________________
અરે, આવું કરો એવું તો ચૈત્યાદિના કાર્યોમાં ય ઉત્સર્ગથી કહેવાનું નથી. પંચાશકમાં કહ્યું છે કે જિનાલય નિર્માણની પ્રેરણા પણ તેના ફળદ્વારથી કરવાની છે. જેમ કે- યેસ્તુમયી િવદ વઘાતિ, પુણોન્માન
તસ્તસ્ય? - જે ઘાસની ઝૂંપડી પણ પરમાત્માને ભક્તિથી સમર્પિત કરી છે, તેના પુણ્યની કોઈ સીમા નથી. જો જિનાલય નિર્માણના ઉત્કૃષ્ટ કાર્યમાં ય આ સાવધાની રાખવાની હોય, તો બીજા કાર્યોની તો શું વાત કરવી ?
વાસ્તવમાં તો જ્યાં ન છૂટકે પણ કાંઈ કહેવું પડે એ ગમે તે મહાત્મા નહીં પણ ગીતાર્થ–પીઢ મહાત્મા કહે. એ પણ સાવધના પરિહાર સાથે. જેમ કે ‘લાઈટ કરો એમ ન કહે, પણ ધીમેથી જ્યણા' એવો સંકેત કરે. એ પણ પ્રતિકમણાદિ નિમિત્તે આવેલા શ્રાવકોની પરિણતિને ધક્કો ન પહોંચે તે રીતે કહે. એમાં ય જો બહારની પ્રભાથી કામ ચાલી જતું હોય, તો ઉપરનું કાંઈ જ ન કરે. જો બહારની પ્રભાથી જ જરૂર પૂરતું કામ ચાલી જતું હોય, તો ય અગીતાર્થ મહાત્મા પ્રતિક્રમણની તૈયારી કરતા શ્રાવકોની હાજરીમાં ઘાંટા પાડીને ચોખા શબ્દોમાં લાઈટ કરવાનો હુકમ છોડતા હોય, તો એ સાધુપણાના દેવાળા સિવાય બીજું કશું જ નથી. અગીતાર્થનો આ વિષય જ નથી. આ અને આવા બીજા કાર્યો ગીતાર્થે જ કરવા જોઈએ. અથવા તો ગીતાર્થે જરૂરી સૂચનાઓ આપીને નિયુક્ત કરેલા નિયત મહાત્માએ પૂરી જયણા સાથે કરવા જોઈએ.
આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે સાધુ જે વસતિમાં ઉતર્યા હોય ત્યાં રહેતા ગૃહસ્થો જો અગ્નિથી કોઈ કાર્ય કરતા હોય, તો સાધુ એને જુએ નહીં. કારણ કે એ જોવાથી એના મનમાં એવા વિચારો આવી જાય કે “આ રીતે કરે, આમ નહીં પણ આમ કરે.' અને આવા વિચારોથી ય એની પ્રતિજ્ઞાનો ભંગ થઈ જાય.
(૧૪૫)