SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ સાથે દિવ્ય ભોગ ભોગવતા દેવેન્દ્રોનું સુખ કેટલું? અને જિનજન્માભિષેકની મોજ માણતા દેવોનું સુખ કેટલું? અરે, ત્રણ કાળના સર્વદેવોના સર્વ સુખો પણ જેની પાસે વામણા છે, એવું મોક્ષનું સુખ કેટલું? એનો તો વિચાર કર. सुरगणसुहसमत्तं सव्वद्धापिंडियं जइ हवेजा। न य पावइ मुत्तिसुहं गंताहिं वग्गवग्गूहिं॥ દેવગણનું સમસ્ત સુખ ભેગું કરવામાં આવે અને ત્રણે કાળના સમયો વડે એનો ગુણાકાર કરવામાં આવે, એના પણ અનંત વર્ગો કરવામાં આવે તો ય એ મુક્તિના સુખની બરોબરી ન કરી શકે. ક્યાં પ્રમાદનું સુખ ! ક્યાં દેવલોકનું સુખ! અને ક્યાં મોક્ષનું સુખ! निच्छिन्नसव्वदुक्खा जाइजरामरणविप्पमुक्का य। अव्वाबाहं सोक्खं अणुहवंति सासयं सिद्धा॥ (પુષ્પમાલા-૪૬૩) સિદ્ધોના સર્વ દુઃખોનો ક્ષય થયો છે, જન્મ-જરા અને મરણની યાતનાઓથી તેઓ મુક્ત થયાં છે અને તેઓ અવ્યાબાધ શાશ્વત સુખનો અનુભવ કરે છે. પંચસૂત્રમાં સિદ્ધોનું એક વિશેષણ કહ્યું છેTUરુવમસુસં યા - સિદ્ધોનું સુખ નિરુપમ છે. આખી દુનિયામાં એવી કોઈ ઉપમા જ નથી, કે જેનાથી સિદ્ધના સુખને સમજી શકાય. યા તો તું પ્રમાદનું તુચ્છ અને સુદ્ર સુખ મેળવી લે, અને યા તો દેવલોકનું દિવ્ય સુખ અને સિદ્ધિનું નિરુપમ સુખ મેળવી લે. એક લેવા માટે બીજાને ફરજિયાત છોડવું પડશે. બોલ, સારું એ તારુ. (૧૧૧)
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy