SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ‘પોલિસ’ એવું લખાણ રાખે, ઉપર લાઈટ રાખે અને સાયરન વગાડતો વગાડતો જાય તો એ દંડપાત્ર બને. કોઈ ઊંટ વૈદ એમ.બી.બી.એસ. નું પાટિયુ લગાવી દે તો એ ય ગુનેગાર બને કારણ કે એ આખી દુનિયા સાથે મોટી છેતરપિંડી કરે છે. લોકોનો વિશ્વાસઘાત કરે છે. બરાબર આ જ વાત તેને પણ લાગુ પડે છે કે જે ગુણ વિના મુનિ વેષને ધારણ કરે છે. જે ગતિ શઠોની થાય છે, એ જ ગતિ એની પણ થશે. જો વેષ ધારણ કર્યો જ છે. અને વેષને સંબંધિત બધા લાભો લે જ છે, ત્યારે વેષને અનુરૂપ ગુણોને કેળવવા એ આવશ્યક જ નહીં, અનિવાર્ય પણ બને છે. આખરે ગુણવિકાસમાં બાધક શું છે ? તને શુદ્ધ ચારિત્રની સાધના કરતાં કોણ રોકે છે ? नाजीविकाप्रणयिनीतनयादिचिन्ता, नो राजभीश्च भगवत्समयं च वेत्सि । शुद्धे तथाऽपि चरणे यतसे न भिक्षो !, तत्ते प्रतिग्रहभरो नरकार्थमेव ॥ ९ ॥ નથી તને આજીવિકાની ચિંતા, નથી બૈરીની પળોજણ, નથી દીકરાઓની જવાબદારી. નથી તો કોઈ રાજા કે શેઠનો ડર, પરમાત્મ-પ્રવચનનું તને જ્ઞાન પણ છે. આટઆટલી અનુકૂળતાઓ હોવા છતાં પણ તું શુદ્ધ ચારિત્રની સાધના નથી કરતો, તો ઓ સાધુ ! મને કહેવા દે કે તારા આ બધા વેતરણા.... આ વસ્ત્ર, પાત્ર, ઉપધિ બધું નરક માટે જ છે. ભગવાને તને એક એવી વ્યવસ્થા આપી, જેમાં આલોકની કોઈ ચિંતા નથી. તારે માત્ર પરલોકની જ ચિંતા કરવાની. ઘર, ધંધો, બૈરી, છોકરા.... તને આ કોઈ ચિંતા નહીં. કો’કે તો કટાક્ષમાં કહ્યું પણ છે( ૩૯ )
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy