SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ બની હતી. આજે પણ એક દિવસમાં સો-સો શ્લોકોને કંઠસ્થ કરનારા મહાત્માઓ છે. આજે પણ પરાવર્તનોના ઘોષ-પ્રતિઘોષથી ઉપાશ્રયના વાયુમંડળને પાવન કરી દેનારા શ્રમણો છે. આજે પણ પ્રત્યેક પ્રશ્નનો શાસ્ત્રપાઠ સાથે સંતોષકારક ઉત્તર આપનારા બહુશ્રુતો છે. આજે પણ જ્ઞાનામૃત ભોજનનો આસ્વાદ માણતા, તેમાં ગોચરી-પાણી ભૂલી જતા, પાણી ચૂકવવાનો સમય ચૂકી જતા મહાત્માઓ છે. આ બધી શ્રુતની સિદ્ધિઓ છે. આવી પણ કોઈ સિદ્ધિ તારી પાસે છે ખરી ? ત્રિષષ્ટિ ચરિત્રમાં આદિનાથ ભગવાનના વજનાભ ચક્રવર્તીના ભવનું જે વર્ણન છે, તેમાં સંયમપાલનથી પ્રગટતી લબ્ધિઓનું અદ્ભુત વર્ણન છે. અણિમા લબ્ધિથી કમળની નાળમાં ય ચક્રવર્તીની ઋદ્ધિ વિદુર્વી શકે. લધિમાં લબ્ધિથી રૂ કરતાં ય હળવું શરીર બનાવી શકે. મહિમા સિદ્ધિથી મેરુ પર્વત જેવું વિરાટ શરીર બનાવી શકે. પ્રામિ સિદ્ધિથી જમીન પર ઊભા રહીને સૂર્ય-ચન્દ્રને સ્પર્શ કરી શકે. સંભિન્નોત લબ્ધિથી એક ઈન્દ્રિયથી પાંચ ઇન્દ્રિયનું જ્ઞાન કરી શકે. ચારણ લબ્ધિથી રુચક અને કુંડલદ્વીપની યાત્રા પણ કરી શકે. જમીનમાં ડુબકી મારી શકે અને પાણી પર ચાલી શકે. ધુમ્મસ વગેરેના પુલોનું આલંબન લઈને પણ તે જીવોને પીડા ન થાય એ રીતે ગમન કરી શકે. તેમના મળ, મૂત્ર, શ્લેષ્મ ઔષધનું કામ કરે. તેમનો સ્પર્શ પણ રોગને દૂર કરી દે, અરે, તેમને સ્પર્શને આવેલો પવન પણ સંજીવની સમાન બની જાય. આવી પણ કોઈ સિદ્ધિ તારી પાસે નથી. કદાચ તારી પાસે વાકછટા હશે. તારી પ્રવચન શૈલીના વખાણ થતા હશે અને તું એને સિદ્ધિ માનવાની ભૂલ કરી બેસતો હોઈશ. પણ મેં પૂ. નસૂરિ અને પૂ. ગોવિંદસૂરિની વાત સાંભળી છે ખરી ? તેઓ પ્રવચનમાં વીરરસનું નિરૂપણ કરે એટલે સભામાં બેઠેલા ક્ષત્રિયો ભાન ભૂલીને પરસ્પર યુદ્ધ કરવા લાગે. આચાર્યશ્રી શાંત પાડે એટલે શરમિંદા (૬૮)
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy