SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રશ્નોનો જવાબ સંતોષકારક ન હોય તો ‘મુગ્ધપ્રતારણ’ નું પાપ નહીં લાગે ? આચારાંગસૂત્ર કહે છે माइ पमाइ पुणो एइ गब्भं ॥ १-३-१ / १०९ ॥ માયાવી અને પ્રમાદી જીવ ફરી ફરી ગર્ભાવાસને વેઠે છે. જેટલા અંશે શક્ય આચરણ નથી એટલા અંશે માયા છે. વર્તન અને વાણી વચ્ચે જેટલું અંતર છે એટલી માયા વિસ્તૃત છે. મુગ્ધ જનના મનમાં આપણે પાડેલી આપણી છાપ અને આપણા વાસ્તવિક વ્યક્તિત્વ વચ્ચે જેટલું અંતર છે એ જ માયાની કાયા છે. દશવૈકાલિક સૂત્રમાં તપસ્તેન વગેરેની ભયાનક દુર્ગતિનું વર્ણન કર્યું છે. કોઈ સંયમી ભિક્ષાટન કરતા હોય ત્યારે કોઈ પૂછે કે, ‘અમુક ગચ્છમાં વિશિષ્ટ તપસ્યા છે, કે જે માસક્ષમણ ને પારણે માસક્ષમણ કરે છે, એ તમે પોતે જ.’ આ સાંભળીને એ સાધુના મનમાં વિચાર આવે કે જો હું ના પાડીશ, તો આ લોકોને તપસ્વી સંભાવના જનિત જે ભાવ થયો છે, એ પડી જશે. મારા પ્રત્યેનું બહુમાન ધટી જશે. તેના બદલે મફતનો યશ મળતો હોય તો શું ખોટું ? પણ હુ એવું શી રીતે કહું કે હું જ તે તપસ્વીરત્ન છું ? આ ગડમથલ કરતા સંયમીને માયા કષાયનું ભૂત વળગે છે-એ ઠાવકા મોઢે જવાબ આપે છે, ‘સાધુઓ તો તપસ્વી જ હોય.’ આ સાંભળીને તે શ્રાવકો વિચારે કે નક્કી આ જ એ તપસ્વી છે. નહીં તો એ ના જ પાડી દે ને ? વળી કેવી એમની મહાનતા કે પોતાના મુખે પોતાની સાધના કહેતા નથી. અને આપણને સામાન્ય-સમષ્ટિગત વાત કહે છે. શ્રાવકોનો પ્રતિભાવ સ્પષ્ટ જણાવે છે કે એમણે એ સંયમી જ તપસ્વીરત્ન છે એવો નિશ્ચય કરી લીધો છે. સંયમીને તો એ જોઈતું હતું. એટલે એ કોઈ ખુલાસો કરતા નથી. મનમાં હરખાય છે અને તપસ્વીરત્ન પ્રાયોગ્ય ભક્તિનો સહર્ષ સ્વીકાર કરે છે. આનું નામ છે તપસ્તન. આ જ રીતે વયસ્તન, રૂપસ્તન, આચારસ્તેન ( ૨૩ )
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy