________________
શાસ્ત્રોનો જ્ઞાતા હોવા છતાં, મહાવ્રતધારી હોવા છતાં અને પત્ની-પુત્ર વગેરેના બંધનથી મુક્ત હોવા છતાં પણ આ જીવા પ્રમાદવશ થઈને પરલોકને સુખસંપત્તિથી સદ્ધર બનાવી દેવા માટે પ્રયત્ન કરતો નથી. એ ત્રિલોકવિજેતા મોહશત્રુની કોઈ નિકૃષ્ટ દુષ્ટતા છે, અથવા તો તે નરપશુએ દુર્ગતિનું આયુષ્ય નિકાચિત કર્યું હોવાથી નકકી તે દુર્ગતિમાં જવાનો હશે.
મહાનિશીથ સૂત્રમાં પ્રભુ વીરનું એક વચન છેसिद्धंतगयमेगं पि अक्खरं जो वियाणइ। सो गोयम ! मरणंते वि अणायारं न आयरे॥
ગૌતમ! સિદ્ધાન્તના એક અક્ષરનું પણ જ્ઞાન જેની પાસે છે, તે મરી જાય પણ અનાચાર ન સેવે.
આ વાત આનંદિત પણ કરી દે છે અને ધ્રુજાવી પણ દે છે. શાસ્ત્રના માત્ર એક અક્ષરના જ્ઞાનથી પણ જો તદ્દન નિષ્પાપવૃત્તિની પ્રાપ્તિ થતી હોય તો એના જેવી આનંદની વાત બીજી શું હોઈ શકે? પણ ધ્રુજારી તો ત્યારે છૂટી જાય છે જ્યારે શાસ્ત્રના થોકડે થોડાના જ્ઞાનને પ્રાપ્ત ક્યા પછી પણ પાપવૃત્તિ પીછો છોડતી નથી. તો આ બે છેડાનો મેળશે બેસાડવો ? સમાધાન એ છે કે શુષ્ક શાસ્ત્રજ્ઞતાનું ફળ કાંઈ જ નથી. ઉપદેશમાલાકાર કહે છે
जहा खरो चंदणभारवाही, भारस्स भागी न हु चंदणस्स। एवं खु नाणी चरणेण हीणो भारस्स भागी न हु सुग्गइए॥
જેમ ચંદનના ભારને ઉપાડતો ગધેડો ભારનો જ ભાગી થાય છે, ચંદનનો નહીં. એ જ રીતે ચારિત્રહીન જ્ઞાની માત્ર જ્ઞાનનો જ ભાગી થાય છે, જ્ઞાનના ફળરૂપ સદ્ગતિ વગેરેનો ભાગી થતો નથી.
(૪૪)