SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ कलय संसारमतिदारुणं जन्ममरणादिभयभीत रे। मोहरिपुणेह सगलग्रहं प्रतिपदं विपदमुपनीत रे॥३-१॥ રે જીવ ! જન્મ જરા મરણથી તું ભયભીત છે, પણ એનાથી તારે બચવું હોય, એનાથી સદા માટે છૂટકારો મેળવવો હોય, તો તું બે સત્યોને સમજી લે કે સંસાર અતિ ભયાનક છે અને આ સંસારમાં મોહ નામના તારા દુશ્મને ડગલે ને પગલે તારા પર દુઃખોના ડુંગરા ખડકી દીધા છે. સૂત્રકૃતાંગ સૂત્રની પ્રથમ પંક્તિમાં કહ્યું છે बुज्झिज तिउट्टेज बंधणं परिजाणिया॥१॥ તું બંધનને ઓળખી લે અને બંધનને તોડી દે. આમાં જ તારા જીવનની સાર્થક્તા છે. આપણી ગઈ કાલ ભયંકર પણ હતી અને પરવશ પણ હતી. હજી ઊંડો વિચાર કરીએ. આપણી ગઈ કાલમાં અજ્ઞાન પણ હતું અને અશક્તિ પણ હતી. ન તો આપણે આપણા દુશ્મનને ઓળખતા હતા કે ન તો એ દુશ્મનને ઓળખવાનું આપણામાં સામર્થ્ય હતું. આજે આપણી પાસે જ્ઞાન પણ છે અને શક્તિ પણ છે. આજે તો આપણે એ મોહરાજાને પડકાર ફેંકવાનો છે કે આજ સુધી તેં મને દુઃખી કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. તારી આંગળીના ઈશારે તેં મને નચાવ્યો છે. તે મને નરક અને તિર્યંચમાં કાળી યાતનાઓ આપી છે, તે મને ઉછાળી ઉછાળીને પછાડ્યો છે અને લુચ્ચ હસતો રહ્યો છે. પણ હવે તારી ખેર નથી. હવે મને પ્રભુ વીરની વાણી મળી છે. હવે મને તારી ખરી ઓળખાણ થઈ છે. હવે મને તારા છોતરા ઉડાવી દેવાનું સામર્થ્ય પણ મળ્યું છે. ઓ મોહરાજ! આટલે ઉચે ચડાવ્યા પછી તું મારી સાથે જે રમત ( ૪૬ )
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy