SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ સંચમના સર્વ રોગોની વિરાધના કરીને તું સંસારના દુઃખોની રાશિમાં પતન પામીશ. ત્યારે તારા શાસ્ત્રો, તારા શિષ્યો, તારી ઉપધિ, તારા પુસ્તકો વગેરે અને તારા. ભક્તજનો... આમાંથી કોઈ તારું શરણ થવા માટે સમર્થ નહીં હોય. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ. તેમના અંતિમ સમયે તેમના આવાસની આસપાસ પાંચ લાખ માણસો ભેગા થયા હતાં. આખો દેશ તેમના સ્વાથ્ય માટે પ્રાર્થના કરતો હતો. વિદેશમાં ય તેમના આરોગ્ય માટે લોકો ચિંતિત હતાં. બધાના મનમાં એક જ વાત હતી કે નહેરુ બચી જાય તો સારું. પણ નહેરુને તો કશી ખબર પણ ન હતી. એ તો કોમામાં છેલ્લા ડચકા ખાતા હતાં. ડોક્ટરો એક પછી એક ઉપચારો કરતાં રહ્યા અને આ લાખો લોકોની વચ્ચેથી યમરાજે નહેરુને ઉપાડી લીધા. આ પ્રસંગની સાથે એક તુલનાત્મક કલ્પના કરીએ. કદાચ તારી પાસે ન્યાય, વ્યાકરણ, પ્રકરણ, આગમ આદિ શાસ્ત્રોનું જ્ઞાન હશે. કદાચ તારો નાનો - મોટો શિષ્ય પરિવાર હશે. થોડા-વધુ ઉપધિના પોટલા હશે. કદાચ પુસ્તકો, પ્રતો, હસ્તપ્રતો વગેરેનો ભંડાર હશે. લોક મનોરંજનના તારા પ્રયાસોના ફળસ્વરૂપ કોઈ ભક્તવર્ગ પણ હશે. આ બધાની વચ્ચે તું છેલ્લા ડચકા ખાઈ રહ્યો છે. શિષ્યો અને ભક્તોની આંખોમાં આંસુ છે. ડોકટરોએ હાથ તો ઊંચા કરી જ દીધા છે. મુદત પણ આપી દીધી છે. ડેડ લાઈન નજીક આવતી જાય છે. “કાઉટ ડાઉન’ ચાલુ છે. બધાની ઈચ્છા છે કે તું બચી જાય તો સારું, પણ બધા લાચાર છે, તે પોતે ય લાચાર છે. એ કાળી પળ આવી જાય છે. અને તે કરેલી અષ્ટપ્રવચનમાતાની વિરાધના, તે (૧૫૭ )
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy