SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન- બીજા અનેક યોગોની સાધના દ્વારા મોક્ષ ન થાય અને આ એક માયાના દોષથી દુર્ગતિની પરંપરા થઈ જાય એ અતિશયોક્તિ ભર્યું નથી લગતું? ઉત્તર- શાસ્ત્રીય દ્રષ્ટિએ આ પ્રશ્નનો ઉત્તર વિચારીએ તે પહેલા એક ઉદાહરણથી સમજીએ- મારી ઉમર ૧૦-૧૨ વર્ષની હતી. સ્કુલમાં ભણતો હતો ત્યારે અમારા એક શિક્ષક હતાં. પરીક્ષાના અમારા પેપરો એ તપાસે અને પછી કોઈ તેમની પાસે ફરિયાદ લાવે કે, “આ છોકરાને તમે આ પ્રશ્નમાં આ રીતે માર્ક આપ્યા અને મને આ રીતે આપ્યા. એના પ્રત્યે ઉદાર વલણ રાખ્યું અને મારા પ્રત્યે કડક વલણ રાખ્યું.’ આવું કોઈ કહે તેનો એ શિક્ષક આખા કલાસ પાસે ખુલાસો કરે છે, જે વિદ્યાર્થીઓ હોંશિયાર છે, એના પેપરમાં અમે એ શોધીએ કે આના માર્સ ક્યાં ક્યાય છે. અને જે વિદ્યાર્થીઓ નબળા છે, એના પેપરમાં અમે એ શોધીએ કે આને માર્સ ક્યાં અપાય છે.” એવું લાગે છે કે કર્મસત્તા પણ આ જ વલણ લઈને બેઠી છે. કંડરીક મુનિનું ૧૦૦૦ વર્ષનું ચારિત્ર ૧ દિવસમાં સાફ થઈ ગયું. કાટ-ઉત્કરટ મુનિઓની ઉગ્ર તપસ્યા કદાચ બે-ચાર મિનિટમાં ધોવાઈ ગઈ. એક ઉત્સવપ્રરૂપણાથી મરીચિનો સંસાર ૧ કોડાકોડી સાગરોપમ જેટલો વધી ગયો. એક નિયાણાથી નંદિષેણ મુનિ ભવાંતરમાં ચારિત્રથી વંચિત થઈ ગયા. એક માયાએ મલ્લિનાથ ભગવાનને સ્ત્રીવેદની સજા ઠોકી દીધી. એક વારના ચક્રિભોગના નિયાણાએ સંભૂતિમુનિને દુર્લભબોધિ તો બનાવ્યા, સાતમી નરકમાં ય ધકેલી દીધા. હવે બીજી બાજુ જોઈએ. મરુદેવી માતાએ કેળના ભવમાં કાંટા સહન કર્યા અને કર્મસત્તા આફરીન થઈ ગઈ. તીર્થકરજનનીનું પદ ધરી દીધું. ( ૨૬ )
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy