SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વારા આખી સેના ઉપર પહોંચી ગઈ. દુશ્મનોએ જબ્બર મુકાબલો કર્યો. સેના થથરી ગઈ. લડવું કે આવ્યા’તા એ રસ્તે નાસી જવું એવી ગડમથલ ચાલવા લાગી. એવામાં સૂર્યાજીએ કમાલ કરી. પેલું દોરડું જ કાપી નાખ્યું. દોરડું કપાઇને ઠેક નીચે પડી ગયું. સૂર્યાજીનું સાહસ જાણીને આખી સેના સમજી ગઈ કે હવે તો એક જ વિકલ્પ છે, મરણિયા થઈને દુશ્મનો પર તૂટી પડવાનો. સેના મહાશૂરવીરતાથી લડી અને રાયગઢ જીતી લીધું. શિવાજીની સેના પાસે એક જ વિકલ્પ રહ્યો હતો, તેમ આપણી પાસે ય એક જ વિકલ્પ છે, કર્મસત્તા સાથે જીવ સટોસટનો જંગ ખેલવાનો. કારણ કે જે દોરડાના આધારે બીજો વિકલ્પ ઊભો હતો એ દોરડું તો આપણે આપણા મહાનિષ્ક્રમણના દિવસે જ કાપી નાખ્યું હતું. સમગ્ર સંઘ સમક્ષ આપણને આ ખરોખરીનો જંગ ખેલવા માટે વિજય તિલક કરવામાં આવ્યું હતું. અરે, સર્વસાવદ્યનો ત્યાગ એ પણ કેટલી મોટી સાધના છે. સર્વસાવદ્યના આપણે પચ્ચક્ખાણ લીધા એ સાધનાના સોગંદથી ય આપણી પાસે એક જ વિકલ્પ રહ્યો છે. આપણે આ સોગંદને ભૂલી ન જઈએ એ માટે ભગવાને આપણને એવી વિધિ આપી કે જેમાં પ્રતિદિન નવ વાર આ સોગંદનું સ્મરણ કરવાનું છે. પણ આ સ્મરણ જો આચરણમાં ન પરિણમે તો ?..... उच्चारयस्यनुदिनं न करोमि सर्वं, सावद्यमित्यसकृदेतदथो करोषि । नित्यं मृषोक्तिजिनवञ्चनभारितात्तत्, सावद्यतो नरकमेव विभावये ते ॥ ११ ॥ તું પ્રતિદિન અનેક વાર ઉચ્ચારણ કરે છે કે ‘હું સર્વ સાવદ્ય નહીં કરું.’ પણ તું પાછો સાવદ્ય કરે તો છે. આ રીતે નિત્ય ( ૪૮ )
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy