SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ જો આ છે તારા દુશ્મનો - વિષય, પ્રમાદ, મનોદંડ, વચનદંડ, કાચદંડ, ૧૦ પ્રકારના અસંયમ અને હાસ્ય વગેરે. એમનાથી તું હંમેશા ડરતો રહે. ૧૦ પ્રકારના અસંયમ આ મુજબ છે- હિંસાદિ પાંચ આશ્રવોથી અવિરમણ, પાંચ ઈન્દ્રિયોનો અનિગ્રહ, ચાર કષાયોનો અજય, અને મનવચન-કાયાનું દુષ્પવર્તન. હાસ્યાદિ એટલે હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય અને જુગુપ્સા. વર્તમાનમાં સાધુ-સાધ્વીઓની અકસ્માતના કિસ્સાઓમાં પણ ખાસો વધારો થયો છે. વિહાર કરતાં મહાત્માની ઉપરથી આખો ખટારો ફરી વળે. શરીરનો છુંદો થઈ જાય. હાથ-પગ બધુ છૂટું પડી જાય. ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઇ જાય. આવી ઘટનાઓથી ઘણાના મનમાં ફફડાટ વ્યાપી ગયો. ઘણાએ વિહાર બંધ ક્ય. ઘણાને ન છૂટકે પણ વિહાર કરવો પડે એમ હતો. તેઓએ કંપતા દિલે વિહાર કર્યો. હું પણ એમાંનો એક જ હતો. કઈ ક્ષણે ક્યું વાહન મારા પર ઘસી આવે એ કહેવાય નહીં. કરપીણ મોતની એ અંતિમ ઘડીઓમાં જો દુષ્યન થઈ જાય અને આત્મા દુર્ગતિના વાટે ચડી જાય તો? આ વિચારે હું ધ્રુજી ઉઠતો. આગળ-પાછળથી આવતા એક એક વાહનને ધારી ધારીને જોતો. રખે કોઈ વાહન મારા પર ધસી આવે. પણ અત્યારે વિચાર કરતાં એમ લાગે છે કે આવો જ ભય અને આવી જ સાવધાની આ આંતરશત્રુઓના વિષયમાં આવી જાય તો ? ગ્રંથકારશ્રીનો શબ્દ ખૂબ માર્મિક છે, ક્રિષવિમે તે – મારા ભાઈ ! આ તારા દુશ્મનો છે. પહેલા તારા દુશ્મનોને ઓળખ. તેમનાથી ખૂબ ભય પામ. તેમનાથી દૂર જ રહે. એક મહાત્માને કોકે પ્રશ્ન કર્યો કે, “મને મરણથી મુક્તિ મેળવવી (૧૫૨)
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy