SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસ લાખ રૂપિયા જતા પણ કરે છે. આપણે તો લોકોત્તર શાસનમાં બેઠા છીએ. આપણું વચન પણ લોકોત્તર છે. એ વચન પણ આવેશમાં નહીં પણ પૂરી સમજણ સાથે આપ્યું છે. એ વચનના પાલનથી આપણે ન્યાલ થઈ જવાના છીએ અને એ વચનને ફોક કરવાથી કંગાળ થઈ જવાના છીએ. આમ છતાં પણ રોજ કરેમિ ભંતેનો ઉચ્ચાર અને જમી વોના ૩મી પો' જેવી આપણી દશા હોય તો શું થશે ? નિત્ય મૃષાવાદ અને નિત્ય પ્રભુવંચન કરેમિ ભંતે! – હે ભગવાન હું સર્વ સાવધના પચ્ચકખાણ કરું છું. ભગવાન સમક્ષ આવી પ્રતિજ્ઞા કરીને પછી એનો ભંગ કરવો એ ભગવાનને છેતરવા બરાબર છે. પહેલો ગુનો પાપ, બીજો ગુનો મૃષાવાદ અને ત્રીજે ગુનો પ્રભુ સાથે છેતરપિંડી. હાય ! પાપના કેટલા ગુણાકાર ! ઓ સાધુ! આ પાપથી તારી નરકગતિ નિશ્ચિત છે એવું મને લાગે છે. અરે ભાઈ! જે બોલવું તેનું પાલન કરવું આ તો લૌકિક નીતિ છે. સાધુની નહીં પણ સજજનની ભૂમિકા છે. ધર્મદાસગણિ મહારાજ તો આ વિષયમાં સખત શબ્દોમાં ઝાટકણી કરતા કહે છે लोए वि जो ससूगो अलियं सहसा न भासए किंचि। अह दीक्खिओ वि अलीयं भासइ तो किं च दीक्खाए॥ Inઉપદેશમાલા-૧૦૮ - લોકમાં પણ જેને થોડી ય શૂક હોય છે, તે બેધડકપણે ખોટું બોલતો નથી. તો જો દીક્ષિત વ્યક્તિ પણ ખોટું બોલે તો એ દીક્ષાનો શું અર્થ છે ? એની દીક્ષા ફોગટ જ છે. ' વસુરાજા એક અસત્યથી નરકમાં ગયો. પ્રતિદિન ૨ વાર અસત્યભાષણ કરવાથી તારી કઈ ગતિ થશે ? આત્માના હિતની થોડી પણ ચિંતા હોય, તો સૌથી પહેલા એટલું નક્કી કર કે બીજું કાંઈ ન થાય ( ૫ )
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy