SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ કષ્ટ કેટલું? અહીંનો સળગતો ભઠો જેને એ.સી. રૂમ જેવો લાગે એવા નારકનું કષ્ટ કેટલું ? અને ભૂખ્યા-તરસ્યા હાડપિંજર જેવા, તાવથી ધગધગતા ઊંટને ગુણીઓથી ભરેલી ગાડી ખેંચવાનું કષ્ટ કેટલું ? તપેલા જોતરમાં જોડાઈને પહાડ જેવા પરમાધામીને ખેંચવાનું, સાથે ઘણના ઘા ખાવાનું નારકનું કષ્ટ કેટલું? તને સહવર્તીઓ દ્વારા કવચિત્ થતા પરાભવનું કષ્ટ કેટલું? અને જ્યાં જાય ત્યાં હડધૂત થતા... હ હ કરીને હકાલપટ્ટી પામતા કૂતરાનું કઈ કેટલું? તને ગુરુની પરાધીનતાનું (તારું માનેલું) કષ્ટ કેટલું ? અને બોસ તથા બૈરીની દાદાગિરી નીચે દબાતા ગૃહસ્થનું કષ્ટ કેટલું? તને તપસ્યા આદિમાં થતું સુધા પરીષહનું કદ કેટલું? અને ભૂખતરસથી મરી જતા જાનવરનું કષ્ટ કેટલું ? તને અલ્પ ઉપધિથી થતા શીત પરીષહનું કષ્ટ કેટલું? અને સાવ ઉઘાડા શરીરે સાવ ખુલ્લામાં સુસવાટા મારતા, પવનોમાં ડકડતી ઠંડીમાં ધ્રુજતા ધૃજતા આખી રાત વિતાવતા પશુ-પંખી-વિલેન્દ્રિયોનું કદ કેટલું? એકેન્દ્રિયોનું કષ્ટ પણ કેટલું? તને ઊભા ઊભા પ્રતિક્રમણ કરવાનું કદ કેટલું? અને જેણે મરતાં સુધી ઊભા જ રહેવાનું છે, સૂવાનું પણ ઊભા ઊભા જ છે, એ ઘોડાનું કદ કેટલું? કર્જત-કસારાથી મસ્જિદ બંદર જતાં-આવતાં આઠ-આઠ કલાક ટ્રેનમાં ઊભા રહેતા માણસોનું કણ કેટલું ? અરે તું તો પ્રતિક્રમણમાં ય બેસી જાય છે, એમને તો ચાર કલાક ઊભા રહ્યા પછી ય દોડવાનું હોય છે. તારે શું સહન કરવાનું છે ? કેટલું ને કેવું સહન કરવાનું છે ? અને એની સામે ચારે ગતિના કેવા દુઃખો છે ? એનો તો વિચાર કર. એ બને કષ્ટોની કોઈ સરખામણી જ ન થઈ શકે એવું આકાશ-ધરતી જેવું તેમનું અંતર છે. જો કષ્ટોથી તું ગભરાય છે, તો આ બેમાંથી એક પ્રકારના કષ્ટોથી છૂટી જવાની તને સ્વાધીનતા મળી છે. યા તો ચારિત્રના કષ્ટોથી છૂટી જા અને ત્યા તો ચતુર્ગતિક સંસારના કષ્ટોથી છૂટી જા. ના, બંનેથી છૂટી શકાય એવો તો (૧૦૯ )
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy