________________
किं हारयस्यधम ! संयमजीवितं तद् ?, હા હા પ્રમત્ત ! પુનરણ્ય તીર્તવાણિઃ?ો
જેનું એક મુહૂર્ત પણ મનુષ્યોને સાધિક ૨૨ કરોડ પલ્યોપમનું દેવલોકનું સુખ આપે છે. આ અધમ ! એ સંયમજીવનને તું કેમ હારી જાય છે ? હાય.... રે પ્રમાદી ! ફરી તો તને આ સંયમજીવન ક્યાંથી મળવાનું છે?
એક સામાયિકનું ફળ કેટલું ? આ પ્રશ્નના ઉત્તરમાં શાસ્ત્રકાર પરમર્ષિઓએ કહ્યું છે
सामाइअं कुणंतो समभावं सावओ घडिअदुगं। आउं सुरेसु बंधइ इत्तियमित्ताइं पलिआइं॥ बाणवई कोडीओ लक्खा गुणसहि सहस पणवीसं। नवसय पणवीसाए सतिहा अडभागपलिअस्स॥ .
અર્થાત્ બે ઘડીના સમભાવમય સામાયિકથી શ્રાવક ૧૨,, ૨૬, ૨૬/, પલ્યોપમનું દેવાયુષ્ય બાંધે છે.
હિરાબજારમાં રોજની કરોડોની કમાણી કરાવતો ધંધો ય આવા સંયમજીવનની સામે ધૂળ અને રાખ બરાબર છે. ઓ મુનિ ! તારા હાથમાં ચિંતામણિ રત્ન છે, ના, બલ્ક ચિંતામણિને ય શરમાવે એવું સંયમજીવન છે. તું એને હારી ના જઈશ. આનાથી તો તારા ભવોભવનું દળદર ફીટી જવાનું છે. ઉત્તરોત્તર ચડિયાતા સ્વર્ગ અને મોક્ષના સુખો તને મળવાનાં છે. ઉપદેશમાલામાં કહ્યું છે
एगदिवसंपि जीवो पव्वजमुवागओ अनन्नमणो। जइवि न पावइ मोक्खं अवस्स वेमाणिओ होइ॥९०॥
(૧૫૯)