SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુ રાખો એ પરિગ્રહ છે. અને એ પરિગ્રહ રાખે એ સૈદ્ધાત્તિક રીતે અનુજ્ઞાત ઉપધિ વગેરેની બાબતમાં ય પોતાનો બચાવ ન કરી શકે. જેમ કે નિત્ય રાત્રિભોજન કરનાર વ્યક્તિ બહારગામ જાય, ત્યારે રાત્રિભોજન કરે, એમાં બહારગામ જવાને કારણે રાત્રિભોજન કરવું પડ્યું એમ ન કહી શકે. આ તો ઠીક છે, બાકી ક્યારેક દિગંબરો સાથે વાદ કરવાનો પ્રસંગ આવે તો ધર્મોપકરણને નામે વસ્ત્રાદિની અનુજ્ઞાની રજૂઆત આપણે કરી શકીએ ખરા ? તેઓ સ્પષ્ટ કહી દે કે તમારા શાસ્ત્રોમાં જે મર્યાદાઓ કહી છે એને તમે ક્યાંય વટાવી ગયા છો. માટે શાસ્ત્રદૃષ્ટિએ તમે પહેરેલ વસ્ત્રોનો ય બચાવ કરી શકો તેમ નથી. परिग्रहात् स्वीकृतधर्मसाधनाभिधानमात्रात् किमु मूढ ! तुष्यसि ? न वेत्सि हेम्नाऽप्यतिभारिता तरी, નિમજ્ઞાત્યજ્ઞિાનમવુથૌ કુતમ્ | રવો રે મૂઢ! પરિગ્રહને તું ધર્મસાધન એવું નામ આપી દે, એટલા માત્રથી તારે ખુશ થવાની કોઈ જરૂર નથી. શું તને ખબર નથી કે હોડી સોનાથી પણ બહુ ભરેલી હોય, તો ય એ જીવને જલ્દીથી સાગરમાં ડુબાવી દે છે. ગામડાનો એક છોકરો. પેટમાં ખૂબ દુઃખાવો ઉપડ્યો. ઘણા ઉપચારો કર્યા પણ કોઈ ફરક ન પડ્યો. શહેરમાં મોટા ડોક્ટરને બતાવ્યું. એમણે કહ્યું ઓપરેશન કરાવવું પડશે. દીકરા માટે મા-બાપે વ્યવસ્થા કરી લીધી. ઓપરેશન થઈ ગયું. થોડા દિવસ થયા. ફરીથી પેટમાં દુઃખાવો ઉપડ્યો. બધા ગભરાયા. ડોક્ટરોને ય સમજ ન પડી. શહેરમાં દોડી ગયા. એ ડોકટરને ય ઈલાજ ન સૂક્યો. હજી મોટા ડોકટર પાસે ગયા. એણે (૯૦ )
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy