SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિવરો ! આપ ધન્ય છો, ખરેખર કૃતકૃત્ય છો, આપ આ ભવસાગરને તરી ગયા, આપને અમારા લાખ લાખ નમસ્કાર છે. આપની અવસ્થાની અનુભૂતિ એ જ આ જીવનનું લક્ષ્ય છે. ‘ક્યારે બનીશ હું સાચો રે સંત’ આ ગીતની પંક્તિ આપને આંબવાની સ્પૃહાનું જ મૂર્ત સ્વરૂપ છે. ‘સસનેહી પ્યારા રે સંયમ કબ હી મિલે' આ પંક્તિઓ દીક્ષાર્થીઓ તો બોલે જ છે. પણ દીક્ષિતો ય બોલે છે. કારણ કે એમને સ્પૃહા છે, આપના જેવું સંયમ મેળવવાની. ‘આ પાપમય સંસાર છોડી શ્રમણ હુ ક્યારે બનું ?' શું આ પંક્તિ સંયમી બોલી શકે ખરા ? જવાબ છે હા. જો અહીં મંગલમાં કહેલી મુનિવર અવસ્થાના આસામી ન બની શકાયું, તો અહીં પણ પાપ અને અહીં પણ સંસાર. રે, આ પાપ તો દુનિયામાં કહેવાતા પાપો કરતાં ય ગોઝારું છે. કહ્યું છે ને 'अन्यस्थाने कृतं पापं तीर्थस्थाने विमुञ्चति । तीर्थस्थाने कृतं पापं वज्रलेपो भविष्यति ॥ તીર્થ એ ધર્મસ્થાનનું ઉપલક્ષણ છે. બીજે સ્થાને કરેલા પાપો ધર્મસ્થાનમાં ધોવાઈ જાય છે. પણ ધર્મસ્થાનમાં જે પાપો કરાય તે વજ્રલેપવત્ આત્મા પર ચોંટી જાય છે. માટે જ આ પાપ ખૂબ ભયંકર છે. ગૃહસ્થ અને સંયમી બન્ને જો આ પંક્તિના અધિકારી હોય- ‘આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું ? - તો એ બંનેમાં કોણ ગૌરવપાત્ર અને કોણ યાપાત્ર ? ખેર, જે થયું તે, હવે તો આ પાપમય સંસાર છોડવો જ છે. પણ તેના માટે પહેલા ગ્રંથકારશ્રીની પ્રેરણાના પાન કરવા પડશે. તેના માટે ય આપણા અપરાધોની નિખાલસ કબૂલાત કરવી પડશે. ગ્રંથકારશ્રી આ જ ભૂમિકાને લાંઘતા કહે છે ( ૧૦ )
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy