંબરમાં ભોળા મોક્ષાર્થીઓને છેતરવાનું પાપ. આ બંને પાપ બંને બાજુથી તારો કોળિયો કરી રહ્યા છે. गृह्णासि शय्याहृतिपुस्तकोपधीन्, सदा परेभ्यस्तपसस्त्वियं स्थितिः । तत्ते प्रमादाद्भरितात्प्रतिग्रहैः, ऋणार्णमग्नस्य परत्र का गतिः ? ॥ १६॥ તું હંમેશા ગૃહસ્થો પાસેથી વસતિ, આહાર, પુસ્તકો અને ઉપઘિ લે છે. પણ આ સ્થિતિ તો તપસ્વીની છે. તો પછી મફતનું લઈ લઈને ભારે થયેલા એવા પ્રમાદથી અધધધ દેવાથી દબાયેલા તારી પરલોકમાં શું દશા થશે ? ઉત્તરાધ્યયનસૂત્રમાં યાચના પરીષહના વર્ણનમાં કહ્યું છેसव्वं से जाइयं होइ णत्थि किंचि अजाइयं ।__ સાધુની A to Z બધી વસ્તુ યાચિત જ હોય છે. કાંઈ પણ અયાચિત હોતું નથી. ગૃહસ્થજીવનમાં જેણે કદી કોઈ પાસે હાથ લંબાવ્યો નથી, કદી મફતનું ખાધું નથી. એને સંયમજીવનમાં યાચના કરવામાં લજ્જા આવે, તેથી તેની લજ્જા દૂર કરવા માટે આ વચનથી તેને પ્રતિબોધ કરાય છે કે સાધુની તો જીવિકા જ યાચના છે. હરિકેશી મુનિ ભિક્ષાચર્યા કરવા જાય છે ત્યારે કહે છે- નાળાદિ મેં નાયણનીવિૐ ત્તિ । - હું તો યાચનાજીવી છું. યાચના પર જ મારું જીવન નભે છે. રાજા ભર્તૃહરિ ગુરુ પાસે સંન્યાસની માંગણી કરે છે. ગુરુ એની પાત્રતાની કડક પરીક્ષા કરે છે. ગુરુએ કહ્યું કે તું પેલા ઉકરડામાંથી કપડાંના ચીંથરાઓ વીણી લાવ. રાજા વીણી લાવ્યો. પછી કહ્યું કે હવે એની લંગોટ ( ૬૧ ) Page #65 -------------------------------------------------------------------------- ________________ બનાવીને પહેરી લે. બાકીના વસ્ત્રોનો ત્યાગ કર. રાજાએ એ વાતનો પણ અમલ કર્યો. પછી ગુરુએ કહ્યું કે હવે તારી રાણી પિંગલા પાસે જઈને કહે કે, “મૈયા ભિક્ષા ધો.' અને કમાલ, રાજાએ તેનો પણ અમલ ર્યો. ગુરુએ રાજાને સહર્ષ સંન્યાસ આપ્યો. સુપાત્ર ખાનદાન વ્યક્તિ જિનાજ્ઞા ખાતર યાચના પરીષહને જીતી લે એ વસ્તુ અલગ છે અને અપાત્ર નિર્લજજ વ્યક્તિ પોતાની સુખાકારિતા ખાતર યાચનાને પરીષહ જ ન માને એ વસ્તુ અલગ છે. ગ્રંથકારશ્રી આ જ મુદ્દાને લઈને હૃદયવેધક વાગ્માણો ચલાવે છે. જે ઉપાશ્રયમાં તું બેઠો છે એનું ભાડું પણ કેટલું થાય ? એક દિવસનું તારું ભોજન સામાન્ય માણસ પૈસાથી મેળવવા જાય તો એ કેટલાનું થાય ? તારી સ્ટેશનરી, પુસ્તકો, દવાઓ, વસ્ત્રો વગેરેનું મૂલ્ય કેટલું ? મારા ભાઈ ! આ બધું લેવાની પરમાત્માએ અનુજ્ઞા આપી છે, કબૂલ, આ બધા માટે હવે તારે કામધંધો ન જ કરવાનો હોય, કબૂલ, આ વસ્તુઓ તું કોઈ પાસેથી ઝૂંટવીને નથી લેતો, કબૂલ, પણ આ વસ્તુઓને સ્વીકારવાની પાત્રતા તારામાં છે ખરી ? સાધુનો એક પર્યાય છે તપોધન. તપ એ જ જેનું સર્વસ્વ છે એનું નામ તપોધન. તપ એ ધર્મનું ઉપલક્ષણ છે. તું યથાશક્તિ સર્વવિરતિ ધર્મની આરાધના કરતો હોય, તો આ બધું લેવા માટે તું સુપાત્ર છે. પણ પ્રમાદોથી એ આરાધના તારી પાસે છે નહીં અને સામગ્રીઓના ખડકલા તું સ્વીકારતો જ જાય છે. રોજે રોજ ગોચરી, પાણી, વસતિ, ઉપધિ વગેરેનો ભોગવટો કરતો જ જાય છે. રોજે રોજનો બધો હિસાબ કરે તો આ આંકડો લાખોને ય વટાવી જાય. એનું વ્યાજ... એના વ્યાજનું ય વ્યાજ.. ઓ આત્મન્ ! આ દેવાના ડુંગરાઓની નીચે તું દબાયેલો છે. ખરેખર, પરલોકમાં તારું થશે શું? બે મિત્રો હતા, છગન અને મગન. એક વાર બંને રસ્તામાં ભેગા ( ૬ ૨ ) Page #66 -------------------------------------------------------------------------- ________________ થઈ ગયા. છગને મગનને કહ્યું, ‘અલ્યા, તું તો દેખાતો જ નથી, તને મેં સો રૂપિયા આપ્યા હતા, યાદ છે ને ?' મગને જવાબ આપ્યો, ‘યાદ છે, અને જીવીશ ત્યાં સુધી યાદ રાખીશ.’ દેવાદાર સજ્જન કદી હસી ન શકે. કદી મોજ-શોખ ન કરી શકે. કદી ઊંચુ ન જોઈ શકે. કદી ઊંચી ગુણવત્તાની વસ્તુ ન વાપરી શકે. અરે, એનો દીકરો ઈન્શર્ટ કરીને ઘરના બહાર નીકળતો હોય, તો એ ઈન્શર્ટ પણ કઢાવી દે. એક ગણિત મગજમાં ફીટ કરી દેવા જેવું છે. કે જો યથાશક્તિ સાધના નથી તો પ્રતિક્ષણ મારા પર દેવું ચડી રહ્યું છે. હું મારી જાતને એક અક્ષમ્ય અપરાધી બનાવી રહ્યો છું. હું નિંદાસ્પદ અને લજ્જાસ્પદ બની રહ્યો છું. આ ગણિત તપ-સંયમમાં પરાક્રમ કરાવ્યા વિના ન રહે. કદાચ પરાક્રમમાં વિલંબ થાય, ત્યાં સુધી આત્મનિંદા-ગર્હા અને લધુતાની અનુભૂતિ તો અવશ્ય થાય. જો પરાક્રમ પણ ન હોય અને લધુતાની અનુભૂતિ પણ ન હોય, ઉલ્ટુ અહંકાર હોય તો એ ખૂબ જ દયનીય દશા છે. કોઈ માણસ કરોડોની પ્રોપર્ટી ગુમાવી દે. એનો પરિવાર કોઈ હોનારતમાં ખપી જાય, એને કેન્સર જેવો અસાધ્ય રોગ થઈ જાય. આ બધા દુ:ખોથી એ પાગલ થઈ જાય, અને પોતાને દુનિયાનો શહેનશાહ માનીને કોલર ટાઈટ કરીને ફરે, અભિમાનથી અક્કડ બની જાય. તો શિષ્ટોની દૃષ્ટિમાં એ કેટલો દયાપાત્ર બને ? ગ્રંથકારશ્રી કદાચ આના કરતા ય વધુ દયનીયતાના દર્શન કરાવી રહ્યા છે न काsपि सिद्धिर्न च तेऽतिशायि, મુને ! યિાયો તપઃ શ્રુતાવિ तथाऽप्यहङ्कारकदर्थितस्त्वं, ख्यातीच्छया ताम्यसि धिङ्मुधा किम् ? ॥ १७॥ ( ૬૩ ) Page #67 -------------------------------------------------------------------------- ________________ ઓ મુનિ ! ક્રિયા, યોગ, તપ, મૃત વગેરે કોઈ ક્ષેત્રમાં તારી પાસે કોઈ અતિશાયિ સિદ્ધિ નથી. તો ય તું અહંકારથી કદર્શિત કેમ છે? યશ-કીર્તિની ઈચ્છાથી ફોગટ ખિન્ન કેમ. થાય છે? એક હતો ચોર. રોજ ક્યાંક ને ક્યાંક ખાતર પાડે. એક વાર એને કાંઈ નવા-જુની કરવાનું મન થયું. એણે કમળના આકારનું ખાતર પાડ્યું. ખાતર પાડવું તો એને મન ડાબા હાથનો ખેલ હતો. એમાં નવું તો કમળનો આકાર આપવાનું જ કરવાનું હતું. ચોરને તો મજા પડી ગઈ. સવારે લોકો એ જગ્યાએ ભેગા થઈ ગયાં. બધા ચોરની પ્રશંસા કરવા લાગ્યા. ‘ભાઈ આ ચોર તો કલાકાર હશે હોં..' ઘણા ચોરોની ઘણી કરામત જોઈ પણ આવી કરામત તો જિંદગીમાં ક્યાંય જોઈ નથી.....” “અદ્ભુત...કેવું કમળના આકારનું ખાતર.....' લોકોનો અભિપ્રાય જાણવા માટે ચોર પણ ત્યાં આવ્યો હતો. પોતાની પ્રશંસા સાંભળીને મનોમન મલકાતો હતો. એવામાં કોઈ માણસ બોલ્યો, “આમાં શું, અભ્યાસથી તો બધું સરળ છે. થોડી વારમાં ટોળું વખેરાયું. ચોરે એ માણસનો પીછો પકડ્યો. એકાંત મળતા એને ધમકાવી નાખ્યો, ‘આટલી ઉંચી કળાની તને કાંઈ કિંમત નથી.પેલો માણસ કહે, ‘અભ્યાસથી કોઈ પણ વિષયમાં કુશળતા આવે, તને વિશ્વાસ ન હોય, તો ચાલ મારી સાથે.” એ માણસ ખેડૂત હતો. ચોરને પોતાની સાથે ખેતરમાં લઈ ગયો. વાવણીનો સમય હતો. એક મૂઠીમાં ધાન્ય લઈને એણે કહ્યું, ‘ચારે દિશામાં તું કહે એટલા દાણા નાખું.” ચોરે કહ્યું, ‘સામે ૧૭ દાણા, જમણી બાજુ રૂ૭ દાણા, પાછળ ૨૪ દાણા અને ડાબી બાજુ ૪૩ દાણા. ખેડૂતે જોરથી હાથ ફરાવ્યો અને કહ્યું, ‘ગણી લે.’ ચોરે ગણ્યા, આશ્ચર્યચકિત થઈ ગયો. ચારે દિશામાં એટલા જ દાણા હતાં. ખેડૂતે કહ્યું, ( ૬૪ ) Page #68 -------------------------------------------------------------------------- ________________ ‘આમાં પણ આશ્ચર્યની કોઈ વાત નથી. કારણ કે અભ્યાસને બધુ સુકર છે.” ચિત્રકાર એક-એક રંગનું મિશ્રણ એટલા જ માપમાં બનાવે કે ચિત્ર પૂરું થતા એ જરા પણ વધે કે ઘટે નહીં. કુંભાર ચાકડા પર એટલી જ માટી ગોઠવે છે કે જે માટલુ બનાવવામાં બરાબર માપસર થઈ રહે. ટાઈપરાઈટર કાગળ વાંચવાની સાથે સાથે જ ધડાધડ ટાઈપ કરે છે. આ બધો અભ્યાસનો પ્રભાવ છે. વર્ષોનો ચારિત્ર પર્યાય પસાર થયા પછી એના અભ્યાસનો પણ પ્રભાવ હોય છે. એક આચાર્ય ભગવંત ચાલે એટલે સહજરૂપે એમની નજર નીચી ઢળી જાય. એ હતો ઈર્યાસમિતિના અભ્યાસનો પ્રભાવ. એક આચાર્ય ભગવંત બેભાન થઈ ગયા. એમને ભાનમાં લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા. પાસે રહેલા શ્રાવક ચિંતિત થઈ ગયાં. આચાર્ય ભગવંત થોડા ભાનમાં આવ્યા, મુહપત્તિના ઉપયોગ સાથે તેમણે કહ્યું, ‘ચિંતા ન કરો, મને સારું છે. આ હતો ભાષાસમિતિના અભ્યાસનો પ્રભાવ. એક મહાત્માને મોટી બીમારી થઈ. ડોક્ટરે આગ્રહપૂર્વક શીરો લેવા સૂચન કર્યું. મહાત્માએ આંબેલખાતાની ભૂલીમાં ઘી-સાકર નાખીને વાપરી લીધા. આને કહેવાય એષણાસમિતિની પરિણતિ. એક આચાર્ય ભગવંત શાસનના કાર્ય અંગેની કોઈ મિટીંગમાં બેઠા હતાં. અચાનક તેમને ખંજવાળ આવી. સહજપણે એક હાથેથી મુહપત્તિ વડે તે સ્થાને પૂછ્યું અને બીજા હાથેથી ખંજવાળ્યું. ત્યાં બેઠેલા શ્રાવક આશ્ચર્યચકિત થઈ ગયા. આને કહેવાય આદાન સમિતિની સિદ્ધિ. એ જ આચાર્ય ભગવંતે એક વાર રાતે ઉપાશ્રયની એક બાજુમાં રહેલ ધૂળમાં શ્લેષ્મ પરઠવ્યું. એક મહાત્માએ કહ્યું, મને લાભ આપવો તો ને ? વળી આપે સાંજે વસતિ ક્યાં જોઈ હતી ? આપને દોષ લાગશે ને ? આચાર્યશ્રીએ કહ્યું, “ના, સાંજે દહેરાસર જતી વખતે મેં વસતિ ( ૬૫ ) Page #69 -------------------------------------------------------------------------- ________________ જોઈ લીધી હતી અને એ જ જગ્યાએ પરઠવ્યું હતું. પારિષ્ઠા, સમિતિની અણિશુદ્ધતાને જોઈને શિષ્યનું હૃદય ઝૂકી ગયું. ભૂતકાળમાં ચોરો પણ એક દેશના સાંભળીને દીક્ષા લઈ લેતા. એમને શું જ્ઞાન હોય ? કદાચ નવકાર પણ ન આવડતો હોય તો એ દીક્ષા કેવી રીતે પાળે ? શાસ્ત્રમાં કહ્યું છે કે કોઈ પણ મુનિ હોય એને જઘન્ય શ્રુત હોય અષ્ટપ્રવચનમાતાનું જ્ઞાન. ચોરોને પણ આ જ્ઞાન આપીને દીક્ષા અપાય. દીક્ષાના પ્રથમ દિવસથી એ જ્ઞાન સક્રિય બને, એનો અભ્યાસ થતો જાય અને એની સાધના સહજ બનતી જાય. જો આ સહજતા ન આવે તો પર્યાય પણ કલંક બની જાય. ગ્રંથકારશ્રી જાણે ઉલટતપાસ લેતા હોય એ રીતે કહે છે કે તારી પાસે આવી કોઈ ક્રિયાની સિદ્ધિ છે ખરી ? અષ્ટપ્રવચનમાતાના પાલનની સહજતા તારામાં કેટલે અંશે ? અરે, સાધનામાં જ ખોટ છે, તો સહજતાની ક્યાં વાત કરવી ? સહજ તો છે અનાદિકાળનો અપ્રશસ્ત અભ્યાસ. સહજ છે વગર મુહપત્તિએ સાવધવચન બોલી જવું. સહજ તો છે ભાવતા-ફાવતા ખાતર એષણાસમિતિની ઐસી કી તૈસી કરવી. સહજ તો છે પ્રમાર્જન યાદ પણ ન આવવું. સહજ તો છે પારિષ્ઠાપનિકા સમિતિ કરતાં અનુકૂળતાને પ્રધાનતા આપવી. સહજ રીતે મન એકાગ્ર બને છે કે સહજ રીતે મન ભટકતું રહે છે ? વાતોનો રસ વધુ છે કે શાસ્ત્રોના પરાવર્તનોનો રસ વધુ છે જે શરીરને ચંચળતા વધુ ફાવે છે કે સંલીનતા વધુ ફાવે છે ? હાય, સાધુપણાની જે જઘન્યસિદ્ધિ કહેવાય, શ્રમણ તરીકેની જે મિનિમમ પાત્રતા કહેવાય, એ પણ કેટલી ? તપની સિદ્ધિ પણ કેટલી ? એક મહાત્મા માટે કહેવાતું હતું કે (૬૬ ) Page #70 -------------------------------------------------------------------------- ________________ ‘સૂરજ પશ્ચિમમાં ઉગે પણ એ એકાસણું ન છોડે.’ આવું કોઈ તારા માટે કહી શકે ખરું ? એક એંસી વર્ષના મહાત્મા રોજ એકાસણું કરે. બપોરે બે વાગે ગોચરી જાય અને બધું ભેગું (એક જ પાત્રમાં) વહોરે. એક સાધ્વીજી ભગવંતને એકવીશમા ઉપવાસે ભાવના થઈ કે શંખેશ્વર દાદાના દર્શન કરીને પારણું કરવું. . નવસારીથી વિહાર ચાલુ કર્યો. બાવીસમો ઉપવાસ...ત્રેવીસમો...ચોવીસમો....ઉપવાસો કરતા જવાનું અને ચાલતા જવાનું. બેતાલીસમાં ઉપવાસે શંખેશ્વર પહોંચ્યા. છેલ્લો અટ્કમ કરીને બપોરે બાર વાગે આંબેલથી પારણું કર્યું. ૪૯ ઉપવાસની બીજી વિશેષતા એ હતી કે એના અત્તરવારણાના દિવસે સળંગ ૧૦૦ મુ આંબેલ હતું. ૪૬ ઉપવાસ ઉપર એ સાધ્વીજી ભગવંતે ૨૬ આંબેલ કર્યા. તેના ઉપર માસક્ષમણ કર્યું. જેનું પારણું અખાત્રીજે કર્યુ. અર્થાત્ એ માસક્ષમણ ચૈત્રવૈશાખની કાળઝાળ ગરમીમાં કર્યું હતું. આને કહેવાય તપની સિદ્ધિ. અરે, શ્રીસંઘમાં પણ ચાર વર્ષના બાળકથી માંડીને એકસો ચાર વર્ષના માજી પણ કેવી કેવી તપસ્યાઓ કરી રહ્યા છે. ચોવિહાર છટ્ઠ કરીને સાત જાત્રા કરવાથી માંડીને એકસો આઠ ઉપવાસ સુધીની ઘોર સાધના કરનારા કેટકેટલા પુણ્યાત્માઓ તારી આજુ બાજુમાં જ ડગલેને પગલે દેખાઈ રહ્યા છે. આવી કોઈ તપની સિદ્ધિ પણ તારી પાસે છે ખરી ? શ્રુતની સિદ્ધિ પણ કેટલી ? અનુયોગદ્દાર સૂત્રમાં શિક્ષિત, જિત, નામસમ વગેરેનું જે નિરૂપણ કર્યું છે, એ વિશેષતા આવશ્યકસૂત્રમાં પણ ખરી ? ક્રમ-ઉત્ક્રમથી કેટલા સૂત્રો ચાલે ? ધન્ય છે એ મહાત્માઓને કે જેમને સમગ્ર દ્વાદશાંગી નામસમ હતી. અર્થાત્ પોતાના નામની જેમ સમગ્ર દ્વાદશાંગી જેમને આત્મસાત્ થઈ હતી. નંદીસૂત્રના અનુસારે- ‘સે ગયા સે વિન્નાયા’- આ રીતે જેમના પ્રત્યેક આત્મપ્રદેશમાં દ્વાદશાંગી પરિણત ( ૬૭ ) Page #71 -------------------------------------------------------------------------- ________________ બની હતી. આજે પણ એક દિવસમાં સો-સો શ્લોકોને કંઠસ્થ કરનારા મહાત્માઓ છે. આજે પણ પરાવર્તનોના ઘોષ-પ્રતિઘોષથી ઉપાશ્રયના વાયુમંડળને પાવન કરી દેનારા શ્રમણો છે. આજે પણ પ્રત્યેક પ્રશ્નનો શાસ્ત્રપાઠ સાથે સંતોષકારક ઉત્તર આપનારા બહુશ્રુતો છે. આજે પણ જ્ઞાનામૃત ભોજનનો આસ્વાદ માણતા, તેમાં ગોચરી-પાણી ભૂલી જતા, પાણી ચૂકવવાનો સમય ચૂકી જતા મહાત્માઓ છે. આ બધી શ્રુતની સિદ્ધિઓ છે. આવી પણ કોઈ સિદ્ધિ તારી પાસે છે ખરી ? ત્રિષષ્ટિ ચરિત્રમાં આદિનાથ ભગવાનના વજનાભ ચક્રવર્તીના ભવનું જે વર્ણન છે, તેમાં સંયમપાલનથી પ્રગટતી લબ્ધિઓનું અદ્ભુત વર્ણન છે. અણિમા લબ્ધિથી કમળની નાળમાં ય ચક્રવર્તીની ઋદ્ધિ વિદુર્વી શકે. લધિમાં લબ્ધિથી રૂ કરતાં ય હળવું શરીર બનાવી શકે. મહિમા સિદ્ધિથી મેરુ પર્વત જેવું વિરાટ શરીર બનાવી શકે. પ્રામિ સિદ્ધિથી જમીન પર ઊભા રહીને સૂર્ય-ચન્દ્રને સ્પર્શ કરી શકે. સંભિન્નોત લબ્ધિથી એક ઈન્દ્રિયથી પાંચ ઇન્દ્રિયનું જ્ઞાન કરી શકે. ચારણ લબ્ધિથી રુચક અને કુંડલદ્વીપની યાત્રા પણ કરી શકે. જમીનમાં ડુબકી મારી શકે અને પાણી પર ચાલી શકે. ધુમ્મસ વગેરેના પુલોનું આલંબન લઈને પણ તે જીવોને પીડા ન થાય એ રીતે ગમન કરી શકે. તેમના મળ, મૂત્ર, શ્લેષ્મ ઔષધનું કામ કરે. તેમનો સ્પર્શ પણ રોગને દૂર કરી દે, અરે, તેમને સ્પર્શને આવેલો પવન પણ સંજીવની સમાન બની જાય. આવી પણ કોઈ સિદ્ધિ તારી પાસે નથી. કદાચ તારી પાસે વાકછટા હશે. તારી પ્રવચન શૈલીના વખાણ થતા હશે અને તું એને સિદ્ધિ માનવાની ભૂલ કરી બેસતો હોઈશ. પણ મેં પૂ. નસૂરિ અને પૂ. ગોવિંદસૂરિની વાત સાંભળી છે ખરી ? તેઓ પ્રવચનમાં વીરરસનું નિરૂપણ કરે એટલે સભામાં બેઠેલા ક્ષત્રિયો ભાન ભૂલીને પરસ્પર યુદ્ધ કરવા લાગે. આચાર્યશ્રી શાંત પાડે એટલે શરમિંદા (૬૮) Page #72 -------------------------------------------------------------------------- ________________ થઈને બેસી જાય અને તેમની પ્રવચન કુશળતા પર આફરીન પોકારી જાય. અરે, એક-એક દેશનાથી સો-બસો-પાંચસો-હજાર રાજકુમારોને પ્રતિબોધ કરીને પ્રવ્રજ્યા પ્રદાન કરનારા દેશનાકારો પણ ક્યાં ઓછા હતાં. આજે ચાર મહિના ગળા ફાડ્યા પછી એક કાંકરી ય ખરતી નથી. પૂર્વના મહાપુરુષો સામ્રાજ્યને છોડાવી દેતા હતા, આજે ઝૂંપડું ય છોડાવી શકાતું નથી, તો એને પ્રવચનની સિદ્ધિ પણ શી રીતે કહી શકાય ? જો વિરતિના ક્ષેત્રે કોઈ પ્રગતિ ન હોય. તો એ તેજી નહીં પણ ફગાવો છે. કોઈ પ્રોફેશનલ વક્તા, હાસ્ય કલાકાર વગેરે પણ સભા તો ભેગી કરી જ શકે છે. માટે સભામાત્રને સિદ્ધિનું માપદંડ ન બનાવી શકાય. - સિદ્ધિની વાત તો જવા દો, કોઈ નાનામાં નાના યોગની પણ તારી પાસે ટેક ખરી ? એક આચાર્ય ભગવંત લકવાગ્રસ્ત સ્થિતિમાં હેમરેજના જોખમ સાથે ય ઊભા ઊભા પ્રતિક્રમણ કરતાં હતા. આખી જિંદગીમાં તેમણે કદી બેઠા બેઠા પ્રતિક્રમણ ક્યું હશે ખરું ? એક આચાર્ય ભગવંતે વર્ધમાનતપની સો ઓળી ઠામ ચોવિયારથી કરી હતી. એક આચાર્ય ભગવંતને મિષ્ટાન્ન-ત્યાગનો અભિગ્રહ હતો. કોઈ ગામમાં જમણવારમાં બે જ દ્રવ્ય હતાં લાડુ અને દાળ. આચાર્યશ્રીએ માત્ર દાળ વાપરીને એકાસણુ કરી લીધું. પણ અભિગ્રહમાં અપવાદનો વિચાર સુદ્ધા ન કર્યો. કેટલાય મહાત્માઓ પડિલેહણ, દહેરાસર, વિહાર અજવાળે જ કરતા હોય છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ તેઓ આમાં બાંધછોડ કરતાં નથી. કેટલાક મહાત્માઓ નિર્દોષ પાણીની ટેક આ કાળમાં ય જાળવે છે. કેટલાય મહાત્માઓ સાબુ કે પાઉડરની પણ સંનિધિ રાખતા નથી. આવી તો અનેક પ્રકારની આચાર ચુસ્તતા સાથે તેમને એવી લાગણી બંધાઈ ગઈ હોય છે કે, ‘મરી જઈએ, પણ આમાં કોઈ છૂટ-છાટનો વિચાર ન કરીએ.' નથી તારી પાસે કોઈ લબ્ધિ, નથી કોઈ સિદ્ધિ, નથી તો આચાર (૬૯) Page #73 -------------------------------------------------------------------------- ________________ ચુસ્તતાની ટેક, તો ય તને અહંકાર શાનો થાય છે ? અડતા તારો પીછો કેમ છોડતી નથી ? અરે, તારે તો શરમાવવાની જરૂર છે, નીચું જોવાની જરૂર છે- તું જેની માટે અભિમાન કરી શકે એવું તારી પાસે છે શું ? રત્નાકર પચ્ચીસીમાં કહ્યું છેअङ्गं न चङ्गं न गणो गुणानां, न निर्मलः कोऽपि कलाविलासः। स्फुरत्प्रभा न प्रभुता च कापि, तथाप्यहङ्कारकदर्थितोऽहम् ॥ १५॥ સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણ તણો નથી, ઉત્તમ વિલાસ કલા તણી દેદીપ્યમાન પ્રભા નથી; પ્રભુતા નથી તો પણ પ્રભુ! અભિમાનથી અ% ફરું, ચોપાટ ચાર ગતિ તણી સંસારમાં ખેલ્યા કરું. આ સ્થિતિમાં તેને પ્રસિદ્ધિની ઈચ્છા કેમ થાય છે જે નિર્ગુણ અપરાધી ગુસતા ઇચ્છે કે પ્રસિદ્ધિ ઇચ્છે? અરે, જે સગુણ છે એ ય ગુપ્તતાને જે ઈચ્છે છે. એક સમજ એમને આત્મસાત્ થઈ હોય છે. પ્રતિષ્ઠા શ્રીવિષ્કાસTI - પ્રતિષ્ઠા-યશ-કીર્તિ-પ્રસિદ્ધિ તો ભૂંડણની વિષ્ટા સમાન છે. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે જ્ઞાનસારમાં કહ્યું છે गुणैर्यदि न पूर्णोऽसि कृतमात्मप्रशंसया। गुणैरेवासि पूर्णश्चेत् कृतमात्मप्रशंसया॥ १८-१॥ જો તું ગુણોથી પૂર્ણ નથી તો આત્મપ્રશંસા કરવાથી કોઈ ફાયદો નથી અને જો તું ગુણોથી પૂર્ણ જ છે, તો તારે આત્મપ્રશંસા કરવાની કોઈ જરૂર નથી. ( ૭૦ ) Page #74 -------------------------------------------------------------------------- ________________ આ જ વાત પ્રસિદ્ધિની બાબતમાં ય સમજી લેવી જોઈએ. આપણુ પુણ્ય કેવું છે એ તો આપણે પોતે જ જાણીએ છીએ. પણ જેઓ પ્રચંડ પુણ્યશાળી હતા, એવા ચક્રવર્તઓની પણ પ્રસિદ્ધિ ક્યાં ટકી છે. ભરતચક્રવર્તી જ્યારે ઋષભકૂટ પર પોતાનું નામ લખવા ગયા, ત્યારે તેમની આંખોમાં બે વાર આંસુ આવી ગયા. એક તો ૬૦૦૦૦ વર્ષના યુદ્ધો દ્વારા દિગ્વિજય ર્યા પછી પણ પોતાનું નામ લખવાની પણ જગ્યા ન મળી ત્યારે. અને બીજી વાર હું જેમ કો'કનું નામ ભૂસું છું, એમ મારું પણ નામ ભુસાશે આ વિચાર આવ્યો ત્યારે. અરે, તીર્થંકરો તો સર્વોત્કૃષ્ટ ગુણવાન અને સર્વોત્કૃષ્ટ પુણ્યના સ્વામિ હોય છે. તો ય ત્રણ ચોવીસી (અતીત, અનાગત, વર્તમાન) સિવાય તેમના નામો પણ ક્યાં મળે છે ? અને જે નામ મળે છે એ પણ ગણ્યા ગાયા જણ સિવાય કોણ જાણે છે. અને જે જાણે છે, તેમનામાંથી ય કેટલાને યાદ છે ? તો પછી એમની અપેક્ષાએ તદ્દન નિર્ગુણ અને નિપુણ્ય એવા તને પ્રસિદ્ધિની ઇચ્છા કેમ થાય છે ? ગૃહસ્થો પસીનાની કમાઈમાંથી પૈસો-પૈસો બચાવીને જે બચત કરે, તેમાંથી દાન કરીને એક સદ્ગુહસ્થ” એવું નામ આપતા હોય છે. આરાધના ભવનોના નામોનો અભ્યાસ કરીએ તો કદાચ પરિણામ એ નીકળે કે મોટા ભાગના નામોમાં મહાત્માઓના નામો મુકાયેલા હોય. ગૃહસ્થો લાખો-કરોડો રૂપિયાના દાન કરીને પણ પોતાના નામોને હાઈલાઈટ કરવાનો મોહ છોડી શકે છે. આવા કામો તો દેવ-ગુરુની કૃપાથી જ થઈ શકે છે આવું સહજતાથી કહેવા દ્વારા બધો યશ દેવ-ગુરુને આપી શકે છે. તો તું તો એમના કરતા ગુણાત્મક દૃષ્ટિએ ઘણો ઊંચે કહેવાય. ગૃહસ્થો જેમ “એક સગૃહસ્થ” આવું લખાવી શકે છે, એમ તું ક્યાંય “એક સાધુ/સુસાધુ લખાવી શક્યો છે ખરો ? ( ૭૧ ) Page #75 -------------------------------------------------------------------------- ________________ જો ના ? તો ગ્રન્થકારશ્રીની આ પંક્તિ ફરી રટવા જેવી છે. ख्यातीच्छया ताम्यसि धिङ्मधा किम् ? મારા ખ્યાલ મુજબ જૈન સંઘના કરોડો રૂપિયા આખ્યાતીચ્છા'ની પૂર્તિ પેટે વપરાઈ જાય છે. ખ્યાતીચ્છા'ના પાપે વ્યક્તિગત-સમષ્ટિગત કેટલું નુકશાન ? બે અભ્યાસ છોડવા જેવા છે. એક તો નામાવ્યાસ અને બીજો દેહાધ્યાસ નામ-રૂપ તેનો નાશ છે. અનામી બનવાની સાધનાનો તેં ઝંડો લીધો છે. તો પછી હાથે કરીને નામની આંટી-ઘૂંટીમાં કેમ ફસાય છે ? જૈન સંઘના એક આગેવાન શ્રાવકની પ્રેરણાથી એક તીર્થમાં ૬૧ લાખ રૂપિયાનું માતબર દાન મળ્યું. ટ્રસ્ટીઓએ કૃતજ્ઞતાથી તક્તીમાં પ્રેરક તરીકે એમનું નામ મુક્યું. એ શ્રાવકે ભારે નારાજગી દર્શાવીને કહી દીધું કે જ્યાં સુધી આ તકતી ઉતરશે નહીં ત્યાં સુધી હું આ તીર્થની પેઢીમાં પગ નહી મૂકું. પરમાત્માનું આ તીર્થ છે. દાનવીર લાભાર્થીએ ભક્તિભાવથી લાભ લીધો છે. આમાં મારું નામ શાનું મુકવાનું હોય? ઓ નાગણની જેમ સળવળતી ખ્યાતીચ્છા ! આવા શ્રાવકની વૃત્તિનું દર્શન કરી લે, તારી પાસે આપઘાત કરવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નહીં રહે. हीनोऽप्यरे भाग्यगुणैर्मुधाऽऽत्मन् !, वाञ्छन् स्तवार्चाद्यनवाप्नुवंश्च। ईर्ण्यन् परेभ्यो लभसेऽतितापमिहापि याता कुगतिं परत्र ॥ १८॥ ઓ આત્મ! તું ભાગ્યથી પણ હીન છે અને ગુણોથી ય ( ૭૨ ). Page #76 -------------------------------------------------------------------------- ________________ હીન છે. તારી પ્રશંસા થાય અને પૂજન વગેરે થાય એવી તારી ઇચ્છા છે. અને એ ઇચ્છા પૂરી ન થાય એટલે તને બીજાની ઇર્ષ્યા આવે છે. આ ઇર્ષ્યાથી તું આલોકમાં ય બળી મરે છે અને પરલોકમાં દુર્ગતિની વાટે ચડી જઇશ. કોઈ મહાત્મા ખાસ ભણ્યા નથી. બહુ બુદ્ધિશાળી પણ નથી. તપસ્વી ય નથી. એમનું વ્યાખ્યાન પણ સામાન્ય કક્ષાનું છે. આમ છતાં ચ કોણ જાણે કેમ ? જંગલમાં ય એમની પાસે ભક્તોની ભીડ જામેલી રહે છે. અને બીજા પાસે વિદ્વત્તા, બુદ્ધિ, તપ, પ્રવચનશક્તિ બધું હોવા છતાં ય ચકલું ય ફરકતું નથી. બાહ્યદૃષ્ટિએ જોઇએ તો આનું કારણ છે કર્મની વિચિત્રતા. એકને જ્ઞાનાવરણીય વગેરે કર્મોનો ક્ષયોપશમ નથી. પણ તેની સાથે સુભગ-આદેય-યશ નામકર્મનો ઉદય છે. બીજાને જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષયોપશમ તો છે, પણ સાથે દુર્ભાગ ત્રિકનો યથાસંભવ ઉય છે. કોઈ બે શબ્દ આપણા માટે સારા કહે, એ યકર્મોની ભીખ છે. કોઈ ભગત આપણી પાસે ફરકે એ ય કર્મોની ભીખ છે. કર્મોની ભીખ ન મળે એમાં શોક કરવા જેવું નથી. અને કર્મોની ભીખ મળી જાય, એમાં હરખાવા જેવું પણ નથી. દુનિયા એને ગમે તે નામ આપે, છે તો એ ભીખ જ. આમ છતાં ય તને એની ઇચ્છા થઈ. પણ ભાગ્યનો પનો ટૂંકો પડે છે. જોઈએ એવા સત્કારાદિ થતાં નથી. પંચસૂત્રકારે કહ્યું છે- અવિવરવા અળાનંવે- અપેક્ષા એ જ દુ:ખ છે. એ અપેક્ષા પૂરી કરવાના પ્રયત્નથી એ દુ:ખમાં વધારો થાય. એ પ્રયત્ન નિષ્ફળ જાય એટલે દુ:ખના ડુંગરો તૂટી પડે. પ્રયત્ન સફળ થયા પછી ય સુખ મળે એ અનિશ્ચિત છે. અને મળે તો ય એ સુખ ટકવાનું તો નથી જ, એ નિશ્ચિત છે. ખરેખર, હાથે કરીને પગ પર કુહાડો મારવો એનું જ નામ અપેક્ષા. ( ૭૩ ) Page #77 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિશાળી હોય એ લાભને ઇચ્છે કે નુકશાનને ? સન્માનથી તો સાધકને નુકશાન છે. નારદપરિવ્રાજક ઉપનિષમાં કહ્યું છે सन्माननं परां हानिं योगः कुरुते यतः । जनेनावमतो योगी योगसिद्धिं च विन्दति ॥ ५-५५॥ સન્માન તો યોગ સમૃદ્ધિની અત્યંત હાનિ કરે છે. જેની લોકો અવગણના કરે, તે તે પરમ સિદ્ધિ પામે છે. सुखमवमतः शेते सुखं च प्रतिबुध्यते । सुखं चरति लोकेऽस्मिन् अवमन्ता विनश्यति ॥ (નારવપરિ૰ રૂ-૪૧) જેની અવગણના થાય એ મજેથી સૂઈ જાય છે અને મજેથી જાગે છે. મજેથી દુનિયામાં જ્યાં જવું હોય ત્યાં જાય છે. (આ વચનથી કોઈ એમ ન સમજીલે કે તો મહાત્માની અવગણના જ કરવી જોઇએ માટે આગળ કહે છે કે) નુક્શાન તો તેને છે કે જે મહાત્માની અવગણના કરે છે. ભક્તો છે તો તેમને સાચવવાની ભૂતાવળ છે. ભીડ છે તો તે જતી ન રહે એનો ભય છે. અને આ ભૂતાવળ અને ભયમાં સાધના અને સુખ બંનેનું બારમુ થઈ જાય છે. કહેનારાઓએ તો ત્યાં સુધી કહ્યું છે કે तथा चरेत वै योगी सतां धर्ममदूषयन् । जना यथावमन्येरन् गच्छेयुर्नैव सङ्गतिम् ॥ યોગી સદ્ધર્મને દૂષણ ન લાગે એટલી કાળજી રાખી લે. એ સિવાય તે એવી રીતે આચરણ કરે કે જેનાથી લોકો એની અવજ્ઞા કરે અને તેની સંગત કરવાનું નામ પણ ન લે. ( ૭૪ ) Page #78 -------------------------------------------------------------------------- ________________ કાઠિયાવાડના એક સંત. મૂળરાજ ભગત એમનું નામ. ભકતોની ભીડ તેમને ભગવાનને પામવામાં બાધક લાગી. એક વેશ્યાને તેમણે સાધી. પોતાના પેટમાં જે બાળક છે તેના પિતા ભગત છે એવું એણે જાહેર કર્યું. એ જ ભક્તોનું ટોળું ભગત પાસે આવ્યું. નિંદા-ગાળાગાળી અને ગડદાપાટુનો મારમાં કાંઈ બાકી ન રાખ્યું. ઢોરમાર મારીને ભગતને ગામ બહાર કાઢી મુક્યા. ભગતના ધાર્યા કરતાં ય વધુ પરિણામ મળ્યું. ભગતે કો'ક ગુફામાં જઈને સાધના યજ્ઞ માંડી દીધો. બે રાજર્ષિ હતા. ગોપીચંદ અને ભર્તુહરિ. રાજાપણાના પુણ્ય ઋષિપણામાં પણ તેમનો સાથ છોડ્યો ન હતો. લોકોના ટોળે ટોળા ઉમટી પડતા. સાધન-સામગ્રીઓનો ખડકલો થતો. આખો દિવસ સત્સંગ ચાલતો રહેતો. ભગવાનનું ભજન ક્યારે કરવું એ બંનેને મન મોટો પ્રશ્ન હતો. એક દિવસ બંનેએ એક રસ્તો શોધી કાઢ્યો. ગામલોકો તેમની પાસે બેઠા હતાં. ત્યારે કોઈ ગરીબ માણસે ભક્તિભાવથી તેમને લૂખો રોટલો ધર્યો. ભર્તુહરિએ જોરથી એના પર ઝપટ મારી. એની સાથે જ ગોપીચંદે પણ તરાપ મારી. ભર્તૃહરિએ ગુસ્સે ભરાઈને ગોપીચંદને એક લાફો લગાવી દીધો, તો ગોપીચદે ચાર તમાચ લગાવી દીધા. ગામલોકો તો સ્તબ્ધ થઈને જોતા જ રહ્યા. બંને રાજર્ષિઓ એક લૂખા રોટલા માટે લડી રહ્યા છે. રે... લડતા લડતા બંને લોહીલુહાણ થઈ ગયા. આખું ગામ તેમની ભરપૂર નિંદા કરતાં કરતાં, તેમના પર ફિટકાર વરસાવતા કાયમ માટે રવાના થઈ ગયું. બધા ગયા અને બંને રાજર્ષિઓ ભેટી પડ્યા. તેમના પાસા પોબાર પડ્યા હતાં. સન્માનથી તો ગભરાઈને ભાગી છૂટવાનું છે. સન્માનના નામથી પણ ફફડી ઉઠવાનું છે. ( ૭૫ ) Page #79 -------------------------------------------------------------------------- ________________ सन्मानाद् ब्राह्मणो नित्य-मुद्विजेत विषादिव। अमृतस्येव चाकाङ्के-दवमानस्य सर्वदा॥ (નાર૮૦ રૂ-૪૦) બ્રાહ્મણ હંમેશા સન્માનથી ઉગ પામે. સન્માનમાં એને હળાહળ ઝેરના દર્શન થાય. અપમાન એને સુધારસ જેવું લાગે. એને અપમાનની જ આકાંક્ષા હોય. એક તો સન્માનની આકાંક્ષા રાખવી અને એ પૂરી ન થતા સન્માન પાત્રની ઈર્ષ્યા કરવી. એ ચોરી પર શિરજોરી જેવું છે. अपुण्यमात्मानमवैषि किं न। तनोषि किं वा न हि पुण्यमेव॥ (અધ્યાતમevમ ૧૦-૧) આત્મન્ ! તું એટલું સમજી લે ને કે તારું પુણ્ય નથી. અથવા તો તું પુષ્ય જ કેમ કરતો નથી ? બીજાની ઈર્ષ્યા-નિંદા કરવામાં તું જે સમયશક્તિ વેડફે છે, અને જો પુણ્ય કરવામાં જોડી દે, તો ય તારું કામ થઈ જાય. આ તો ઈર્ષ્યા કરીને અહીં દુઃખી થાય છે. દિવસ-રાત બીજાના અપકર્ષની ચિતાથી બળી મરે છે. અને મરીને દુર્ગતિમાં જવાનો છે. પેલી રાણી કુંતલા શોક્યો પરની ઈર્ષ્યાથી કુતરી થઈ. પેલા આચાર્ય ભગવંત, પોતાના જ શિષ્યો પરની ઈર્ષ્યાથી કાળો નાગ થયાં. હાય, ઈર્ષ્યા કરીને દુર્ગતિમાં જાય, ત્યાં પણ પૂર્વભવના અશુભ સંસ્કાર અને ભવપ્રત્યયિક મત્સરને કારણે પ્રશસ્ત તત્ત્વો પ્રત્યે ય તીવ્ર વેરાનુબંધ બંધાય, યથાશક્ય તારક તત્ત્વોની આશાતના પણ કરાય, અને અનંત સંસારભ્રમણની શરૂઆત થઈ જાય. ધૂળ પડી એ સન્માનની ભૂખમાં. લાખો ભક્તો ભેગા થઈને ય તારી દુર્ગતિ અટકાવી શકે એમ નથી. હજારો તક્તીઓ ય તારી નરકને ( ૭૬ ) Page #80 -------------------------------------------------------------------------- ________________ નાબૂદ કરી શકવાની નથી. આખી દુનિયા તારી પ્રશંસા-પ્રશસ્તિ ગાય તો ય તારા આત્માનું એમાં કાંઈ વળવાનું નથી. અરે, એમાં તો તારું સત્યાનાશ નીકળી જવાનું છે. સાંભળી લે આ ભયંકર ભવિષ્યવાણી गुणैर्विहीनोऽपि जनानतिस्तुतिप्रतिग्रहान् यन्मुदितः प्रतीच्छसि। लुलायगोऽश्वोष्ट्रखरादिजन्मभिર્વિના તતત્તે વિતા ન નિય: ૧૦ | તું ગુણરહિત હોવા છતાં પણ લોકોની ભાવભરી વંદનાઓ, તેમણે કરેલી તારી પ્રશંસાઓ અને તેમણે વહોરાવેલી વસ્તુઓને આનંદિત થઈને સ્વીકારે છે. તો સમજી લે કે તારે પાડા થવું પડશે, બળદિયા થવું પડશે. ઘોડા, ગધેડા ને ઊંટ થવું પડશે. આદિથી ભારવાહક હાથી કે મજૂર વગેરેના ભાવો પણ કરવા પડશે. એના વિના લોકોની આ વંદનાઓ વગેરેનું સાટું નહી વળી શકે. खणमित्तसुक्खा बहुकालदुक्खा। ગામડુવા નિલામહુવા (જરા ૧૪-૧૩) ક્ષણમાત્રનું સુખ અને ઘણા કાળનું દુઃખ. સુખ સાવ થોડું અને દુઃખના ડુંગરા. ના ભાઈ ના, આ સોદો હરગીઝ કરવા જેવો નથી. વિષયસુખની ભયંકરતા શાસ્ત્રોમાં ઠેર ઠેર વર્ણવી છે. પ્રવચન આદિના માધ્યમથી શ્રાવકોને વિષયવિમુખ બનવાની પ્રેરણા કરાય છે. શ્રમણવર્ગમાં ય ઓછા-વત્તા અંશે આયંબિલ, રસત્યાગ આદિ તપસાધના દ્વારા વિષયત્યાગ કરવામાં આવે છે. પણ વિષયોના પ્રકાર કેટલા છે, એ ઘણા ઓછાને ખબર છે. શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ આ પાંચ વિષયો તો (૭૭) . Page #81 -------------------------------------------------------------------------- ________________ પ્રસિદ્ધ છે. પણ હજી એક વિષય બાકી રહી જાય છે જેનું નામ છે ભાવ. પાંચ ઈન્દ્રિયોના વિષયોનો ત્યાગ હજી કદાચ સરળ છે. પણ છઠ્ઠી ઈન્દ્રિયમનનો વિષય છોડવો એ તો અત્યંત અત્યંત દુષ્કર છે. सुकरं मलधारित्वं सुकरं दुस्तपं तपः। सुकरोऽक्षनिरोधश्च दुष्करं चित्तशोधनम् ॥ (योगसार-७६) શરીર, મલ મલિન રાખવું હજી સહેલું છે. વસ્ત્રો મેલા-ઘેલા રાખવા એ ય સહેલું છે. ઈન્દ્રિયોનો વિરોધ કરવો, એ ય કદાચ સહેલું છે. પણ ચિત્તશુદ્ધિ કરવી એ તો ખૂબ અઘરૂ છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં પાંચ ઈન્દ્રિયોના વિષયોની આસક્તિના જે ભયંકર દુષ્પરિણામો બતાવ્યા છે તે જ દુષ્પરિણામો મનના વિષયના આસક્તિના પણ બતાવ્યા છે. કેરીનો રસ હેય લાગે છે, તેનો ત્યાગ પણ કરાય છે. પણ કદી એવું લાગે ખરું કે લોકસન્માન પણ હેય છે ? એનો પણ ત્યાગ કરવા જેવો છે ? રે.... જે ત્યાજ્ય જ ન લાગે, ઉલ્ટ ઉપાદેય લાગે એના ત્યાગનો તો વિચાર પણ ક્યાંથી આવે ? સાધક આત્માને તો આવા પણ ત્યાગ હોય* સ્વપ્રશંસા કરવાનો ત્યાગ. કોઈ પોતાની પ્રશંસા કરે એ સાંભળવાનો પણ ત્યાગ. પોતાની ગહેલીઓ સાંભળવાનો ત્યાગ. કોઈની (પગ દબાવવા વગેરે રૂ૫) સેવા લેવાનો ત્યાગ. * જરૂરથી વધારે વસ્તુનો ત્યાગ. * જરૂરની પણ ઊંચી વસ્તુનો ત્યાગ. * ભક્તો/ શિષ્યો કરવાનો ત્યાગ. ( ૭૮ ) * * Page #82 -------------------------------------------------------------------------- ________________ * ક્યાંય પણ પોતાનું નામ મુકવાનો ત્યાગ. પ્રશ્ન- બીજું બધુ કદાચ છોડી શકાય. સળંગ આયંબિલ આદિ તપસ્યા પણ કરી શકાય. પણ ઉપરોક્ત ત્યાગ તો અશક્ય જ લાગે છે. ભક્તો ભેગા થઈને વંદનાદિ કરતા હોય, એમાં તો દેવલોક જેવો આનંદ આવે છે. એને શી રીતે છોડી શકાય ? તમે કહેલ ગુણસાધના જરૂર ઉપાદેય છે, પણ સ્વપ્રશંસા શ્રવણ વગેરે તો એટલું વહાલું લાગે છે કે એના ભોગે કોઈ સાધના કરવા મન તૈયાર જ થતું નથી. ગ્રંથકારશ્રી આ જ પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા છેगुणेषु नोद्यच्छसि चेन्मुने ! ततः, प्रगीयसे यैरपि वन्द्यसेऽय॑से। जुगुप्सितां प्रेत्यगतिं गतोऽपितैસિષ્યસે ચામિવિષ્યસેડપિ વI ૨૦ હે મુનિ! જો ગુણસાધનામાં તું કોઈ ઉદ્યમ નથી કરતો, તો આજે જેઓ તારી બિરદાવલીઓ ગાય છે. તને વંદન કરે છે. તારું પૂજન કરે છે. એ જ લોકો, જ્યારે તું જુગુપ્સિત ગતિમાં જઈશ, ત્યારે તારા પર હસશે અને તારો પરાભવ કરશે. એક શેઠ મરીને બકરો થયાં. તેમના પુત્રે તેમના શ્રાદ્ધના દિવસે એ જ બકરાને મારીને માંસભોજન બનાવ્યું. એક કૂતરી પણ માંસની લાલચથી ત્યાં આવી. પેલાએ એક ટુકડો એના માટે નાખ્યો. કૂતરી એ ખાવા લાગી. કૂતરી એ એની માતાનો જીવ હતો. હાય, પોતાના જ શ્રાદ્ધદિન માટે પોતે જ પાયો. પત્ની, પુત્ર વગેરે પોતાનો જ પરિવાર પોતાના જ માંસની મિજબાની ઉડાવે..... પોતે કુટુંબનો (૭૯ ) Page #83 -------------------------------------------------------------------------- ________________ વડો હોય, ત્યારે પડડ્યો બોલ ઝીલાતો હોય, કેટલાય માન-પાન હોય, પણ પછી ? જીવ ત્યાં થાપ ખાઈ જાય છે, જ્યાં એ પુણ્યનો પ્રભાવ જોવાના બદલે પોતાનો પ્રભાવ જોવે છે. ભલા માણસ ! દુનિયા તો પુણ્યની પૂજારી છે. પુણ્ય છે ત્યાં સુધી તારો ભાવ પૂછશે, પુણ્ય પરવારશે એટલે કોઈ ફરકશે ય નહીં. અરે, ઓળખીતા તને ઓળખશે પણ નહીં, જાણે અજાણ્યા બની જશે. એવા લોકોની પાછળ તું તારી ગુણસાધનાને ગૌણ કેમ કરે છે ? તારા ભવિષ્યને બરબાદ કેમ કરે છે ? મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે શ્રી મલ્લિનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે- ‘રીઝવવો એક સાંઈ રે’ મારે તો એક માત્ર ભગવાનને રીઝવવા છે. દુનિયા સાથે મારે કાંઈ લેવા-દેવા નથી. આત્માને-લાભ થાય એવું દુનિયા મને શું આપવાની છે ? એ તો વિચાર. અરે, દુનિયા તો તારી પાસે છે, એ ય લઈ જાય છે दानमाननुतिवन्दनापरैर्मोदसे निकृतिरञ्जितैर्जनैः । न त्ववैषि सुकृतस्य चेल्लवः, જોપિ મોપિ તવ નુત્યને હિ તૈઃ ॥ ૨૧૫ તારી માયાથી ભોળવાઈને તારા પ્રત્યે રંજિત થયેલા લોકો તને જોઈએ એ વસ્તુ આપે છે. તારી સ્તુતિ કરે છે. તને વંદન કરે છે. એનાથી તું ખુશ થાય છે. પણ તને ખબર નથી, કે તારી પાસે પુણ્યનો અંશ પણ હશે, તેને તેઓ લૂંટી રહ્યા છે. મુંબઈ-નાગદેવીમાં એક ભાઈ ઊભા હતાં. કોઈ અજાણ્યો માણસ તેમની પાસે આવ્યો. અને બોલ્યો, ‘કેમ મજામાં ?’ પેલા ભાઈએ કહ્યું ( ૮૦ ) Page #84 -------------------------------------------------------------------------- ________________ ‘મજામાં.’ ‘ઘાટકોપર રહો છો ને ?’ ‘હા, ઘાટકોપર.’ ‘ઓપનીંગ થઈ ગયું. ચાલો તમને સેમ્પલ આપી દઉં.' માણસ ચાલવા લાગ્યો. એ ભાઈ એમની પાછળ જવા લાગ્યા. એક શટર પાસે એ માણસ ઊભો રહી ગયો, ‘દુકાન તો બંધ થઈ ગઈ.’ ત્યાં કોઈ બીજો માણસ હતો એને કહે, ‘આમને સેમ્પલ આપો.’ એણે થેલામાંથી ચાર-પાંચ ગોગલ્સ આપ્યા. હવે એ માણસ બોલ્યો, ‘તમે આને ૬૦૦૦ રૂ. આપી દો.’ ભાઈ કહે, ‘ એટલા બધા તો મારી પાસે નથી. અઢી-ત્રણ હજાર જ છે.’ ‘ચાલશે.’ રૂપિયા આપીને ભાઈ પોતાના રસ્તે પડચા. થોડી વાર પછી લાઈટ થઈ કે, ‘મેં આ શું કરી નાખ્યું ?’ કદાચ આવું જ હિપ્નોટિઝમ તારા જીવનમાં ય ડગલે ને પગલે થાય છે. ફરક એટલો જ કે ત્યાં હિપ્નોટિઝમ કરનારા લુચ્ચા હોય છે અને અહીં ભોળા હોય છે. ત્યાં બીજાને ખંખેરી લેવાના આશય સાથે તેને લૂંટી લેવાય છે. અને અહીં ભક્તિભાવથી લૂટી લેવાય છે. સાધુ શ્લોકમાં રમે, લોકમાં નહીં. એ તો દેવ-ગુરુ અને ધર્મની આરાધનામાં એટલો બધો મગ્ન થઈ ગયો હોય, કે કોણ આવ્યું કે ગયું એ ય એને ખ્યાલ ન આવે. એના પાસે કોઈ ગૃહસ્થની નોંધ ન હોય, ડાયરીમાં પણ નહી અને મનમાં પણ નહીં. પણ દીક્ષા પહેલાના જે સંબંધો હોય તેનું શું ? જવાબ છે કે દીક્ષા સાથે જ એ સંબંધો પર પૂર્ણવિરામ મુકાઈ જાય છે. હજી એક પ્રશ્ન બાકી રહે કે, સાધુ તો પૂર્ણવિરામ મુકી દે, પણ એ સંબંધીઓ તો ન મૂકે ને ? જવાબ છે કે, સાધુ એ સંબંધીઓનો ભેટો જ ન કરે. છતાં ય ક્યારેક વિહાર કરતાં કરતાં સાધુ પોતાના વતનમાં આવે, તો એ સંબંધીઓને પોતાના આવ્યાના સમાચાર ન મોકલાવે. આમ છતાં એક શક્યતા રહે છે કે પોતે ભિક્ષાટન કરે ત્યાં એમના ઘરોમાં એમનો ભેટો થઈ જાય. તેવું ન થાય તે માટે શાસ્ત્રકાર પરમર્ષિઓએ ફરમાવ્યુ છે કે ( ૮૧ ) ન Page #85 -------------------------------------------------------------------------- ________________ સાધુ પોતાના સ્વજનાદિ રહેતા હોય તે વિસ્તારમાં ગોચરી-પાણી માટે જાય જ નહીં. તેમને ખબર પડે તે પૂર્વે જ તેમના વિસ્તારની વિરુદ્ધ દિશામાં ભિક્ષાટન કરી આવે. જૈનેતર ગ્રંથોમાં પણ કહ્યું છે ज्ञातचरदेशं चाण्डालपाटकमिव त्यजेत् । જેમ કોઈ બ્રાહ્મણ ચંડાલના વાડાને દૂરથી જ છોડી દે, તેવી રીતે સાધુ પોતાના સગાં-સંબંધી, ઓળખીતા-પાળખીતાઓના વિસ્તારને છોડી દે. જો સ્વજનોના પરિચયાદિને પણ છોડી દેવાના હોય તો બીજાની તો ક્યાં વાત જ કરવી ? પણ અનાદિકાલીન કુસંસ્કારો સાધક આત્માને પણ છળી જાય છે. સ્વજનોના નામથી જ ગલગલિયા કરાવે છે. સ્વજન પ્રત્યેનો રાગ નિમિત્ત મળતાની સાથે પ્રગટ થયા વિના રહેતો નથી. ઘણા મહાત્માઓ ‘તમારા સ્વજનો આવ્યા' આ શબ્દોના સ્થાને કહેતા હોય છે- ‘તમારુ ગોળનું ગાડું આવ્યું.’ ભલું હોય તો આ સમાચાર સાંભળીને એ મહાત્મા મલકી પણ ઉઠે. ‘તમને ગુરુ મહારાજજી બોલાવે છે' આ શબ્દો સાંભળીને આનંદઉત્કંઠા-ત્વરા-ઉલ્લાસ કેટલા આવે ? અને એ ગોળના ગાડાના સમાચારથી કેટલા આવે ? એકમાં કમાવાનું છે અને બીજામાં લૂંટાવાનું છે. પણ મોહરાજા એવો દૃષ્ટિવિપર્યાસ કરી નાખે છે કે કમાણી શું છે અને લૂંટ શું છે, એનો વિવેક ભૂલાઈ જાય છે. આ અવિવેકનું કારણ પૂર્વસ્નેહ તો છે જ. પણ તેની સાથે બીજું પણ કારણ છે. ગુરુ બોલાવીને કાંઈ કામકાજ સોંપશે, કદાચ કાંઈ સારણાવારણા કરશે. અથવા તો કાંઈ ઠપકો આપશે. જ્યારે સ્વજનો તો શાતા પૂછશે, કામકાજ પૂછશે, કાંઈ ખપ હોય તો લાભ આપો એવું કહેશે. આપણે જે કહેશું એ પૂરી જિજ્ઞાસા અને પ્રતિભાવ સાથે સાંભળશે, સાંભળીને ( ૮૨ ) Page #86 -------------------------------------------------------------------------- ________________ ઈપ્રેસ થશે. આપણા પ્રત્યે બહુમાન ભાવ વધારશે. એવો બરાબર ખ્યાલ હોય છે. આ ખ્યાલ સાથે ય જો એટલી આત્મજાગૃતિ રહેતી હોય કે મીઠા ઝેર કરતા કડવી દવા સારી, તો ય બચી જવાત. પણ રે મોહરાજા !... ગ્રંથકારશ્રીનો સંયમી પ્રત્યેનો પ્રેમ સક્રિય સ્વરૂપ લે છે અને જાણે પરાણે કડવી દવા પીવડાવતા હોય એમ કહે છે કે તું છડે ચોક લૂંટાઈ રહ્યો છે. તારા ભક્તો જ તને લૂંટી રહ્યા છે. તારી પસીનાની કમાઈ, મજૂરી કરી કરીને તેં કરેલી બચત, તારા જીવનની મૂડી ચોરાઈ રહી છે. હજી પણ ચેતી જા. भवेद् गुणी मुग्धकृतैर्नहि स्तवैन ख्यातिदानार्चनवन्दनादिभिः। विना गुणानो भवदुःखसङ्क्षय સ્તતો ગુણનિર્ણય સ્તિવામિ ? ૨૨ મુગ્ધ લોકો તારી સ્તવનાઓ કરે એનાથી તું ગુણી નહીં બની જાય. તારી પ્રસિદ્ધિ, તને મળતું દાન, તારા ગુરુપૂજનો કે તને થતી વંદનાઓ વગેરે પણ તને ગુણી નહીં બનાવી શકે. ગુણ વિના તો સંસારના દુઃખોનો અંત આવવાનો જ નથી. માટે તું ગુણોની કમાણી કરી લે. સ્તવના વગેરેનું તારે શું કામ છે? દુનિયા કદાચ પાંચ-પચ્ચીસ હજારનું દાન આપનારને ‘ભામાશા' એવું બિરુદ આપી દે, તો પણ એ ભામાશા બની જતો નથી. એ તો જે છે, તે જ રહે છે. એ જ રીતે દુનિયા તારા ગમે તેટલા વખાણ કરે, તને વિક્રર્ય કહે, પ્રભુભક્ત કહે કે સુવિશુદ્ધ સંયમી તરીકે તારી પ્રશંસા કરે, તું તો જે છે એ જ રહેવાનો છે. ઉપદેશમાલાકાર કહે છે ( ૮૩ ) Page #87 -------------------------------------------------------------------------- ________________ अप्पा जाणइ अप्पा जहट्टिओ। (उपदेशमाला-२३) આત્મા પોતે જ જાણે છે કે યથાસ્થિત સ્વાત્મા કેવો છે. કોઈ ગુણાનુવાદ કરે કે દોષાનુવાદ કરે, આત્માને કોઈ ફરક પડતો નથી. वंदितो हरिसं निंदिजंतो करिज न विसायं। न हि नमियनिंदियाणं सुगई कुगइं च बिंति जिणा॥ अप्पा सुगई साहइ सुपउत्तो दुग्गइं च दुप्पउत्तो। तुट्ठो रुट्ठो अपरो न साहगो सुगइ कुगइणं। (પુષ્પમાતા-૨૧૩-૧૪) કોઈ વંદન કરે ત્યારે હર્ષિત ન થવું જોઈએ, અને કોઈ નિંદા કરે ત્યારે વિષાદ પણ ન પામવો જોઈએ, કારણ કે જેને વંદન કરાય એ સદ્ગતિમાં જાય છે, અને જેની નિંદા કરાય છે એ દુર્ગતિમાં જાય છે, એવું જિનેશ્વર ભગવંતો કહેતા નથી. સુપ્રયુક્ત આત્મા સદ્ગતિમાં જાય છે અને દુપ્રયુક્ત આત્મા દુર્ગતિમાં જાય છે. કોઈ પોતાના પર ખુશ થઈ જાય તો ય એ સદ્ગતિનો સાધક બનતો નથી અને નાખુશ થઈ જાય તો ય એ દુર્ગતિનો સાધક બનતો નથી. તરવાનું છે માત્ર ને માત્ર ગુણથી, અને ડુબવાનું છે દોષથી. બીજું બધુ મૂકીને તું ગુણની પાછળ મચી પડ. अध्येषि शास्त्रं सदसद्विचित्रालापादिभिस्ताम्यसि वा समायैः। येषां जनानामिह रञ्जनाय, મવાન્તરે તે ? મુને ! વ? ાા ૨રૂ. ( ૮૪ ) Page #88 -------------------------------------------------------------------------- ________________ હે મુનિ ! તું જે લોકોને રંજિત કરવા માટે શાસ્ત્રાધ્યયન કરે છે, અથવા તો માયાવાળી સાચી-ખોટી જાત જાતની વાતો કરી કરીને પરિશ્રાન્ત થાય છે, તે લોકો ભવાંતરમાં ક્યાં હશે ? અને તું ક્યાં હોઇશ? યોગબિંદુમાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છેपुत्रदारादिसंसारः, पुंसां सम्मूढचेतसाम्। विदुषां शास्त्रसंसारः, सद्योगवर्जितात्मनाम्॥५०९॥ અજ્ઞાની પુરુષોને પુત્ર, પત્ની વગેરેનો સંસાર હોય છે. જ્યારે શુભયોગરહિત વિદ્વાનોને શાસ્ત્રોનો સંસાર હોય છે. ગૃહસ્થ સમજે છે કે આ મારી પત્ની, આ મારા પુત્રો, આ મારું ઘર, આ મારી દુકાન, આ મારી સંપત્તિ.... આ બધા પરિબળો જ તેનો સંસાર છે. એ રીતે કોઈ ચારિત્રહીન વિદ્વાન્ સમજે કે આ મારું જ્ઞાનસારનું જ્ઞાન, આ શાંતસુધારસનું જ્ઞાન, આ યોગશાસ્ત્રનું જ્ઞાન.... તો આ બધું પણ તેનો સંસાર જ છે. ગૃહસ્થને પત્ની વગેરેનું મમત્વ છે. વિદ્વાનને એ શાસ્ત્રોનું મમત્વ છે. પત્ની વગેરે ગૃહસ્થને સંસાદુઃખથી મુક્ત કરી શકતા નથી. પત્ની વગેરે ઉર્દુ સંસારના કારણ બને છે, એમ ચારિત્રશૂન્ય વિદ્વાનને એ શાસ્ત્રો જ સંસારના કારણ બને છે. પૂ. હરિભદ્રસૂરિ મ. સા. ના શબ્દો ખરેખર ધ્રુજાવી દે એવા છે- વિનુષ રાત્રિસંસાર: | હાય, જેનાથી તરવાનું હતું, તેને જ મરવાનું સાધન બનાવ્યું. યો યસ્ય વિષાય તચ વિવિકત્સા થે ચિત - જેના પર ઔષધ જ ઝેરનું કામ કરે, તેની ચિકિત્સા શી રીતે કરી શકાય ? રત્નાકર પચ્ચીસીમાં કહ્યું છે ( ૮૫ ) Page #89 -------------------------------------------------------------------------- ________________ वैराग्यरङ्गः परवञ्चनाय, धर्मोपदेशो जनरञ्जनाय। वादाय विद्याध्ययनं च मेऽभूत्, વિશ્વયુદ્વ્રુવે હાથે સ્વમીશ ! વૈરાગ્યનો રંગ બીજાને છેતરવા માટે, ઘર્મનો ઉપદેશ લોકોને રંજિત કરવા માટે, અને વિદ્યાધ્યયન વાદ કરવા માટે... ઓ ભગવાન ! કેવી મારી આ કઢંગી સ્થિતિ! ઓ નાથ ! હું કેટલો બધો હાસ્યાસ્પદ ! ઓ મુનિ! લોકોનું મનોરંજન તો ટી.વી., વિડિયો, સિનેમા, નાટક, હાસ્યસભાઓ પણ કરે છે. તું ય એમાંનો જ એક કેમ બને છે ? શાસ્ત્રો તો આત્માનું અનુશાસન કરવા માટે અને સંસારદુઃખથી એનું રક્ષણ કરવા માટે છે. शासनात्त्राणशक्तेश्च बुधैः शास्त्रं निरुच्यते । એ શાસ્ત્રોને લોકમનોરંજનનું સાધન બનાવવું, એ પણ શાસ્ત્રોની આશાતના છે. તું ને તારા ભક્તો અને આ આશાતનાના પાપે ડુબવાના. मोदन्ते बहुतर्कतर्कणपराः केचिजयाद्वादिनां, काव्यैः केचन कल्पितार्थघटनैस्तुष्टाः कविख्यातितः। ज्योतिर्नाटकनीतिलक्षणधनुर्वेदादिशास्त्रैः परे, ब्रूमः प्रेत्यहिते तु कर्मणि जडान् कुक्षिम्भरीनेव तान् ॥ (અધ્યાત્મપમ ૮-૪) કેટલાક તર્કોનો મારો કરવામાં આનંદ પામે છે. કેટલાક વાદીઓ પર વિજય મેળવીને ખુશ થાય છે. કેટલાક કલ્પિત અર્થોથી કાવ્ય બનાવે છે અને કવિ તરીકેની ખ્યાતિ મળે એટલે આનંદિત થઈ જાય છે. કેટલાક ( ૮૬ ) , Page #90 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિષ-નાટક-નીતિ-લક્ષણ-ધનુર્વેદ વગેરેના શાસ્ત્રોથી હરખપદુડા બની જાય છે. પણ પરલોકમાં પોતાનો આત્મા સુખી થાય એવું કોઈ અનુષ્ઠાન તેમને આવડતું નથી. તેથી અમે તો તેને ઉદરભરી જ કહીએ છીએ. એમનું જ્ઞાન માત્ર એમનું પેટ ભરવામાં – એમનો રોટલો રળવામાં જ ઉપયુક્ત થાય છે. એક માણસ પોતાની ગાડીમાં મુસાફરી કરતો હતો. એવામાં એક બોર્ડ આવ્યું કે ૧૦૦૦ મીટર આગળ ટોલનાકો છે. ઝડપ ઓછી રાખો. આ વાંચીને પેલાએ તો ગાડી ઊભી જ રાખી દીધી. જે થવું હોય તે થાય જકાત તો નથી જ ભરવી.... આ વિચારે તે આજુ બાજુ જોવા લાગ્યો. બાજુમાં એક નાનો રસ્તો જતો હતો. એને આશા જાગી.... ગમે તેમ કરીને રસ્તો ગોતી લઈશ.” ગાડી મારી મુકી વન વગડામાં વળાંકો લેતા રસ્તા સાથે તેની ગાડી વળાકો લેવા લાગી. એમ કરતાં કરતાં સાંજ પડી, રાત પડી, ગાડી દોડતી જ રહી, પેટ્રોલ બળતું રહ્યું, પૈસાનો ધુમાડો થતો રહ્યો, દિશા વગેરેનું કોઈ ભાન ન રહ્યું, કોઈ સૂચક માઈલ સ્ટોન વગેરે પણ ન મળ્યા. જકાત બચી ગયાનો આનંદ આ ભૂલભૂલામણીમાં ભુસાતો જતો હતો. આખી રાત રખડપટ્ટી ચાલુ રહી. પરોઢિયે હાઈવેની અવરજવરનો અણસાર આવવા લાગ્યો. ખટારાઓના હોર્ન સંભળાવા લાગ્યા. પેલાને જીવમાં જીવ આવ્યો. થોડી જ વારમાં ગાડી હાઈવે પર ચડી ગઈ, પણ આ શું? જ્યાં ગાડી અને હાઈવેનું મિલન થયું ત્યાં જ ટોલનાકો હતો. ત્યાંનો માણસ પાવતી લઈને ઊભો હતો. હજાર મીટરના સેંકડો કિલોમીટરો થઈ ગયાં. તો ય ટેકસ તો ચૂકવવો જ પડ્યો. આને ન્યાયશાસ્ત્રમાંઘરવુંત્યાં માતમેં કહ્યું છે. આ ન્યાય એટલે યાદ આવ્યો કે સંસારથી વિરક્ત બની તે મહાભિનિષ્ક્રમણ કર્યું. જાણે તું સંસારથી ભાગી છૂટ્યો. પણ ભાગતા ( ૮૭ ). Page #91 -------------------------------------------------------------------------- ________________ ભાગતા ફરી ફરીને પાછો સંસારમાં જ આવી ગયો. અહીં પણ રાગ-દ્વેષના બંધન, અહીં પણ કષાયોના તાંડવ, અહીં પણ મમત્વની મોંકાણ... તો આ ય સંસાર જ છે ને ? परिग्रहं चेद्व्यजहा गृहादेस्तत् किन्नु धर्मोपकृतिच्छलात्तम् । करोषि ? शय्योपधिपुस्तकादेડિપિ નામાન્તરતોડપિ હન્તા. ૨૪ જો તે ઘર વગેરેનો પરિગ્રહ છોડી દીધો છે, તો પછી ધર્મોપકરણના નામે ફરીથી પરિગ્રહ કેમ કરે છે? આ મારો ઉપાશ્રય, આ તારી ઉપધિ, આ મારા પુસ્તકો.... ઓ મુનિ ! ઝેરનું નામ બદલી નાખવામાં આવે તો ય એ માટે જ છે, એ ભૂલીશ મા. મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે જે બીજી મુહપત્તિનો પરિગ્રહ રાખે છે, એના કરતા તો કસાઈ સારો કે જેને લીધેલા વ્રતોનો ભંગ તો નથી.” છે ને ધ્રુજાવી દે એવી વાત. નિગ્રંથ, નિષ્પરિગ્રહી, અકિંચન, અનગાર.... આ શબ્દોને પરિગ્રહ સાથે કોઈ મેળ ખાય છે ખરો ? વિદેશમાં એક સંત હતાં, ડાયોજીનીશ એમનું નામ. શરીર પર વસ્ત્ર પણ નહીં. માત્ર પાણી પીવા માટે તેમણે એક કમંડલુ રાખ્યું હતું. એક વાર તેમણે કુતરાને તળાવમાંથી પાણી પીતા જોયું અને તેની સાથે જ પોતાનું કમંડલુ ફેંકી દીધું. જેટલો પરિગ્રહ એટલો સ્વાધ્યાયનો વ્યાઘાત. જેટલો પરિગ્રહ એટલી મમત્વની સંભાવના. જેટલો પરિગ્રહ એટલી પળોજણ. જેટલો પરિગ્રહ એટલી ચિંતા. નીતિવાક્યામૃત નામના ગ્રંથમાં કહ્યું છે ( ૮૮ ) Page #92 -------------------------------------------------------------------------- ________________ यस्य यावान् परिग्रहः, तं तावान्नेव सन्तापयति। ને ગર્વમેઘરાનરવોસમ વિચિન્તામર ૨૮/૪૭, ૪૮ જેનો જેટલો પરિગ્રહ હોય, એ તેને એટલો જ સંતાપ આપે છે. કુંભારને જેટલી ગધેડાની ચિંતા છે, એટલી જ રાજાને હાથીની ચિંતા છે. * જિનશાસનમાં અપવાદ છે, પણ એમાં કયાંય બેફામ બનવાની વાત નથી. વિરાધનાનો ફફડાટ અને શક્ય જયણા હોય તો જ એ અપવાદ વાસ્તવમાં અપવાદ બની શકે અન્યથા એ ઉન્માર્ગ બની જાય. ઉત્તરાધ્યયન સૂત્રમાં સંયમનું વિશેષણ કહ્યું છે- 'ઝહીવેતલિgિe' - જેમાં સર્પની જેમ એકાંતદૃષ્ટિ હોય. સંયમી અપવાદ સેવે તો ય એની દૃષ્ટિ તો ઉત્સર્ગ તરફ જ હોય. ઉત્સર્ગની દૃષ્ટિએ જોઈએ તો પુસ્તક વિષે ય જે કહ્યું છે, તે ય કંપાવી દે તેવું છે. જુઓ આ જિનવચન- “જાળમાંથી માછલું કદાચ છટકી શકે, પણ પુસ્તકના પાનાઓ વચ્ચેથી કંથવા વગેરે જીવો છટકી શકતા નથી.' સંયમીના નામનો એક કાગળ પણ ગમે ત્યાં પડ્યો હોય, એ પરિગ્રહનું – એના સંબંધિત વિરાધનાનું મીટર સતત ચડતું રહે. એક આચાર્ય ભગવંત પોતાના કાળના સવોત્કૃષ્ટ વિદ્વાન્ થયા હતાં, પણ તેમણે એક પણ પુસ્તકનો પરિગ્રહ રાખ્યો ન હતો. જે ભણવું હોય એ સંઘોના જ્ઞાનભંડારોમાંથી કઢાવે, અને ભણીને પાછુ મુકી દે. અરે, એક પેનનો પણ પરિગ્રહ નહીં. અરે, પેન તો વાપરતા જ ન હતાં, પેન્સિલનો પણ પરિગ્રહ નહીં. જરૂર પડે બીજાની પેન્સિલથી કામ કરી પાછી આપી દે. મુદા રિો વત્તો - મૂચ્છ એ જ પરિગ્રહ છે. એ વાત સાચી, પણ વસ્તુ રાખી હોય તો એ મૂચ્છનું નિમિત્ત બને ને ? ભગવાને જેની અનુજ્ઞા આપી છે, એવા ધર્મોપકરણ સિવાય વધારાની કોઈ પણ ( ૮૯ ) Page #93 -------------------------------------------------------------------------- ________________ વસ્તુ રાખો એ પરિગ્રહ છે. અને એ પરિગ્રહ રાખે એ સૈદ્ધાત્તિક રીતે અનુજ્ઞાત ઉપધિ વગેરેની બાબતમાં ય પોતાનો બચાવ ન કરી શકે. જેમ કે નિત્ય રાત્રિભોજન કરનાર વ્યક્તિ બહારગામ જાય, ત્યારે રાત્રિભોજન કરે, એમાં બહારગામ જવાને કારણે રાત્રિભોજન કરવું પડ્યું એમ ન કહી શકે. આ તો ઠીક છે, બાકી ક્યારેક દિગંબરો સાથે વાદ કરવાનો પ્રસંગ આવે તો ધર્મોપકરણને નામે વસ્ત્રાદિની અનુજ્ઞાની રજૂઆત આપણે કરી શકીએ ખરા ? તેઓ સ્પષ્ટ કહી દે કે તમારા શાસ્ત્રોમાં જે મર્યાદાઓ કહી છે એને તમે ક્યાંય વટાવી ગયા છો. માટે શાસ્ત્રદૃષ્ટિએ તમે પહેરેલ વસ્ત્રોનો ય બચાવ કરી શકો તેમ નથી. परिग्रहात् स्वीकृतधर्मसाधनाभिधानमात्रात् किमु मूढ ! तुष्यसि ? न वेत्सि हेम्नाऽप्यतिभारिता तरी, નિમજ્ઞાત્યજ્ઞિાનમવુથૌ કુતમ્ | રવો રે મૂઢ! પરિગ્રહને તું ધર્મસાધન એવું નામ આપી દે, એટલા માત્રથી તારે ખુશ થવાની કોઈ જરૂર નથી. શું તને ખબર નથી કે હોડી સોનાથી પણ બહુ ભરેલી હોય, તો ય એ જીવને જલ્દીથી સાગરમાં ડુબાવી દે છે. ગામડાનો એક છોકરો. પેટમાં ખૂબ દુઃખાવો ઉપડ્યો. ઘણા ઉપચારો કર્યા પણ કોઈ ફરક ન પડ્યો. શહેરમાં મોટા ડોક્ટરને બતાવ્યું. એમણે કહ્યું ઓપરેશન કરાવવું પડશે. દીકરા માટે મા-બાપે વ્યવસ્થા કરી લીધી. ઓપરેશન થઈ ગયું. થોડા દિવસ થયા. ફરીથી પેટમાં દુઃખાવો ઉપડ્યો. બધા ગભરાયા. ડોક્ટરોને ય સમજ ન પડી. શહેરમાં દોડી ગયા. એ ડોકટરને ય ઈલાજ ન સૂક્યો. હજી મોટા ડોકટર પાસે ગયા. એણે (૯૦ ) Page #94 -------------------------------------------------------------------------- ________________ ચેક-અપ કરીને પૂરી સ્વસ્થતાથી કહ્યું, ‘આમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ તો રી-ઓપરેશનનો સીધો કેસ છે.' ગામડાના મા-બાપ અંગ્રેજી ભણ્યા ન હતાં. પણ રી-આપરેશન એટલે ફરીથી ઓપરેશન એ એમને ખબર હતી. દીકરાને શું થયું છે – એ કેમ મટે-એ જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી ચિંતા છે. પણ જ્યારે ઈલાજ નક્કી થઈ ગયો, ઈલાજનું નામ મળી ગયું, એટલે જાણે તકલીફ ગઈ જ સમજો. એક નામ પણ કેવી કમાલ કરે છે ! બંને ફરીથી ઓપરેશન કરાવવા તૈયાર થઈ ગયા. નસીબ એટલું જ કે આ ઓપરેશન સફળ થયું એટલે ડોક્ટર સાહેબને રીરી ઓપરેશન ન કરવું પડ્યું. આમ જુઓ તો પહેલું ઓપરેશન ફેઇલ ગયું છે. પેટમાં ચીર-ફાડ ક્ય પછી ય ઠેકાણું પડ્યું નથી. બીજા ઓપરેશન પછી શું થશે એ ય કહી શકાય એમ નથી. આટઆટલી નકારાત્મકતાને એક નામકરણ ઢાંકી દે છે. ગ્રંથકારશ્રીનો આશય એ જ છે કે તું પરિગ્રહનું ધર્મસાધન” એવું નામકરણ ના કર, આ રીતે તો તું પોતાની જાતને જ છેતરી રહ્યો છે. ભારે વધે એટલે હોડીનું જોખમ વધે છે. પછી એ જ રીતે પરિગ્રહના ભારથી તારી નૈયા પણ સંસારસાગરમાં ડુબી જશે. પછી એ પરિગ્રહ ધર્મોપકરણના નામે પણ કેમ ન હોય. ધ્યાનયોગાચાર્યોએ કહ્યું છે કે ધર્મ-શુક્લધ્યાન મુખ્યપણે સાધુને જ હોય, ગૃહસ્થને નહીં. કારણ કે ગૃહસ્થ પરિગ્રહ લઈને બેઠો છે. પરિગ્રહની ચિંતાને કારણે એનું મન જોઈએ એવું એકાગ્ર ન બની શકે.' આના પરથી એ વિચારવું જોઈએ કે જો સાધુ પરિગ્રહ રાખે, તો એ ય ધ્યાનમાર્ગનો અનધિકારી નહીં થઈ જાય ? મોક્ષસાધનાનું જે સર્વસ્વ છે એ ધ્યાનથી એ વંચિત નહીં થઈ જાય ? ( ૯૧ ) Page #95 -------------------------------------------------------------------------- ________________ જૈનાચાર્યોએ બૌદ્ધોનું ખંડન કરતા કહ્યું છે કે જેઓ ગામ વગેરેનો પરિગ્રહ લઈને બેઠા છે એમને શુદ્ધ ધ્યાન ન જ થઈ શકે सुद्धं झाणं कओ तेसिं ? ન્યાય તો બૌદ્ધ કે જૈન બંને પક્ષે સમાન જ છે. નૈચયિક દૃષ્ટિએ તો પરિગ્રહી જૈનશ્રમણત્વ જ ગુમાવી દે છે. પરિગ્રહના પાપે શુભધ્યાનથી વંચિત થઈને જીવ અટકી નથી જતો, અશુભધ્યાનનું ભાજન પણ થાય છે. asहः कषायकलिकर्मनिबन्धभाजनं, स्युः पुस्तकादिभिरपीहितधर्मसाधनैः । तेषां रसायनवरैरपि सर्पदामयै રાત્તાંત્મનાં ગવદ્ભુતેઃ સુવન્નુ હિં મવેત્ ? । રદ્દા પોતાને ઈષ્ટ ધર્મના સાધન એવા પુસ્તક વગેરેથી પણ જેઓ પાપ, કષાય, કલહ અને ચીકણા કર્મબંધના ભાજન બને છે, તેમને તો ઉત્તમ રસાયણોથી ય રોગો વધે છે. એ દુઃખી જીવોના રોગોને નષ્ટ કરવાથી સુખકારક શું બની શકે ? એક માણસના ઘરમાં આગ લાગી ગઈ. બિચારો હાંફળો ફાળો બનીને દોડયો. ઘરની બાજુમાં જ તળાવ હતું. બાલદીઓ ભરી ભરીને પાણી નાંખવા લાગ્યો. પણ આ શું જેમ જેમ પાણી નાખે, એમ એમ આગ વધુ ને વધુ વકરતી જાય છે. બિચારાએ કેટલી ય બાલદીઓ ભરીને પાણી છાંટયુ. આખું ઘર ભડકે બળવા લાગ્યું. પેલો પાણી છાંટતો જ રહ્યો. આગની જ્વાળાઓ આસમાનને આંબવા લાગી. છેવટે બધું બળીને ખાખ થઈ ગયું. માણસને એ સમજાતું ન હતું કે જો પાણીથી ય આગ વધે, તો એ આગ બુઝાય શી રીતે ? ( ૯૨ ) Page #96 -------------------------------------------------------------------------- ________________ આ જ પ્રશ્નને લઈને પુષ્પમાલા ગ્રંથમાં કહ્યું છેदप्पविसपरममंतं नाणं जो तेण गव्वमुव्वहइ। सलिलाओ तस्स अग्गि समुट्टिओ मंदपुण्णस्स ॥ २९९॥ જ્ઞાન તો દર્પ વગેરે કષાયોના ઝેરને ઉતારનાર પરમ મંત્ર છે. જે જ્ઞાનથી જ ગર્વિત થાય છે, એ તો તેના જેવો અભાગિયો છે કે જેને પાણીથી અગ્નિનું સમુત્થાન થાય છે. રે, વાડ જ ચીભડા ગળવા લાગે, ત્યારે શું કરવું? પુસ્તકથી તો જ્ઞાન મેળવવાનું હતું. પુસ્તષ્પી તો કષાયોના ઝેરને ઉતારવાનું હતું. એ જ પુસ્તક જો કષાયોનું નિમિત્ત બને, તો પછી કષાયોનો ઉપશમ શેનાથી થશે. પૂર્વકાળમાં યતિઓ પાસે હસ્તપ્રતો, તાડપત્રીઓ વગેરે હતું. જાણવા મુજબ સુવિહિત સાધુઓને સ્વાધ્યાય માટે કોઈ ગ્રંથની જરૂર પડે ત્યારે તેમને ખૂબ તકલીફ પડતી. યા તો યતિઓ એ આપવાનો નનૈયો ભણી દે. યા તો કોઈ શરત મૂકે અને યા તો ભાડા કે વળતરરૂપે ધનની માંગણી કરે. સ્વાધ્યાયના ખપી સંવેગી મહાત્મા આવા સમયે શું કરે ? - આજે યતિઓ લગભગ નથી રહ્યા પણ હસ્તપ્રતો વગેરેના ધારક મહાત્માઓ છે ખરાં. જેમાંના અમુક મહાત્માઓ શાસ્ત્ર સંશોધન આદિ કરતાં મહાત્માઓને તેની નકલ આપે પણ છે. આ રીતે આપવામાં જ એ સંગ્રહની સાર્થકતા છે. બાકી, સુપાત્ર આત્માઓને ય આવશ્યક સ્વાધ્યાયસામગ્રી ન આપવી, એમાં પૂર્વની યતિવૃત્તિ જ છે. અને આ વૃત્તિ જ પુરવાર કરે છે કે એ સંગ્રહ માત્ર મમત્વને પોષવા માટે જ છે. એ પણ પરિગ્રહ જ છે. અને એ પણ એક જાતનો ઘર સંસાર જ છે. જો આજે ય કોઈ એવા મહાત્મા હોય કે જે તદ્દન નિઃસ્વાર્થભાવે સ્વાધ્યાયી સુપાત્રના ગુણાનુરાગથી કોઈ ગચ્છ-પક્ષના ભેદ વિના પ્રેમથી આવશ્યકતાનુસાર હસ્તાદર્શ આદિ ( ૯૩ ) Page #97 -------------------------------------------------------------------------- ________________ સામગ્રી આપતા હોય, આ રીતે સ્વાધ્યાયી મહાત્માને ઉપયોગી થવા માટે જ એમણે સંગ્રહ કર્યો હોય, એમાં એક પૈસા જેટલો ય સ્વાર્થ ન હોય, તો હું એમને બેધડકરીતે નિષ્પરિગ્રહી અને અકિંચન કહેવા તૈયાર છું. એમનો એ સંગ્રહ શાસ્ત્રદૃષ્ટિએ ધર્મોપકરણ બની શકે. વાસ્તવમાં તો આવો સંગ્રહ શ્રીસંઘના કે સુશ્રાવકના જ્ઞાનભંડાર રૂપ હોય. અને શ્રીસંઘ/સુશ્રાવક સુપાત્ર આત્માઓને ઉપરોક્ત રીતે સ્વાધ્યાયસહાય કરતાં હોય, એ વધુ ઇચ્છનીય છે. મહાત્માઓ તો જરૂર પડે ત્યારે જ્ઞાનભંડારમાંથી ગ્રંથ મેળવી લે અને કામ પૂરું થયે પરત કરી દે. મહાત્મા વ્યક્તિગત સંગ્રહ કરે. પછી પોતાને કે પોતાના ઉત્તરાધિકારીઓને મમત્વ થાય. પરસ્પર કે બહારની વ્યક્તિ સાથે કલહ થાય, કષાયોની વૃદ્ધિ થાય અને અશુભ કર્મનો તીવ્ર બંધ થાય. એ કેટલું શોચનીય છે ! પાણીથી અગ્નિસમુત્થાન તે આનું નામ. ભવભીરુ આત્મા તો આની કલ્પનાથી ય ફફડી ઉઠે... રે, મારા જ પોટલામાં, મારા જ સંગ્રહના કોક કબાટમાં કોક હસ્તાદર્શમાં કંથવા તરીકે મારો જન્મ થઈ જાય તો ?' तपःश्रुतपरिवारां शमसाम्राज्यसम्पदम् । परिग्रहग्रहास्ता - स्त्यजेयुर्योगिनोऽपि हि॥ (ચોગરાત્રિ ૨-૧૧૩) યોગીઓ પણ પરિગ્રહના ગ્રહથી ગ્રસ્ત થઈ જાય એટલે તપ અને શ્રતના પરિવારવાળી પ્રશમરૂપી સામ્રાજ્યની સંપત્તિથી ભ્રષ્ટ થઈ જાય છે. रक्षार्थं खलु संयमस्य गदिता येऽर्था यतीनां जिनै सःपुस्तकपात्रकप्रभृतयो धर्मोपकृत्यात्मकाः। (૯૪ ) Page #98 -------------------------------------------------------------------------- ________________ मूर्छन्मोहवशात्त एव कुधियां संसारपाताय धिक्, વંસ્વચૈવ વધાયશાસ્ત્રમાં યદુwયુ ભવેત્ ા ૨૭ જિનેશ્વર ભગવંતોએ જે વસ્તુઓ સંયમની રક્ષા માટે કહી હતી, તે વસ્ત્ર, પુસ્તક, પાત્ર વગેરે ધર્મોપકરણો જ વૃદ્ધિ પામતા મોહને કારણે દુર્મતિ જીવોને સંસારપતનનું કારણ થાય છે. ધિક્કાર હો, અજ્ઞાનીઓનું પોતાનું જ શસ્ત્ર દુરુપયોગ કરવાને કારણે પોતાના જ વઘ માટે થાય છે. संयमोपकरणच्छलात् परान्, भारयन् यदसि पुस्तकादिभिः। गोखरोष्ट्रमहिषादिरूपभृવિદં ત્વમપિ માયિષ્યા ૨૮ સંયમોપકરણના છળથી તું બીજાને પુસ્તક વગેરેનો ભાર લાગે છે, તો બળદ, ગઘેડા, પાડા વગેરેનો અવતાર લઈને તારા પર પણ દીર્ઘકાળ સુધી ભાર લાદવામાં આવશે. ' મારી દીક્ષાના થોડા દિવસો પહેલા એક શ્રાવકે મને કહ્યું કે, 'તમે દીક્ષા પછી પોટલા નહીં રાખતા. બહુ તકલીફ પડે છે.’ શ્રાવકને મારા પોટલા સાથે લેવા-દેવા ન હતા. એમનો ઈશારો તો સમષ્ટિગત હતો. કીડીની પણ વ્યા કરતાં સંયમીને શ્રાવક પ્રત્યે કેવો ભાવ હોય. નિગોદથી માંડીને ઉત્તરોત્તર ચઢિયાતા જીવોમાં જે સંયમી કરતાં માત્ર એક જ પગથિયું નીચે છે. એના પ્રત્યે તો અનુકંપા નહીં, પણ પ્રમોદ અને બહુમાનનો ભાવ હોવો જોઈએ. શ્રમણ પ્રતિક્રમણ સૂત્રનું એક પદ છેસાવયાd સાયUID - શ્રાવકોની વિરાધના કે કિલામણા જેવા શબ્દો ( ૯૫ ) Page #99 -------------------------------------------------------------------------- ________________ નથી વાપર્યા, પણ આશાતના એવો શબ્દ વાપર્યો છે. તેમની નિંદા આદિ કરવાથી ય તેમની આશાતનાનું પાપ લાગે, તો તેમને કાયિક-માનસિક ફ્લેશ આપવાથી તો કેટલું પાપ લાગે ? વળી સંયમીએ તો જીવમાત્રની દયા કરવાની છે, એટલે કોઈની માનસિક પીડામાં પણ એ નિમિત્ત ન થઈ શકે. તેથી મજૂર હોય, બળદગાડાદિ હોય કે ગાડી હોય, બધે દોષ તો ઊભો જ રહે છે. આજે પુણ્યથી, બીજાની ભક્તિથી કે દક્ષિણ્યતાથી ગાડુ ભલે ગબડી જાય. બીજાને આપેલી પીડાનો પરચો જરૂર મળશે. ઊંટના ભાવો કરીને ગુણીઓથી લદાયેલી ગાડી ખેંચવી પડશે. ભરુચના પાડા થઈને ઊંચી ઢાળે પાણી ચડાવવા પડશે. ગધેડા થઈને ડફણા ખાવા પડશે. બળદ થઈને બોજો ઉપાડવો પડશે. કલકત્તાની માણસગાડીમાં જોતરાવું પડશે. वस्त्रपात्रतनुपुस्तकादिनः, शोभया न खलु संयमस्य सा। आदिमा च ददते भवं परा, કુત્તિમાશ્રય વિરબ્રિજા ૨૨ .. - વસ્ત્ર, પાત્ર, શરીર, પુસ્તક વગેરેની શોભાથી સંચમની શોભા નથી થતી. પહેલી શોભા સંસાર આપે છે અને બીજી મોક્ષ આપે છે. હવે તું ઇચ્છે તે એક શોભાને પસંદ કરી લે. ગુજરાતનું એક ગામ વણોદ. સાંજે ત્યાંથી વિહાર કર્યો. રસ્તામાં પાણી ચૂકવવા બેઠા. કોઈ હોટલનું કંપાઉંડ હતું. અમારી પાસે બે મુસ્લિમ ભાઈઓ આવ્યાં. અને બોલ્યા, ‘તમારામાં કેટલી સાદગી છે. ગમે ત્યાં (જમીન પર) બેસી જાઓ છો.” ઈત્યાદિ અનુમોદના એણે કરી. અમે પાણી ચૂકવી આગળ વધ્યા. ( ૯૬ ) Page #100 -------------------------------------------------------------------------- ________________ આ પ્રસંગ પર મને વિચાર આવ્યો કે માનો કે સાથે કોઈ ગાડી હોય અને એમાં આવા સમયે બેસવા માટે ખુરશી રાખી હોય અને એવી સ્વદ્રવ્યની (?) ખુરશી પર અમે પાણી ચૂકવ્યું હોત તો સંયમની શોભા રહેત ખરી ? ઉત્તરાધ્યયનસૂત્રમાં એક પ્રસંગનું વર્ણન છે, જેમાં ભિક્ષાચર્યાએ નીકળેલા હરિકેશી મુનિને જોઈને, સાધુદ્વેષીઓ કહે છે- સંરતૂટ્સ પરિરય - જેણે ગળામાં ચીંથરાછાપ વસ્ત્ર ધારણ કર્યું છે. સોમવેલા પંવિસાયમૂયા - જેના વસ્ત્રો તદ્દન જઘન્ય - જીર્ણ શીર્ણ છે. જેનું શરીર ધૂળથી ખરડાયેલું છે અને તેથી જે પિશાચ જેવા લાગે છે. કેવા નિઃસંગ હશે એ મહાત્મા ! શરીરાદિ પ્રત્યે કેટલા નિર્મમ હશે! આ ધૂળધૂસરતા એ જ એમની સંયમની શોભા હતી. આગમોમાં તો આવા મુનિવરોની અપ્રતિબદ્ધતાનું જે વર્ણન કર્યું છે, તે વાંચીને ય મંત્રમુગ્ધ થઈ જવાય છે. આંખનો મેલ પણ કાઢવાનો નહીં, ઘૂંકવાનું પણ નહી, ખંજવાળ આવે તો ખંજવાળવાનું પણ નહીં. જે - સુ-સુવરવે-મુવર - હોય એનું નામ સંયમી. એની કાયા સાવ શુષ્ક, ઋક્ષ અને ભૂખી હોય એવી અશક્ત હોય. આનાથી વિપરીત અસંયમીના લક્ષણ પણ આગમમાં આપ્યા છે. કે જે ન-મ-વટે હોય - હૃષ્ટ પુષ્ટ એવી જેની કાયા હોય. એ વળી અભંગન આદિથી મૃણ હોય, અને ચરબી વધવાને કારણે જેના અંગોપાંગો વૃત્ત હોય, (ખભા વગેરે ભાગે ઉપસેલું હાડકું ન હોય, પણ હાડકું વગેરે ઢંકાઈ જાય એવો ગોળાકાર ભાગ હોય.) વિભૂષાદિ અસંયમને સેવે, એને શરીર બકુશ કહ્યા છે. આ અસંયમથી બ્રહ્મચર્યની ગુમિનો પણ ભંગ થાય છે. દશવૈકાલિક સૂત્ર કહે છે (૯૭) Page #101 -------------------------------------------------------------------------- ________________ विभूषावत्तियं भिक्खू कम्मं बंधइ चिक्कणं । संसारसायरे घोरे जेण पडइ दुरुत्तरे ॥ ६-६६॥ સાધુ વિભૂષાને કારણે એવા ચીકણા કર્મનો બંધ કરે છે કે જેનાથી ભયંકર અને દુસ્તર એવા સંસારસાગરમાં પડે છે. શાસ્ત્રવચન અને સ્વવર્તન આ બે વચ્ચે જેટલું અંતર છે એટલો મોક્ષ દૂર છે. યોગશતકમાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે उवओगो पुण एत्थ विणणेओ जो समीवजोगो त्ति । विहियकिरियागओ खलु अवितहभावो उ सव्वत्थ ॥७६॥ અહીં જે ઉપયોગની વાત કહી તેનો અર્થ છે સમીપયોગ. એવો યોગ કે જે સિદ્ધિની નિક્ટ છે. એવા યોગનું લક્ષણ એ જ છે કે એમાં વિહિતક્રિયાગત સર્વત્ર અવિતથભાવ હોય. જિનાજ્ઞામાં ૧૧-૨૦ જેટલું ય ચલાવવાની તૈયારી ન હોય. દુષ્પ્રાપ એવી સિદ્ધિ પણ સુપ્રાપ બની શકે છે, જો એક ભવ માટે જિનાજ્ઞાને સમર્પિત બની જઈએ. જિનાજ્ઞા વિભૂષાનું સમર્થન તો નથી જ કરતી. એ તો ત્યાં સુધી કહે છે કે સાધુ કદી પણ શરીરના મેલને પણ ઉતારે નહીં - નાવ સરીરમેઝોત્તિ નલ્લું વગા ધારણ – જ્યાં સુધી શરીર અને આત્મા છૂટા ન પડે, ત્યાં સુધી શરીરથી મેલને ધારણ કરે. (ઉત્તરાધ્યયન ૨-રૂ॰) પૂ. હીરવિજયસૂરિ મહારાજના પટ્ટકમાં લખ્યું છે કે વસ્ત્ર ઘણી ચમકવાળું હોય તો પહેલા તેનો પાણીમાં એવી રીતે કાપ કાઢવો કે એની ચમક જતી રહે. આચાર્ય-ઉપાધ્યાયના પાત્રા વગેરેમાં પણ ફુદડી વગેરે કોઈ ચિત્રામણ ન કરવું. ‘શરીર અને વસ્ત્રાદિની બાબતમાં દેશ-કાળ ફરી ગયા છે. ( ૯૮ ) Page #102 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થોને જુગુપ્સા થાય તો શાસન અપભ્રાજના થાય - આવી વાતો આજે થાય છે. એ વાતો સાવ ખોટી નથી તો એકાત સાચી પણ નથી. શાસ્ત્રમાં એવા અનેક દૃષ્ટાન્તો મળે છે કે જેમાં મહાત્માના મલિન વસ્ત્રગાત્રની દુર્ગછા કરીને ગૃહસ્થ નીચગોત્ર આદિ અશુભ કર્મબંધ ર્યો હોય. પણ એમાં ક્યાંય એવું નથી આવતું કે એ મહાત્મા શાસન અપભ્રાજનાના દોષથી વિરાધક બન્યા. વાસ્તવમાં શાસનઅપભાજના આપેક્ષિક છે. બહુજનમાં કે શિષ્ટવર્ગમાં જે નિંદનીય ગણાય એવી પ્રવૃત્તિ તેનો વિષય સમજવી એવું માનવું યોગ્ય લાગે છે. તીર્થંકર ઉપર પણ અભવ્યાદિ જીવોને દ્વેષ થાય અને તેમની પ્રત્યેક પ્રવૃત્તિ ખૂચે, તો એમની પ્રવૃત્તિ ય શાસન અપભ્રાજના બની જશે ?આપણી આસપાસમાં જ એવી વ્યક્તિઓ પણ છે કે જેના અભિપ્રાયથી ચારિત્રની આરાધના જ નિંદનીય છે. તો શું એ પણ શાસન અપભ્રાજના બની જશે ? આજના દેશ-કાળ કરતાં અનેકગણો શ્રીમંત, શિક્ષિત, સુધરેલો, સમૃદ્ધ વર્ગ ભૂતકાળમાં હતો, ત્યારે ય શાસ્ત્રનીતિ એ જ હતી કે એક વર્ષે કાપ કાઢવો. અપવાદ આ કહ્યો છે आयरियगिलाणाणं मइला मइला पुणो वि धावंति। मा हु गुरुण अवन्नो लोअम्मि अजीरणं इयरे॥ (હિંડનિ૪િ-ર૦) આચાર્ય અને ગ્લાનના વસ્ત્રો મલિન થાય એટલે ફરી ફરી ધોવે. જેથી લોકમાં ગુરુનો અવર્ણવાદ ન થાય, અને ગ્લાનને અજીર્ણ ન થાય. આચાર્ય તો જિનશાસનમાં શ્રમણસંઘમાં રાજા સમાન છે. એમના વસ્ત્રો જો મલિન હોય તો લોકોમાં અવર્ણવાદ થાય કે તમારા રાજા ( ૯૯ ) Page #103 -------------------------------------------------------------------------- ________________ આવા ? પણ સાધુમાત્ર માટે એવું નથી કહ્યું. વળી બધા ઉજળા હોય તો આચાર્ય અને શિષ્યોમાં ફેર શું રહેશે ? નાના મહાત્મા ય કાપ એવી રીતે કાઢે કે ગુરુ-શિષ્યનો ભેદ ન રહે અથવા તો તેમના વસ્ત્રો ગુરુથી ય વધુ ઉજળા થઈ જાય એ ય ઇચ્છનીય નથી. વસ્ત્ર જીર્ણ-શીર્ણ પહેરવાનું શાસ્ત્રીય વિધાન છે, પણ ફાટેલા વસ્ત્રો પહેરવાનું વિધાન નથી' – આવું કહેવામાં સ્વવચન વિરોધ છે, કારણ કે શીર્ણનો અર્થ જ ફાટેલા છે. શાસ્ત્રોમાં ખંડિત એવો સ્પષ્ટ ઉલ્લેખ પણ મળે છે. જો અપભ્રાજનાનું કારણ આચાર્ય અને સામાન્ય સાધુને સમાનપણે લાગુ પડતું હોય, તો પછી આચાર્યની જેમ સામાન્ય સાધુને ય ગોચરીપાણી નહીં જઈ શકાય. આ વિષય ગીતાર્થોનો છે. તેઓની દ્રષ્ટિમાં વર્તમાન દ્રવ્યાદિને અનુરૂપ જે આચાર ઉચિત હોય તેનું પાલન કરવું જોઈએ. પણ અગીતાર્થો આ કે આવા અન્ય વિષયમાં મુક્ત અભિપ્રાય આપે, તેનાથી શૈક્ષ આદિને ' વિપરિણતિનો સંભવ છે, તેથી એવું ન કરવું જોઈએ. ઓથાના પાટામાં ભરતકામ, કપડામાં દોરા, પાત્રા આદિમાં ડિઝાઈને આ બધી એક જાતની વિભૂષા છે. કપડાં વગેરે પ્રમાણથી અધિક રાખવા એ પણ વિભૂષા છે – કોટકે કટાક્ષમાં કહ્યું છે- “લાખે ન લોભાણા પણ ચીંથરે ચૂંથાણા’ લાખો રૂપિયાને લાત મારીને દીક્ષા લીધી પછી ય ચીંથરાના મમત્વમાં આત્મા ચૂંથાઈ જાય છે. પાકીટ વગેરે વસ્તુઓ પણ રંગબેરંગી વાપરવામાં આવે, એ પણ જિનાજ્ઞાનો ભંગ છે. સફેદ રાખીએ તો મેલા થઈ જાય” આ દલીલ તો વસ્ત્રોમાં પણ સમાન છે. એનો જેમ કાપ કાઢીએ છીએ તેમ પાકીટ વગેરેનો ય કાઢી શકાય, પણ રંગબેરંગી ન વપરાય. ગચ્છાચાર પન્નામાં કહ્યું છે (૧૦૦) Page #104 -------------------------------------------------------------------------- ________________ કે જે ગચ્છમાં રંગબેરંગી વસ્ત્રાદિ વપરાય છે તે ગચ્છ મર્યાદાહીન છેका मेरा तत्थ गच्छम्मि ? વાસ્તવમાં તો પાકીટ જ ન વપરાય, બલ્ક પડાના એક ચોરસ ટુકડામાં પુસ્તકોને લપેટીને તેની પોથી કરીને રાખવું જોઈએ, એમાં સિલાઈ ન હોય. તેથી એનું પડિલેહણ થઈ શકે. પાકીટનું પડિલેહણ ન થઈ શકે. જો અનુકૂળતાને સંયમ કરતાં વધુ પ્રાધાન્ય આપવાનું હોય, તો આ નીતિ કદાચ પૂર્ણ અસંયમમાં ઘસડી જાય. જે યોગની ઉપેક્ષા-અવજ્ઞા કરાય એ યોગ ભવાંતરમાં પણ દુર્લભ બની જાય. જેનું પડિલેહણ ન થઈ શકે એવી કોઈ વસ્તુ સાધુથી વપરાય નહીં. ઓવાના રેડીમેડ કવર, પાણીની ડબ્બીના કવર, મોજાના કવર, પાત્રી કે ઝોળીના રેડીમેડ જ્વર, આ બધામાં પડિલેહણ શક્ય હોતું નથી. કરવા ઈચ્છીએ તો ય બરાબર થઈ શકતું નથી. આ બધી વસ્તુના વિકલ્પો છે, પણ જેને સંયમ ખાતર અનુકૂળતાને ફ્સાવવાની/ગૌણ કરવાની તૈયારી હોય, તે જ તે વિકલ્પોને અપનાવી શકે. આજે પણ એવા મહાત્માઓ છે કે જેઓ સપાટ પ્લાસ્ટિક આદિના ઉપયોગથી ઓઘાના રેડીમેડ કવર વગેરેનો પરિહાર કરે છે. અરે, વિહારમાં પગમાં પહેરવાના મોજા તરીકે પણ જેનું પડિલેહણ થઈ શકે એવા કપડાના ટુક્કાનો જ ઉપયોગ કરે છે.' અવિહિતચર્યા અતિપ્રચલિત બને એટલે વિહિતચર્યા આશ્ચર્યાસ્પદ કે હાસ્યાસ્પદ બની જાય, એ શક્ય છે. પણ સંયમના ખપી આત્માઓ એની પરવા કરતાં નથી. વળી એ આશ્ચર્યાદિ પણ તેમને જ થાય કે જેમને અવિહિત ચર્યાનો જ ગાઢ પરિચય છે. બાકી તો સાધુની કોઈ વસ્તુ સીવેલી હોય, રંગબેરંગી હોય, આધુનિક ફેશનેબલ કે આકર્ષક હોય એ લૌકિક દૃષ્ટિએ પણ સ્વીકાર્ય ન બની શકે. (૧૦૧) Page #105 -------------------------------------------------------------------------- ________________ ચશ્મા, સ્ટેશનરી, વસ્ત્રો, પાત્રા બધામાં આ એક સૂત્ર અપનાવી લઈએ જેટલી સાદાઈ એટલું સંયમ. જેટલું ખાખી બાવાપણુ એટલી સંયમની શોભા. બીજી એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે વસ્ત્રાદિ ઉપકરણો સાદા હોય એનો ય સદુપયોગ થતો રહે. અન્યથા એ પણ શોભાના ગાઠિયા બની જાય. હું સ્કૂલમાં ભણતો હતો, ત્યારે મારા ક્લાસમાં એક છોકરો શ્રીમંત ઘરનો હતો. એની પાસે નોટ, પેન, કંપાસ, વર્તુળ, રબર, સંચો, બધું હાઈફાઈ હોય. એકોએક વિષયની ગાઈડ હોય, કેટલાય ટ્યુશનો કરાવતો હોય. પણ આટઆટલું હોવા છતાં બિચારો માંડ માંડ પાસ થતો હોય. ઉપદેશમાલામાં આવું જ ઉદાહરણ આપી સંયમોદ્યમની પ્રબળ પ્રેરણા કરી છે मूलग कुदंडगा दामगाणि उच्छूलघंटिआओ य। पिंडेइ अपरितंतो चउप्पया नत्थि य पसूवि॥ तह वत्थपायदंडगउवगरणे जयणकज्जमुज्जुत्तो। જરૂઠ્ઠાવિનિસંરૂતિં વેવમૂહો વિફા૪૪૬-૪૪ના છે. જેમ કોઈ માણસ મૂળ, દંડ, પરોણા, ચાબૂક, ઉસ્કૂલ (), ઘંટડીઓ આ બધું ભેગું કરતો જ જાય, ભેગુ કરતા થાકે જ નહીં. પણ એ બધુ જેનાથી સાર્થક થાય એવો એકે ય ચતુષ્પદ-પશુ તો તેની પાસે હોય જ નહીં. તે જ રીતે કોઈ વેષધારી વસ્ત્ર, પાત્ર, દાંડો, ઉપકરણો વગેરે જયણાના કાર્યોના સાધનોને ઉધતપણે ભેગો કરતો જાય, પણ એ મૂઢ જેના માટે આ બધું છે, તે સંયમયતના જ ન કરે. (૧૦૨) Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન- અધિક પ્રમાણના વસ્ત્રાદિ, શોભા માટે ભલે ન રાખીએ, પણ ઠંડી-ગરમીથી બચવા માટે તો રાખી શકીએ ને ? ઉત્તર- ગ્રંથકારશ્રી આ જ પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા છેशीतातपाद्यान्न मनागपीह, परीषहाँश्चेत् क्षमसे विसोढुम्। कथं ततो नारकगर्भवासસુનિ સોઢાણિ મવાન્તરે મૂ! જો તું અહીં ઠંડી-ગરમી વગેરે પરીષહોને થોડા પણ સહન કરી શકતો નથી, તો પછી તું ભવાંતરમાં નરકના અને ગર્ભવાસના દુઃખોને શી રીતે સહન કરીશ? સહન કરે તે સાધુ. સહન કરવાનો અવસર તો સાધુને મન ઉત્સવ સમાન હોય. અરે, સહન કરવા જ તો તે દીક્ષા લીધી છે. તો પછી સહન કરવાના અવસરને પાછો શી રીતે ઠેલાય ? તારાથી અનુકૂળતાના પૂજારી શી રીતે બની શકાય ? કદાચ તું પરીષહને ઠેલવામાં સફળ થઈ જાય, તો ય એ પરીષહ સહન કરવામાં જે કર્મનિર્જરા થવાની હતી એનાથી તું વંચિત નહીં થઈ જાય ? આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે मायाए उस्सग्गं सेसं च तवमकुव्वओ सहुणो। को अन्नो अणुहोइ सकम्मसेसमनिजरियं ॥ १५४०॥ જે સમર્થ હોવા છતાં માયાથી કાઉસ્સગ અને શેષ તપ નથી કરતો, તેને પોતાના કર્મની જે શેષ રહી, કે જેની નિર્જરા નથી કરાઈ, એ કર્મને બીજું કોણ ભોગવશે ? એને પોતાને જ પોતાનું કર્મ ભોગવવું પડશે. (૧૦૩) Page #107 -------------------------------------------------------------------------- ________________ પહેલા કે પછી, સહન તો કરવું જ પડશે. ફરક એટલો છે કે અત્યારે સ્વાધીનપણે સહન કરવાનું છે, પછી પરાધીનપણે સહન કરવું પડશે, અત્યારે સોય સહવી પડશે. પછી શૂળી સહવી પડશે. સહી લે ભાઈ સહી લે, જો આટલું સહન કરવાથી નરકના દુ:ખો ટળી જતા હોય, જો થોડી ઠંડી-ગરમી સહી લેવાથી ભયંકર ગર્ભાવાસથી છૂટકારો મળી જતો હોય, તો આ તો ઘણો સસ્તો સોદો છે. આ તો તેની અપેક્ષાએ જાણે કાંઈ દુ:ખ જ નથી. આટલું ય જો સહન કરવું નથી, તો તારે નરકના દુ:ખો માટે તૈયાર રહેવું પડશે. પણ આ ય સહન નથી થતું તો એ કેવી રીતે સહન થશે ? ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે- હ્તોડનંતનુાં તěિ - અહીં જે ઠંડીગરમી છે તેના કરતાં અનંતગણી ઠંડી-ગરમી નરકમાં હોય છે. આ જ રીતે અન્ય પરીષહોની બાબતમાં પણ સમજવાનું છે. પ્રશ્ન- છતી શક્તિએ સહન ન કરે તો દોષ છે ને ? જે અસમર્થ હોય એ સહન ન કરે એમાં તો દોષ નથી ને ? ઉત્તર- ના, એમાં દોષ નથી. એટલે જ અહીં આવશ્યક નિર્યુક્તિનો પાઠ આપ્યો એમાં ‘સઘુળો' શબ્દ મુક્યો છે. એક કામળીથી ઠંડી લાગી એટલે બીજી કામળી. હજી ઠંડી લાગી, ત્રીજી કામળી, હજી ઠંડી લાગે છે તો ધાબળો લાવો. આ બધું ઉપલી દૃષ્ટિએ પુષ્ટાલંબનથી સકારણ લાગશે. હવે જુઓ પ્રભુ વીરનો એક પ્રસંગ- શિયાળાની એક રાતે પ્રભુ એક શૂન્ય ઘરમાં કાઉસ્સગ્ગ કરતા હતાં. ધીમે ધીમે ઠંડી વધવા લાગી. ભગવાનને તો સહન જ કરવું હતું, પણ શરીર શરીરનું કામ કરે, કડકડતી ઠંડીના કારણે પ્રભુના દાંત કકડવા લાગ્યાં. કદાચ આ સ્થિતિ ધ્યાનમાં બાધક બની હોય કે એમાં પ્રભુને સૂક્ષ્મ અસંયમના દર્શન થયા હોય, પ્રભુએ બહાર ઓસરીના ભાગમાં આવી કાઉસ્સગ્ગ શરૂ કર્યો. થોડી વાર બાદ અંદર ગયાં. એ જ ( ૧૦૪ ) Page #108 -------------------------------------------------------------------------- ________________ નિર્વસ્ત્ર દશા હતી. પણ હવે શરીરને ગરમાવો લાગે છે. દાંત કકડવા બંધ થઈ ગયાં. બહારનું વાતાવરણ તો એનું એ જ છે. પણ જે એ.સી. માંથી બહાર નીકળે એને બહાર હીટર ચાલુ હોય એવો અનુભવ થાય છે. ૬ સેન્ટીગ્રેડના પાણીમાં હાથ નાખ્યા પછી ર૦ સેન્ટીગ્રેડના પાણીમાં હાથ નાખો તો એ ખૂબ ગરમ લાગે. પણ ૬૦ સેન્ટીગ્રેડના પાણીમાં હાથ નાખ્યા પછી ર૬ સેન્ટીગ્રેડના પાણીમાં હાથ નાખો તો એ સાવ ઠંડુ લાગે. અર્થાત્ ઠંડી-ગરમી આપેક્ષિક છે. બહારના ભાગમાં જવાથી કે થોડી વાર કામળી, કપડો, પાંગરણી ત્યાગ કરવાથી પછી પાંગરણીમાત્ર પણ કામળી જેવો ગરમાવો આપી શકે. આટલું ક્યાં પછી ય થોડી ઠંડી તો લાગે ય ખરી, પણ એટલું ય સહન ન કરે એ સાધુ શી રીતે કહેવાય ? આજે ય એવા મહાત્મા છે કે જેઓ કડકડતી ઠંડીમાં ય અધિક ઉપકરણ વાપરતા નથી. જે ઉપાધિ ઉનાળામાં હોય, એટલી જે ઉપાધિથી શિયાળામાં પણ કામ ચલાવે છે. અરે, એવા મહાત્મા પણ છે કે જેઓ – માત્ર ચોલપટ્ટો પહેરીને ઉપાશ્રયના બહારના ભાગના ઓટલા પર સૂઈને શિયાળાની રાત વીતાવે છે. સ્થાનકવાસી સંપ્રદાયના એક મુનિ ભર ઉનાળામાં પણ બપોરે અગાશીમાં જઈને કલાકો સુધી આતાપના લે છે. मुने ! न किं नश्वरमस्वदेहमृत्पिण्डमेनं सुतपोव्रताद्यैः। निपीड्य भीतिर्भवदुःखराशेहित्वाऽऽत्मसाच्छैवसुखं करोषि ?॥३१॥ ઓ મુનિ ! આ દેહ એક તો “નશ્વર છે, બીજુ પર છે (૧૦૫). Page #109 -------------------------------------------------------------------------- ________________ અને ત્રીજું માટીનો પિંડ છે. આવા દેહને સારા તપો અને વ્રતો વગેરેથી પીડા આપીને જો સંસારના દુખોને તિલાંજલિ આપી. શકાતી હોય, મોક્ષનું સુખ આત્મસાત્ થઈ જતું હોય તો શું એ કરવા જેવું નથી લાગતું? હાથી મરે તો ય સવા લાખનો ગણાય, હરણ મરે તો ય તેનું ચર્મ કામ લાગે, ગાય મરે તો તેનું ય ચામડું કામ લાગે. પણ માણસ મરે તો એનું કશું કામમાં લાગતું નથી. વળી આ તો બીજાના કામમાં લાગે એવી વાત છે. પોતાના કામમાં તો આમે ય કાંઈ લાગતું નથી. શરીરમાં લોહી-માંસચરબી જેટલું બાકી હશે, એ બધું છેલ્લે બળી જવાનું છે. તો પછી એ શરીરથી આત્માનું કામ કેમ ન કાઢી લેવું ? અરે, અંત સમયની વાત તો જવા દો, પ્રતિક્ષણ આ શરીર નાશ પામી રહ્યું છે. શરીરની વ્યુત્પત્તિ જ એ છે કે શીત રૂતિ રૂારીરમ્ - જે શીર્ણ થાય - નાશ પામી જાય તેનું નામ શરીર. વિરારીરત્વાછરીરમ્ - જેનો સતત નાશ પામવાનો સ્વભાવ છે એનું નામ શરીર. વૈરાગ્યશતકમાં કહ્યું છે तं कत्थ बलं तं कत्थ जुव्वणं अंगचंगिमा कत्थ। सव्वमणिच्चं पिच्छह दिटुं नहूँ कयंतेण॥ તે બળ ક્યાં છે ? તે યૌવન પણ ક્યાં છે ? અને તે અંગ સૌન્દર્ય પણ ક્યાં છે ? ખરેખર બધુ જ અનિત્ય છે. યમરાજની દૃષ્ટિ એના પર પડે એની સાથે એ નષ્ટ થઈ જાય છે. પૌવન નનનીચલોપમન્ - એકની એક નદીમાં બીજી વાર પગ મૂકી શકાતો નથી. કારણ કે જેમાં પહેલો પગ મૂક્યો હતો એ પાણી તો ક્યાંય જતું રહ્યું હોય છે. એમાં ય એ નદી જો પર્વત પરથી વહેતી હોય, તો એના વેગની તો શું વાત કરવી ? એ ગિરિનદી જેવું વેગીલું છે યૌવન. (૧૬) Page #110 -------------------------------------------------------------------------- ________________ હજી તો શરીર શક્તિ વિકસિત થઈ હોય.... એવામાં ઝપાટાભેર એ શક્તિ જતી પણ રહે છે. યૌવન વીતી જાય અને શરીર સાવ ખોખલું બની જાય. અરે યૌવનની હાજરીમાં ય જાત જાતના રોગો શરીરને ફોલી ખાય. વૈરાગ્યશતકમાં કહ્યું છે जाव न इंदियहाणी जाव न जररक्खसी परिप्फुरइ । जाव न रोगवियारा जाव न मच्चू समुल्लियइ ॥ જ્યાં સુધી ઇન્દ્રિયની હાનિ ન થાય, જ્યાં સુધી જરા રાક્ષસી પોતાનું પોત ન પ્રકાશે, જ્યાં સુધી રોગવિકારો ન થાય અને જ્યાં સુધી મૃત્યુ ન આવી પડે ત્યાં સુધી તું તારા આત્માનું કામ સાધી લે, કારણ કે પછી બાજી તારા હાથમાં નહીં રહે. શરીર ‘પર’ છે. શરીર ઘસાય એમાં તારું કાંઈ ઘસાતું નથી. શરીર જેટલું નિચોવાય એટલો તું પુષ્ટ થવાનો છે. ઇટોપદેશ નામના ગ્રંથમાં કહ્યું છે यज्जीवस्योपकाराय तद्देहस्यापकारकृत् । यद्देहस्योपकाराय तज्जीवस्यापकारकृत् ॥ જીવ પર ઉપકાર કરનારી જે વસ્તુ છે, તે શરીર પર અપકાર કરે છે. જે શરીર પર ઉપકાર કરે છે, શરીરની આળપંપાળ કરી શરીરને હૃષ્ટપુષ્ટ બનાવે છે, તે જીવ પર અપકાર કરે છે. ના ભાઈ ના, શરીરશુશ્રૂષા અને સંયમસાધના આ બંને તો સંભવિત જ નથી. શરીર પરનું મમત્વ તો ઉતારવું જ પડશે. શરીર પ્રત્યે તો કઠોરનઠોર બનવું જ પડશે. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે દીક્ષાદ્વાત્રિંશિકામાં કહ્યું છે ( ૧૦૭ ) Page #111 -------------------------------------------------------------------------- ________________ शरीरेणैव युध्यन्ते दीक्षापरिणतौ बुधाः। વિબુદ્ધ આત્માઓને દીક્ષા પરિણતિની પ્રાપ્તિ થાય, એટલે તેઓ શરીર સાથે જ યુદ્ધ કરે છે. આચારાંગ સૂત્રમાં કહ્યું છે इमेण चेव जुज्झाहि किं ते जुज्झेण बज्झओ। તું તારા શરીર સાથે જ યુદ્ધ કર, બાહ્ય યુદ્ધનું તને શું કામ છે ? कसेहि अप्पाणं - તું તારા શરીરને કસી નાખ, એને ચૂસી લે, એને નિચોવી નાખએ જ આ જીવનમાં કરવા જેવું છે. એમાં જ તારી દીક્ષાની સાર્થકતા છે. यदत्र कष्टं चरणस्य पालने, परत्र तिर्यग्नरकेषु यत्पुनः। तयोमिथः सप्रतिपक्षता स्थिता, વિશેષદઢાડન્યતરંગહીદિ તત્ા રૂરી અહી તને ચારિત્રની સાધનામાં જે કષ્ટ લાગે છે અને જે કષ્ટતિર્યંચ અને નરકગતિમાં છે, તે બંને કષ્ટો પરસ્પર પ્રતિપક્ષ છે. માટે તું વિશેષષ્ટિથી તે બેમાંથી એકનો ત્યાગ કરી દે. તને વિહારનું કદ કેટલું અને જે બળદ આખી જિંદગી ગાડા અને હળ ખેંચતો રહે છે, તેનું કદ કેટલું? તને લોચનું કદ કેટલું અને જે ભૂંડ રડતી આંખે કરુણ ચિચિયારીઓ સાથે આખે શરીરે લુંચાઈ જાય છે, એનું કષ્ટ કેટલું? તને ગોચરીએ જતાં જે તડકો લાગે છે, એનું કદ કેટલું? અને બારે માસ ખુલ્લા આકાશ નીચે ઊભેલા વૃક્ષોનું કષ્ટ કેટલું? તડકે બાંધેલા જાનવરોનું કદ કેટલું ? સળગતી જવાળાઓમાં ઊંધે માથે શેકાતા ભૂંડનું (૧૦૮) Page #112 -------------------------------------------------------------------------- ________________ કષ્ટ કેટલું? અહીંનો સળગતો ભઠો જેને એ.સી. રૂમ જેવો લાગે એવા નારકનું કષ્ટ કેટલું ? અને ભૂખ્યા-તરસ્યા હાડપિંજર જેવા, તાવથી ધગધગતા ઊંટને ગુણીઓથી ભરેલી ગાડી ખેંચવાનું કષ્ટ કેટલું ? તપેલા જોતરમાં જોડાઈને પહાડ જેવા પરમાધામીને ખેંચવાનું, સાથે ઘણના ઘા ખાવાનું નારકનું કષ્ટ કેટલું? તને સહવર્તીઓ દ્વારા કવચિત્ થતા પરાભવનું કષ્ટ કેટલું? અને જ્યાં જાય ત્યાં હડધૂત થતા... હ હ કરીને હકાલપટ્ટી પામતા કૂતરાનું કઈ કેટલું? તને ગુરુની પરાધીનતાનું (તારું માનેલું) કષ્ટ કેટલું ? અને બોસ તથા બૈરીની દાદાગિરી નીચે દબાતા ગૃહસ્થનું કષ્ટ કેટલું? તને તપસ્યા આદિમાં થતું સુધા પરીષહનું કદ કેટલું? અને ભૂખતરસથી મરી જતા જાનવરનું કષ્ટ કેટલું ? તને અલ્પ ઉપધિથી થતા શીત પરીષહનું કષ્ટ કેટલું? અને સાવ ઉઘાડા શરીરે સાવ ખુલ્લામાં સુસવાટા મારતા, પવનોમાં ડકડતી ઠંડીમાં ધ્રુજતા ધૃજતા આખી રાત વિતાવતા પશુ-પંખી-વિલેન્દ્રિયોનું કદ કેટલું? એકેન્દ્રિયોનું કષ્ટ પણ કેટલું? તને ઊભા ઊભા પ્રતિક્રમણ કરવાનું કદ કેટલું? અને જેણે મરતાં સુધી ઊભા જ રહેવાનું છે, સૂવાનું પણ ઊભા ઊભા જ છે, એ ઘોડાનું કદ કેટલું? કર્જત-કસારાથી મસ્જિદ બંદર જતાં-આવતાં આઠ-આઠ કલાક ટ્રેનમાં ઊભા રહેતા માણસોનું કણ કેટલું ? અરે તું તો પ્રતિક્રમણમાં ય બેસી જાય છે, એમને તો ચાર કલાક ઊભા રહ્યા પછી ય દોડવાનું હોય છે. તારે શું સહન કરવાનું છે ? કેટલું ને કેવું સહન કરવાનું છે ? અને એની સામે ચારે ગતિના કેવા દુઃખો છે ? એનો તો વિચાર કર. એ બને કષ્ટોની કોઈ સરખામણી જ ન થઈ શકે એવું આકાશ-ધરતી જેવું તેમનું અંતર છે. જો કષ્ટોથી તું ગભરાય છે, તો આ બેમાંથી એક પ્રકારના કષ્ટોથી છૂટી જવાની તને સ્વાધીનતા મળી છે. યા તો ચારિત્રના કષ્ટોથી છૂટી જા અને ત્યા તો ચતુર્ગતિક સંસારના કષ્ટોથી છૂટી જા. ના, બંનેથી છૂટી શકાય એવો તો (૧૦૯ ) Page #113 -------------------------------------------------------------------------- ________________ કોઈ રસ્તો જ નથી. એક છોડીશ તો બીજું તો તારે સ્વીકારવું જ પડશે. હવે તું તારી વિશેષદૃષ્ટિથી નિરીક્ષણ કરી લે, કયો સોદો મોંઘો છે ? અને કયો સોદો સસ્તો છે ? તને શું પોસાય એવું છે ? એનો વિચાર કરી લે, અને બેમાંથી એકને ફગાવી દે અને બીજાને અપનાવી દે. ? शमत्र यद्विन्दुरिव प्रमादजं, परत्र यच्चाब्धिरिव द्युमुक्तिजम् । तयोर्मिथः सप्रतिपक्षता स्थिता, विशेषदृष्ट्याऽन्यतरद् गृहाण तत् ॥ ३३॥ અહીં જે પ્રમાદનું સુખ છે એ બિંદુ જેટલું છે અને પરલોકમાં દેવલોક અને મુક્તિનું જે સુખ છે એ દરિયા જેટલું છે. આમ એ બંને સુખોમાં પરસ્પર પ્રતિપક્ષ ભાવ છે, તું વિશેષદૃષ્ટિથી એ બેમાંથી એકનું ગ્રહણ કરી લે. કાજો લીધો અને સૂપડીમાં ભરી વિધિથી પરઠવવાને બદલે દંડાસણથી જ્યાં ત્યાં નાખી દીધો, આ પ્રમાદનું સુખ કેટલું ? અને સોળસોળ મણના મોતીઓની આલ્ફાલનના સુમધુર રણકારો અને સુગંધી પવન સાથે સુકોમળ શય્યામાં પરમાનંદમગ્ન બનેલા સર્વાર્થસિદ્ધ વિમાનના દેવનું સુખ કેટલું ? અહીં દિવસે સૂવાના પ્રમાદનું સુખ કેટલું ? અને અનિમેષ નયને હજારો વર્ષોના દિવ્ય નાટકો અને સંગીતોની મહેફિલ માણતા દેવોનું સુખ કેટલું ? અહીં આજુ-બાજુ શું ચાલે છે – કોણ આવ્યું–ગયું – ઇત્યાદિ જોવાના પ્રમાદનું સુખ કેટલું ? અને માનસરોવર, મેરુપર્વત અને જંબુદ્રીપની જગતી આદિમાં મહાલતા દેવોનું સુખ કેટલું ? અહીં સ્વાધ્યાયની ઉપેક્ષા કરીને જે-તે વાંચવાના પ્રમાદનું સુખ કેટલું ? અને હજારો રૂપો કરીને દેવીઓ ( ૧૧૦ ) Page #114 -------------------------------------------------------------------------- ________________ સાથે દિવ્ય ભોગ ભોગવતા દેવેન્દ્રોનું સુખ કેટલું? અને જિનજન્માભિષેકની મોજ માણતા દેવોનું સુખ કેટલું? અરે, ત્રણ કાળના સર્વદેવોના સર્વ સુખો પણ જેની પાસે વામણા છે, એવું મોક્ષનું સુખ કેટલું? એનો તો વિચાર કર. सुरगणसुहसमत्तं सव्वद्धापिंडियं जइ हवेजा। न य पावइ मुत्तिसुहं गंताहिं वग्गवग्गूहिं॥ દેવગણનું સમસ્ત સુખ ભેગું કરવામાં આવે અને ત્રણે કાળના સમયો વડે એનો ગુણાકાર કરવામાં આવે, એના પણ અનંત વર્ગો કરવામાં આવે તો ય એ મુક્તિના સુખની બરોબરી ન કરી શકે. ક્યાં પ્રમાદનું સુખ ! ક્યાં દેવલોકનું સુખ! અને ક્યાં મોક્ષનું સુખ! निच्छिन्नसव्वदुक्खा जाइजरामरणविप्पमुक्का य। अव्वाबाहं सोक्खं अणुहवंति सासयं सिद्धा॥ (પુષ્પમાલા-૪૬૩) સિદ્ધોના સર્વ દુઃખોનો ક્ષય થયો છે, જન્મ-જરા અને મરણની યાતનાઓથી તેઓ મુક્ત થયાં છે અને તેઓ અવ્યાબાધ શાશ્વત સુખનો અનુભવ કરે છે. પંચસૂત્રમાં સિદ્ધોનું એક વિશેષણ કહ્યું છેTUરુવમસુસં યા - સિદ્ધોનું સુખ નિરુપમ છે. આખી દુનિયામાં એવી કોઈ ઉપમા જ નથી, કે જેનાથી સિદ્ધના સુખને સમજી શકાય. યા તો તું પ્રમાદનું તુચ્છ અને સુદ્ર સુખ મેળવી લે, અને યા તો દેવલોકનું દિવ્ય સુખ અને સિદ્ધિનું નિરુપમ સુખ મેળવી લે. એક લેવા માટે બીજાને ફરજિયાત છોડવું પડશે. બોલ, સારું એ તારુ. (૧૧૧) Page #115 -------------------------------------------------------------------------- ________________ नियंत्रणा या चरणेऽत्र तिर्यस्त्रीगर्भकुम्भीनरकेषु या च। तयोमिथः सप्रतिपक्षभावाद्विशेषदृष्ट्याऽन्यतरांगृहाण॥३४॥ અહીં ચારિત્રમાં જે નિયંત્રણા છે અને તિર્યંચગતિમાં, સ્ત્રીના ગર્ભરૂપી કુંભમાં અને નરકોમાં જે નિયંત્રણા છે, એ બનેમાં પરસ્પર પ્રતિપક્ષતા છે, માટે તું વિશેષ દૃષ્ટિથી એ બેમાંથી એક નિયંત્રણાને સ્વીકારી લે. પ્રાયઃ દરેક જીવનો એક સ્વભાવ છે કે એને સ્વાધીનતા ગમે છે અને પરાધીનતા નથી ગમતી. સ્વચ્છંદતા ગમે છે, સમર્પણ નથી ગમતું. સ્વૈરતા ગમે છે, નિયંત્રણા નથી ગમતી. પણ જો ખરેખર નિયંત્રણાથી મુક્ત થવું હોય, શાશ્વત સ્વરતાના સ્વામી થવું હોય, તો ચારિત્રની નિયંત્રણા સ્વીકારવી જ પડશે. જે આ નિયંત્રણાથી છૂટવા માંગે છે, એના પર સમગ્ર સંસારની નિયંત્રણાઓ લદાઈ જાય છે. જે ચારિત્રની નિયંત્રણ સ્વીકારી લે છે, એ અલ્પ સમયમાં જ સર્વ નિયંત્રણાઓથી મુક્ત થઈ જાય છે. તિર્યંચગતિની નિયંત્રણા કેવી ! પ્રાણીબાગના પ્રાણીઓની વ્યથા જોઈ લો. કોઈ બળદની આંખે આંસુની ધાર જોઈ લો. સાંકળથી બાંધેલો કૂતરો જોઈ લો, ચાબૂકના ટકા ખાતો ઘોડો જોઈ લો, પોસ્ટ્રીફાર્મોની કરોડો મરઘીઓ તરફ નજર કરો. કો'કની આંખ કાપી નાખી છે, કો'કની પાંખ કાપી નાખી છે. સંકડાશમાં અથડાય, કૂટાય, લડી-ઝગડીને લોહીલુહાણ થઈ જાય, પાંજરાની અંદર જ મરણશરણ થઈ જાય. પ્રયોગશાળામાં જેમના શરીર સાથે જડની જેમ વ્યવહાર કરાય છે, એવા સસલાઓ અને વાંદરાઓની પરિસ્થિતિનો વિચાર કરો. અરે, જંગલમાં મુક્તપણે ફરતા પ્રાણીઓ દેખાય છે એમનું પણ જીવન કેવું પરવશ ! કોઈ સલામતી નહીં, (૧૧૨) Page #116 -------------------------------------------------------------------------- ________________ અડધી રાતે કોઈ એમનો કોળિયો કરી જાય, કોઈ શિકારી એમને બંદૂકથી નિશાન બનાવી દે. નરકગતિની કેવી નિયંત્રણા ! अच्छिनीमीलियमेत्तं नत्थि सुक्खं दुक्खमेव पडिबद्धं । नरए नेरइयाणं अहोनिसि पच्चमाणाणं॥ જેમને આંખો પલકારો થાય એટલા સમયનું પણ સુખ નથી, માત્ર ને માત્ર દુઃખ જ જેમની સાથે પ્રતિબદ્ધ છે, રે, દિવસ-રાત ભઠ્ઠીમાં શેકાવા જેવી વેદના વેઠતા એ નારકો, એમને ક્યાંય શાંતિ નથી. બિચારા મરવા ચાહે છે પણ નરકાયુષ્યની નિયંત્રણા એમને મરવા પણ દેતી નથી. दुर्गन्धतो यदणुतोऽपि पुरस्य मृत्युरायूंषि सागरमितान्यनुपक्रमाणि। स्पर्शः खरः क्रकचतोऽतितमामितश्च, दुःखावनन्तगुणितौ भृशशैत्यतापौ॥ तीव्रा व्यथाः सुरकृता विविधाश्च यत्र क्रन्दारवैः सततमभ्रभृतोऽप्यमुष्मात् किं भाविनो न नरकात् कुमतेर्बिभेषि યજ્યોત સુર્વિષયૂઃ વષાથી (5ધ્યમિપૂન ૮/૧૦-૧૧) જેની જરા પણ દુર્ગધથી આખું નગર મરી જાય, જ્યાં સાગરોપમાં જેટલા નિસ્પક્રમ આયુષ્ય છે. જ્યાંની ધરતીનો સ્પર્શ કરવત કરતાં પણ કર્કશ છે. જ્યાં ઠંડી-ગરમીના દુઃખ અહીં કરતાં અનંતગુણ છે. જ્યાં દેવકૃત વિવિધ વ્યથાઓ છે. જ્યાં આકાશ આકંદના અવાજોથી ભરેલું છે. ઓ કુમતિ ! શું તું આવા ભાવિ નરકાવાસથી ડરતો નથી કે ક્ષણિક સુખ આપનારા વિષયોથી આનંદ પામે છે, અને કષાયોમાં ભાન ભૂલે છે. (૧૧૩) Page #117 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સૂત્રના મૃગાપુત્રીય અધ્યયનમાં નરકની વેદનાનું જે વર્ણન કર્યું છે, તે વાંચીને પણ કંપારી છૂટી જાય છે. મૃગાપુત્ર રાજકુમાર જાતિસ્મરણ જ્ઞાનથી પોતે પોતાની નરકને સાક્ષાત્ જુએ છે. એ જોયા પછી તેનું ભયાનક વર્ણન કરે છે અને છેલ્લે કહે છે निच्वं भीएण तत्थेण दुहिएण वहिएण य । परमा दुहसंबद्धा वेयणा वेदिता मए ॥ तिव्वचंडप्पगाढाओ घोराओ अइदुस्सहा । महब्भयाओ भीमाओ नरएसु वेदिता मए ॥ जारिसा माणुसे लोए ताया दीसंति वेयणा । एतो अनंतगुणिया नरएसु दुक्खवेयणा ।। (ઉત્તરાધ્યયન ૧૧/૯૧-રૂ) નરકમાં હું હંમેશા ભયભીત હતો, હંમેશા દુ:ખી હતો અને સદા ય વ્યથિત હતો. પરમ દુઃખસંબદ્ધ એવી વેદના મેં ભોગવી. એ વેદના અત્યંત પ્રચંડ અને પ્રગાઢ હતી. ઘોર અને ખૂબ દુસ્સહ હતી. એ મહાભયા અને ભીષણ હતી. હે તાત ! મનુષ્યલોકમાં જેવી વેદનાઓ દેખાય છે, નરકમાં એના કરતા અનંતગુણ દુ:ખ વેદના છે. ગર્ભાવાસની વેદના પણ કેટલી ભયંકર ! સાડાત્રણ કરોડ સોયા તપાવીને લાલચોળ કરવામાં આવે અને તેને એક સાથે સાડાત્રણ કરોડ રુંવાડામાં ઘોંચી દેવામાં આવે, એનાથી જે વેદના થાય, એના કરતાં આઠ ગણી વેદના ગર્ભાવાસની પ્રત્યેક ક્ષણે હોય છે. જન્મ સમયે તો એના કરતાં ચ અનંતગણી પીડા થાય છે. ઓ મુનિ ! આ બધી નિયંત્રણામાંથી છૂટવું હોય, તો ચારિત્રની ( ૧૧૪ ) Page #118 -------------------------------------------------------------------------- ________________ નિયંત્રણાનો હસતા મોંએ સ્વીકાર કરી લે. જે બધી નિયંત્રણાઓથી મુક્ત કરી દે એ નિયંત્રણા નહીં, બલ્ક સુરક્ષા છે, એવું તારા મનમાં ફીટ કરી દે. આજથી સંકલ્પ કર કે મારે જિનાજ્ઞા-ગુર્વાજ્ઞાને પૂર્ણપણે સમર્પિત થઈ જવું છે. ચારિત્રના સુરક્ષાકવચને મારે ધારણ કરવું છે, જેથી મારા પર સંસારની કોઈ નિયંત્રણા ન લદાઈ શકે. सह तपोयमसंयमयन्त्रणां, स्ववशतासहने हि गुणो महान्। परवशस्त्वतिभूरि सहिष्यसे, न च गुणं बहुमाप्स्यसि कञ्चन ॥ ३५॥ તપ, નિયમ અને સંચમના નિયંત્રણોને તું સહી લે. સ્વાધીનપણે સહન કરવાથી મોટો લાભ થશે. પરાધીનપણે સહન તો ઘણું ઘણું કરવું પડશે. પણ એનો તને કોઈ લાભ નહીં થાય. ગજસુકુમાલ મુનિએ બળતું માથું સહન કર્યું. મેતારજ મુનિએ વાધરની ભીંસથી ડોળા નીકળી પડ્યા એની વેદના સહન કરી. બંધક મુનિએ જીવતા ચામડી ઉતારવાની વેદના સહન કરી. તે મહાપુરુષો આવા મરણાંત ઉપસર્ગોને સહન કરીને ભવનો પાર પામી ગયાં. આ પ્રસંગો પર વિચાર કરીએ. શું આ વેદના અપૂર્વ હતી ? ના, અનાદિ સંસારમાં આવી વેદનાઓ તો અનંતી વાર સહી હતી. ફરક એટલો જ કે આ સ્વાધીનપણે સહી અને પૂર્વે અનંતવાર પરાધીનપણે સહી, અનિચ્છાએ સહી. એ સહન કરતાં તીવ્ર આર્ત-રૌદ્રધ્યાન ક્યું અને મરીને દુર્ગતિએ જતાં રહ્યા. આ એ મહાપુરુષો પૂરતી વાત નથી. વ્યવહારરાશિના મોટા ભાગના જીવોની વાત છે. રે, જે નિમિત્તથી મોક્ષે જવાનું હતું, તે નિમિત્તથી આપણે સાતમી (૧૧૫) Page #119 -------------------------------------------------------------------------- ________________ નરકે જતાં રહ્યા. આજે ખરી સમજ મળી છે. તો સ્વાધીનપણે સહી લઈએ. सह कलेवर ! खेदमचिन्तयन्, स्ववशता हि पुनस्तव दुर्लभा। घनतरं च सहिष्यसि जीव ! हे, परवशो न च तत्र गुणोऽस्ति ते॥ ઓ મારા શરીર ! તું થાકીશ માં, તું કંટાળીશ મા, તું ઊંચો-નીચો થઈશ મા, તું ઈન્કાર કરીશ મા. તું માત્ર સહન કર્યો જા. કારણ કે ફરીથી તેને સ્વાધીનતા મળવી દુર્લભ છે. હે જીવ! પરાધીનપણે તને સહન તો ઘણું કરવું પડશે, પણ એનાથી તેને કોઈ લાભ નહીં થાય. अणीयसा साम्यनियन्त्रणाभुवा, मुनेऽत्र कष्टेन चरित्रजेन च। . यदि क्षयो दुर्गतिगर्भवासगासुखावलेस्तत्किमवापि नार्थितम् ॥ ३६॥ ઓ મુનિ ! સમતાના થોડા નિયંત્રણથી અને ચારિત્રથી અહીં જે કષ્ટ પડે છે એનાથી જે દુર્ગતિ અને ગર્ભવાસના દુખોનો ક્ષય થઈ જતો હોય તો શું આ રીતે તારો સ્વાર્થ સધાઈ જતો નથી? જે પ્રયોજનથી તે દીક્ષા લીધી છે એ પ્રયોજન સિદ્ધ થઈ જતું નથી ? त्यज स्पृहां स्वःशिवशर्मलाभे, स्वीकृत्य तिर्यग्नरकादिदुःखम् । (૧૧૬) Page #120 -------------------------------------------------------------------------- ________________ सुखाणुभिश्चेद्विषयादिजातैः, सन्तोष्यसे संयमकष्टभीरुः॥ ३७॥ ઓ મનિ ! જો તું સંયમના કષ્ટથી કરે છે અને વિષયાદિજનિત તુચ્છ સુખથી જ સંતોષ પામે છે, તો પછી તું સ્વર્ગ અને મોક્ષના સુખની સ્પૃહા છોડી દે અને તિર્યંચ-નરક વગેરેના દુખોને ભોગવવા માટે તૈયાર થઈ જા. समग्रचिन्तार्तिहृतेरिहापि, यस्मिन् सुखं स्यात्परमं रतानाम्। परत्र चन्द्रादिमहोदयश्रीः, પ્રમાદપિ ચન્નેિ? રૂ૮. જેમાં રમણ કરનારાઓની અહીં પણ બધી ચિંતા અને દુખો જતાં રહે છે, પરમ સુખની પ્રાપ્તિ થાય છે, અને પરલોકમાં ઇન્દ્ર વગેરે પદવી મળે છે, અહમિન્દ્ર વગેરે પદવી મળે છે, મુક્તિલક્ષ્મીની પણ પ્રાપ્તિ થાય છે. એવા ચારિત્રમાં પણ તું પ્રમાદ કેમ કરે છે? દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે ચારિત્રમાં સુખ પણ છે અને દુઃખ પણ છે देवलोयसमाणो य परिआओ महेसिणं। रयाणं अरयाणं च महानरयसारिसो॥ (चू-१, श्लो-१०) જેઓ સંયમમાં રતિ કરે છે એવા મોક્ષાર્થીઓને માટે સંયમ દેવલોક- સમાન છે. અને જેઓ સંયમમાં અરતિ કરે છે, એમના માટે સંયમ મહાનરકસમાન છે. (૧૧૭) Page #121 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકારશ્રી પણ આ જ વાત કરે છે કે જેઓ સંયમમાં રત છે, તેમને પરમ સુખની પ્રાપ્તિ થાય છે. પરમ એટલે સમગ્ર સંસારમાં બીજા કોઈને ન હોય એવું સુખ. હદયપ્રદીપ ષáિશિકામાં કહ્યું છે न देवराजस्य न चक्रवर्तिनस्तन्नो सुखं रागयुतस्य मन्ये । વીતરાય ને સલામ निष्ठस्य चित्ते स्थिरतां प्रयाति ॥ ३४॥ - રાગી એવા ઇન્દ્રકે ચક્રવર્તીને પણ તે સુખ પ્રાપ્ત નથી થતું કે જે સુખ સદા આત્મનિષ્ઠ એવા મુનિના મનમાં પ્રતિષ્ઠિત થાય છે. ચારિત્રીને આલોક કે પરલોકની કોઈ ચિંતા નથી. અસંયમીને પાપાનુબંધી પુણ્યના ઉદયે કદાચ આલોકની ચિંતાઓ મટી ગઈ હોય, તો ય પરલોકની ચિંતા બમણી બની જાય છે. કદાચ એ જીવ પુણ્યોદયમાં ભાન ભૂલ્યો હોય, તો ય અંત સમયે તે કરૂણ ચિચિયારીઓ પાડે છે. એને પોતાની દુર્ગતિનો વિચાર ધ્રુજાવી દે છે. અને એ કલ્પાંત કરી મૂકે છે. ઉપદેશમાલામાં કહ્યું છે आउं संविल्लंतो सिढिलंतो बंधणाइँ सव्वाइं। देहट्टिइं मुयंतो झायइ कलुणं बहुं जीवो॥ इक्कंपि नत्थि जं सुठु सुचरियं जह इमं बलं मज्झ। નામદારો મરતે મંડપુ?િ ૪૬૭-૪૬૮. આયુષ્ય તુટી રહ્યું હોય, બધા સાંધાઓ શિથિલ થઈ રહ્યા હોય, દેહસ્થિતિ છોડવાની તૈયારી હોય, ત્યારે જીવ બહુ કરુણ વિલાપ કરે છે, (૧૧૮) Page #122 -------------------------------------------------------------------------- ________________ મારી પાસે એક પણ એવું સદાચરણ નથી કે જેના બળે હું સદ્ગતિમાં જઈ શકું. હાય, મરણાંતે મંદપુષ્યને કોણ સહારો બને? નિશ્ચિત તો હોય સુસાધુ. નથી આલોકની ચિંતા કે નથી પરલોકની ચિંતા. ઉપદેશમાલાકારે જ કહ્યું છે कत्तो चिंता सुचरियतवस्स गुणसुट्टियस्स साहुस्स ?। सोगइगमपडिहत्थो, जो अच्छइ नियमभरियभरो॥४७०॥ જેમણે સારી રીતે તપસાધના કરી લીધી છે. જે ગુણોમાં સુસ્થિત છે. જેમણે સદ્ગતિનું રીઝર્વેશન કરાવી લીધું છે. જે હંમેશા નિયમોના ભારથી ભરેલા જ રહે છે. એવા મહાત્માને શાની ચિંતા હોય? અહીં સમતાસુખનો આનંદ છે. આરાધનાનો આલાદ છે. અને પરલોકમાં દેવેન્દ્ર, અહમિન્દ્ર અને સિદ્ધના સુખો છે. સંયમની કેવી શક્તિ ! આવા સંયમની પ્રાપ્તિ થયા પછી ય તું પ્રમાદ કરે છે ? महातपोध्यानपरीषहादि, न सत्त्वसाध्यं यदि धर्तुमीशः। तद्भावनाः किं समितीश्च गुप्तीઈન્સ્ટશિવાર્થન્ન મન:પ્રાધ્યા? રૂ .. હે મોક્ષાર્થી ! ઉગ્ર તપ, ધ્યાન, પરીષહતિતિક્ષા વગેરે વિશિષ્ટ સત્વથી કરી શકાય છે. જો એ કરવા તું સમર્થ નથી, તો ભાવના, સમિતિ અને ગુપ્તિ તો મનથી સાધી શકાય છે, એ ચ તું કેમ ધારણ કરતો નથી? ભૂકંપગ્રસ્ત વિસ્તારમાંથી એક કાર જઈ રહી હતી. ત્યાંના (૧૧૯) Page #123 -------------------------------------------------------------------------- ________________ હૃદયદ્રાવક દૃશ્યો જોતા જોતા એ કારમાં બેઠેલા એક યુવાને બીજા યુવાનને કહ્યું, ‘મારી પાસે અબજો રૂપિયા હોત તો હમણા જ દાન આપીને આ આખું ગામ ફરીથી બેઠું કરી દેત’ હજી તો આ વાત ચાલી રહી છે, ત્યાં કોઈ કારણસર કાર ઊભી રહી ગઈ. ભૂકંપનો ભોગ બનેલ કો'ક બાળક કાર પાસે દોડી આવ્યો. એના ૫ડાં ચીંથરેહાલ હતાં, તો શરીર લોહીલુહાણ હતું, એના કરતાં ય વધુ દુઃખ એને ભૂખનું હતું. એ પેલા યુવાન પાસે કાકલૂદી કરવા લાગ્યો, “સા'વ પર રુપયે તળિયે, વદત મૂરવ સંગી હૈ!” પેલા યુવાને એને ધુત્કારી કાઢ્યો, ‘ગા, ગા, તેરે નૈસે તો વત ગાયે, સડો ફૂંકયા ?” છોકરો બિચારો સાવ જ હેબતાઈ ગયો. યુવાનના ઈશારાથી કાર આગળ વધી ગઈ. પાંચ રૂપિયા ય જેને છૂટતા નથી એની અબજોના દાનની વાત કેવી કહેવાય ? “ઉગ્ર તપ વગેરે મારાથી ન થઈ શકે, કાળ પડતો છે, શરીર નબળું છે, ખાન-પાનમાં કસ રહ્યો નથી. આવામાં ઓળી-એકાસણા શી રીતે થાય ?' આવી વાતો કરીને જે સમિતિ-ગુમિમાં ય પ્રમાદ કરે, એની વાતો માત્ર વાતો જ (વાક્માત્ર) કરે છે ને ? પુષ્પમાલામાં પણ કહ્યું છે · जइ घोरतवच्चरणं असक्कणिजं न कीरए इण्डिं। किं सक्का विन कीरइ, जयणा सुपमजणाईया?॥१९१॥ જો ઉગ્ર તપશ્ચર્યા અને ઉગ્ર ચારિત્ર વર્તમાનમાં અશક્ય હોય અને તેથી એ ન કરી શકતો હોય, તો જે શક્ય છે એવી પણ સુંદર પ્રમાર્જનાદિ જયણા કેમ નથી કરતો ? જ્યાં શક્યનો પણ ઉલ્લાસ નથી ત્યાં અશક્યનો વિલાપ માયા માત્ર જ કરે છે. અપવાદ કદાચ ત્રીજા પહોરે વિહાર કરવાની બાબતમાં મળી શકે. અપવાદ કદાચ અપકૃતમાત્ર આહાર કરવાની બાબતમાં મળી શકે. પણ જોયા વિના ચાલવામાં ક્યો અપવાદ મળી (૧૨૦) Page #124 -------------------------------------------------------------------------- ________________ શકે ? મુહપત્તિના ઉપયોગ વિના બોલવામાં ક્યો અપવાદ મળી શકે ? નિષ્કારણ દોષિત વાપરવામાં કયો અપવાદ મળી શકે ? બે દાદરા ચડીને પણ અલ્પદોષવાળા સ્થાને પરઠવીને પારિષ્ઠા, સમિતિ આરાધના કરવામાં કે એક કિ.મી. દૂર થંડિલભૂમિ ન જવામાં કયો અપવાદ મળી શકે ? મનને ભટકતું રહેવા દેવું અને અનિત્યાદિ ભાવનાઓ ન ભાવવી એમાં ક્યો અપવાદ મળી શકે ? ' અરે, જ્યાં પોતાના મનથી કારણની કલ્પના કરીને દોષ સેવાય, એ કારણ વાસ્તવમાં પુણાલંબન ન હોય, એવી પણ શક્યતા છે. કારણ કે નિઃસર્વ જીવને મન તો બધું કારણ જ છે. આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે आलंबणाण लोगो भरिओ जीवस्स अजउकामस्स। जं जं पिच्छइ लोए तं तं आलंबणं कुणइ॥ ११८८॥ જેને સાધના નથી કરવી એવા જીવ માટે આખી દુનિયા આલંબનથી ભરેલી છે. એને જે જે દેખાશે એ બધાને અપવાદ (7) નું આલંબન સમજી લેશે. વિદેશની વાત છે. એક યુવાન ઓફિસથી થાક્યો પાક્યો ઘરે આવ્યો. આવીને સીધો સોફા પર ઢસડાઈ પડ્યો. જાણે આંગળી હલાવવાની પણ શક્તિ રહી ન હતી. એવામાં ફોનની રીંગ વાગી. એણે રિસિવર ઉપાડ્યું. હેલો... એ સ્ત્રીંગની જેમ ઉછળી પડ્યો. એના મિત્રનો ફોન હતો. ડાન્સ પાર્ટીનું આમંત્રણ મળ્યું હતું. ફોન મૂકીને એ ઉલ્લાસથી દોડી ગયો. બાઈક મારી મૂકી. રાતના ત્રણ વાગ્યા સુધી મન મૂકીને નાચ્યો. થાક એમાં લાગે છે કે જે કરવાની આપણી રુચિ નથી. બહાનુ એમાં કઢાય છે કે જે સાધનામાં આપણને રસ નથી. આ હકીક્ત કેટલી (૧૨૧) Page #125 -------------------------------------------------------------------------- ________________ ગંભીર છે! શું સાધના પ્રત્યે આપણો ભાવ પ્રતિબંધ નથી ? સંયમ પ્રત્યે આપણો પક્ષપાત નથી ? પક્ષપાત તો એમાં છે કે બહાનું કાઢીને આપણે જેનું સેવન કરીએ છીએ. જો સંયમનો પક્ષપાત નથી તો સંયમીની ભૂમિકા તો નથી જ, સમ્યગ્દષ્ટિની ભૂમિકા પણ નથી. કારણ કે સંયમનો પક્ષપાત એ તો સમ્યગ્દર્શનનો જ પર્યાય છે. હાય, સાધુના વેષમાં ય, વ્યવહારથી છઠે ગુણસ્થાનકે પણ નિશ્ચયથી મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનક ? આ વિષમતામાંથી આત્માને શે બહાર લાવવો ? સંયમનો પક્ષપાત શે ઊભો કરવો? ચારિત્રમાં પરાક્રમશે દાખવવું? ગ્રંથકાશ્રી જ એનો ઉપાય બતાવી રહ્યા છે अनित्यताद्या भज भावनाः सदा, यतस्व दुःसाध्यगुणेऽपि संयमे। . जिघृत्सया ते त्वरते ह्ययं यमः, श्रयन् प्रमादान्न भवाद्विभेषि किम् ?॥ ४०॥ તું હંમેશા અનિત્યતા વગેરે ભાવનાઓનું પરિભાવન કર. જેના મૂલગુણો અને ઉત્તરગુણો દુસાધ્ય છે એવા પણ સંયમમાં યત્ન કર. તને ઉપાડી લેવા માટે આ ચમરાજ ઉતાવળો થયો છે. તું પ્રમાદોને સેવે છે, તો શું તને સંસારનો કોઈ ભય જ નથી? અનિત્યતાદિ ભાવનાઓથી મન ભાવિત નથી, માટે જ હજી ભવનિર્વેદ થયો નથી. માટે તું અનિત્યતા વગેરે ભાવનાઓથી ભાવિત થા. ચેતન-અચેતન બધું જ કેટલું અનિત્ય છે. તું કેટલો અશરણ છે. સંસાર કેટલો ભયંકર છે. તેનું ચિંતન કર. તું એકલો છે, સર્વ સંયોગોથી અન્ય છે, શરીર તો અશુચિનો ગાડવો છે. એનો વિચાર કર. આશ્રવ કેટલો બિહામણો છે, સંવર કેટલો સોહામણો છે અને નિર્જરા કેટલી ઉપાદેય છે, એનું (૧૨૨) Page #126 -------------------------------------------------------------------------- ________________ પરિભાવન કર. એક માત્ર ધર્મ જ તરણોપાય છે. બોધિ ખૂબ ખૂબ ખૂબ દુર્લભ છે, એનો તું વિમર્શ કરી લે. બસ, તું આટલું કર પછી તને સાધનાનો ઉલ્લાસ જાગ્યા વિના નહીં રહે. ષોડશક પ્રકરણમાં પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છેसिद्धान्तकथा सत्सङ्गमश्च मृत्युपरिभावनं चैव। दुष्कृतसुकृतविपाकालोचनं मूलमस्यापि॥ एतस्मिन् खलु यत्नो विदुषा सम्यक् सदैव कर्तव्यः। મામૂર્તમિદંપરHસર્વર્યાદિયામાયા ૧૨/૧૬-૧૬ સિદ્ધાન્તસ્થા, સત્સંગ, મૃત્યુનું ચિંતન, દુષ્કૃતવિપાકનું ચિંતન તથા સુકૃતવિપાકનું ચિંતન એ શ્રુતગર્ભિત ગુરુવિનયનું પણ મૂળ છે. આ પાંચ વસ્તુમાં વિદ્વાને હંમેશા સમ્યક પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે સમસ્ત યોગમાર્ગનું ઉદ્દભવસ્થાન આ જ છે. એમાં જેટલી ખામી હોય એટલી સાધનામાં ખામી. એટલે જ તો પ્રાર્થનાસૂત્રમાં સૌ પ્રથમ માંગણી ભવનિર્વેદની કરી છે. જન્મ-જરામરણમય ચતુર્ગતિક સંસાર પર જ્યાં સુધી નફરત ન છૂટી જાય, જ્યાં સુધી સંસારનો તીવ્ર કંટાળો જાગૃત ન થાય. જ્યાં સુધી સંસારમાં લેશ પણ સુખના દર્શન થાય. ત્યાં સુધી સાધનાનો સહજ અદમ્ય ઉલ્લાસ ન જાગે. ત્યાં સુધી બહાનાબાજી બંધ ન થાય. માટે પહેલા નંબરમાં તો ઝળહળતો વૈરાગ્ય જોઈએ. માટે જ તો દીક્ષાર્થીની પાત્રતાનો વિચાર કરતાં કરતાં, અનેક ગુણોની છણાવટ ર્યા પછી છેલ્લે શાસ્ત્રકારોએ કહ્યું કે બીજું બધુ કદાચ ઓછું-વતુ હોય, પણ જો એનામાં વૈરાગ્ય અને ગુરુસમર્પણ આ બે ગુણો હોય તો એ પણ દીક્ષા માટે યોગ્ય પાત્ર છે. (૧૨૩) Page #127 -------------------------------------------------------------------------- ________________ ભાવનાઓના પરિભાવન સાથે ગ્રંથકારશ્રી બીજી પણ ભલામણ કરે છે કે, તને જે સંયમ દુઃસાધ્ય લાગે તેમાં પણ તું યત્ન કર. તારો ઉત્સાહ તારા વીર્યાન્તરાય કર્મને તોડી નાખશે. તને દુઃસાધ્ય લાગતી સાધના પણ સુસાધ્ય બની જશે. વાસ્તવમાં તો તારો અનુત્સાહ જ વીર્યાન્તરાયના ઉદયનું કારણ બની રહ્યો હતો. વીર્યાન્તરાયથી અનુત્સાહ, અનુત્સાહથી છતી શક્તિએ અપ્રવૃત્તિ અને અપ્રવૃત્તિથી વીર્યાન્તરાય, આ વિષચક્રમાં તું ફસાઈ ગયો હતો. હવે તું સત્ત્વ ફોરવ. ઉત્સાહથી સાધનામાં જોડાઈ જા, શરૂઆતમાં થોડી તકલીફ પડશે ય ખરી, અનાદિકાળના કુસંસ્કારો અને સુખશીલતાથી ટેવાયેલું તારું શરીર બળવો પણ કરશે. પણ તું હિંમત હારીશ મા. જો તું અણનમ રહીશ, તો એમને ઝુક્યા વિના છૂટકો જ નથી. અને આ શરૂઆત પણ આજે ને હમણાથી જ કર, કારણ કે યમરાજ તને ભાળી ગયો છે. એનો હાથ તારા તરફ લંબાઈ ગયો છે. એ તને પકડે એટલી જ વાર છે. રે, યમરાજે તને પકડી લીધો હોય અને ખાવાની તૈયારી કરતો હોય, તો ય કોને ખબર છે ? कवलयन्नविरतं जङ्गमाजङ्गमं, जगदहो नैव तृप्यति कृतान्तः। मुखगतान् खादतस्तस्य करतलगतैः, न कथमुपलप्स्यतेऽस्माभिरन्तः॥ ચરાચર સમગ્ર જગતનો યમરાજ કોળિયો કરી રહ્યો છે. એનું આ ભોજન સતત ચાલુ જ છે. તો ય એ કદી તૃમિ પામતો નથી. મુખમાં રહેલાને એ ખાઈ રહ્યો છે અને આપણે તેના હાથમાં રહેલા છીએ, તો શું આપણો ય અંત નહીં આવે ? (૧૨૪) Page #128 -------------------------------------------------------------------------- ________________ ઓ મુનિ ! આ વ્યાખ્યાઓને અંતરમાં કોતરી રાખ, પ્રમાદ એ જ મૃત્યુ, પ્રમાદ એ જ સંસાર, પ્રમાદ એ જ નરક, ઝેર ખાવું હજી કદાચ સારું, પણ પ્રમાદ કરવો સારો નહીં- કવિ ચ વિરવયવં વિર્સ, નો પુણો સેવિયબ્બો પમાગો- (સમરાઈગ્ય કહા) हतं मनस्ते कुविकल्पजालैर्वचोऽप्यवद्यैश्च वपुः प्रमादैः। लब्धीश्च सिद्धीश्च तथापि वाञ्छन्, मनोरथैरेव हहा ! हतोऽसि ॥४१॥ તારું મન કુવિકલ્પોથી વિનષ્ટ છે, વચન સાવદ્યભાષણોથી વિનષ્ટ છે, શરીર પ્રમાદોથી વિહત છે, તો ય તું લબ્ધિ અને સિદ્ધિ ઈચ્છે છે, તો તારા મનોરથોથી જ તું હણાયેલો છે. દરિયો કદી કહેતો નથી કે મને પાણી આપો, પણ ચારે બાજુથી પાણી આવી આવીને એમાં ઠલવાઈ જાય છે. કારણ કે એ પાત્ર છે. જે પાત્ર હોય એને અપ્રાર્થિત સંપત્તિઓ મળ્યા વિના રહેતી નથી. नोदन्वानर्थितामेति न चाम्भोभिर्न पूर्यते। आत्मा तु पात्रतां नेयः पात्रमायान्ति सम्पदः॥ સંપત્તિની તને ઈચ્છા છે. ભક્તોના ટોળે ટોળા ભેગા થાય એવી તારી ઝંખના છે. તારો મોટો શિષ્ય પરિવાર થાય એવી તારી અભિલાષા છે. મુખ્ય મંત્રીઓ અને પ્રધાનમંત્રીઓ તારી પગચંપી કરે એવું ય તને મન થાય છે. તું બોલે એ થઈ જાય એવી આદેયતા અને વચનસિદ્ધિ તને ઇષ્ટ છે પણ આવી લબ્ધિઓ અને સિદ્ધિઓની પાત્રતા તારામાં છે ખરી ? તારા મનના ઠેકાણા નથી. સતત ભટકતું રહેતું તારું મન. કેટલા ખરાબ (૧૨૫ ) Page #129 -------------------------------------------------------------------------- ________________ વિચારો કરી નાખતું તારું મન. જો તારા મનના બધા વિચારો કોઈ રીતે જાહેર થઈ જાય, તો તું કોઈને મોં બતાવી શકે ખરો ? - વચન પણ તારું વિસંસ્થલ છે. ગૃહસ્થ સાથે તું પાંચ મિનિટ વાત કરે, એમાં કેટલું સાવદ્ય ભાષણ થઈ ગયું એનો કદી હિસાબ કર્યો છે ખરો ? કોઈ જ્ઞાનીને પ્રશ્ન કરે તો કદાચ ખબર પડે કે સમગ્ર પર્યાયથી સંચિત કરેલ જે સંયમ ધન હતું, એ આ પાંચ મિનિટમાં સાફ થઈ ગયું.” અરે, આવો સફાયો તો કેટલીય વાર થઈ ગયો. દુનિયાની દૃષ્ટિમાં તું કદાચ મહાપુરુષ હોઈશ. પણ જ્ઞાનીઓની દૃષ્ટિમાં દેવાળિયો નહીં જ હોય, આવું તું ખાતરીપૂર્વક કહી શકે ખરો ? દશવૈકાલિકસૂત્રમાં કેટલું સૂક્ષ્મ મૃષાવાદવિરમણવ્રત બતાવ્યું. જ્યાં સુધી સામે રહેલ પ્રાણી કૂતરો છે કે કૂતરી એવો નિશ્ચય ન થયો હોય, ત્યાં સુધી તેનો નિર્દેશ કરવાની જરૂર પડે તો કૂતરો કે કૂતરી ન કહેવું, પણ જાતિથી નિર્દેશ કરવો – અર્થાત્ કૂતરું કહેવું. નિરવદ્યભાષણની પણ કેટલી સૂક્ષ્મતા બતાવી, “નદી હોડીથી તરાય એવી છે એવું ન કહેવું, પણ અગાધ પાણીવાળી છે એવું કહેવું. વૃક્ષો પ્રાસાદસ્તંભને ઉચિત છે એવું ન કહેવું, પણ જાતિમંત છે એવું કહેવું. આ બધું તો ઉપલક્ષણ છે. આ શાસ્ત્રવચનોથી જેની મતિ પરિકર્મિત બને એના પ્રત્યેક વાક્યમાં નિરવદ્યતાનો ઢોળ ચડી જાય. પણ સબૂર.... જેણે આ શાસ્ત્રવચનો સાંભળ્યા જ નથી, અથવા તો સાંભળીને ભૂલી ગયા છે, અથવા તો ગોખીને યાદ રાખવા છતાં ય તેનાથી મતિ પરિકર્મિત નથી થઈ, અને એટલે જ જેની વાણીમાં ધારાબદ્ધ રીતે સાવધતા સરી રહી છે, એનું શું? હાય, ડગલે ને પગલે દેવાળું, એક કુંકમાં સત્યાનાશ. માટે જ મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે (૧૨૬). Page #130 -------------------------------------------------------------------------- ________________ सावज्जणवज्जाण वयणाणं जो न जाणइ विसेसं । वोत्तुं पि तस्स न खमं किमंग पुण देसणं काउं ? જે સાવદ્ય વચન અને નિરવદ્ય વચનનો વિવેક જાણતો નથી. તેનું તો બોલવું પણ ઉચિત નથી, તો દેશના આપવાની તો વાત જ ક્યાં રહી? સહસાભાષણ, ‘જ’કાર પૂર્વકનું વચન, મૃષાભાષણ, સાવદ્યભાષણ, ક્રોધ-લોભ-ભય-હાસ્યયુક્ત વચન.... આ બધા દોષો પ્રત્યે ગ્રંથકારશ્રીએ વનોઽવ્યવયૈઃ - આ વચન દ્વારા નિર્દેશ કર્યો છે. નકામી વાતો, વિકથા આદિ પણ એના જ ઉપલક્ષણથી સમજી લેવાનું છે. એક અણુબોમ્બ કદાચ લાખોને ખતમ કરી દે. પણ એક સાવદ્યવચન તો એક આત્માના અનંત મરણનું કારણ બની જાય. શું વધુ ભયંકર ? અણુબોમ્બ કે સાવદ્યવચન ? વળી, તારું શરીર પ્રમાદોથી કલંકિત છે. બારી-બારણાની જયણા કરતાં રજોહરણ ફેરવતા ય તને આળસ ચડે. અરે અસદભ્યાસના પાપે હવે તો તને પૂજવાનું યાદ પણ નથી આવતું. પ્રતિક્રમણ ઊભા ઊભા કરતા પગ દુ:ખે અને ઊભા ઊભા વાતો કરતાં કલાક જતો રહે. તો ય ખ્યાલ ન આવે. ગૌતમસ્વામી - સુધર્માસ્વામી આદિનું વર્ણન કરતાં આગમોમાં કહ્યું છે-દું નાનૂ અહોસિરે. ઉત્કટિક આસનસ્થ એવા તેમના જાનુ ઊંચા હતાં અને મસ્તક નીચે ઝૂકેલું હતું. જ્ઞાનોદ્દોવગણ - ધ્યાનકોષ્ઠમાં તેઓ સંપૂર્ણપણે સમાઈ ગયા હતા. આનાથી વિપરીત સ્થિતિ તારી જોઈ લે અદ્દો નાણુ દું સિરે – જાનુ નીચે અને માથુ ઉપર. ( ૧૨૭ ) Page #131 -------------------------------------------------------------------------- ________________ સ્તવનની પંક્તિઓ છે- જે તે વર્યા વેગળા તે મેં આવા લીધા - પ્રભુએ જેનું વર્જન કર્યું અને તું વરી ગયો અને પ્રભુ જેને વર્યા એનું તે વર્જન કર્યું. હાય પ્રભુ સાથેની આ તે કેવી આડાઈ ! જિનાજ્ઞા સાથેની તારી આ તે કેવી વક્રતા! મન-વચન-કાયા.. બધું જ તારું કલંક્તિ છે, સમ્યગૃષ્ટિ દેવતાઓ નીચે ઉતરે તો શાસનપ્રેમને કારણે તને કડક સજા કરે. તારો મોહરો જો ઉતરી જાય તો તારા ભક્તો જ તને લાકડીએ લાકડીએ ફટકારે, તારો ભાંડો જો ફૂટી જાય તો દુનિયા ચાર મોંએ તારી નિંદા કરે. તો ય તું શેખચિલ્લીના સપના જુએ છે? મહાચારિત્રીને પ્રાયોગ્ય લબ્ધિઓના અભરખા કરે છે ? માત્ર સાધનાથી જ મળે એવી સિદ્ધિઓને સાવ મફતમાં ઈચ્છે છે ? ઓ આત્મન્ ! મને કહેવા દે, કે તું તારા મનોરથોથી જ ખતમ થઈ જવાનો છે. આશય એ છે કે તારા મન-વચન-કાયાના કલંકો તો તારો સત્યાનાશવાળી શકે, એમાં તો કોઈ શંકા જ નથી. પણ આટલા કલંકો વચ્ચે પણ તું લબ્ધિ ને સિદ્ધિની ઈચ્છા કરે છે ને ? એ ઈચ્છા જ તારો સત્યાનાશ કરવા પૂરતી છે. मनोवशस्ते सुखदुःखसङ्गमो, मनो मिलेद्यैस्तु तदात्मकं भवेत् । प्रमादचौरैरिति वार्यतां मिलછીનિિમત્રનુષાંનિશમ્ ા ૪૨ તને સુખ-દુઃખનો જે સંગમ થાય, તેમાં કારણ છે તારું મન. અને મન જેની સાથે મળે છે એની સાથે એ તન્મય થઈ જાય છે. માટે પ્રમાદરૂપી ચોરો સાથે મળતા મનને તું અટકાવી દે અને શીલાંગરૂપી મિત્રો સાથે સદા માટે જોડી દે. (૧૨૮) Page #132 -------------------------------------------------------------------------- ________________ સુખ-દુઃખનું કારણ છે કર્મ અને કર્મબંધનનું કારણ છે મન. આગમમાં પણ કહ્યું છે- પરિપIITમાં પHIU - પરિણામમાં જે હોય. જે અધ્યવસાય હોય તે પ્રમાણ છે. नार्या यथान्यसत्तायास्तत्र भावे सदा स्थिते। . तद्योगः पापबन्धाय तथा धर्मेऽपि दृश्यताम् । કોઈ સ્ત્રી પરપુરુષમાં આસક્ત હોય, એના મનમાં સતત પરપુરુષ જ રમતો હોય, તો એ પતિસેવા, ઘરકામ આદિ ગમે તે કામ કરે, તે કરતાં કરતાં પણ તેને વ્યભિચારપ્રત્યયિક પાપબંધ થતો જ રહે છે. તથા સમ્યગ્દષ્ટિ જીવનું મન હંમેશા મોલમાં અને મોક્ષના સાધન દર્શન-જ્ઞાન-ચારિત્રમાં રમતું હોય. માટે તેનું શરીર સાંસારિક પ્રવૃત્તિ કરતું હોવા છતાં પણ તેને પુણ્યકર્મનો બંધ અને પાપ કર્મની નિર્જરા થતી રહે છે. આ રીતે મન જ કર્મબંધના કારણ તરીકે સિદ્ધ થાય છે. હવે પ્રશ્ન એ આવે છે કે એવો ક્યો ઉપાય છે કે જેનાથી મન પ્રશસ્ત અધ્યવસાયમાં રમતું રહે, જવાબ છે - પ્રશસ્ત આલંબન. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે आलम्बनैः प्रशस्तैः प्रायो भावः प्रशस्त एव यतः। इति सालम्बनयोगी, मनः शुभालम्बनं दद्याद्॥ (અધ્યાત્મસાર ૨૦-૧૧) પ્રશસ્ત આલંબનોથી પ્રાયઃ ભાવ પ્રશસ્ત જ થાય છે. માટે સાલંબન યોગીએ મનને પ્રશસ્ત આલંબનમાં જોડી દેવું જોઈએ. અક્રમ-ચક્રમની વાતો કરીને સીધી નિરાલંબનતાની વાતો કરવી એ મૂર્ખતા છે. એમાં તો બાવાના બે ય બગડ્યાનો ઘાટ ઘડાય છે. (૧૨૯) Page #133 -------------------------------------------------------------------------- ________________ સાલંબન યોગનો સુદીર્ઘ અભ્યાસ થાય, કદાચ અનેક ભવો સુધી અભ્યાસ થાય, પછી નિરાલંબનયોગની કદાચ યોગ્યતા પ્રગટે. માટે જ ગ્રંથકારશ્રી સ્પષ્ટ કહે છે કે મન જેમાં મળે એની સાથે તન્મય બની જાય. मज्झटिइ पुण एसा अणुसंगेण हवंति गुणदोसा। उक्किट्ठपुण्णपावा अणुसंगणं न घिप्पंति॥ (ષષ્ઠિરાત-૨૮) સંગ એવો રંગ એ મધ્યમ જીવોને અનુલક્ષીને કહ્યું છે. બાકી, જે ઉત્કૃષ્ટ પુણ્યશાળી છે, અને ઉત્કૃષ્ટ પાપી છે, તેમને સંગનો રંગ લાગતો નથી. જોઈ લો દૃષ્ટાંત, સ્થૂલભદ્રસ્વામી કોશા વેશ્યાને ત્યાં ગયા. કોરે કોરા પાછા આવ્યા. કાલસૌકરિક પ્રભુવીરના સમવસરણમાં ગયો. કોરે કોરો જ પાછો આવ્યો. આપણો નંબર શેમાં ઉત્કૃષ્ટમાં કે પછી મધ્યમમાં ૧ પ્રાયઃ કરીને મધ્યમમાં. માટે જ ગ્રંથકારશ્રી કહે છે કે તું તારા મનને પ્રશસ્ત યોગોમાં જોડી દે. પ્રમાદરૂપી ચોરોનો પડછાયો પણ ના લઈશ. શીલાંગ એ જ તારા મિત્રો છે. એમની સોબત કદી છોડીશ મા. વાચકમુખ્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજે શીલાંગો વિષે પ્રકાશ પાડતા કહ્યું છે धर्माद् भूम्यादीन्द्रियसञ्जाभ्यः करणतश्च योगाच्च। शीलाङ्गसहस्राणामष्टादशकस्यास्ति निष्पत्तिः॥ (પ્રરામરતિ-૨૪૪) સમાદિ દશ યતિધર્મ, પૃથ્વીકાયાદિ ષટ્કાય, પાંચ ઇન્દ્રિય, આહારાદિ ચાર સંજ્ઞા, કરણ-કરાવણ-અનુમોદન અને મન-વચન-કાયા આના પરસ્પરના સંયોગથી અઢાર હજાર શીલાંગોની નિષ્પત્તિ થાય છે. જેમ કે (૧૩૦) Page #134 -------------------------------------------------------------------------- ________________ जे णो करंति मणसा णिजियआहारसन्न सोइंदी। पुढवी कायारंभं खंतिजुआ ते मुणी वंदे॥ જેમણે આહારસંજ્ઞાને જીતી લીધી છે, એવા શ્રોત્રેન્દ્રિયના ધારક, સાન્તિયુક્ત મુનિઓ મનથી પૃથ્વીકાયારંભ કરતા નથી, તેમને હું વંદન ध्रुवः प्रमादैर्भववारिधौ मुने !, तव प्रपातः परमत्सरः पुनः। गले निबद्धोरुशिलोपमोऽस्ति चेत्, कथं तदोन्मजनमप्यवाप्स्यसि॥४३॥ ઓ મુનિ ! તારા પ્રમાદોથી તું ભવસાગરમાં ડૂબી જઈશ. એ તો નિશ્ચિત જ છે. પણ એની સાથે બીજાને મત્સર કરવાનો તારો જે દોષ છે, એ તો ગળામાં બાંધેલી મોટી શિલા જેવો છે, તો તું પાછો ઉપર પણ શી રીતે આવીશ? ડુબે એ તો હજી ક્યારેક ઉપર આવે પણ ગળે મોટો પત્થર બાંધીને ડુબે, એ ક્યારે ઉપર આવે ? પ્રમાદ એટલે ડુબવું અને ઈર્ષ્યા એટલે ગળે પત્થર બાંધીને ડુબવું. બીજાનો ઉત્કર્ષ સહન ન થવો એનું જ નામ ઈર્ષ્યા. એક સાધ્વીજીના ગ્રુપમાં અમુક સાધ્વીજીઓનો પંડિતજી પાસે પાઠ ચાલતો હતો. તેઓ સવારે વહેલા પાઠ રાખે, તો તેમને વડીલો પહેલીનું પાણી સોંપે અને મોડો પાઠ રાખે તો બીજીનું પાણી સોંપે. પાઠ માટે અનુકૂળતા કરી આપવા તેઓ વિનંતિ કરે, તો કહે, "માંડલીની ભક્તિ નથી કરવી ?... બસ, ભણ્યા કરવું છે ? આ રીતે તો સ્વાધ્યાય બધો ફૂટી નીકળશે....' વગેરે. (૧૩૧) Page #135 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદથી પોતે ભણ્યા ન હોય. અને ઈર્ષ્યાથી બીજા ભણે એ જોવાતું ન હોય. બીજાનો સ્વાધ્યાય, બીજાની વ્યાખ્યાનસભા, બીજા દ્વારા થતી અંજનશલાકા-પ્રતિષ્ઠા ઇત્યાદિ જો તારાથી સહન ન થતું હોય, તો સમજી લે કે તું તારા ગળામાં મોટો પત્થર બાંધી રહ્યો છે. તારી પાસે પાત્રતા જ નથી, તો ઐશ્વર્ય આવે ક્યાંથી ? તારું પુણ્ય જ નથી તો તારી આદેયતા ક્યાંથી થાય? તને જે જોઈએ છે એ મેળવવા ય તને પુણ્યની આવશ્યક્તા છે, અને તું પુણ્ય ભેગુ કરવાને બદલે બીજાની ઈર્ષ્યા કરીને પાપ બાંધી રહ્યો છે. હાથે કરીને પગ પર કુહાડો મારીને પછી દુઃખના રોદણા રોવા, એ તારી કેવી મૂર્ખતા ! બીજાની ઈર્ષ્યા કરી કરીને બળી મરવા કરતા તું ય સાધના કરવા લાગી જા ને ? બીજાની લીટી નાની કરીને તારી લીટી મોટી દેખાડવાનો અધમ પ્રયત્ન કરવા કરતાં જેની ઈર્ષ્યા કરે છે, એનું જ આલંબન લઈને તારી લીટી મોટી કરવાનો પ્રયત્ન જ કર ને ? જે પ્રમોદનો વિષય છે એને તું મત્સરનો વિષય કેમ બનાવે છે ? મહાત્મા આગળ વધે છે, તો તું આનંદ પામ. એમની પદવી થઈ રહી છે, તો તું હદયથી અભિનંદન આપ. એમની સોમી ઓળીનું પારણુ ધામ-ધૂમથી થઈ રહ્યું છે, તો બે અણુ પાડ. એક એમની સાધનાની પૂર્ણાહુતિથી હર્ષના અને બીજા તારી નિસત્ત્વતાથી અને બાવો બેઠો, વૃત્તિથી શોકના. ધન્ય છે એ મહાત્માઓ જેઓ સાધનાના શિખરોને સર કરી રહ્યા છે, ધન્ય છે એ આત્માઓને જેઓ પૂર્વકૃત સુકૃતના ફળોને ભોગવી રહ્યા છે. આ રીતે એમની અનુમોદના જ કર ને ? એનાથી તું ઈર્ષ્યાજનિત નુકશાનથી તો બચી જ જઈશ, અનુમોદનાજનિત લાભ પણ પામી જઈશ. ઉપદેશમાલાકારે ઈષ્યવૃત્તિ પર આકરા પ્રહારો કરતાં કહ્યું છે (૧૩૨) Page #136 -------------------------------------------------------------------------- ________________ जड़ ताव सव्वओ सुंदरुत्ति कम्माण उवसमेण जई। धम्मं वियाणमाणो इयरो किं मच्छरं वहइ ?॥ अइसुट्टिओ त्ति गुणसमुइओ त्ति जो न सहइ जइपसंसं। સો પરિહારૂ પીવે નહીં મહાપાપીઢરિસ -૬૮ જો કર્મના ઉપશમથી કોઈ મહાત્મા સર્વથા સાધના સૌન્દર્ય પ્રાપ્ત કરે છે તો ધર્મજ્ઞ એવો પણ બીજો તેના પર મત્સર કેમ રાખે છે? કોઈ મહાત્માની પ્રશંસા થતી હોય કે એ ચારિત્રમાં અત્યંત સુસ્થિત છે. એમણે જ્ઞાનાદિ ગુણોમાં ખૂબ વિકાસ છે. આ પ્રશંસાને જે સહન ન કરે, એ પરભવમાં પરિહાનિ પામે છે. જેમ કે પીઠ-મહાપીઠ મુનિઓ. બાહુ-સુબાહુ મુનિઓની વૈયાવચ્ચની ગુરુએ પ્રશંસા કરી, “કહો ધન્યાવિની ધન્ય સાધુસેવારિયળ' સાધુઓની સેવામાં પરાયણ એવા આ મુનિઓને ધન્ય છે. આ પ્રશંસા એ સ્વાધ્યાયી મુનિઓથી સહન ન થઈ. તો તજ્જનિત કર્મથી તેઓ પરલોકમાં બ્રાહ્મી-સુંદરી થયા. તેમની ઉગ્ર જ્ઞાનાદિ આરાધના પણ તેમને સ્ત્રીના અવતારથી બચાવી ન શકી. ઈર્ષાળુનો પરલોક તો બગડે છે. આ લોકમાં પણ તે બળી બળીને ખાખ થઈ જાય છે. ઉપદેશમાલાકાર જ કહે છે- ડ્રાય પરસિરિણ સસાશો કુરિવડ્યો નિā - જે બીજાની સંપત્તિથી બળે છે તે કષાયાવિષ્ટ આત્મા હંમેશા દુઃખી જ રહે છે. महर्षयः केऽपि सहन्त्युदीर्याप्युग्रातपादीन्यपि निर्जरार्थम् । कष्टं प्रसङ्गागतमप्यणीयोऽપીછમ્ શિવં વિસરે ર? મિક્ષો ! ૪૪ (૧૩૩) Page #137 -------------------------------------------------------------------------- ________________ કેટલાંય મહર્ષિઓ નિર્જરા માટે ઉદીરણા કરીને પણ ઉગ્ર આતાપના વગેરેને સહન કરે છે. તો પછી હે ભિક્ષ! તું મોક્ષને ઇચ્છે છે તો ય પ્રસંગોપાત આવી પડેલા સાવ નાના કષ્ટને યા કેમ સહન કરતો નથી? એક મહાત્મા શેરડીના ખેતરમાં અપાણે વોસિરામિ' કરીને ઊભા રહી ગયાં. આખી રાત દંશપરીષહ સહન કર્યો. સવારે કેવળજ્ઞાન અને મોક્ષ પામી ગયાં. એક મહાત્મા પર્વત પર તપેલી શિલા પર સંથારી ગયા. તેમની કોમળ કાયા થોડી જ વારમાં મીણની જેમ ઓગળી ગઈ. એ મહાત્માએ એ જ દશામાં શપબ્રેણિ પર આરોહણ કર્યું, કેવળજ્ઞાન પામ્યા. અંતર્મહર્તિમાં તો સમુદ્યાત અને શૈલેષીકરણ કરીને મોક્ષ પણ પામી ગયાં. શિયાળાની ભયાનક ઠંડીમાં ચાર મહાત્માઓએ રાત્રિકાયોત્સર્ગ લગાવી દીધો. એક ઉપાશ્રયની બહાર-ઊભા રહ્યા. બીજા ગામના ચોતરે ઊભા રહ્યા, ત્રીજા ગામના પાદરે ઊભા રહ્યા અને ચોથા જંગલમાં ઊભા રહ્યા. ક્રમશઃ રાત્રિના ચોથા, ત્રીજા, બીજા, અને પહેલાં પહોરની સમાપ્તિએ એ મહાત્માઓ. કેવળજ્ઞાન અને મોક્ષ પામી ગયાં. આને કહેવાય પરીષહોની ઉદીરણા. આને કહેવાય કર્યસંગ્રામમાં સામી છાતીએ ધસી જવું. આને કહેવાય મરણિયા થઈને કર્મોની સેનાના ભુકે-ભુક્કા બોલાવી દેવા. ઓ મુનિ ! એ મહાત્માઓ તો સામે ચાલીને કષ્ટોને સહન કરવા ગયા હતાં, તું સામે ચાલીને તો જતો જ નથી, ઉલ્ટ જોગાનુજોગ કોઇક કષ્ટ આવી પડ્યું છે. એ ય સાવ થોડું છે. ઓ મુનિ ! જો તું મોક્ષ માટે જ નીકળ્યો છે, તો શું તું આટલું કષ્ટ પણ સહન નહીં કરે ? શું તું એનાથી ય ભાગી છૂટવા માટે ફાંફાં મારીશ ? થોડી ઠંડીગરમી-મચ્છરો હશે, અને તું જે આવે એની પાસે એના રોદણા રોયા કરીશ ? તો પછી તું મુમુક્ષુ જ શાનો ? કોણ માનશે કે ખરેખર તારા (૧૩૪) Page #138 -------------------------------------------------------------------------- ________________ અંતરમાં મોક્ષની ઈચ્છા છે જેના ભાઈ ના. કીડી ને કરમિયા થી માંડીને માણસ સુધીના બધા જીવો અનુકૂળતાની શોધ કરી રહ્યા છે, તેમાં જ તારો નંબર છે. એ જીવો ય પ્રતિકૂળતાથી ભાગી છૂટવા પ્રયત્ન કરે છે, તો તારા લક્ષણ પણ એમની સાથે બરાબર મળી જાય છે. મારા ભાઈ ! જો ખરેખર તું સાધુ જ હોય, ખરેખર કર્મનિર્જરા માટે જ તું નીકળ્યો હોય, ખરેખર તને મોક્ષની ઝંખના હોય, તો તારી વૃત્તિ અને પ્રવૃત્તિનું શીર્ષાસન કરી દે. અનુકૂળતાથી ભાગી છૂટીને પ્રતિકૂળતાને ભેટી પડવાનું ચાલુ કરી यो दानमानस्तुतिवन्दनादिभिन मोदतेऽन्यैर्न तु दुर्मनायते। अलाभलाभादिपरीषहान् सहन्, તિઃ સ તત્ત્વાલપો વિખ્યા ૪૬ો. જે દાન, માન, સ્તુતિ અને વંદન વગેરેથી ખુશ થતો નથી અને અલાભ, અપમાન, નિંદા અને અવિનયથી નાખુશ પણ થતો નથી. આ રીતે જે અલાભ-લાભ વગેરે પરીષહોને સહન કરે છે, એ જ તત્ત્વદૃષ્ટિથી યતિ છે, બીજો તો વિડંબક છે. દમદંત નામનો એક રાજા હતો. એક વાર શત્રુરાજા સાથે યુદ્ધ કરવા તે પોતાની નગરીથી દૂર ગયો. એનો ગેરલાભ લઈને કૌરવો અને પાંડવોએ તેની નગરી પર ચડાઈ કરી. રાજા અને લશ્કર તો હતા નહીં. નગરીને જીતીને તેઓ પાછા ફર્યા. આ બાજુ દમદંત રાજા યુદ્ધમાં વિજય મેળવીને પોતાની નગરીમાં પાછો ફર્યો. કૌરવ-પાંડવોનું કારસ્તાન જાણીને હસ્તિનાપુર પર ચડી આવ્યો. તેની સાથે યુદ્ધ કરવાની કૌરવ-પાંડવોની હિંમત ન હતી. તેઓ કિલ્લાના દરવાજા બંધ કરીને અંદર ભરાઈ ગયાં. બહારથી દમદૂત રાજાએ સિંહગર્જના કરી યુદ્ધનું આહ્વાહન આપ્યું. મારી (૧૩૫) Page #139 -------------------------------------------------------------------------- ________________ ગેરહાજરીમાં પરાક્રમ કરીને હવે કેમ શિયાળની જેમ છૂપાઈ ગયા છો ? એવી તર્જના ય કરી. કૌરવો અને પાંડવો અંદર ધ્રુજતા હતા. તેમનામાં જવાબ આપવાના ય હોંશકશ ન હતો. દમદંત રાજાને આ પ્રસંગ પરથી સંસાર પર ધિક્કાર છૂટી ગયો. ઉછળતા વૈરાગ્યથી રાજપાટ છોડીને તેમણે દીક્ષા લીધી. એક વાર દમદંત મુનિ કાયોત્સર્ગ કરતાં હતાં. ત્યારે ત્યાંથી કૌરવો પસાર થયાં. તેમણે જોયું કે આ તો દમદંત રાજર્ષિ છે, જેણે આપણો પરાભવ ર્યો હતો. ક્રોધે ભરાઈને તેમણે ઈંટ અને ઢેફાથી તેમને માર્યા. સો કૌરવો, તેમના સૈનિકો, બધાએ આવું કરતાં દમદંત રાજર્ષિની આસપાસ ઈંટ-ઢેફાઓનો મોટો ઢગલો થઈ ગયો. કૌરવો પછી પાંડવો ત્યાંથી પસાર થયાં. ભક્તિભાવથી તેમણે એ ઢગલો દૂર કર્યો. આસપાસની જમીન સ્વચ્છ કરી. અને મહાત્માની તિતિક્ષાની ખૂબ સ્તુતિ કરી. દમદંતમુનિને મન તો કૌરવો અને પાંડવો બંને સરખા હતાં. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે दुर्योधनेनाभिहतश्शुकोप, न पाण्डवैर्यो न नुतो जहर्ष । स्तुमो भदन्तं दमदन्तमन्तः, समत्ववन्तं मुनिसत्तमं तम् ॥ (अध्यात्मोपनिषद् ४-१५) દુર્યોધને અભિઘાતો કરવા છતાં ય જે ક્રોધે ન ભરાયા, પાંડવોએ સ્તુતિ કરવા છતાં ય જે હર્ષિત ન થયા, એ મુનિપ્રવર સમતારસથી પરિપૂર્ણ અંતરના ધારક શ્રી દમદંત ભગવંતની અમે સ્તુતિ કરીએ છીએ. ‘ઝાતિનું નિષ્પરિગ્રહમ' આ પદ બોલતા પેથડશાહની મૂચ્છ (૧૩૬ ) Page #140 -------------------------------------------------------------------------- ________________ છૂટી ગઈ હતી. સુવર્ણસિદ્ધિથી મેળવેલું સર્વ ધન એમણે સુકૃતમાં વાપરી નાખ્યું હતું. ઓ મુનિ ! 'પ્રમુડુચમનોવૃત્તિઃઆ શબ્દો બોલતા બોલતા તને સમતાની કોઈ સ્પર્શના થાય ખરી ? તારું હૃદય ઝંકૃત બની ઉઠે ખરું ? પૂજક-નિંદક બંને પ્રત્યે સમભાવ ધારણ કરવાની દિશામાં તારી કોઈ પ્રગતિ થાય ખરી ? જો ના, તો એ સ્તુતિ માત્ર પોપટપાઠ છે. ગ્રંથકારશ્રી તાત્ત્વિક્ષતિના પદથી તને પદભ્રષ્ટ કરીને બેધડક પણે તારા લલાટે વેશવિડંબકનું લેબલ લગાડી દેવા તૈયાર છે तो समणो जइ सुमणो भावेण य जइ न होइ पावमणो। सयणे य जणे य समो समो य माणावमाणेसु॥ (કાવયનિષ્ઠિ-૮૬૦) જો દ્રવ્યમાન પ્રશસ્ત હોય, ભાવથી પણ અપ્રશસ્ત અધ્યવસાય ન હોય, જેને મન જન અને સ્વજન સરખા હોય, માન-અપમાનમાં જેને સમભાવ હોય, તે જ શ્રમણ છે. કો કે તારી ગહુલી ગાઈ અને તું હરખપદુડો બની ગયો, કોકે તારી નિંદાની નનામી પત્રિકા બહાર પાડી અને તું રાતો પીળો થઈ ગયો. તારી પદવી પ્રસંગે હજારો લોકો ઉમટી પડ્યા, તું ખુશખુશાલ થઈ ગયો. અને જો કોઈએ ભાવ પણ ન પૂછો, તો તારો બોઈલર ફાટ્યો.... જો ડગલે ને પગલે આ જ સ્થિતિ હોય, સાધુવેષમાં ય રાગદ્વેષના તાંડવ હોય તો ખરેખર તું સાધુ કહેડાવવાને લાયક જ નથી. સાધુ તો કેવા હોય! * वंदिजमाणा न समुक्कसंति, हीलिजमाणा न समुज्जलंति। दंतेण चित्तेण चरंति धीरा, મુળ સમુથારીલિોલ ! (શાવરૂ વનિરૂિ-૮૬) (૧૩૭) Page #141 -------------------------------------------------------------------------- ________________ પોતાને વંદન કરાતા હોય તો જેમને જરાય ગર્વ ન થાય, પોતાનું અપમાન કરાતું હોય તો જેમને જરાય ગુસ્સો ન આવે, જેઓ ધીરપણે ચિત્તનું દમન કરે છે, રાગ-દ્વેષનો ભુક્કો બોલાવી દે છે, એવા સાધુ ભગવંતો હોય છે. એક મહાત્મા મહાજ્ઞાની હતાં. સાથે ત્યાગી-વૈરાગી હતાં. એક નૂતનદીક્ષિત સાથે તેઓ ગોચરી ગયાં. એક વિસ્તાર ખૂબ ભાવિક નીકળ્યો. બધાએ ખૂબ ભાવથી વહોરાવ્યું. ત્યાંથી બહાર નીકળતા એ મહાત્મા બોલ્યા, “જ્ય સભ્યતે સાધુ- બહુ સારું થયું કે ગોચરી મળી ગઈ. આ સાંભળીને પેલા નૂતનદીક્ષિત તો વિચારમાં પડી ગયા. ‘આવા ત્યાગીવૈરાગી આટલી ગોચરીમાં લેપાઈ ગયા ૨૧૦' ઇત્યાદિ અનેક વિચાર તેમને આવી ગયા. ત્યાંથી બીજા વિસ્તારમાં ગયાં. ત્યાં કોઈને ભાવ ન હતા, કોઈ ઘર બંધ હતા, કોઈને ત્યાં રસોઈ તૈયાર ન હતી. કોઈને ત્યાં વાસણ ધોવાતા હતાં. કોઈને ત્યાં પોતા થતા હતાં. એ વિસ્તારમાંથી બહાર નીકળતા એ મહાત્મા બોલ્યા, “સાધુવન સભ્યતે – નથી મળતું એ પણ સારું જ છે.' હવે નૂતનદીક્ષિતનો મગજ ગયો. તેને થયું કે આ મહાત્માનું આજે ઠેકાણે નથી લાગતું.’ આખો દિવસ નૂતનદીક્ષિતે ગડમથલ કરી. “એમનું ઠેકાણે નહીં હોય કે પછી આમાં કોઈ રહસ્ય હશે ? નચલે નચતે સાધુ, સાધુવ ન સભ્યતે....' પેલા મહાત્મા એ જ સમયે તેમની પાસે આવી ચડ્યા હતાં – તેમણે આ સમસ્યાની પૂર્તિ કરી દીધી.... ‘ઝન વધે તપસો વૃધેિ તુ પ્રાધાર - જો ન મળે તો તપોવૃદ્ધિ થાય છે. અને મળે તો પ્રાણધારણ થવાથી સંયમની આરાધના થાય છે. આ સાંભળીને નૂતનદીક્ષિત તેમના પગમાં પડી ગયાં. (૧૩૮) Page #142 -------------------------------------------------------------------------- ________________ આ છે સંયમની મસ્તી. આ છે અલાભ-લાભમાં સમભાવનો આનંદ. ઓ મુનિ ! શું કરવા હાથે કરીને સંક્લેશોમાં રિબાય છે. એક વાર તું શ્રમણત્વના સુખનો રસાસ્વાદ માણી લે, એક વાર આ સમભાવનો સ્વાદ ચાખી લે, પછી તેને કોઈ પ્રેરણાની જરૂર નહીં પડે. दधद् गृहस्थेषु ममत्वबुद्धिं, तदीयतप्त्या परितप्यमानः। નિવૃતાન્તરઃ સતા વૈस्तेषां च पापैर्धमिता भवेऽसि॥४६॥ તું ગૃહસ્થોમાં મમત્વબુદ્ધિ રાખે છે અને તેમની ચિંતાથી ખૂબ ચિંતિત રહે છે. આ રીતે તું દુખી તો રહે જ છે, પણ હંમેશા તારા અને તેમના પાપોથી સંસારમાં ભટકવાનો પણ છે. આ મારો પરિવાર, આ મારું ઘર, આ મમત્વબુદ્ધિ પર જ ગૃહસ્થનો સંસાર ચાલે છે, તેમ આ મારા શ્રાવક, આ મારા ભક્તો, આ મારું ક્ષેત્ર, આ મારો ગઢ એને ગૃહસ્થો પરની મમત્વબુદ્ધિ કહેવાય. એક વાર આ મમત્વબુદ્ધિ આવે, એટલે અહીં પણ સંસાર ચાલુ થઈ જાય. પછી તો એમની સાંસારિક બાબતોમાં ય માથું મારવાનું ચાલું થઈ જાય. જેમ ગૃહસ્થને ચોવીસ કલાક ઘરની, ધંધાની, છોકરાછોકરીનું ઠેકાણું પાડવાની ચિંતા હોય, એમ એ જ બધી ચિંતાઓ એના પર મમત્વ રાખવાથી સાધુને ય સતાવવા લાગે. લેવા-દેવા વગર હાથે કરીને દુઃખી થવું એ આનું નામ. નથી તું એની ચિંતાઓ દૂર કરવાનો, અરે, એ કદાચ આ ચિંતાઓ દૂર કરવા તું પ્રયત્ન કરે તો એમાં સફળતા મળે કે ન મળે, સંયમજીવનમાં તો તારી નિષ્ફળતા નિશ્ચિત જ થઈ જશે. એક તો તારા પોતાના પાપો અને બીજા તારા મમત્વના વિષયભૂત ગૃહસ્થોના (૧૩૯) Page #143 -------------------------------------------------------------------------- ________________ પાપો, આ રીતે પાપોના બમણા ભારથી તું દીર્ઘકાળ સુધી સંસારમાં ભટકીશ. એક નગર પર ચંડપ્રદ્યોત રાજાએ આક્રમણ કર્યું હતું. રાજાને પોતાના બળમાં શંકા હતી એટલે કિલ્લાના દરવાજા બંધ કરી દીધા. પ્રદ્યોતે કિલ્લાને ઘેરો ઘાલ્યો. રાજાએ કિંકર્તવ્યમૂઢ બનીને નૈમિત્તિકની સલાહ માંગી. નૈમિત્તિકે કહ્યું કે હું નિમિત્ત જોઈને આવું.' રસ્તામાં નાના છોકરાઓ રમતાં હતાં. તેમને એ નૈમિત્તિકે ડરાવ્યા. બિચારા છોકરાઓ ગભરાઈને ભાગ્યા. સામેથી વારત્તક નામના મુનિ આવતા હતાં. ગભરાયેલા છોકરાઓને જોઈને મુનિવર સહસા બોલી ઉઠ્યા “ના નૈવી., મા મૈષી 'નૈમિત્તિકે નિમિત્ત પકડી લીધું. રાજાને કહ્યું, ‘ડરવાની કોઈ જરૂર નથી, બિન્દાસ્તપણે આક્રમણ કરો.' રાજાએ એની વાતનો અમલ ક્ય. પ્રદ્યોતનું લશ્કર એક તો લાંબો પ્રવાસ ખેડીને આવ્યું હતું, થાકીને લોથપોથ થઈ ગયું હતું. એમાં આવા અણધાર્યા હલ્લાથી હત-પ્રહત થઈ ગયું. પ્રદ્યોતનો પરાજય થયો. રાજા સજજન હતો. એણે પ્રદ્યોતને સન્માન આપીને પોતાની દીકરી પરણાવી. થોડા દિવસ પ્રદ્યોત ત્યાં જ રોકાયો. એક વાર આ નવદંપતિ લટાર મારવા નીકળ્યા. પ્રદ્યોતે રાજકુમારીને પૂછ્યું કે મારો પરાજય કેવી રીતે થયો.” રાજકુમારીએ બધી વાત જણાવી. વારત્તમુનિ પણ બતાવ્યા. પ્રદ્યોતે તેમની પાસે જઈને તેમની મશ્કરી કરતાં કહ્યું, નૈમિત્તિક મુનિને વંદુ છું.” આ સાંભળીને મુનિ ચમક્યા. ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયાં. પોતાની ભૂલનો ખ્યાલ આવ્યો. તીવ્ર પશ્ચાત્તાપ પામ્યા. આ પ્રસંગને લઈને ઉપદેશમાલામાં કહ્યું છેथेवो वि गिहिपसंगो जइणो सुद्धस्स पंकमावहइ। जह सो वारत्तरिसि हसिओ पजोअनरवइणा॥ (૧૪૦) Page #144 -------------------------------------------------------------------------- ________________ થોડો પણ ગૃહિપ્રસંગ શુદ્ધ મુનિને કલંકિત કરી દે છે, જેમ કે તે વારત્તઋષિની પ્રદ્યોતરાજાએ મશ્કરી કરી હતી. ‘ડરો નહીં આટલું કહેવા માત્રથી ય જે સંયમ મલિન થતું હોય તો ગૃહસ્થ પર મમત્વ રાખવાથી તો શું ન થાય એ જ પ્રશ્ન છે. માટે જ ગ્રંથકારશ્રી તો બેધડક પણે કહે છે કે તારા અને તેમના પાપોથી તું સંસારમાં ભટકવાનો... त्यक्त्वा गृहं स्वं परगेहचिन्तातप्तस्य को नाम ? गुणस्तवर्षे !। आजीविकास्ते यतिवेषतोऽत्र, सुदुर्गतिः प्रेत्य तु दुर्निवारा॥४७॥ ઓ ઋષિ ! પોતાનું ઘર છોડ્યા પછી બીજાના ઘરની ચિંતાથી તું સંતાપ પામ્યા કરે છે, એનાથી તને શું લાભ થવાનો છે? સાધુવેષથી કદાચ અહીં તારી આજીવિકા થઈ જશે, પણ પરલોકમાં તારી ભયંકર દુર્ગતિનું નિવારણ તો દુશક્ય બની જશે. એક ગોઝારી પળે દીક્ષિતના લક્ષ્યમાંથી મોક્ષ ખસી જાય છે અને એ મુર્ત મહારાજ બની જાય છે. ઘર, દુકાન, ઓફિસ, ફેક્ટરી.... હાય.... ત્રિવિધ ત્રિવિધ લીધેલા સાવદ્યના પચ્ચખાણ નું કેવું બેફામ ખંડન ! ઓ મુનિ ! સાધુપણામાં તારે જરૂર શાની છે ? શું આ બધું નહીં કરે તો તને ગોચરી નહીં મળે ? શું રહેવા મકાન નહીં મળે ? શું તારા વસ્ત્ર-પાત્રઔષધિની જરૂરિયાતો પૂરી નહીં થાય. હિંદુસ્તાનના કોઈ પણ ખૂણે બેઠેલા નાનામાં નાના મહાત્માની ઉપરોક્ત બધી જરૂરિયાતો પૂરી પાડવા માટે (૧૪૧) Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રીસંઘ તૈયાર છે. હા, એનાથી વધુ તો કોઈ ઇચ્છા ન જ હોવી જોઇએ. ઋદ્ધિ-રસ-શાતા ગારવોને વશ થઈને વિશિષ્ટ પરિગ્રહની કામનાથી કે યશપ્રતિષ્ઠાની ઇચ્છાથી કોઈ તેવું કરે એ તો હાથી વેંચીને ગધેડો ખરીદવા જેવું છે. યોગસારમાં કહ્યું છે किन्तु सातैकलिप्सुः स वस्त्राहारादिमूर्च्छया । कुर्वाणो मन्त्रतन्त्रादि गृहव्याप्तिं च गेहिनाम् ॥ कथयंश्च निमित्ताद्यं लाभालाभं शुभाशुभम् । कोटिं काकिणीमात्रेण हारयेत् स्वं व्रतं त्यजन् ॥१३७-१३८॥ પણ સુખમાત્રનો અભિલાષી એ વેષધારી સાધુ વસ્ત્ર, આહાર વગેરેના મૂર્છાથી મંત્ર-તંત્ર કરે છે. ગૃહસ્થોના ઘરમાં માથું મારે છે. નિમિત્ત વગેરે કહે છે. ધંધામાં લાભ થશે કે નહીં તે કહે છે. શુભ-અશુભ ભવિષ્યવાણી કરે છે. અને આ રીતે કાકિણીમાત્રથી કરોડ રૂપિયા હારી જાય છે. ઓ મુનિ ! માની લે કે તારું ધાર્યું બધુ જ થઈ ગયું. હવે તું આંખો બંધ કરીને વિચાર કર કે આમાં તને શું લાભ થયો ? તારા આત્માનું કર્યું કાર્ય સિદ્ધ થયું ? તું ચારિત્રની ભૂમિકાએથી તો ઉતરી જ ગયો. સ્વમાનની ભૂમિકાથી પણ ઉતરી ગયો. માટે જ બે બદામના શ્રીમંતોની તું ખુશામત કરી બેઠો. તું કોણ અને એ કોણ એની તો સરખામણી કર.... चारित्रैश्वर्यसम्पन्नं पुण्यप्राग्भारभाजनम् । मूढबुद्धिर्न वेत्ति स्वं त्रैलोक्योपरिवर्त्तिनम् ॥ ततश्च भिक्षुकप्रायं मन्यमानो विपर्ययात् । भावनिः स्वधनेशानां ललनानि करोत्यसौ ॥ (૧૪૨ ) (યોગસાર ૧૧-૧૪૦) Page #146 -------------------------------------------------------------------------- ________________ ઓ મૂઢબુદ્ધિ ! પહેલા તારી જાતને ઓળખી લે. ચારિત્રના ઐશ્વર્યથી તું સંપન્ન છે. અનંત પુણ્યનું તું ભાજન છે. તું ત્રણ લોકના ઉત્કૃષ્ટ સ્થાને બિરાજમાન છે. હાય, પોતાની જાતથી જ અજાણ્યો બનીને અજ્ઞાનથી પોતાને ભિખારી માનીને, જેઓ વાસ્તવિક રીતે ભિખારી છે, એવા શ્રીમંતોના તું પગ શા માટે ચાટે છે ? અરે, શ્રીમંતો તો કેટલું દયનીય જીવન જીવે છે. ભૂખ લગાડવા ય તેમને ગોળી લેવી પડે છે, ભોજન પચાવવા ય ગોળી... લેટ્રિન જવા માટે ય ગોળી.... અરે, સૂવા માટે ય ગોળી, અડધી રાતે ય તેઓ જંપીને સૂઈ શકતા નથી. સકારણ કે નિષ્કારણ ચિંતાઓ તેમને સતાવતી જ રહે છે. જે સુખ જાનવરો પાસે પણ છે, તે ભોજન અને ઊંઘનું સુખ પણ તેમના નસીબમાં નથી. મહારંભ અને મહાપરિગ્રહના મેનેજમેન્ટમાં જેમનો આલોક ખલાસ થઈ ગયો છે, અને તેના જ પાપે જેમનો પરલોક પણ ભડકે બળવાનો છે, એવા શ્રીમંતો તારી સામે શું વિસાતમાં ? प्रशान्तस्य निरीहस्य सदानन्दस्य योगिनः । इन्द्रादयोऽपि ते रङ्कप्रायाः स्युः किमुतापराः ? | (યોગસાર-૧૪૧) જે પ્રશાંત અને નિસ્પૃહ છે, સદાનંદી છે, એવા યોગીની સામે તો ઇન્દ્ર વગેરે પણ રંક સમાન છે, તો બીજાની તો શું વાત કરવી ? આમ છતાં ય તું શ્રીમંતાદિને આકર્ષવા માટે સંયમની ભૂમિકાથી નીચે ઉતરી જતો હોય, તને ઇષ્ટ જીવન જીવવા માટે જિનાજ્ઞાને અભરાઈએ ચડાવી દેતો હોય, તો કદાચ સાધુવેષના કારણે આ લોકમાં તારી આજીવિકા તો થઈ જશે, તારો રોટલો મળી જશે, પણ પરલોકમાં તારે ભયંકર દુર્ગતિમાં જવું પડશે. તું ગમે તેટલા ધમપછાડા કરે, તારા ભયાનક ભાવિને તું ભૂંસી નહીં શકે. ( ૧૪૩ ) Page #147 -------------------------------------------------------------------------- ________________ कुर्वे न सावधमिति प्रतिज्ञां, वदन्नकुर्वन्नपि देहमात्रात्। शय्यादिकृत्येषु नुदन् गृहस्थान्, हृदा गिरा वाऽसि कथं मुमुक्षुः ?॥४८॥ ‘સાવદ્ય નહીં કરું આવી પ્રતિજ્ઞાને તું બોલે છે. પણ શરીરમાત્રથી જ સાવદ્ય કરતો નથી. બાકી ઉપાશ્રય આદિના કાર્યોમાં ગૃહસ્થોને હૃદયથી કે વાણીથી પ્રેરણા કરે છે, તો તું મુમુક્ષુ જ શાનો? કરેમિ ભંતે' ની પ્રતિજ્ઞા દ્વારા માવજીવ માટે મન-વચન-કાયાથી કરણ-કરાવણ-અનુમોદનથી સાવધના પચ્ચખાણ થાય છે. આ પ્રતિજ્ઞા ર્યા બાદ તું માત્ર શરીરથી જ પાપ નથી કરતો. તારી વાણી સાવધની પ્રેરણા કરે છે - અહીં આમ કરો – અહીં તેમ કરો. હાય, એક નાનકડા વાક્યથી એ સાવદ્ય તારે માથે ઝીંકાઈ જાય છે. સાવઝ નાભિ મુળી | (તરવૈરાનિE -૪૦) મુનિ સાવદ્ય કરે તો નહીં જ, સાવદ્ય બોલે પણ નહીં, અરે સાવધની અનુમોદના પણ ન કરે, તો સાવદ્યની પ્રેરણા કરવાની તો વાત જ ક્યાં રહી? એ અહીં લાઈટ કર’ આવું બોલાય ખરું ? “ન બોલીએ તો કોઈ પડી જાય” એ બચાવ નથી. કરાવવું પડે એ વાત અલગ છે, અને બેફામ રીતે બોલીને કરાવે એ વાત અલગ છે. આવી ભાષા સાંભળીને શ્રાવકો અને શૈક્ષો યા તો ડઘાઈ જાય અને યા તો એમ સમજી લે કે “સંયમજીવનમાં આવું કહેવું એ અધિકૃત ચેષ્ટા જ હશે. ભગવાને આની અનુજ્ઞા આપી જ હશે.' પરમાત્માના શાસનની આ કેટલી મોટી આશાતના ! (૧૪૪) Page #148 -------------------------------------------------------------------------- ________________ અરે, આવું કરો એવું તો ચૈત્યાદિના કાર્યોમાં ય ઉત્સર્ગથી કહેવાનું નથી. પંચાશકમાં કહ્યું છે કે જિનાલય નિર્માણની પ્રેરણા પણ તેના ફળદ્વારથી કરવાની છે. જેમ કે- યેસ્તુમયી િવદ વઘાતિ, પુણોન્માન તસ્તસ્ય? - જે ઘાસની ઝૂંપડી પણ પરમાત્માને ભક્તિથી સમર્પિત કરી છે, તેના પુણ્યની કોઈ સીમા નથી. જો જિનાલય નિર્માણના ઉત્કૃષ્ટ કાર્યમાં ય આ સાવધાની રાખવાની હોય, તો બીજા કાર્યોની તો શું વાત કરવી ? વાસ્તવમાં તો જ્યાં ન છૂટકે પણ કાંઈ કહેવું પડે એ ગમે તે મહાત્મા નહીં પણ ગીતાર્થ–પીઢ મહાત્મા કહે. એ પણ સાવધના પરિહાર સાથે. જેમ કે ‘લાઈટ કરો એમ ન કહે, પણ ધીમેથી જ્યણા' એવો સંકેત કરે. એ પણ પ્રતિકમણાદિ નિમિત્તે આવેલા શ્રાવકોની પરિણતિને ધક્કો ન પહોંચે તે રીતે કહે. એમાં ય જો બહારની પ્રભાથી કામ ચાલી જતું હોય, તો ઉપરનું કાંઈ જ ન કરે. જો બહારની પ્રભાથી જ જરૂર પૂરતું કામ ચાલી જતું હોય, તો ય અગીતાર્થ મહાત્મા પ્રતિક્રમણની તૈયારી કરતા શ્રાવકોની હાજરીમાં ઘાંટા પાડીને ચોખા શબ્દોમાં લાઈટ કરવાનો હુકમ છોડતા હોય, તો એ સાધુપણાના દેવાળા સિવાય બીજું કશું જ નથી. અગીતાર્થનો આ વિષય જ નથી. આ અને આવા બીજા કાર્યો ગીતાર્થે જ કરવા જોઈએ. અથવા તો ગીતાર્થે જરૂરી સૂચનાઓ આપીને નિયુક્ત કરેલા નિયત મહાત્માએ પૂરી જયણા સાથે કરવા જોઈએ. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે સાધુ જે વસતિમાં ઉતર્યા હોય ત્યાં રહેતા ગૃહસ્થો જો અગ્નિથી કોઈ કાર્ય કરતા હોય, તો સાધુ એને જુએ નહીં. કારણ કે એ જોવાથી એના મનમાં એવા વિચારો આવી જાય કે “આ રીતે કરે, આમ નહીં પણ આમ કરે.' અને આવા વિચારોથી ય એની પ્રતિજ્ઞાનો ભંગ થઈ જાય. (૧૪૫) Page #149 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રકારોની કેટલી સૂક્ષ્મ કાળજી ! જાણે તેઓ કહી રહ્યા છે કે, તને આ બધાથી શું લેવા-દેવા ? તું તારે ગૌતમસ્વામીની જેમ ઉત્કટિકાસનમાં માથુ નીચે રાખીને ધ્યાનકોષ્ઠમાં ગરકાવ થઈ જા ને ? બહારનું જોઇને તારે લૂંટાવાનું છે. તારું ચંચળ મન વાંદરો બનીને સંયમની રસકૂપિકાઓને ફોડી નાખવાનું છે. હાથે કરીને આવો નુકશાનીનો ધંધો શા માટે કરે છે ? તારે પાંચ પ્રહરનો સ્વાધ્યાય કરવાનો છે, ગુરુ, તપસ્વી, ગ્લાનાદિની સેવા કરવાની છે, તારી પાસે ક્યાંય માથું મારવાનો સમય જ ક્યાં છે ? તો ય જો તું આ બધી વાતોને અભરાઈએ ચડાવીને તારી બુદ્ધિમાં જે બેસે, તે જ કરે છે, બેફામપણે સાવદ્યની પ્રેરણા-અનુમોદના કરે છે, તો મને કહેવા દે કે તું મુમુક્ષુ જ નથી. મોક્ષની તને કોઈ ઝંખના જ નથી. कथं महत्त्वाय ममत्वतो वा, सावद्यमिच्छस्यपि सङ्घलोके ? | न हेममय्यप्युदरे हि शस्त्री, क्षिप्ता क्षणोति क्षणतोऽप्यसून् किम् ? ॥ ४९ ॥ પોતાના મહત્ત્વ માટે કે મમત્વબુદ્ધિથી પણ તું સંઘમાં ય સાવદ્ય કેમ ઇચ્છે છે ? છરી સોનાની હોય, તો ય તેને પેટમાં ખોસી દેવાથી એ શું ક્ષણવારમાં પ્રાણોને ન હણી લે ? મહત્ત્વ માટે એટલે જો આ શ્રાવકો ચૈત્ય વગેરે કરે તો મારું મહત્ત્વ વધે કે આ મહાત્મા હતા તો આ ચૈત્ય, ઉપાશ્રય, સાધર્મિકવાત્સલ્ય વગેરે થયું. અથવા તો મમત્વથી કરે કે પહેલા આ મારું ઘર હતું, હવે તેનાથી આ મારું ચૈત્ય થાઓ. અથવા તો મેં ગૃહસ્થપણે ચૈત્ય વગેરે કરાવ્યું હતું. તેથી મારા એ ચૈત્ય વગેરેની સજાવટ કરાવું. પ્રશ્ન- પુણ્યનું કાર્ય સાવદ્ય શી રીતે બની શકે ? ( ૧૪૬ ) Page #150 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર- આ જ વાત દષ્ટાંતથી સમજાવે છે કે સોનાની છરી ય પેટમાં હુલાવી દો તો એ ય મારી જ નાખે છે ને ? આદેશ કરવામાં પોતે અનધિકારી હોવાથી તથા અસંયતની જેમ ગૃહસ્થોને બેફામપણે પ્રવર્તાવવાથી સાવદ્યરૂપે કહ્યું છે. પણ જે મહાત્મા મમત્વ કે મહત્ત્વના ભાવ વિના વિધિપૂર્વક ઉપદેશ આપે તેમાં સાવદ્ય નથી એવું લાગે છે. આ શ્લોકનો ઉપરોક્ત અર્થ ટીકાના અનુસાર લખ્યો છે. અહીં વધુ એ સમજવાનું છે કે કદાચ મહત્ત્વ કે મમત્વનો ભાવ ન પણ હોય તો ય અમુક કાર્યના પૈસા ભેગા કરવા માટે, વ્યક્તિગત પ્રેરણાઓ કરવામાં આવે, એ કાર્ય માટે ગૃહસ્થોની પાછળ પડી જવામાં આવે, તેઓ દાક્ષિણ્યતાથી ના ન પાડી શકે અને એ રીતે પૈસા ઉઘરાવી ઉઘરાવીને ધાર્યું કરી દેવામાં આવે તો એ ખૂબ જ અનિચ્છનીય છે. પછી એ કોઈ તીર્થની કાયમી તિથિની વાત હોય, ધર્મશાળાના રૂમોના નકરાની વાત હોય, કોઈ મહોત્સવના પૂજનો, પૂજાઓ અને જમણવારો - પ્રભાવનાઓની પૂર્તિની વાત હોય કે પછી એના જેવી બીજી કોઈ પણ વાત હોય. હાથે કરીને પોતે જ પોતાની લઘુતા કરવા જેવી આ વૃત્તિ છે. એટલું જ નહીં. એવું કરનાર સમગ્ર શ્રમણ સંસ્થાના ગૌરવ પર કુઠારાઘાત કરે છે. લોકમાનસમાં સમગ્ર શ્રમણ સંસ્થાનું ભયંકર અપમૂલ્યાંકન થાય એવી ધૃણાસ્પદ હરકત કરે છે. જેનું પુણ્ય તપે છે એની પ્રેરણા વિના જ કે વિધિપૂર્વકના જરાક ઈશારાથી સંઘ-શાસન-વિશ્વનું કલ્યાણ કરતાં કાર્યો થઈ જાય એ વસ્તુ અલગ છે. અને રસ-કસ વગરના તુચ્છ પુણ્યની ઉદીરણા કરી કરીને, ધક્કા લગાવી લગાવીને, સ્વ-પરને સંલેશોથી વ્યથિત કરીને 'કાંઈક' ક્યનો મિથ્યાસંતોષ માનવો એ વાત અલગ છે. (૧૪૭) Page #151 -------------------------------------------------------------------------- ________________ ગંભીર વિચાર કરીએ તો એવું લાગે છે કે જિનશાસનના કટ્ટરપી તત્ત્વો યોજનાપૂર્વક જિનશાસનનું ઉમૂલન કરવા ઈચ્છે, તો તેઓ બાહ્ય આક્રમણનો માર્ગ અપનાવવાના બદલે જિનશાસનના હાર્દરૂપ શ્રમણસંસ્થામાં પ્રવેશીને ઉપરોક્ત પ્રવૃત્તિ કરે અને તેના દ્વારા સંઘની અને દુનિયાની દષ્ટિમાંથી સાવ ઉતરી જાય. વળી તેમના ચેપથી ધીમે ધીમે મોટા ભાગની શ્રમણસંસ્થા એવા મહોત્સવાદિ મિશનમાં લાગી જાય. લોકો ધીમે ધીમે શ્રમણ સંસ્થાના દેશી બની જાય. પછી તો એ ઠેષીઓને કાંઈ કરવાનું લગભગ બાકી રહેતું નથી. અનાભોગથી પણ આવું કાર્ય જિનશાસનના રાગી એવા આપણાથી જ ન થઈ જાય, એ માટે ખૂબ જ સાવધ બનવાની જરૂર છે. એ માટે ગીતાર્થ બનવું પડશે. ગીતાર્થ ન બનાય ત્યાં સુધી પૂર્ણપણે ગીતાર્થનિશ્ચિત બનવું પડશે. તદ્દન અંતર્મુખ બનવું પડશે. યશ-પ્રતિષ્ઠા આદિ પ્રત્યે નફરત ઊભી કરવી પડશે. અને દુન્યવી વાંછનાઓને ફગાવીને લોકેષણાને છોડીને આત્મસાધનામાં લયલીન બની જવું પડશે. પણ જો આ બધા માટેની કોઈ તૈયારી નથી, તો સમજી લો કે સોનાની છરીથી મોત આ ન્યાયનું ઉદાહરણ આપણે જ પૂરું પાડી રહ્યા છીએ. रङ्कः कोऽपि जनाभिभूतिपदवीं त्यक्त्वा प्रसादागुरोर्वेषं प्राप्य यतेः कथञ्चन कियच्छास्त्रं पदं कोऽपि च। मौखर्यादिवशीकृतर्जुजनतादानार्चनैर्गर्वभागात्मानं गणयनरेन्द्रमिव धिग्गन्ता द्रुतं दुर्गतौ॥५०॥ કોઈ રંક ગુરૂકૃપાથી લોકો પરાભવ કરે એવું સ્થાન છોડીને, સાધુવેષ પામીને, કોઈ રીતે કાંઈક શાસ્ત્રાભ્યાસ કરીને, કોઈ વળી. આચાર્યાદિ પદ પામીને પોતાની વાચાળતા આદિથી ભોળા (૧૪૮) Page #152 -------------------------------------------------------------------------- ________________ લોકોને વશ કરી, તેમણે આપેલા દાન અને પૂજનથી ગર્વિત થઈ, જે પોતાને રાજા સમાન ગણી લે છે, તેને ધિકકાર થાઓ, તે ટૂંક સમયમાં દુર્ગતિમાં જવાનો છે. ભવની ગલીના ભૂંડા ભિખારી પર ગુરુની અમી દૃષ્ટિ પડી ગઈ. જેને લોકો ધુત્કારતા હતાં, તેને જ આજે લોકો પૂજવા લાગ્યા, સાધુવેષનો આ કેવો અજબ-ગજબનો પ્રભાવ! ગૃહસ્થપણામાં કોઈ કરોડપતિ હોય, તો ય એને કોઈ નમે ખરું? એના પગે પડે ખરું? પણ કાલનો ભિખારી ય આજે દીક્ષિત બને એટલે રાજા-મહારાજાઓ પણ એને વંદન કરે. ચક્રવર્તી પણ એને નમસ્કાર કરે, અરે દેવો અને દેવેન્દ્રો ય એની પગચંપી કરે. પણ આ માન-પાન મને નથી, આ વેષને છે, એ વાત હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. આજે હિંદુસ્તાનના કોઈ પણ ઘરના બારણે જઈને હું ઊભો રહું, તો મને મીઠો આવકાર મળે છે. ઘરમાં જે હોય તે કાઢી કાઢીને મારા પાત્રા આગળ ધરી દેવાય છે. આ બધો પ્રભાવ પણ વેષનો છે. જો આ વેષ ન હોય, તો મને કોઈ પોતાના ઘરના બારણે ઊભો પણ રહેવા દે ખરો ? આ વિચાર સતત સ્મૃતિમાં રાખવો જોઈએ. એક તો સાધુનો વેષ મળ્યો, એની સાથે કંઇક શાસ્ત્રાભ્યાસ થઈ ગયો. એમાં વળી કોઈ પદવી મળી ગઈ. આ બધામાં પાછી કોઈ વાકછટા ભળી. પાપાનુબંધી પુણ્યનો ઉદય ભળ્યો. ભોળા લોકો રંજિત થઈ ગયાં. તને મહાપુરુષ સમજવા લાગ્યા. કેટલાક તો હજી વધુ ભોળા હતાં, તેઓ તો તને ભગવાન જ સમજવા લાગ્યાં. તારી જરૂરિયાત કરતાં પણ વધુ સાધન-સામગ્રીઓનો તારી પાસે ખડકલો કરી દીધો. તારી ચાર મોંએ પ્રશંસા કરવા લાગ્યાં. આ પ્રશંસા અસદ્ભુત છે, એમ જાણવા છતાં ય તું હરખાવા લાગ્યો. ધીમે ધીમે તું અક્ક થતો ગયો, તારું ગુમાન વધતું ગયું. તું પોતાને રાજાધિરાજ સમજવા લાગ્યો. ડગલે ને પગલે તારો આ ગર્વ (૧૪૯) Page #153 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ થવા લાગ્યો. ઓ આત્મન્ ! જ્ઞાનીઓની દૃષ્ટિમાં આ બધા દુર્ગતિગમનના સ્પષ્ટ લક્ષણો છે. એક ચિત્રકાર હતો. તેની દીકરીની બુદ્ધિમત્તા આદિથી રંજિત થઈને રાજાએ તેની સાથે વિવાહ કર્યા. તેની પરનો રાજાનો પ્રેમ જોઇને બીજી રાણીઓ ઇર્ષ્યાથી બળવા લાગી. ઘણા પ્રયત્નો કરવા છતાં તેમને એનામાં કોઈ દોષ ન દેખાયો. માત્ર એક વાત જણાઈ કે દિવસના અમુક સમયે એ થોડી વાર માટે પોતાના આવાસના બધા બારી-બારણા બંધ કરી દે છે. રાણીઓએ રાજા પાસે કાન ભંભેરણી કરી કે ‘નવી રાણી રોજ આ સમયે બધા બારી-બારણા બંધ કરીને કામદ્ગમણ કરે છે.’ આ સાંભળીને રાજા પોતે ચકાસણી કરવા માટે એ સમયે ગુપ્ત રીતે જોવા ગયો. જોયું તો રાણી પોતાનો પૂર્વનો ચિત્રકારની દીકરીનો જુનો-પુરાણો ફાટલો-તૂટલો વેષ ધારણ કરીને અરીસા સામે જોઇને આત્મનિંદા કરતી હતી. પોતે જ પોતાને ઉપદેશ આપતા કહેતી હતી કે, ‘જોઈ લે તારું મૂળસ્વરૂપ. આ તો રાજાની મહેરબાનીથી તું રાણી થઈ ગઈ. પણ તારે એનો જરાય ગર્વ કરવા જેવો નથી.’ આ દૃષ્ટાન્તનો ઉપનય તો સ્પષ્ટ જ છે. प्राप्यापि चारित्रमिदं दुरापं, स्वदोषजैर्यद्विषयप्रमादैः । भवाम्बुधौ धिक् पतितोऽसि भिक्षो !, हतोऽसि दुःखैस्तदनन्तकालम् ॥ ५१॥ ઓ ભિક્ષુ ! આ દુર્લભ ચારિત્ર પામીને પણ તારા દોષોથી થયેલી વિષયવાસના અને પ્રમાદોથી જો તું સંસારસાગરમાં પડીશ... હાય.... તો તું અનંતકાળ સુધી દુઃખોથી હણાઈ જઈશ. ( ૧૫૦ ) Page #154 -------------------------------------------------------------------------- ________________ कथमपि समवाप्य बोधिरत्नं, युगसमिलादिनिदर्शनादुरापम् । कुरु कुरु रिपुवश्यतामगच्छन्, વિમપિ હિતં નમણે થોડર્થતં શા કરો યુગ મિલા વગેરેના દષ્ટાન્તોથી દુર્લભ એવા બોધિરત્નને પામીને તું શત્રુઓને વશ થયા વિના કાંઈ એવું હિત કર કે જેનાથી તને અભીષ્ટ સુખ મળી જાય. યુગસમિલાદિ દષ્ટાન્તો અનેક શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. તેનો સારાંશભૂત શ્લોક આ મુજબ છે चोल्लकः पाशका धान्यानि यूतं रत्नानि स्वप्नचक्रम्। चर्म (कूर्मः) युगं परमाणुः दश दृष्टान्ता मनुजत्वलाभे॥ જેમ દરિયાના પૂર્વ છેડે યુગ અને પશ્ચિમ છેડે સમિલા નાખી દેવાય, તો કુદરતી રીતે તે બંનેનું જોડાઈ જવું હજી કદાચ સુલભ છે. પણ મનુષ્યપણું, બોધિલાભ ઈત્યાદિ ખૂબ દુર્લભ છે. આ રીતે અન્ય દષ્ટાન્તો પણ સોપનય સમજી લેવા. આવી દુર્લભ બોધિરત્નની પ્રાપ્તિ પણ તો જ સફળ થાય જો આત્મા શત્રુઓને વશ ન થાય અને આત્મહિતને સાધી લે. પણ એ શત્રુઓ કોણ છે ? એ તો જાણવું પડશે ને ? એ જ કહે છે द्विषस्त्विमे ते विषयप्रमादा, असंवृता मानसदेहवाचः। असंयमाः सप्तदशापि हास्यादयश्च बिभ्यच्चर नित्यमेभ्यः॥५३॥ (૧૫૧) Page #155 -------------------------------------------------------------------------- ________________ જો આ છે તારા દુશ્મનો - વિષય, પ્રમાદ, મનોદંડ, વચનદંડ, કાચદંડ, ૧૦ પ્રકારના અસંયમ અને હાસ્ય વગેરે. એમનાથી તું હંમેશા ડરતો રહે. ૧૦ પ્રકારના અસંયમ આ મુજબ છે- હિંસાદિ પાંચ આશ્રવોથી અવિરમણ, પાંચ ઈન્દ્રિયોનો અનિગ્રહ, ચાર કષાયોનો અજય, અને મનવચન-કાયાનું દુષ્પવર્તન. હાસ્યાદિ એટલે હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય અને જુગુપ્સા. વર્તમાનમાં સાધુ-સાધ્વીઓની અકસ્માતના કિસ્સાઓમાં પણ ખાસો વધારો થયો છે. વિહાર કરતાં મહાત્માની ઉપરથી આખો ખટારો ફરી વળે. શરીરનો છુંદો થઈ જાય. હાથ-પગ બધુ છૂટું પડી જાય. ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઇ જાય. આવી ઘટનાઓથી ઘણાના મનમાં ફફડાટ વ્યાપી ગયો. ઘણાએ વિહાર બંધ ક્ય. ઘણાને ન છૂટકે પણ વિહાર કરવો પડે એમ હતો. તેઓએ કંપતા દિલે વિહાર કર્યો. હું પણ એમાંનો એક જ હતો. કઈ ક્ષણે ક્યું વાહન મારા પર ઘસી આવે એ કહેવાય નહીં. કરપીણ મોતની એ અંતિમ ઘડીઓમાં જો દુષ્યન થઈ જાય અને આત્મા દુર્ગતિના વાટે ચડી જાય તો? આ વિચારે હું ધ્રુજી ઉઠતો. આગળ-પાછળથી આવતા એક એક વાહનને ધારી ધારીને જોતો. રખે કોઈ વાહન મારા પર ધસી આવે. પણ અત્યારે વિચાર કરતાં એમ લાગે છે કે આવો જ ભય અને આવી જ સાવધાની આ આંતરશત્રુઓના વિષયમાં આવી જાય તો ? ગ્રંથકારશ્રીનો શબ્દ ખૂબ માર્મિક છે, ક્રિષવિમે તે – મારા ભાઈ ! આ તારા દુશ્મનો છે. પહેલા તારા દુશ્મનોને ઓળખ. તેમનાથી ખૂબ ભય પામ. તેમનાથી દૂર જ રહે. એક મહાત્માને કોકે પ્રશ્ન કર્યો કે, “મને મરણથી મુક્તિ મેળવવી (૧૫૨) Page #156 -------------------------------------------------------------------------- ________________ છે, તો હું શું કરું ?” મહાત્માએ કહ્યું કે, તું મરણથી ડર.' પેલો તો આ સાંભળીને ચકિત થઈ ગયો. “શું મરણથી ડરવાથી મરણથી મુક્તિ મળી જાય ? જો એવું જ હોય, તો મરણથી તો આખી દુનિયા ડરે છે, તો શું બધાને મરણથી મુક્તિ મળી જશે ?' મહાત્મા એનો ભાવ કળી ગયાં. એને શ્રદ્ધા બેસે એ માટે શાસ્ત્રવચન કહ્યું- 'મારામિiી મર પ્રમુગ્વIL (આચારાંગ ૧-૩-૧/૧૦૨) જે મૃત્યુથી ડરે છે તે મૃત્યુથી સદા માટે મુક્ત થઈ જાય છે.' ' એ જિજ્ઞાસુ તો વધુ ચકિત બન્યો. મહાત્માએ હવે રહસ્યોદ્ઘાટન કર્યું. “જો દુનિયાને મૃત્યુનો ખરો ભય હોત તો તે જેનાથી ફરી ફરી મરવું પડે એવું કામ જ ન કરે. જેઓ મૃત્યુથી મુક્ત થઈ ગયા છે, તેઓ મૃત્યુના ખરા ભયથી જ મૃત્યુના કારણોનો પરિત્યાગ કરવાથી જ મુક્ત થયાં છે. માટે જ્યારે તને પણ મૃત્યુનો ખરો ભય થશે, ત્યારે તું મૃત્યુથી મુક્ત થઈ જઈશ. અજરામર બની જઈશ.' આંતરશત્રુઓને ઓળખી લઈએ, અને તેમનાથી ભય પમીએ એટલે મુક્તિ હાથવેંતમાં જ છે. જેને વિષયોમાં નરકના દર્શન થાય, કષાયોમાં કતલખાનાના દર્શન થાય, સ્ત્રીમાં માછીમારની જાળના દર્શન થાય, ભટકતા મનમાં અણુબોંબના દર્શન થાય, વિથાદિમાં પોતાના આત્માને ચાળણી જેવો કરી નાખતી મશીનગનના દર્શન થાય, અસંયમમાં હળાહળ ઝેરના દર્શન થાય, હાસ્યાદિમાં ગુંડાઓના દર્શન થાય, એ આત્મા પોતાના દુશ્મનોને ઓળખે છે. જેને આ દુશ્મનોની પૂરી ઓળખાણ નથી, લોકદષ્ટિએ ઉચ્ચ સંયમી, તપસ્વી અને ત્યાગી હોય, તેને ય મોહરાજા વિકથાદિ અને હાસ્યાદિથી પોતાને આધીન કરી દે છે. કેરીનો રસ છોડવો હજી કદાચ સહેલો છે, પણ વિકથા વગેરે છોડવા ખૂબ મુશ્કેલ છે. અનાદિ કાળથી સતત અશુભ સંસ્કારો આ આત્માનો કબજો જમાવી બેઠા છે. આજે (૧૫૩) Page #157 -------------------------------------------------------------------------- ________________ વ્યવહારિક રીતે ભલે આત્મા સાધનાના ક્ષેત્રમાં આવી ગયો, કપડાં ભલે બદલાઈ ગયાં, પણ આત્મા અને મન તો અશુભ સંસ્કારોથી વાસિત છે જ. માટે જ નાનુ પણ નિમિત્ત એને ક્ષણ વારમાં નીચે ઉતારી દેવા સમર્થ છે. સારામાં સારા મુદ્દાથી શરૂ થયેલ વાતો છેવટે નિંદા વગેરેમાં પરિણમી જશે. મનને છુટ્ટ મુકી દો એટલે એ ખરાબમાં ખરાબ વિચાર કરતાં ય ખચકાશે નહીં. માટે આત્માર્થી અને મન-વચન અને કાયાને સતત શુભયોગોમાં જોડી દેવા જોઈએ. એક ક્ષણ માટે પણ તેમને છુટ્ટા ન મુક્યા જોઇએ. ત્રણ મૌનનો પ્રયોગ કરવા જેવો છે (૧) વાચિક મૌન- જરૂર પૂરતું જ બોલવું. એ સિવાય સંપૂર્ણ વચનનિષેધ. (૨) વાંચનિક મૌન- જે ગ્રંથનો અભ્યાસ ચાલું હોય, તે સિવાય કોઈ પણ ગ્રંથ, ચોપડી, માસિક, પત્રિકા, છાપા આદિનો વાંચનનિષેધ. (રૂ) માનસિક મૌન- સ્વાધ્યાય, પ્રતિક્રમણાદિ ક્રિયાઓમાં મન એટલું પરોવી દીધું હોય, જેથી વિચારનો અવકાશ જ ન રહે, આ રીતે સંપૂર્ણ વિચારનિષેધ. આ ત્રણે મૌન ઉત્તરોત્તર દુષ્કર છે. પણ જે આનો અમલ કરી શકે એ નિકટમોક્ષગામી છે એટલું નિશ્ચિત છે. હાસ્યાદિથી પણ સાવધ રહેવું જરૂરી છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે જેનાથી સામી વ્યક્તિ હસી પડે એવું બોલવું શ્રાવકને પણ કલ્પે નહીં. તો પછી સાધુની તો વાત જ ક્યાં રહી? સાધુ તો ધીર-ગંભીર હોય. ઠઠામશ્કરી, હાસ્ય અને સાધુતાને પરસ્પર કોઈ મેળ નથી. કેટલાંકને એવો ભ્રમ (૧૫૪) Page #158 -------------------------------------------------------------------------- ________________ થાય છે કે “આ બધો સંયમજીવનનો આનંદ છે. સાધુના સુખનું શાસ્ત્રોમાં જે વર્ણન કર્યું છે, તે આ જ સુખ છે. જો આ સુખ સંયમજનિત હોય, તો હાસ્યકલાકારોની સભાને જે સુખ થાય છે, એ ય સંયમજનિત માનવું પડશે. ના ભાઈ ના, આ સંયમસુખ નથી. આ તો હાસ્યમોહનીયનો ઉદય છે અને હાસ્યમોહનીયનો બંધ પણ છે. લાભાલાભનો વિચાર કરીને ગીતાર્થ વ્યાખ્યાનકારોને હાસ્યરસ પીરસવો પડે, એ વાત અલગ છે. બાકી સામાન્યથી તો હાસ્યાદિ એ પણ હેય છે. એ પણ શત્રુઓ છે. પૂ. સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજે વાáિશિકામાં કહ્યું છે भयमेव यदा न बुध्यते स कथं नाम भयाद्विमोक्ष्यते ?॥४-९॥ જ્યારે ભય શું છે ? કોનાથી ડરવાનું છે ?” એ જ ખબર નથી, તો તે ભયથી મુક્ત શી રીતે થશે? “હાસ્ય પણ મારો શત્રુ, વિઠ્યા પણ મારો શત્રુ, પ્રમાદ પણ મારો શ.' આટલું સમજી લે. પછી તો શત્રુનો સંહાર એ બધું તારા માટે રમતવાત गुरूनवाप्याप्यपहाय गेहमधीत्य शास्त्राण्यपि तत्त्ववाश्चि। निर्वाहचिन्तादिभरायभावेડથું ! %િ પ્રેત્યહિતાય યત્નઃ? ૬૪ હે ઋષિ ! તને ગુરુનો યોગ થયો, તે ઘર-બાર પણ છોક્યો, તત્વપ્રતિપાદક શાસ્ત્રોનું અધ્યયન પણ તે કર્યું, તને (૧૫૫) Page #159 -------------------------------------------------------------------------- ________________ નિર્વાહની ચિંતા વગેરેનો ભાર પણ નથી, તો ય તું પરલોકમાં તારું હિત થાય એવો યત્ન કેમ નથી કરતો ? બે દિવસ પહેલા ખાધેપીધે સુખી ગણાતો એક પરિવાર મારી પાસે આવ્યો. મને કહે કે હવે કેમ જીવવું એ પ્રશ્ન થઈ ગયો છે. દાળનો ભાવ પણ “૧૦૦ રૂપિયા કિલો’ નો છે. પહેલાં શાક મોંઘા ગણાતા. ગરીબ માણસો બંધ બારણે કઠોળ ખાઈ લેતા. પછી કઠોળ શાથ્થી ય મોંઘુ થઈ ગયું. એટલે રોટલી અને દાળથી ગાડુ ગબડાવવા માંડ્યું. પણ હવે તો દાળ પણ ગઈ, શું કરવું? મોંઘવારી, બેકારી, ચારે બાજુથી ભીસ, આ બધાથી ઘેરાયેલા ગૃહસ્થને ધર્મનો સમય ક્યાંથી મળે ? અરે, જે સમય મળે છે, તેમાં પણ બિચારો કેટકેટલી ચિંતાથી શેકાતો હોય છે. આ સ્થિતિમાં એ ઈચ્છે તો ય કેટલી આરાધના કરી શકે ? તને આવી કોઈ ચિંતા છે ખરી ? દાળ ને શાકની તો શું વાત કરવી ? ઉત્તમોત્તમ દ્રવ્યોથી તારી ભક્તિ થાય છે. આટઆટલી અનુકૂળતાઓ વચ્ચે ય જો તું ધર્મ નહીં કરે, તો તારો પરલોક માત્ર ને માત્ર પ્રતિકૂળતાઓથી જ પરિપૂર્ણ હશે. તારા પરલોકને બગાડીશ મા. પ્રત્યેક ક્ષણે પરલોકને નજર સામે રાખ અને તેને સુખમય કરી દેવાના લક્ષ્ય સાથે સાધનામગ્ન બની જા. विराधितैः संयमसर्वयोगैः, पतिष्यतस्ते भवदुःखराशौ। शास्त्राणि शिष्योपधिपुस्तकाद्या, भक्ताश्च लोकाः शरणाय नालम्॥५५॥ (૧૫૬) : Page #160 -------------------------------------------------------------------------- ________________ સંચમના સર્વ રોગોની વિરાધના કરીને તું સંસારના દુઃખોની રાશિમાં પતન પામીશ. ત્યારે તારા શાસ્ત્રો, તારા શિષ્યો, તારી ઉપધિ, તારા પુસ્તકો વગેરે અને તારા. ભક્તજનો... આમાંથી કોઈ તારું શરણ થવા માટે સમર્થ નહીં હોય. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ. તેમના અંતિમ સમયે તેમના આવાસની આસપાસ પાંચ લાખ માણસો ભેગા થયા હતાં. આખો દેશ તેમના સ્વાથ્ય માટે પ્રાર્થના કરતો હતો. વિદેશમાં ય તેમના આરોગ્ય માટે લોકો ચિંતિત હતાં. બધાના મનમાં એક જ વાત હતી કે નહેરુ બચી જાય તો સારું. પણ નહેરુને તો કશી ખબર પણ ન હતી. એ તો કોમામાં છેલ્લા ડચકા ખાતા હતાં. ડોક્ટરો એક પછી એક ઉપચારો કરતાં રહ્યા અને આ લાખો લોકોની વચ્ચેથી યમરાજે નહેરુને ઉપાડી લીધા. આ પ્રસંગની સાથે એક તુલનાત્મક કલ્પના કરીએ. કદાચ તારી પાસે ન્યાય, વ્યાકરણ, પ્રકરણ, આગમ આદિ શાસ્ત્રોનું જ્ઞાન હશે. કદાચ તારો નાનો - મોટો શિષ્ય પરિવાર હશે. થોડા-વધુ ઉપધિના પોટલા હશે. કદાચ પુસ્તકો, પ્રતો, હસ્તપ્રતો વગેરેનો ભંડાર હશે. લોક મનોરંજનના તારા પ્રયાસોના ફળસ્વરૂપ કોઈ ભક્તવર્ગ પણ હશે. આ બધાની વચ્ચે તું છેલ્લા ડચકા ખાઈ રહ્યો છે. શિષ્યો અને ભક્તોની આંખોમાં આંસુ છે. ડોકટરોએ હાથ તો ઊંચા કરી જ દીધા છે. મુદત પણ આપી દીધી છે. ડેડ લાઈન નજીક આવતી જાય છે. “કાઉટ ડાઉન’ ચાલુ છે. બધાની ઈચ્છા છે કે તું બચી જાય તો સારું, પણ બધા લાચાર છે, તે પોતે ય લાચાર છે. એ કાળી પળ આવી જાય છે. અને તે કરેલી અષ્ટપ્રવચનમાતાની વિરાધના, તે (૧૫૭ ) Page #161 -------------------------------------------------------------------------- ________________ કરેલા જિનાજ્ઞા સાથેના ચેડા, તે કરેલું શાસનમાલિન્ય, તે કરેલી સાધુવેષની અપભ્રાજના, તે કરેલો માયા-પ્રપંચ, તે સેવેલી કારમી ઈર્ષ્યા, તે ઊભા કરેલા તીર્થ/સંસ્થા માટે કરેલું રૌદ્રધ્યાન.... આ બધાના પાપે તારો આત્મા સીધો બીજી નરકમાં જઈ રહ્યો છે. તારા મડદાં પાસે તારા શિષ્યો અને ભક્તો માથુ પટકી પટકીને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે. પણ કોઈ તને બચાવી શતું નથી. શાસ્ત્રો, પુસ્તકો, ઉપધિ, શિષ્યો, ભક્તો, તીર્થો.... બધું ત્યાંનુ ત્યાં રહી ગયું અને તું ભયંકર દુઃખોના ભઠામાં શેકાવા લાગ્યો. હજારો નહીં, લાખો કે કરોડો નહીં પણ અસંખ્ય વર્ષો માટે અનંત દુઃખોનો અતિથિ થઈ ગયો. દીર્ઘ સંસારયાત્રાની એક ભયાનક શરૂઆત થઈ ગઈ. શું મળ્યું તને ? તને શું લાભ થયો? સદ્ભાગ્ય એટલું જ છે કે અત્યારે આ એક કલ્પના જ છે, વાસ્તવિકતા નથી. આ કલ્પના વાસ્તવિકતામાં ન ફેરવાઈ જાય, ત્યાં સુધી બાજી તારા હાથમાં છે. બરાબર સમજી લે કે બીજું કોઈ તારું શરણ થવાનું નથી. તેને બચાવશે માત્ર ને માત્ર સુસાધિત સંયમયોગો. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે सीसो पडिच्छओ वा आयरिओ वा ण सोग्गई णेइ। जे सच्चकरणजोगा ते संसारा विमोइंति॥ (ગુરુતત્વનિશ્ચય ૨-૧૩૧) શિષ્ય, પ્રતીચ્છક (જ્ઞાનાદિ માટે ઉપસંપદા સ્વીકારનાર શિષ્યસમાન મહાત્મા) કે આચાર્ય સદ્ગતિમાં નથી લઈ જતાં, જે સત્યકરયોગો હોય તે જ સંસારથી મુક્તિ અપાવે છે. यस्य क्षणोऽपि सुरधामसुखानिपल्य, . कोटीतॄणां द्विनवतिं ह्यधिकां ददाति। (૧૫૮) Page #162 -------------------------------------------------------------------------- ________________ किं हारयस्यधम ! संयमजीवितं तद् ?, હા હા પ્રમત્ત ! પુનરણ્ય તીર્તવાણિઃ?ો જેનું એક મુહૂર્ત પણ મનુષ્યોને સાધિક ૨૨ કરોડ પલ્યોપમનું દેવલોકનું સુખ આપે છે. આ અધમ ! એ સંયમજીવનને તું કેમ હારી જાય છે ? હાય.... રે પ્રમાદી ! ફરી તો તને આ સંયમજીવન ક્યાંથી મળવાનું છે? એક સામાયિકનું ફળ કેટલું ? આ પ્રશ્નના ઉત્તરમાં શાસ્ત્રકાર પરમર્ષિઓએ કહ્યું છે सामाइअं कुणंतो समभावं सावओ घडिअदुगं। आउं सुरेसु बंधइ इत्तियमित्ताइं पलिआइं॥ बाणवई कोडीओ लक्खा गुणसहि सहस पणवीसं। नवसय पणवीसाए सतिहा अडभागपलिअस्स॥ . અર્થાત્ બે ઘડીના સમભાવમય સામાયિકથી શ્રાવક ૧૨,, ૨૬, ૨૬/, પલ્યોપમનું દેવાયુષ્ય બાંધે છે. હિરાબજારમાં રોજની કરોડોની કમાણી કરાવતો ધંધો ય આવા સંયમજીવનની સામે ધૂળ અને રાખ બરાબર છે. ઓ મુનિ ! તારા હાથમાં ચિંતામણિ રત્ન છે, ના, બલ્ક ચિંતામણિને ય શરમાવે એવું સંયમજીવન છે. તું એને હારી ના જઈશ. આનાથી તો તારા ભવોભવનું દળદર ફીટી જવાનું છે. ઉત્તરોત્તર ચડિયાતા સ્વર્ગ અને મોક્ષના સુખો તને મળવાનાં છે. ઉપદેશમાલામાં કહ્યું છે एगदिवसंपि जीवो पव्वजमुवागओ अनन्नमणो। जइवि न पावइ मोक्खं अवस्स वेमाणिओ होइ॥९०॥ (૧૫૯) Page #163 -------------------------------------------------------------------------- ________________ એક દિવસ પણ જે જીવ તન્મય થઈને પ્રવ્રજ્યાનું પાલન કરે એ કદાચ મોક્ષ ન પામે, તો ય અવશ્ય વૈમાનિક દેવ થાય છે. એક દિવસના સંયમજીવનની પણ એ તાકાત છે કે નરકના દુઃખોથી મુક્ત કરી દે, તિર્યંચની કાળી યાતનાઓથી છૂટકારો અપાવી દે અને દેવલોકના, તેમાં ય વૈમાનિકના શ્રેષ્ઠ સુખો ધરી દે. ઉપદેશમાલાકારે એક રેશિઓ કાઢ્યો છે. नरएसु सुरवरेसु य जो बंघइ सागरोवमं इक्कं। પત્નિોવા વંધોરિપદ સાબિતિવસે ૨૭૪ નરકમાં અને દેવોમાં જે એક સાગરોપમનું આયુષ્ય બાંધે એ એક દિવસમાં હજારો કરોડ પલ્યોપમોનું આયુષ્ય બાંધે છે. કેવો છે આરાધનાનો એક-એક દિવસ ! આ જાણીને ધર્મમાં પ્રમાદ શી રીતે કરી શકાય ? તેની સાથે સાથે જ વિરાધનાનો રેશિયો પણ જોઈ લો. પ્રતિદિન હજારો કરોડ પલ્યોપમનું નરકાયુષ્ય. વિચાર કરીએ તો ચક્કર આવી જાય, તેવી આ વાત છે. સ્થૂળદષ્ટિએ એક સેકંડનો સોમો ભાગ કોઈ પ્રમાદ કરે અને કરોડ વર્ષની નરકની સજા થાય, તો પ્રમાદ કેટલો ભયંકર કહેવાય! સાવ થોડા પ્રમાદનું કેટલું દારુણ ફળ કહેવાય. વાસ્તવમાં તો આ રેશિઓ પણ નથી. સંખ્યાતા વર્ષનો પ્રમાદ અત્યંત ઓછો છે અને અસંખ્ય વર્ષની નરક ખૂબ ખૂબ ખૂબ દીર્ઘકાલીન ભયાનક પરિણામ છે. એ જ રીતે કોઈ એક સેકંડના સોમા ભાગનો સમય સાધના કરે અને એને તેના ફળરૂપે એક કરોડ વર્ષનું દેવાયુષ્ય મળે, તો સાધના કેટલી ઓછી ! અને ફળ કેટલું વિરાટ. વાસ્તવમાં તો આ રેશિયો પણ સ્થૂળદષ્ટિએ કહ્યો છે. સંખ્યાતા વર્ષની સાધનાનો સમય અત્યંત અલ્પ છે. અને અસંખ્ય (૧૬૦) Page #164 -------------------------------------------------------------------------- ________________ જાણે છે? કારણ કે જિનધર્મ તો અતિ દુર્લભ છે. આ જાણીને તું શિવપદને સાધીને કૃતકૃત્ય થઈ જા. जइ अजवि जीव ! तुमं, न होसि निअकजसाहगो मूढ!। બ્રિનિમાઝો વિરુ, મહિમા વિસામ? રવા ઓ મૂઢ જીવ! જો હજી પણ તું આત્મકાર્યને નહીં સાથે તો જિનધર્મથી પણ ચઢિયાતી કઈ સામગ્રી તને મળવાની છે? जा लद्धी इह बोही, तं हारिसि हा ! पमायमयमत्तो। પવિદિલિપાવ!પુરમો, પુષિત મૂળે ?પારદા હાય.... જો તું પ્રમાદમદથી મત્ત થઈને અહીં પ્રાપ્ત થયેલ બોધિને હારી જઈશ, તો એ પાપી ! ભવિષ્યમાં તને કયા મૂલ્યથી બોધિલાભ મળશે? अन्नं च किं पडिक्खसि ?, का ऊणा तुज्झ इत्थ सामग्गी?। = રૂમવાર પુરો, માવિમવેહું સમુદ્ગમતિ? ૨૭ હવે તું કોની રાહ જુએ છે? સાધના કરવા માટે તારી પાસે કઈ સામગ્રી ઓછી છે ? કે આ ભવ પછી ભવિષ્યના ભવોમાં ઉગ્ર સાધના કરવાના તું અભરખા કરે છે? જે છે એ સારામાં સારું છે. મારા આજના દિવસ કરતાં જીવનના બાકીના દિવસો વધુ પ્રતિકૂળતાસભર હોઈ શકે છે. સૌથી વધુ અનુકૂળતા તો મને આજે હોય એવી પૂરી શક્યતા છે. આવું માનીને – થયું એ કામ - એ ન્યાયે જે સાધના કરી લે છે એ ફાવી જાય છે. જે કાલનો પણ ભરોસો નથી, તો આવતા ભવની તો ક્યાં વાત કરવી ? ઠંડા પહોરે આગળ વધજો, (૧૭૭) Page #165 -------------------------------------------------------------------------- ________________ નહીં તો તડકામાં હેરાન થશો. જે અનુકૂળતામાં ધર્મ સાધી લે, એને પ્રતિકૂળતા જોવાનો વારો જ આવતો નથી. इह पत्तो वि सुधम्मो, तं कूडालंबणेण हारिहिसि। માવિમવે, થમે, સંદેહ તં સમીસિ. ૨૮. અહીં સુધર્મ મળ્યો છે, તો ય તેને ખોટા બહાનાથી હારી જાય છે. અને ભાવિ ભવોમાં ધર્મ મળશે કે કેમ એ સંદેહ છે, તેની તું ઇચ્છા કરે છે. ता धिद्धी मइनाणे, ता वजं पडउ पोरिसे तुज्झ। દુક્સ વિવેકારો, ગુમંડારો મહારારા ૨ जं निअकज्जे वि तुमं, गयलीलं कुणसि आलविसारेसि। अन्नं न कजसजो-सि पाव ! सुकुमारदेहो सि॥३०॥ (યુમમ્) તારા મતિજ્ઞાનને ધિક્કાર થાઓ, તારા પૌરુષ પર વજ તૂટી પડો. જેમાં વિવેક પ્રધાન છે એવો મહાસારભૂત તારો ગુણભંડાર બળીને ખાખ થઈ જાઓ. કારણ કે તે પોતાના આત્મકાર્ય પ્રત્યે આંખ આડા કાન કરે છે. ગલ્લા-તલ્લા કરે છે. વળી કર્તવ્ય પ્રત્યે ઉદ્યત નથી થતો, અને સુખશીલતા સેવે છે. अन्नं च सुणसु रे जिअ!, कलिकालालंबणं न घित्तव्वं । जं कलिकाला नटुं कहूं, न हु चेव जिणधम्मो॥३१॥ રે જીવ! તું બીજું પણ સાંભળ. કે કળિકાળનું બહાનું કાઢવા જેવું નથી. કારણ કે કળિકાળથી અતિ ઉગ્ર સાધનારૂપ કષ્ટ નાશ પામ્યું છે. પણ જિનધર્મ નાશ પામ્યો નથી. (૧૭૮) Page #166 -------------------------------------------------------------------------- ________________ જેને સાધના નથી કરવી, એ સુખશીલતા પોષક અને પ્રમાદ-પોષક બાબતોને ઉપસાવી ઉપસાવીને પોતાની નિઃસત્ત્વતાને ઢાંકવા પ્રયત્ન કરે છે. અને શક્ય સાધનાને પણ છોડી દે છે. ઉપદેશમાલામાં કહ્યું છે संघयणकालबलदूसमारुयालंबणाई घित्तुणं। सव्वं चिय नियमधुरं, निरुजमाओ पमुच्चंति ॥ २९३॥ સંઘયણ નબળું છે, દેશ-કાળ વિષમ છે, શરીર તકલાદી છે, દુઃષમા આરો છે, આવા આલંબનો લઈને નિરુદ્યમ જીવો આખે આખી નિયમ ધુરાને મૂકી દે છે. આવા તકલાદી શરીરમાં અને રસ-કસ વિનાના ખાન-પાનમાં રોટલા ને છાશનું એકાસણું શી રીતે થાય ? આવી વાતો કરીને છેક છેલ્લે પાટલીએ-નવકારશીનો તપ અને જે આવે તે ખપે – આ કક્ષાએ બેસી જાય, એ જીવ પોતાની જાતને છેતરે છે. ભાઈ! તારાથી ઉત્કૃષ્ટ ન થઈ શકે, તો તેનાથી થોડું ઓછું કર, પણ સાવ તળિયે કેમ બેસી જાય છે ? તપચિંતવાણીનો કાઉસ્સગ આ જ સંકેત આપે છે. એમાં એવું નથી કહ્યું કે 'તારાથી છ મહિનાનો તપ ન થાય તો બેસણું કે નવકારશી કર.” પણ ક્રમશ એક-એક પગથિયું નીચે ઉતરવાનું કહ્યું છે. એ પણ સત્ત્વન પહોંચતું હોય તો. એ જ રીતે છેદસૂત્રોમાં પણ અપવાદસેવન પ્રસંગે પંચકવૃદ્ધિથી યતના કરવાનું કહ્યું છે. બેફામતા આવી તો સમજી લો કે ઉત્સર્ગ માર્ગ તો ગયો જ, અપવાદ માર્ગ પણ ગયો. બચ્યો છે માત્ર ઉન્માર્ગ અને દુર્ગતિ. ધર્મદાસગણિ મહારાજા કહે છે (૧૭૯) Page #167 -------------------------------------------------------------------------- ________________ कालस्स य परिहाणी संजमजोगाई नत्थि खित्ताई। जयणाइ वट्टियव्वं न हु जयणा भंजए अंगं॥ २९४॥ કાળ પડતો છે, કબૂલ, સંયમ યોગ્ય ક્ષેત્રો નથી, કબૂલ, પણ એનો અર્થ એ નથી કે મનફાવે એમ વર્તવાની છૂટ મળી ગઈ. જેમ બને એમ ઓછામાં ઓછો દોષ સેવવો. એનાથી સંયમભંગ ખંડિત થતું નથી. समसत्तुमित्तुचित्तो, निच्चं अवगणियमाणअवमाणो। મસ્થમાવગુત્ત, સિદ્ધપવિત્તરાંત રૂરી सज्झाणझाणनिरओ, निच्चं सुसमाहिसंठिओ जीव !। जइ चिट्ठसि ता इहयं पि, निव्वुई किं च परलोए॥३३॥ (યુમF) જો તું શત્રુ અને મિત્ર પ્રત્યે હંમેશા સમચિત્તવાળો થાય, માન-અપમાનને ગણકારે નહીં, મધ્યસ્થભાવથી યુક્ત બને, તારા ચિત્તનો પ્રત્યેક ખૂણો શાસ્ત્રવચનોથી પવિત્ર બની જાય, તું હંમેશા સ્વાધ્યાય અને ધ્યાનમાં નિરત બને અને આ રીતે સુસમાધિમાં સ્થિત રહે, તો અહીં પણ મોક્ષ છે, પરલોકની તો શું વાત જ કરવી ? इअ सुहिओ वि हुतं कुणसु जीव ! सुहकारणं वरचरितं । मा कलिकालालंबण-विमोहिओचयसिसच्चरणं ॥३४॥ હે જીવ! અહીં તું સુખી હોય, તો ય સુખના કારણભૂત શ્રેષ્ઠ ચારિત્રનું પાલન કર. કલિકાળનું બહાનું કાઢીને સચારિત્રનો ત્યાગ ન કર. (૧૮) Page #168 -------------------------------------------------------------------------- ________________ केवलकट्टेण धुवं, न सिज्झई वरचरित्तपन्भट्ठो। कट्टरहिओ वि सज्झाण-दुक्खसहिओ वि जाइ सिवं ॥३५॥ જે શ્રેષ્ઠ ચારિત્રથી પ્રભષ્ટ છે, તે માત્ર કષ્ટ સહન કરવાથી સિદ્ધ થઈ શકતો નથી. પણ જે બાહ્ય કષ્ટથી રહિત હોવા છતાં પણ ઉગ્ર સ્વાધ્યાય (વગેરે આવ્યંતર તપ)થી યુક્ત છે, તે મોક્ષે જાય છે. अज वि जिणधम्माओ, भवम्मि बीयम्मि सिज्झइ जीवो। વિરદિવસીમન્નો, ગહન્ન ગમખો રૂદા આજે પણ જિનધર્મથી જીવ બીજા ભવમાં સિદ્ધ થાય છે. અને જેણે શ્રમણ્યની વિરાધના નથી કરી એ જઘન્યથી આઠમાં ભવે સિદ્ધ થાય છે. - ચોથો આરો નથી માટે મોક્ષ ન થઈ શકે, આ આંશિક સત્ય છે. જો આ પૂર્ણ સત્ય હોત તો ચોથા આરાના બધા જીવોનો મોક્ષ થઈ ગયો હોત. કાળ સાથે બીજી પણ બાબતો એવી છે કે જે જીવનો મોક્ષ અટકાવે છે. જેમ કે કર્મગુરુતા, વિષય-વાસના, કષાયપરવશતા વગેરે. જ્યાં સુધી આ બાધકો ઊભા છે ત્યાં સુધી ચોથા આરામાં ય જીવનું ઠેકાણું પડવાનું નથી. અરે, ઉલ્ટ ત્યાં સંઘયણબળ પામીને તૃતીયાદિ નરકમાં ય જતો રહે, કે જ્યાં પાંચમા આરામાં જવું શક્ય ન હતું. માટે કાળનો દોષ જોવાનો રહેતો જ નથી. આપણા આત્માનો દોષ દૂર કરીએ એટલે બધા દોષોને રવાના થયે જ છૂટકો. દોષોનો ક્ષય થાય છે જ્ઞાનાદિના અભ્યાસથી. આ અભ્યાસ થતો રહે એમ દોષો ઘસાતા જાય, કેવળજ્ઞાન અને વીતરાગતા નજીક આવતા જાય. આપણને જે જીવન (૧૮૧) Page #169 -------------------------------------------------------------------------- ________________ મળ્યું છે એ આ અભ્યાસ માટે જ મળ્યું છે. અહીં જે ઢીલા રહે એ મહાવિદેહમાં ય ઢીલા જ રહે. અથવા તો એમને મહાવિદેહ મળે જ નહીં. અહીં જો વિરાધક બને, તો કદાચ એની મહાવિદેહની પ્રાપ્તિ પણ મોટી વિરાધનાનું કારણ થાય. “ચારિત્રની જઘન્ય આરાધના પણ ૭-૮ ભવમાં તો મોક્ષ અપાવે જ' આવું કહેવા સાથે ક્યાંય એવું નથી કહ્યું કે એ ૭-૮ ભવ ચોથા આરાના જ હોવા જોઈએ. વળી માનો કે કોઈ ચોથા આરામાં ૭-૮ ભવ ચારિત્ર પાળી મોક્ષે ગયું. તો એ આત્માને ચોથો આરો મળવા છતાં પણ ૭-૮ ભવ કેમ કરવા પડ્યા? કર્મગુરુતાદિના કારણે જ ને ? આ અપેક્ષાએ કાળદોષ કરતાં ય આત્મદોષ વધુ પ્રબળ પુરવાર થાય છે. એને દૂર કરીએ એટલે કાળ અનુકૂલ થવાનો જ છે. વળી ચોથા આરામાં તો કદાચ દેશોનપૂર્વકોટિનું ચારિત્ર પણ પાળવાનું હોય. હાઈવે-મુસાફરી જેટલી લાંબી એટલી અકસ્માતની સંભાવના વધારે. અતિ દીર્ઘકાલીન પર્યાયમાં ક્યાંય પ્રમાદ સ્કૂલના ન થવી એ કેટલું દુષ્કર! માટે જ કલિકાલ સર્વજ્ઞએ વીતરાગ સ્તોત્રમાં કહ્યું છે यत्राल्पेनापि कालेन त्वद्भक्तेः फलमाप्यते। कलिकालः स एकोऽस्तु कृतं कृतयुगादिभिः॥ પ્રભુ! જ્યાં અલ્પકાળથી પણ તારી ભક્તિનું ફળ મળી જાય છે, એવો એક કળિકાળ જ હોજો. કૃતયુગ વગેરેથી સર્યું. અન્યત્ર તો ખૂબ માર્મિક વાત કરી છે- . संवत्सरेण यत् कृते द्वापरे ह्ययनेन च। त्रेतायां हायनेन स्या-दहोरात्रेण तत् कलौ॥. (૧૮૨) Page #170 -------------------------------------------------------------------------- ________________ કૃતયુગમાં જે એક વર્ષથી થાય, દ્વાપરયુગમાં જે છ મહિનાથી થાય, અને ત્રેતામાં જે ત્રણ મહિનાથી થાય, તે કળિયુગમાં એક દિવસ-રાતથી જ થઈ જાય છે. (બધો દોષ કાળના માથે ચડાવીને સાધનામાં નિરુદ્યમી થઈ જતા જીવો માટે આ એક અપેક્ષિક હકારાત્મક વિચારણા છે. આના પરથી તીર્થકરો, કેવળજ્ઞાની ભગવંતો આદિના સાનિધ્યનું અપમૂલ્યાંકન ન થઈ જાય, એ વિવેક આવશ્યક છે.) ता जीव ! कट्ठसज्झं, जइधम्मं तरसि नेव मा कुणसु। किं न कुणसि सुहसज्झं, उवसमरससीअलं चरणं?॥३७॥ તો હે જીવ! જો તું કષ્ટસાધ્ય એવો અતિધર્મ ન જ આચરી શકે એમ હોય, તો ન આચર, પણ જે સુખસાધ્ય છે, એવું ઉપશમરસથી શીતલ ચારિત્ર કેમ પાળતો નથી ? અર્થાત્ માસક્ષમણાદિ ઉગ્ર સાધના ન કરી શકે તો ય પ્રશમ, ક્ષમા આદિ સાધના તો કર. न हि कट्ठाओ सिद्धा, विसिट्टकाले वि किं तु सच्चरणा। ___ता तं करेसु सम्मं, कमेण पाविहिसि सिवसम्मं ॥३८॥ વિશિષ્ટકાળમાં પણ જેઓ સિદ્ધ થયા છે, તેઓ કષ્ટથી નહી, પણ સમ્યફ ચારિત્રથી સિદ્ધ થયા છે. માટે તું સારી રીતે સમ્યફચારિત્રનું પાલન કર. તું ક્રમશઃ શિવસુખ પામી જઈશ. જો કષ્ટમાત્રથી મોક્ષ મળતો હોય, તો મિથ્યાત્વી અજ્ઞાન તપસ્વીઓનો પણ મોક્ષ થઈ જાય. પણ એવું નથી થતું. માટે કષ્ટમાત્ર (૧૮૩) Page #171 -------------------------------------------------------------------------- ________________ અનૈકાન્તિક છે. પણ જેના પાસે સચ્ચારિત્ર હોય તેને મોક્ષપ્રામિ એકાતે થાય જ છે. પ્રશમરતિમાં કહ્યું છે पूर्वद्वयलाभः पुनरुत्तरलाभे भवति सिद्धः॥ સમ્મચારિત્રની પ્રાપ્તિ થાય એટલે સમ્યફ જ્ઞાન અને સમ્યફ દર્શનની પ્રાપ્તિ થાય જ છે. આ રીતે સમ્યક દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપ મોક્ષના સર્વ કારણો હાજર હોવાથી મોક્ષ થાય છે. પંચાશિકાકાર એક ગંભીર બાબત તરફ અંગુલિનિર્દેશ કરી રહ્યા છે કે કષ્ટથી જ મોક્ષ મળે આવો એકાંત નથી. માટે કષ્ટ તો નથી થઈ શકતું, એમ માનીને બીજી શક્ય સાધના ય છોડી દે એ ઉચિત નથી. ભાઈ! કદાચ તારું શરીર ખૂબ નબળું હોય તો તું માસક્ષમણને પારણે માસક્ષમણ, આતાપુના વગેરે કષ્ટ સહન ન કરી શકે, કબૂલ, પણ આ શરીરે પણ તું જિનાજ્ઞાસાપેક્ષ યતના કરે તો સમક્યારિત્ર તો તારા માટે સુકર જ છે. અને એનાથી જ મોક્ષ મળવાનો છે. મોહરાજા વળી આત્મા પાસે બીજી પણ અવળચંડાઈ કરાવે છે. જેનાથી ઉગ્ર વિહાર, માસક્ષમણ જેવા કષ્ટો સહવાનું મન થાય, પણ સમિતિ-ગુણિના પાલન વગેરેનો ઉત્સાહ ન થાય. આત્માને અવ્યક્તરૂપે પણ એવુ સંવેદન હોય કે સમિતિ વગેરેને તો કોણ પૂછે છે ? એની કોને કદર છે ? માસક્ષમણ વગેરે કરશું તો લોકોના ટોળે ટોળા શાતા પૂછવા આવશે, ઈત્યાદિ. એવા આત્માને પણ અહીં મોહનિદ્રામાંથી જાગૃત કરવાનો પ્રયાસ કરાયો છે. મોક્ષ તો થશે સચ્ચારિત્રથી, કષ્ટથી જ નહીં. तं पुव्विं पि हु जीवा, कमेण पत्ता सिवं चरित्ताओ। आइजिणेसरपमुहा, तातं पि कमेण सिज्झिहिसि॥३९॥ (૧૮૪) Page #172 -------------------------------------------------------------------------- ________________ તારી પૂર્વે પણ જીવો ચારિત્રથી ક્રમશઃ મોક્ષ પામ્યા છે, જેમ કે આદિજિનેશ્વર વગેરે. તો તું પણ ચારિત્રના પાલનથી ક્રમશઃ સિદ્ધ થઈશ. जो महरिसिअणुचिन्नो, संपइ सो दुक्करो जइपहो तो। अणुमोअसु गुणनिवहं, तेसिं चिअ भत्तिगयचित्तो॥४०॥ જે શ્રમણમાર્ગનું મહર્ષિઓએ ખેડાણ કર્યું હતું, તે જો વર્તમાનમાં દુષ્કર હોય, તો તું ભક્તિસભર ચિત્તથી તેમના ગુણસમૂહની અનુમોદના કર. પરમ કારુણિક પંચાશિકાકાર સ્વયં જ મહર્ષિઓના ગુણોની અનુમોદના કરાવે છે- वसइ गिरिनिकुंजे भीसणे वा मसाणे, वणविडवितले वा सुन्नगारे व रन्ने। हरिकरिपभिईणं भेरवाणं अभीओ, सुरगिरिथिरचित्तो झाणसंताणलीणो॥४१॥ જે મહર્ષિ ગિરિનિકુંજમાં વસે છે અથવા તો ભીષણ મસાણમાં વસે છે. વનવૃક્ષના તળે વસે છે અથવા તો શૂન્યઘરમાં કે અરણ્યમાં વસે છે. જ્યાં સિંહ, હાથી વગેરેના ભયંકર ઉપસર્ગોની શક્યતા હોય, પણ તેમનાથી ડરે નહીં. જેમનું ચિત્ત મેપર્વત જેવું નિશ્ચલ હોય અને જેઓ ધ્યાનની સત્તતિમાં લચલીન બની ગયા હોય. जत्थेव सूरो समुवेइ अत्थं, तत्थेव झाणं धरई पसत्थं । વોટ્ટાયો મામુદો, ૨૩૬ શુદિ અશ્લોપિઝાઝા (૧૮૫) Page #173 -------------------------------------------------------------------------- ________________ જ્યાં સૂર્ય અસ્ત પામે, ત્યાં જ પ્રશસ્ત ધ્યાન ધરે, શરીરને વોસિરાવી છે. કોઈ પણ ભય કે સંગથી જે વિમુક્ત હોય, રૌદ્ર અને શુદ્ર ઉપસર્ગોથી જેઓ અક્ષોભણીય હોય.' एसइ उज्झिअधम्मं, अंतं पंतं च सीअलं लुक्खं। अक्कोसिओ हओ वा, अदीणविद्दवणमुहकमलो॥४३॥ જે રસોઈ ફેંકી દેવાની હોય, જે અંત-પ્રાંત હોય, ઠંડુ-ઠીકરુ અને લકખ હોય એવાની જેઓ એષણા કરે. કોઈ આક્રોશ કરે કે અભિઘાત કરે તો ય જેમનું મુખકમળ અદીન અને શાંત રહે. इअ सोसंतो देहं, कम्मसमूहं च धिइबलसहाओ। जो मुणिपवरो एसो, तस्स अहं निच्चदासु म्हि॥४४॥. . (તુર્મિક જ્ઞાપવમ) આ રીતે પોતાના શરીરને અને કર્મસમૂહને જેઓ શોષવી નાખે, ધૃતિબળ જેમનું સાથી બની રહે, તેઓ મુનિશ્રેષ્ઠ છે. હું સદા એમનો દાસ છું. धन्ना ते सप्पुरिसा, जे नवरमणुत्तरं गया मुक्खं। जम्हा ते जीवाणं, न कारणं कम्मबंधस्स ॥४५॥ તે સત્પરુષો જ ધન્ય છે કે જેઓ અનુત્તર એવા મોક્ષને પામ્યા છે, કારણ કે તેઓ જીવોને કર્મબંધનું કારણ થતા નથી. પોતાને મરણાંત ઉપસર્ગ થતો હોય, ત્યારે પોતાની પીડાનો કે નિર્દોષતાનો કોઈ વિચાર કર્યા વિના પોતે ઉપસર્ગ કરનારના કર્મબંધનું નિમિત્ત થઈ રહ્યા છે. એવો પોતાનો જ દોષ જોનારા મહાપુરુષોની આ ઉદાત્ત વિચારધારા છે. જે અનેક શાસ્ત્રોમાં તેવા પ્રસંગોએ જોવા મળે છે. (૧૮૬) Page #174 -------------------------------------------------------------------------- ________________ જો મરણાંત ઉપસર્ગોમાં ય મહાત્માઓ આ દષ્ટિ રાખી શકતાં હોય, તો કટુ વચન આદિ તુચ્છ બાબતોમાં આ દષ્ટિ ન રાખી શકાય ? જેઓ મોક્ષે ગયા તેઓ તો ધન્ય છે જ, ઉપરોક્ત વિચારધારા ધરાવે, તેમને ય ધન્ય છે. अम्हे न तहा धन्ना, धन्ना पुण इत्तिएण जंतेसिं। વધુમન્નામો ચરિવું, સુવિહં રિપુરિસા ૪૬ અમે તો એ મહાપુરુષો જેવા ધન્ય નથી. પણ અમે તે ધીરપુરુષોના સુખજનક ચરિત્રનું બહુમાન કરીએ છીએ, એટલા માત્રથી પણ અમે ધન્ય છીએ. धन्ना हु बालमुणिणो, कुमारभावंमि जे उ पव्वइआ। निजिणिऊण अणंगं, दुहावहं सव्वलोआणं॥४७॥ સર્વલોકોને દુઃખ ઉપજાવનારા એવા કામદેવને પરાજિત કરીને જેઓ કુમારપણે જ પ્રવ્રજિત બન્યા છે, તે બાળમુનિઓને ખરેખર ધન્ય છે. जं उजमेण सिज्झइ, कजं न मणोरहेहिं कइआवि। न हि सुत्तनरमुहे तरु-सिहराओ सयं फलं पडइ॥४८॥ જે કાર્ય ઉદ્યમથી સિદ્ધ થાય છે, તે કાર્ય કદી પણ મનોરથોથી સિદ્ધ થતું નથી. સૂતેલા પુરુષના મુખમાં ઝાડની ટોચ પરથી આપમેળે ફળ પડતું નથી. एवं जिणागमेणं, सम्मं संबोहिओ सि रे जीव ! संबुज्झसु मा मुज्झसु, उज्जमसु सया हिअट्ठम्मि॥४९॥ (૧૮૭) Page #175 -------------------------------------------------------------------------- ________________ રે જીવ! આ રીતે જિનાગમથી તને સમ્યફ સંબોધન કર્યું છે. હવે તું સંબોધ પામ, મોહ ન પામ. સદા હિતાર્થમાં ઉદ્યમા કર. ता परिभाविअ एअं, सव्वबलेणं च उज्जमं काउं। સામગ્ન હોકુ થિરો, નદ પુર્ઘલાવે ૬૦ રૂત્તિો તો આનું પરિભાવન કરીને અને સર્વબળથી ઉદ્યમ કરીને શ્રામણ્યમાં સ્થિર થઈ જા. જેમ પૃથ્વીચંદ્ર અને ગુણચન્દ્ર (ગુણસાગર?) સ્થિર થયા હતાં. રાજસિંહાસન અને લગ્નની ચોરીના શ્રી અને સ્ત્રીરૂપી નાગણના પાશમાં ય પૃથ્વીચંદ્ર અને ગુણસાગર શ્રમણ્યમાં સુસ્થિર બન્યા હતાં. ચોથે, પાંચમે, છઠે એમ ગુણસ્થાનકની શ્રેણી પર આરોહણ કરીને કેવળજ્ઞાન મેળવ્યું હતું. જેને સંસારનું સર્વોત્કૃષ્ટ પ્રલોભન કહેવાય, એવા નિમિત્તોની વચ્ચે ય તદ્દન પ્રતિકૂળ વાતાવરણમાં ય તેઓ શ્રમણ્યમાં સુસ્થિર થયા હતાં, તો તારે તો તદ્દન અનુકૂળ વાતાવરણ છે, એમાં ય તું શ્રમણ્યમાં સુસ્થિર નહીં થાય ? उजमह मा विसीअह, तरतमजोगो इमो दुलहो। (उपदेशमाला-४६५) પંચેન્દ્રિયત્વથી માંડીને દીક્ષા સુધીનો આ યોગ દુર્લભ છે. માટે તમે ઉદ્યમ કરો, વિષાદ ન પામો. સર્વ બળથી ઉદ્યમ એટલે મન-વચન-કાયાની તમામ શક્તિને સાધનામાં જોડી દેવી. દુનિયામાં ડોનેશનની મહત્તા હશે, પણ સાધકજીવનમાં તો ડિવોશનની જ મહત્તા છે. આંશિક શક્તિનો સાધનામાં ઉપયોગ એ ડોનેશન (દાન) છે. તમામ શકિતનો સાધનામાં ઉપયોગ એ ડિવોશન (૧૮૮) Page #176 -------------------------------------------------------------------------- ________________ (સમર્પણ) છે. યહ જીવનધન તુમસે પાયા, સબ કુછ તેરા, ના હી પરાયા.... જે મળ્યું છે એ પ્રભુની કૃપાથી. હવે એમાંથી થોડાનું પ્રભુને દાન કરવું? કે પ્રભુના ચરણોમાં સર્વસ્વનું સમર્પણ કરવું? વાસ્તવમાં તો દીક્ષા એ જ સર્વસ્વનું સમર્પણ છે. હવે કોઈ નિર્ણય નથી કરવાનો પણ પોતે કરેલી પ્રતિજ્ઞાનું પાલન કરવાનું છે. એ કરે એનું પરમપદ સમીપ છે. પૂિર્ણમ્... મૌન એકાદશી, વિ. સં. ૨૦૬૬, કેવલબાગ તીર્થ સિરોડી (રાજસ્થાન)] ઉસૂત્રાદિ નિરૂપણ થયું હોય તો મિચ્છામિ દુક્કડમ્. કૃપા કરીને બહુશ્રુતો આનું સંશોધન કરે. ઈતિ અજ્ઞાતકર્તક શ્રી યતિશિક્ષાપંચાશિકા પર વાર્તિકરૂપ હિતોપનિષદ્ (૧૮૯) Page #177 -------------------------------------------------------------------------- ________________ અથ અજ્ઞાતક્નક સાવચૂરિ યતિવિચાર પર વાર્તિકરૂપ || હિતોપનિષદ્ | શાનય-વિહાર-માસા-વંકા -દાળ-વિધા- सव्वन्नुभासिएहिं जाणिजइ सुविहिओ साहू॥१॥ आलयः सुप्रमार्जितादिः स्त्री-पशु-पण्डकादिरहितश्चोपाश्रयः। विहारः-मासकल्पादिः। भाषा सूचनात्सूत्रस्य भाषासमितिः। चङ्क्रमणम् - ईर्योपयुक्तस्य गमनम् । अत्र चैकग्रहणं (णे) तजातीयग्रहणादखिलप्रवचनमातृणां ग्रहणं ज्ञेयम् । स्थानम् ऊर्ध्वस्थानं निष्क्रमप्रवेशादिप्रदेशवर्जितम् । વિન(ય)*-મિથોવિનયëપુરતપ્રવૃત્તિદાણાંદા તૈ: सर्वज्ञभाषितैर्लिङ्गैर्ज्ञायते सुविहितसाधुः॥१॥ સર્વજ્ઞએ કહેલા આલય, વિહાર, ભાષા, ચંદમણ, સ્થાના અને વિનયકર્મથી સુવિહિત સાધુ જણાય છે. II II આલય એટલે સારી રીતે પ્રમાર્જિત, ઉચ્ચારભૂમિસંપન્ન, જીવસંસક્તિટરહિત એવો, સ્ત્રી-પશુ-નપુંસક અને દુઃશીલાદિથી રહિત એવો ઉપાશ્રય. વિહાર એટલે માસકલ્પ વગેરે. ભાષા એટલે ભાષાસમિતિ. સૂત્રમાં તો સુચન જ કર્યું હોય. તેથી સંપૂર્ણ નામ મૂળમાં કહ્યું નથી. ચંક્રમણ એટલે ઈર્ષાસમિતિનો ઉપયોગ રાખવા પૂર્વક ચાલવું. અહીં એકનું ગ્રહણ કરવાથી તજાતીય સર્વનું ગ્રહણ ક્યું છે. માટે આનાથી સર્વ પ્રવચનમાતાનું ગ્રહણ થઈ જાય છે. સ્થાન એટલે ઊભા રહેવું. એ જવા-આવવાની જગ્યા વગેરે સ્થાનમાં ન હોય. વિનયકર્મ એટલે જેમનો વિનય કરવા જેવો છે. તેઓ (૧૯૦) Page #178 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યે ઉચિત પ્રવૃત્તિ. આ પદોનો દ્રઢ સમાસ થયો છે. આ સર્વજ્ઞોક્ત લિંગોથી જણાય છે, કે આ સુવિહિત સાધુ છે. पुलाय नामा पढमो चरित्ती बीओ बंउसो तइओ कुसीलो। चउत्थओ होइ निअंठनामो सव्वुत्तमो पंचमओ सिणाओ॥२॥ अथेत्थंभूतस्य यतेर्मोहनीयक्षयोपशमभेदतो नामान्याह। पुलाको निःसारो धान्यकणस्तद्वन्मनागसारसंयमसाधुरपि पुलाकस्तन्नामा प्रथमश्चरित्री। स द्विधा लब्धि-प्रतिषेधभेदात् तत्र लब्धिपुलाको लब्धिविशेषवान् । यदाह-संघाईयाणं कज्जे चुन्निज्जा चक्कवट्टिसिन्नं । यो तीए लद्धीइ जुओ लद्धिपुलाओ मुणेअन्वो ॥ प्रतिषेधपुलाकः स्खलितादिभिर्ज्ञानस्यासारताकारी। द्वितीयश्चरित्री बकुशसंयमयोगाद् स्याद्बकुशः कुर्बरः। सोऽपि द्विधा । तत्र वस्त्र-पात्राधुकरण-विभूषाकृत् प्रथमः। करचरण-नखमुखादिदेहावयव-विभूषाकृद् द्वितीयः । कुशीलोऽपि द्विधा ज्ञानाद्युपजीवकः कषायकुशीलः कषायैर्ज्ञानादिविराधकः। चतुर्थको भवति निर्ग्रन्थनामा निर्गतो ग्रन्थान्मोहनीयाख्यादिति निर्ग्रन्थः उपशान्त-क्षीणमोहगुण-स्थानकस्थो मुनिः। सर्वोत्तमः पञ्चमकः स्नात इव स्नातको घातिकर्ममलक्षालनात्केवल-ज्ञानीत्यर्थः। एते उत्तरोत्तरं शुद्ध-चारित्राः। एषां विचारः प्रज्ञप्तिः (प्तेः) पञ्चविंशतिशतषष्ठोद्देशकाज्ज्ञेयः। इति गाथार्थः॥ २॥ પ્રથમ ચારિત્રીનું નામ છે પુલાક, બીજો બકુશ, ત્રીજો કુશીલ, ચોથાનું નામ છે નિર્ગથ અને તે સર્વમાં ઉત્તમ એવા पांयभा छ स्नातs. || २ ॥ (१८१) Page #179 -------------------------------------------------------------------------- ________________ આવા પ્રકારના પતિના મોહનીયના ક્ષયોપશમના ભેદથી વિભાગ પાડીને તેમના નામ કહે છે. = પુલાક એટલે સારરહિત ધાન્યકણ. તેની જેમ જેનું સંયમ થોડું અસાર છે તેવા સાધુ પુલાક કહેવાય છે. તે બે પ્રકારે છે. લબ્ધિ અને પ્રતિષેધના ભેદથી. તેમાં લબ્ધિપુલાક લબ્ધિવિશેષયુકત હોય છે. જે કહ્યું છે – જે સંઘ વગેરેના કાર્યમાં ચક્રવર્તીના સૈન્યને પણ ચૂર્ણ કરી દે, તેવી લબ્ધિથી યુક્ત લબ્ધિ-પુલાક જાણવો. પ્રતિષેધપુલાક એટલે જે સ્ખલના વગેરેથી જ્ઞાનને જે અસાર કરી દે. બીજા ચારિત્રી બકુશ (કાબરચીતરા) સંયમના યોગથી બકુશ= કાબરચીતરા. તે પણ બે પ્રકારના છે. તેમાં જે વસ્ત્ર, પાત્ર વગેરે ઉપકરણોની વિભૂષા કરે તે પ્રથમ છે. હાથ, પગ, નખ, મુખ વગેરે શરીરના અવયવોની વિભૂષા કરે તે દ્વિતીય છે. કુશીલ પણ બે પ્રકારે છે, એક જ્ઞાનાદિનો ઉપજીવક. (આજીવિકા ચલાવવા જ્ઞાનાદિનો ઉપયોગ કરનાર.) બીજા કષાયકુશીલ – કષાયોથી જ્ઞાનાદિની વિરાધના કરનાર. ચોથા નિગ્રંથ નામના છે. જે મોહનીય નામના ગ્રંથથી (ગ્રંથિથી) નીકળી ગયા છે એ નિગ્રંથ. પાંચમા ઉપશાંત-ક્ષીણમોહ ગુણસ્થાનકે રહેલા સર્વોત્તમ મુનિ, જેણે સ્નાન કર્યું છે તેના જેવા સ્નાતક એટલે કે ઘાતીકર્મરૂપી મળનું ક્ષાલન કરવાથી કેવળજ્ઞાની. આ પાંચે ઉત્તરોત્તર શુદ્ધ ચારિત્રધારી છે. તેમનો વિચાર વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી) સૂત્રના ૨૬ મા શતકના છટ્ઠા ઉદ્દેસાથી જાણવો. अथैते सर्वेऽपि सम्प्रति प्राप्यन्ते, किं वा केचिदित्याह । निग्गंथ-सिणायाणं पुलायसहिआण तिण्ह वुच्छेओ । बकुस - कुसीला दुहवि जा तित्थं ताव होहंति ॥ ३ ॥ સ્પર્॥ (૧૯૨ ) Page #180 -------------------------------------------------------------------------- ________________ હવે આ સર્વે ય વર્તમાનમાં મળે કે પછી કેટલાક ? એ કહે છે નિગ્રંથ, સ્નાતક અને પુલાક આ ત્રણનો વિચ્છેદ થયો છે. બકુશ અને કુશીલ આ બંને જ્યાં સુધી તીર્થ છે, ત્યાં સુધી रहेश. ॥ ३॥ આ ગાથાનો અર્થ સ્પષ્ટ છે. अ(थ) यावत्तीर्थे भाविनौ प्रति किं कार्यमित्याहता तेसिं असढाणं जहसत्ति जहागमं जयंताणं। कालोचिअ जयणाए बहुमाणो होइ कायव्वो ॥४॥ बहुमाणो वंदणयं निवेअणा पालणा य जत्तेण। उवगरणदाणमेव य गुरुपूआ होइ विन्नेआ॥५॥ तत्तस्मात्तयो-र्बकुशकुशीलयोरशठयोर्यथाशक्ति यथागमनम् । कालो दुःषमा, तदुचितयतनया यतमानयोर्बहुमानः पूजा कर्तव्या। पूजामेव व्यञ्जयति। बहुमानो मानसिकी प्र(प्री)तिः, वन्दनकं द्वादशावर्त्तः, निवेदना द्रव्यतो धनधान्यादि-समर्पणा, भावतः सर्वात्मना सर्व-मनःसमर्पणम्, पालना तदा-देशयाने यत्नेन रहस्यमेतदित्यादरेण, उपकरणस्य वस्त्रादेर्दानम् । एवेति समुच्चये। चकारादभ्युत्थान-अभिगमानुगमनादिका च गुरुपूजा भवति विज्ञेया॥४-५॥ જ્યાં સુધી તીર્થ રહેશે ત્યાં સુધી રહેનારા એવા આ બકુશ અને કુશીલ મુનિઓ પ્રત્યે શું કરવું ? એ કહે છેતો અશઠ એવા, શાસ્ત્રાનુસારે કાલોચિત જયણાથી ( १८3) Page #181 -------------------------------------------------------------------------- ________________ યથાશક્તિ યુતના કરતા એવા તેમના પ્રત્યે બહુમાન રાખવું. બહુમાન, વંદન, નિવેદન, યત્નપૂર્વક પાલન અને ઉપકરણદાન, આ ગુરુપૂજા જાણવી ॥ ૪-૬ | તેથી અશઠ એવા બહુશ - કુશીલો જેઓ યથાશક્તિ એટલે ગમનાદિના સામર્થ્યને અનુસારે, કાળ દુષમા, તેને ઉચિત જયણાથી સંયમમાં યત્ન કરે છે, તેમનું બહુમાન=પૂજા કરવી જોઇએ. પૂજા જ વ્યક્તરૂપે કહે છે. બહુમાન એટલે માનસિક પ્રીતિ. વંદન એટલે દ્વાદશાવર્ત નિવેદના કરવી જોઈએ. (૧) દ્રવ્યથી ધન-ધાન્યાદિનું સમર્પણ. (૨) ભાવથી સર્વાત્મના સર્વસ્વનું મનસહિત સમર્પણ. પાલના એટલે આ જ પરમ રહસ્ય છે એમ માનીને આદરથી યત્નપૂર્વક તેમના આદેશનું પાલન. ઉપકરણનું એટલે કે વસ્ત્ર-પાત્ર વગેરેનું દાન. ‘એવ’ કાર સમુચ્ચય અર્થમાં છે. ‘ચ’ કારથી અભ્યુત્થાન-ગુરુ આવે ત્યારે સંભ્રમથી ઊભા થવું, અભિગમ-ગુરુની સન્મુખ જવું, અનુગમન-ગુરુને વળાવવા જવું, વગેરે પણ ગુરુપૂજા છે એમ જાણવું. अथ स्नातकापेक्षया हीनगुणनिर्ग्रन्थानां बकुशकुशीलानां कथमित्थं प्रतिपत्तिरित्याह पलए महागुणाणं हवंति सेवारिहा लहुगुणावि । अत्थमिए दिणनाहे अहिलसइ जणो पइवंमि (पि) ॥ ६ ॥ (સ્પા,) नवरं प्रलये महागुणानां अर्हदुपदिष्टानाम् ॥ ६ ॥ બકુશ-કુશીલો તો સ્નાતકની અપેક્ષાએ હીન ગુણવાળા નિગ્રંથો છે, તો તેમની આવી સેવા શા માટે ? એનો જવાબ આપે છે- જ્યારે મહાગુણવાળાઓનો વ્યુચ્છેદ થાય છે, ત્યારે નાના ગુણવાળા પણ ( ૧૯૪ ) Page #182 -------------------------------------------------------------------------- ________________ સેવાપાત્ર થાય છે. જ્યારે સૂર્યનો અસ્ત થઈ જાય, ત્યારે લોક દીવાને પણ ઇચ્છે છે. / / આ ગાથા સ્પષ્ટ છે. માત્ર મહાગુણોના પ્રલયમાં એવું જે કહ્યું તેમાં મહાગુણો અરિહંત ભગવાને ઉપદેશેલા સમજવાના છે. आगमोऽप्येवमेव व्यवस्थितस्तथाहिसमत्तनाणचरणाऽणुवाइगाणाणुगं व जं जत्थ। जिणपन्नत्तं भत्तीइ पूअए तं तहा भावं॥७॥ सम्यक्त्वज्ञानचरणानुपातिनम्, सर्वज्ञागमानुक्तमप्यातानुगं जिनोक्तानुसारणीयं भावं गुणविशेषं यत्र पुरुषे पश्येदिति शेषः, शेषगुणाभावेऽपि तजिनप्रज्ञप्तमिति मनसि कृत्वा भक्तेः बहुमानतस्तथानेन प्रकारेण गुणविशेषानुमानेन पूजयेत्, सत्कारહિત્યર્થ૭. આગમમાં પણ આ જ રીતે કહ્યું છે કે- દર્શન-જ્ઞાન-ચારિત્રનું અનુપાતી, આજ્ઞાનુસારી એવું જ્યાં જે હોય, ત્યાં જિનેકથિત તે માવની ભકિતથી પૂજા કરવી. |૭ | જે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સમાવિષ્ટ હોય, સર્વજ્ઞોપદિષ્ટ આગમમાં શબ્દશઃ ન કહ્યું હોવા છતાં પણ જે આજ્ઞાનુગત હોય, એટલે કે જિનવચનને અનુસરતો હોય, એવો ભાવ એટલે કે ગુણવિશેષ જે પુરુષમાં દેખાય, તેનામાં બીજા ગુણો ન પણ હોય, તો ય આ જિનકથિત છે એમ મનમાં રાખીને મતિથી બહુમાનથી આ પ્રકારે ગુણવિશેષના અનુમાનથી પૂજે તેનો તત્કાર કરે. केसिंचिअ आएसो दंसणनाणेहिं वट्टए तित्थं । वुच्छिन्नं च चरित्तं वयमाणे होइ पच्छित्तं॥८॥ (૧૯૫) Page #183 -------------------------------------------------------------------------- ________________ अत्र चार्थः - केषाञ्चिदागमानभिज्ञान (ना) मादेशो मतं यथा दर्शनज्ञानाभ्यां वर्तते तीर्थं चारित्रं व्यवच्छिन्नमिति वदति ब्रुवाणे भवति प्रायश्चित्तम् ॥ ८ ॥ કેટલાકનો એવો મત છે કે ‘તીર્થ દર્શન અને જ્ઞાનથી ચાલે છે. અને ચારિત્રનો વ્યવચ્છેદ થયો છે.’ આવું બોલતાં પ્રાયશ્ચિત્ત 2419. 112 11 અહીં અર્થ આ મુજબ છે- આગમને નહીં જાણતા એવા કેટલાકોનો આ મત છે કે ‘તીર્થ જ્ઞાન-દર્શનથી ચાલે છે, ચારિત્રનો વ્યવચ્છેદ થયો છે.’ આવું બોલે તો પ્રાશ્ચિત્ત આવે. अमुमेवार्थं भावयति जो भइ नत्थि धम्मो न य सामाईअं न चेव वयाई । सो समणसंघबज्झो कायव्वो समणसंघेण ॥ ९ ॥ स्पष्टा ॥ ९ ॥ આ જ અર્થને સમજાવે છે- જે એમ કહે કે ધર્મ નથી. સામાયિક પણ નથી અને વ્રતો પણ નથી. તેને શ્રમણસંઘે श्रमासंघनी जहार अरवो मध्ये. ॥ ९ ॥ આ ગાથા સ્પષ્ટ છે. किमिति स बहि: कार्य इत्याह दुप्सतं चरणं जं भणिअं भगवया ईहिं खित्ते । आणाजुत्ताणमिणं, न होइ अहुणत्ति वामोहो ॥ १०॥ (१८९ ) Page #184 -------------------------------------------------------------------------- ________________ दुःप्रसभान्तो दुःप्रसभाचार्यपर्यन्त आज्ञायुक्तानां साधूनां चरणं चारित्रं यद्यस्मात् भणितं भगवता श्री वीरस्वामिना इह क्षेत्रे भारताव(भरता)ख्ये तस्मादिदं न भवत्यधुनेति तस्य व्यामोहो મૂદતિ વહઃ વાર્થ: ૧૦ શા માટે તેને સંઘની બહાર કરવો ? તે કહે છે દુષ્પસહસૂરિ સુધી આજ્ઞાયુક્ત શ્રમણોનું ચારિત્ર આ ક્ષેત્રમાં હશે એવું ભગવાને કહ્યું છે. માટે વર્તમાનમાં ચારિત્ર ના હોય એવું કહેવું એ વ્યામોહ છે. || ૧૦ || ભગવાન શ્રીવીર પ્રભુએ કહ્યું છે કે આ ભરતક્ષેત્રમાં દુપસહ નામના આચાર્ય સુધી આજ્ઞાયુક્ત સાધુઓનું ચારિત્ર હશે. માટે વર્તમાનમાં ચારિત્ર ન હોય એવું કહેવું તે વ્યામોહ એટલે કે મૂઢતા છે. માટે એવું કહેનારને એવું કહેવું તે આ સાધુઓનું ચારિત્ર સંઘ બહાર ननु तथाविधबुद्धिबलाद्यभावः, तत्कथमिदानी चरित्रसम्भव इत्याह कालोचिअजयणाए मत्सररहिआण उज्जमंताणं। जणजत्तारहिआणं होइ जइत्तं जईण सया॥११॥ सुगमा, नवरंजनयात्रारहितानां कृतिप्रतिकृतिसुख-दुःखचिन्तादिलोकव्यवहाररहितानां भवति तीर्थं यावत् ॥११॥ વર્તમાનમાં તથાવિધ બુદ્ધિ, બળ વગેરેનો અભાવ છે, તો વર્તમાનમાં ચારિત્ર કેમ સંભવે ? એ કહે છેજેઓ મત્સરરહિત છે, કાલોચિત યતનાથી ઉદ્યમવંત તથા (૧૯૭) Page #185 -------------------------------------------------------------------------- ________________ જનયાત્રાથી રહિત છે એવા સાધુઓનું સાધુપણું સદા હોય છે. ॥११॥ આ ગાથા સુગમ છે. માત્ર જનયાત્રાથી રહિત એટલે કોઈ ઉપકાર. કે અપકાર કરે એનો બદલો વાળવો, સુખ-દુ:ખની ચિંતા કરવી, વગેરે લોકવ્યવહારથી રહિત. એવા સાધુઓને જ્યાં સુધી શાસન હોય ત્યાં સુધી ચારિત્ર હોય છે. एतदेव समर्थयतिन विणा तित्थं निअंठेहिं, नऽतित्था य निअंठिआ। छक्कायसंजमो जाव, ताव अणुसजणा दुण्ह ॥ १२॥ न विना निर्ग्रन्थैः सामान्येन चारित्रिभिस्तीर्थं नाऽतीर्था निर्ग्रन्थाः। तीर्थं विना ते न भवन्तीत्यर्थः। पुलाक-बकुश-प्रतिषेवणाकुशीलानामेव चाऽयं नियमः। तथा च प्रज्ञप्तिः पुलाए णं भंते ! किं तित्थे होजा? गोअमा ! तित्थे होजा। नो अतित्थे होजा। एवं बउसे पडिसेवणाकुशीलेवि। कसायकुशीले पुच्छा। गोअमा! तित्थे वा होजा अतित्थे वा होजा। जइ अतित्थे होज्जा किं तित्थयरे होजा पत्तेअबुद्धे होजा? गोअमा! अतित्थे तित्थयरे होजा पत्तेअबुद्धे वा होजा। एवं निअंठे वि। एवं सिणाए वि। तस्मात्षटकायसंयमो यावत्तावदऽनुषञ्जनाऽनुवृत्तिर्द्वयोर्बकुशप्रतिषेवणाकुशीलयोरित्यर्थः ॥ १२॥ मा यातनुं समर्थन ३ छ- . તીર્થ નિગ્રંથો વિના નથી હોતું. અને નિર્ચથતા તીર્થ વિના (१८८) Page #186 -------------------------------------------------------------------------- ________________ નથી હોતી. જ્યાં સુધી પકાયસંચમ છે, ત્યાં સુધી બંનેની અનુવૃત્તિ થાય છે. || ૧૨ ll સામાન્યથી સંયમીઓ વિના તીર્થ નથી હોતું. (વિશેષ-સ્નાતક વગેરે વિના હોઈ શકે. પણ એક પણ સંયમી ન હોય અને તીર્થ હોય, એવું ન બને.) તીર્થ વિના નિગ્રંથો પણ નથી હોતા. પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલોનો જ આ નિયમ છે. ભગવતી સૂત્રમાં કહ્યું છે- હે ભગવંત ! પુલાક તીર્થમાં હોય ? ગૌતમ! તીર્થમાં હોય, અતીર્થમાં ન હોય. આ રીતે બકુશ અને પ્રતિસેવના કુશીલ પણ સમજવા. પછી કષાય કુશીલની પૃચ્છા કરે છે. ગૌતમ! તીર્થમાં હોય અથવા અતીર્થમાં હોય. જો અતીર્થમાં હોય તો શું તીર્થકર હોય કે પ્રત્યેકબુદ્ધ હોય ? ગૌતમ ! તીર્થંકર હોય અથવા પ્રત્યેકબુદ્ધ પણ હોય. આ રીતે નિગ્રંથ અને સ્નાતક પણ સમજવા. (ભગવતીસૂત્ર શતક-ર૬, ઉસ-૬) માટે જ્યાં સુધી પકાયસંયમ છે, ત્યાં સુધી બકુશ અને પ્રતિસેવનાકુશીલ બનેની અનુવૃત્તિ ચાલશે, એવો અહીં અર્થ-છે उत्तरार्द्धमेव विवृण्वन्तिजा संजमया जीवेसु, ताव मूला य उत्तरगुणा य। इत्तरिअछेअसंजम, निअंठबकुसायपडिसेवी॥ १३॥ यावत् संयमता जीवेषु, शेषगुणाभावेऽपि यावत् षड्जीवनिकाय-यतनामात्रमपि लभ्यते, तावन्मूला मूलगुणा उत्तरगुणाश्च, यावदेते तावदित्वरछेदसंयमौ सामायिकसंयमच्छेदोपस्थानीयसंयमौ यावच्चैतौ तावनिर्ग्रन्थौ बकुशायप्रतिषेविणौ आयो ज्ञानादिलाभः, तस्य प्रतिकूलं सेवन्ते चेष्टन्ते आयप्रतिषेविणो (૧૯૯) Page #187 -------------------------------------------------------------------------- ________________ ज्ञानाद्युपजीवकाः प्रतिषेवणाकुशीला इत्यर्थः । अनुयुज्येति सर्वत्र યોગ્યમ્રા ઉત્તરાર્ધને જ સ્પષ્ટ કરતાં કહે છે જ્યાં સુધી જીવોમાં સંયમતા છે, ત્યાં સુધી મૂળ અને ઉત્તર ગુણો છે. અને ઇત્વરિકસંયમ - છેદસંયમ છે, ત્યાં સુધી બકુશ અને પ્રતિસેવનાકુશીલ નિગ્રંથ છે. II ૧રૂ II જ્યાં સુધી જીવોમાં સંયમતા છે- બીજા ગુણોના અભાવે પણ જ્યાં સુધી ષડ્થવનિકાયની યતનામાત્ર પણ મળે છે, ત્યાં સુધી મૂલગુણો અને ઉત્તરગુણો છે. જ્યાં સુધી મૂલગુણો અને ઉત્તરગુણો છે, ત્યાં સુધી સામાયિકસંયમ અને છેદોપસ્થાપનીય સંયમ છે. જ્યાં સુધી આ બે સંયમ છે, ત્યાં સુધી બકુશ અને આયપ્રતિસેવી, આ બે નિગ્રંથો છે. આય એટલે જ્ઞાનાદિ લાભ. જેઓ તેને પ્રતિકૂળ ચેષ્ટા કરે, તેઓ આયપ્રતિસેવી છે. અર્થાત્ જ્ઞાનાદિના ઉપજીવક છે. એટલે કે પ્રતિસેવનાકુશીલ છે. અહીં સર્વત્ર અનુયોગ કરીને એમ સમજવું. (ષટ્કાયસંયમની પાછળ મૂલોત્તરગુણો જોડાયેલા છે. ઇત્યાદિ) ननु विदेहैरवतसर्वतीर्थेषु का व्यवस्था इत्याहसव्वजिणाणं निच्वं बकुसकुसीलेहिं वट्टए तित्थं । नवरं कसाय - कुसीला अपमत्तजई वि संतेणं ॥ १४॥ सर्व जिनानां भरतैरावतविदेहतीर्थकृतां नित्यं बकुशकुशीलाभ्यां वर्त्तते तीर्थम् । पुलाकादीनामऽल्पत्वात्कादाचित्कत्वात् । नवरं केवलमयं विशेषः । सत्त्वेन कषायसत्तयाऽप्रमत्ततयापि सप्तमस्थानवर्त्तिनोऽपि कषायकुशीला भण्यन्ते, अत ( ૨૦૦ ) Page #188 -------------------------------------------------------------------------- ________________ एवम्भूताः कषायकुशीला अपि यावत्तीर्थं भवतीति भावः॥ १४॥ મહાવિદેહ અને ઐરાવતક્ષેત્રના સર્વ તીર્થોમાં શું વ્યવસ્થા હોય छ ? मेहेछ સર્વ જિનોનું તીર્થ હંમેશા બકુશ અને કુશીલોથી ચાલે છે. भात्र सधभत्तयतिमो पा सत्ताथी उषायशी होय छे.॥१४॥ ભરત-ઐરવત-મહાવિદેહક્ષેત્રના સર્વ તીર્થકરોનું તીર્થ હમેશા બકુશો અને કુશીલોથી ચાલે છે. કારણ કે પુલાક વગેરે અલ્પ હોવાથી કદાચિત્ક હોય છે. ક્યારેક હોય, ક્યારેક ન પણ હોય. માત્ર આ વિશેષ છે કે અપ્રમત્તતા હોવા છતાં પણ – સાતમા ગુણસ્થાનકે રહેલા પણ ક્રોધાદિ કષાયમોહનીયની સત્તાને કારણે કષાયકુશીલ કહેવાય છે. માટે આવા કષાયકુશીલો પણ જ્યાં સુધી તીર્થ હોય, ત્યાં સુધી હોય છે. यत एव बकुशकुशी(ला)भ्यां तीर्थप्रवृत्तिरत-एवगुरुगुणरहिओ य इह, दट्ठव्वो मूलगुणविउत्तो जो। न य गुणमित्तविहीण त्ति, चंडरुद्दो अ आहरणं ॥१५॥ गुरुगुणरहितो द्रष्टव्यो यो मूलगुणवियुक्त उपलक्षणत्वादभीक्ष्णमुत्तरगुणविराधकः, जो चयइ उत्तरगुणे मूलगुणेविइति वचनात् । न पुनर्गुणमात्रहीनः, प्रियवचनविशिष्टोपशमादिगुणविकल इत्यर्थः। चण्डरुद्राचार्य उदाहरणः - दृष्टान्तः। अयं हि प्रकृतिरोषणो हि बहूनां संविग्नगीतार्थशिष्याणाममोचनीयो बहुमानविषयश्चाभूत् तस्येयमेव॥१५॥ ( २०१) Page #189 -------------------------------------------------------------------------- ________________ જેથી કરીને બકુશ અને કુશીલથી તીર્થની પ્રવૃત્તિ થાય છે, તેથી જ અહીં ગુરગણરહિત તે સમજવો કે જે મૂળગુણવિયુક્ત હોય, ગુણમાત્રરહિત નહીં, ચંડરસ્ક્રાચાર્ય દષ્ટાંત છે. II ૧૬ II ગુરુગુણરહિત તે સમજવા કે જે મૂલગુણોથી રહિત હોય. તથા ઉપલક્ષણથી જે વારંવાર ઉત્તરગુણોની વિરાધના કરતા હોય. કારણ કે ઉપદેશમાલામાં કહ્યું છે કે- જે ઉત્તરગુણોનો ત્યાગ કરે છે, તે મૂળગુણોનો પણ ત્યાગ કરે છે. પણ ગુણમાત્રરહિત એટલે કે પ્રિયવચન, વિશિષ્ટ ઉપશમાદિ ગુણ રહિત એવો અર્થ ન સમજવો. આ વિષયમાં ચંડરુદ્રાચાર્ય ઉદાહરણ છે. તેઓ ક્રોધી સ્વભાવના હોવા છતાં પણ ઘણા સંવિગ્ન ગીતાર્થ શિષ્યોને અત્યાજ્ય તથા બહુમાનપાત્ર થયા હતાં. सम्प्रति दुःषमायामुभयमाश्रित्योपदेशमाहकालाइदोसओ जइवि, कहवि दीसंति तारिसा न जई। सव्वत्थ तहवि न छित्ति, नेव कुज्जा अणासंसं॥ १६॥ यानुभयमाश्रित्योपदेशमाह स्पष्टा, नाशंसाम् अनाસ્થા ૧૬ / વર્તમાનમાં દુઃષમાકાળમાં બનેને (સાધુ અને શ્રાવકને ?) આશ્રીને ઉપદેશ કહે છે ભલે કાળાદિના દોષથી તેવા યતિઓ ન દેખાતા હોય, તો પણ સર્વત્ર (ચારિત્રનો) વ્યુચ્છેદ નથી થયો, માટે અનાશંસા ન કરવી જોઈએ. |૧૬ II આ ગાથાનો અર્થ સ્પષ્ટ છે. તેમાં જે “અનાશંસા એમ કહ્યું છે, તેનો અર્થ અનાસ્થા સમજવો. (૨૦૨) Page #190 -------------------------------------------------------------------------- ________________ यतः - कुग्गहकलंकरहिआ जहसत्तिं जहागमं च जयमाणा। जेण विसुद्धचरित्त त्ति वुत्तमरिहंतसमयंमि॥ १७॥ कुग्रहोऽसदभिनिवेशः, स एव कलङ्को दोषस्तेन रहिता। यथाशक्ति यथागमं यतमाना येन कारणेन च विशुद्धचारित्रा इत्युक्तमर्हत्समये जिनमते॥ १७॥ કારણ કે જેઓ કદાગ્રહરૂપી કલંકથી રહિત છે, યથાશક્તિ શાસ્ત્રાનુસારે યતના કરે છે, તેઓ વિશુદ્ધચારિત્રી છે એવું અરિહંત प्रभुना सिद्धान्तमायुं छे. ॥ १७॥ કદાગ્રહ એટલે ખોટો અભિનિવેશ, તે જ કલંક-દોષ, તેનાથી જે રહિત હોય. યથાશક્તિ શાસ્ત્રાનુસારે જયણા કરનારા વિશુદ્ધચારિત્રી છે એવું જિનમતમાં કહ્યું છે. तादृशाश्च दृश्यन्त एव तथाहिअजवि तिन्नपइन्ना गुरुअभरुव्वहणपच्चला लोए। दीसंति महापुरिसा अक्खंडिअसीलपब्भारा॥ १८॥ सुगमा, नवरं तीर्णसामायिकादिप्रतिज्ञा दुर्वहसंयमभारोद्वहनसमर्थाः॥ १८॥ અને તેવા મહાત્માઓ તો દેખાય જ છે. તે આ મુજબઆજે પણ પ્રતિજ્ઞાનો પાર પામનારા, મોટા ભારને ( २०3 ) Page #191 -------------------------------------------------------------------------- ________________ ઉપાડવામાં સમર્થ અખંડિતશીલપ્રાગ્લાર એવા મહાપુરુષો લોકમાં દેખાય છે. || ૧૮ II આ ગાથાનો અર્થ સુગમ છે. માત્ર સામાયિકાદિ પ્રતિજ્ઞાનો પાર પામનારા અને દુર્વહ એવા સંયમ ભારને ઉપાડવામાં સમર્થ, એમ વિશેષાર્થ સમજવો. अजवि तवसुसिअंगा, तणुकसाया जिइंदिआ धीरा। दीसंति जए जइणो वम्महहिअयं विआरंता॥ १९॥ જેમનું શરીર તપથી શોષાઈ ગયું છે, જેમના કષાયો પાતળા પડી ગયા છે, જેઓ જિતેન્દ્રિય અને વીરતાસંપન્ન છે, જેઓ કામદેવના હૃદયને વિદારી દે છે, એવા મુનિઓ આજે પણ દુનિયામાં દેખાય છે. || ૧૦ || સ્પષ્ટ છે. अज वि वयसंपन्ना, छज्जीवनिकारक्खणजुत्ता। વસંતિ તણિ, વિપવિત્તા સુગુ ૨૦ | પણ નવરં શ્રુતિઃ સ્વાધ્યાવર્તન યુ: ૨૦ | આજે પણ વ્રતસંપન્ન, ષકાયના જીવોનું રક્ષણ કરનારા, વિકૃતિ(દૂધ વગેરે વિગઈ)ઓથી વિરક્ત, શ્રુતિયુકત એવા તપસ્વીઓના સમૂહો દેખાય છે. || ૨૦ || આ પણ સ્પષ્ટ છે. માત્ર શ્રુતિ એટલે સ્વાધ્યાય, તેનાથી યુક્ત. (૨૦૪) Page #192 -------------------------------------------------------------------------- ________________ अज वि दयखंतिपइट्ठिआइ, तवनिअमसीलकलिआई। વિરત્ના દૂસમાપ, વીનંતિ સુરદુરથી ૨૧ પ્રતિતાથ. ૨૧ જેઓ દયા અને ક્ષમામાં પ્રતિષ્ઠિત છે, તપ, નિયમ અને શીલથી યુક્ત છે, એવા વિરલા સુસાધુરત્નો આજે દુષમકાળમાં પણ દેખાય છે. II ૨૧ // આનો અર્થ પણ પ્રતીત છે. (વર્તમાનમાં પણ સંયમી ભગવંતો કેવી અદ્ભુત સાધના કરી રહ્યા છે તે જાણવા માટે અચૂક વાંચો વિક્રદર્ય મુનિરાજશ્રી ગુણહંસવિજયજી લિખિત પુસ્તક-વિશ્વની આધ્યાત્મિક અજાયબી) તતઃइअ जाणिऊण एअं मा दोसं दूसमाइ दाऊणं। મુનમ પમુaહ, મનવિ થમો ના નવા રેરા સ્વષ્ટા, નવ તનિતિ ચારિત્રાતિત્વI ૨૨. તેથી- આ રીતે તે જાણીને દુષમકાળને દોષ દઈને તમે ધર્મોદ્યમને મુકી ન દો. આજે પણ જગતમાં ધર્મ જ્યવંતો છે. જરા સ્પષ્ટ છે, માત્ર તે એટલે ચારિત્રનું અસ્તિત્વ. एवमनेकधा चारित्रास्तित्वं प्रतिष्ठाय(प्य) निगमनमाहता तुलिअ निअबलेण सत्तीइ जहागमं जयंताणं। સંપુન્નચિંગ શિક્ષિા સુહંતા સહૂિ ૨રૂ (૨૦૫) Page #193 -------------------------------------------------------------------------- ________________ इति यतिविचारः। स्पष्टा। नवरं सम्पूर्णेति न पूर्वयतिभ्यो न्यूना, स्व-सामर्थ्यતુનનાથા: સમાનાર્થાત્વા (સમાનત્તાત્ ?) . રરૂ. इति यतिविचारगाथावचूरिः सम्पूर्णा । संवत् १५२३ वर्षे ज्येष्ठवदि ७ दिने लिखित(ता)। कुम्भलमेरुदुर्गे। આ રીતે અનેક પ્રકારે ચારિત્રના અસ્તિત્વને સિદ્ધ કરીને નિગમન કહે છે તેથી પોતાના બળથી તુલના કરીને યથાશકિત શાસ્ત્રાનુસારે યતના કરતા, એવા દુષ્ણસહસૂરિ સુધીના સાધુઓની ક્રિયા સંપૂર્ણ જ છે. II ૨રૂ II ઇતિ યતિવિચાર. સ્પષ્ટ છે, માત્ર સંપૂર્ણ એટલે પૂર્વના મુનિઓ કરતાં ન્યૂન નહીં તેવી. કારણ કે તેઓ પણ પોતાના સામર્થ્યની તુલના કરીને યથાશક્તિ ક્રિયા કરતાં હતાં અને વર્તમાનમાં પણ ઉપરોક્ત મુનિઓ પોતાના સામર્થ્યની તુલના કરીને પોતાની શક્તિને ગોપવ્યા વિના ક્રિયા કરે છે. આ રીતે યતિવિચાર ગાથાની અવચૂરિ સમાપ્ત થઈ. આ અવસૂરિ સંવત્ ૧૬૨૩ જેઠ વદ ૭ના દિવસે કુંભલમેરુ દુર્ગમાં લખાઈ છે. ઇતિ સાનુવાદ સાવચૂરિ યતિવિચાર પર વાર્તિકરૂપ હિતોપનિષદ્દ (૨૦૬ ) Page #194 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂજ્ય પરમ ગુરુદેવશ્રીના હસ્તાક્ષરમાં શ્રી નમસ્કાર મહામંત્ર नमो अरिहन्ता एं नमो सिद्धा ए नमः आयरिशाएं नमो नुबझावलां नमो खेए सच साहू एं एसो लंच गए कारा पापसा मंगलाएं च सोलिं पढमं है वह मंगल २. वि Page #195 --------------------------------------------------------------------------  Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્રદૂષણોના પૂરમાં નવી તાજગી નવો ઉત્સાહ અને નવજીવન બક્ષતો એક પ્રાણવાયુ. પૂર્વાચાર્યોની પ્રસાદી શ્રમણનું સૌભાગ્ય SHIVAJ ALIII