________________
કરેલા જિનાજ્ઞા સાથેના ચેડા, તે કરેલું શાસનમાલિન્ય, તે કરેલી સાધુવેષની અપભ્રાજના, તે કરેલો માયા-પ્રપંચ, તે સેવેલી કારમી ઈર્ષ્યા, તે ઊભા કરેલા તીર્થ/સંસ્થા માટે કરેલું રૌદ્રધ્યાન.... આ બધાના પાપે તારો આત્મા સીધો બીજી નરકમાં જઈ રહ્યો છે. તારા મડદાં પાસે તારા શિષ્યો અને ભક્તો માથુ પટકી પટકીને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે. પણ કોઈ તને બચાવી શતું નથી.
શાસ્ત્રો, પુસ્તકો, ઉપધિ, શિષ્યો, ભક્તો, તીર્થો.... બધું ત્યાંનુ ત્યાં રહી ગયું અને તું ભયંકર દુઃખોના ભઠામાં શેકાવા લાગ્યો. હજારો નહીં, લાખો કે કરોડો નહીં પણ અસંખ્ય વર્ષો માટે અનંત દુઃખોનો અતિથિ થઈ ગયો. દીર્ઘ સંસારયાત્રાની એક ભયાનક શરૂઆત થઈ ગઈ. શું મળ્યું તને ? તને શું લાભ થયો? સદ્ભાગ્ય એટલું જ છે કે અત્યારે આ એક કલ્પના જ છે, વાસ્તવિકતા નથી. આ કલ્પના વાસ્તવિકતામાં ન ફેરવાઈ જાય, ત્યાં સુધી બાજી તારા હાથમાં છે. બરાબર સમજી લે કે બીજું કોઈ તારું શરણ થવાનું નથી. તેને બચાવશે માત્ર ને માત્ર સુસાધિત સંયમયોગો. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે
सीसो पडिच्छओ वा आयरिओ वा ण सोग्गई णेइ। जे सच्चकरणजोगा ते संसारा विमोइंति॥
(ગુરુતત્વનિશ્ચય ૨-૧૩૧) શિષ્ય, પ્રતીચ્છક (જ્ઞાનાદિ માટે ઉપસંપદા સ્વીકારનાર શિષ્યસમાન મહાત્મા) કે આચાર્ય સદ્ગતિમાં નથી લઈ જતાં, જે સત્યકરયોગો હોય તે જ સંસારથી મુક્તિ અપાવે છે.
यस्य क्षणोऽपि सुरधामसुखानिपल्य, . कोटीतॄणां द्विनवतिं ह्यधिकां ददाति।
(૧૫૮)