SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ મૃષાવાદ અને પ્રભુવંચનથી ભરેલા સાવદ્યથી તું નરકે જ જઈશ. એવું મને લાગે છે. મૃષાવાદના અનેક પ્રકાર છે. જે ન હોય એ કહેવું એ જેમ મૃષાવાદ છે, એમ જેની પ્રતિજ્ઞા કરી છે એ ન કરવું એ પણ મૃષાવાદ છે. ઉપદેશમાલામાં કહ્યું છે न करेमि त्ति भणित्ता तं चेव निसेवए पुणो पावं। पच्चक्ख मुसावाइ मायानियडिपसंगो य॥ ५०९॥ ‘પાપ નહી કરું આવું બોલીને ફરી તે જ પાપ કરે છે. તે તો પ્રત્યક્ષ મૃષાવાદી છે, એટલું જ નહી માયા-પ્રપંચ પણ કરે છે. એક બંગાળી બાબુ કાચની દુકાનમાં ગયા. દુકાનદાર કોઈ અંગ્રેજ હતો. બાબુ એક પછી એક કાચના ભાવ પૂછવા લાગ્યા. અંગ્રેજ કંટાળ્યો. એને થયું કે આ કોઈ કડકો માણસ ટાઈમપાસ કરવા આવ્યો છે. એનો મોળો પ્રતિભાવ જોઈને બાબુ અકળાયા. એમણે સીધો પ્રશ્ન કર્યો કે આખી દુકાનના માલનો શું ભાવ છે ? પેલાએ કહ્યું લાખ રૂપિયા. બાબુએ તરત જ લાખ રૂપિયા આપી દીધા. બન્યું તુ એવું કે દુકાનમાં માલ તો હતો વીશ લાખ રૂપિયાનો. પણ એ અંગ્રેજ આવેશમાં લાખ રૂપિયા બોલી ગયો. એને તો કલ્પના પણ ન હતી કે આ માણસ આ રીતે ખિસ્સામાંથી લાખ રૂપિયા આપી દેશે. પણ હવે તો વચન એટલે વચન. એમાં કોઈ ફેરફાર ન થાય. વીસ લાખ રૂપિયાનો માલ લાખ રૂપિયામાં આપી દીધો. બાબુએ એ કિંમતી અને અદ્ભુત કાવ્યોનો જિનાલયની સજાવટમાં સદુપયોગ કર્યો. એક અંગ્રેજ પણ વચનની કિંમત સમજે છે અને તેની ખાતર ( ૪૯ )
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy