________________
नियंत्रणा या चरणेऽत्र तिर्यस्त्रीगर्भकुम्भीनरकेषु या च। तयोमिथः सप्रतिपक्षभावाद्विशेषदृष्ट्याऽन्यतरांगृहाण॥३४॥
અહીં ચારિત્રમાં જે નિયંત્રણા છે અને તિર્યંચગતિમાં, સ્ત્રીના ગર્ભરૂપી કુંભમાં અને નરકોમાં જે નિયંત્રણા છે, એ બનેમાં પરસ્પર પ્રતિપક્ષતા છે, માટે તું વિશેષ દૃષ્ટિથી એ બેમાંથી એક નિયંત્રણાને સ્વીકારી લે.
પ્રાયઃ દરેક જીવનો એક સ્વભાવ છે કે એને સ્વાધીનતા ગમે છે અને પરાધીનતા નથી ગમતી. સ્વચ્છંદતા ગમે છે, સમર્પણ નથી ગમતું. સ્વૈરતા ગમે છે, નિયંત્રણા નથી ગમતી. પણ જો ખરેખર નિયંત્રણાથી મુક્ત થવું હોય, શાશ્વત સ્વરતાના સ્વામી થવું હોય, તો ચારિત્રની નિયંત્રણા
સ્વીકારવી જ પડશે. જે આ નિયંત્રણાથી છૂટવા માંગે છે, એના પર સમગ્ર સંસારની નિયંત્રણાઓ લદાઈ જાય છે. જે ચારિત્રની નિયંત્રણ સ્વીકારી લે છે, એ અલ્પ સમયમાં જ સર્વ નિયંત્રણાઓથી મુક્ત થઈ જાય છે.
તિર્યંચગતિની નિયંત્રણા કેવી ! પ્રાણીબાગના પ્રાણીઓની વ્યથા જોઈ લો. કોઈ બળદની આંખે આંસુની ધાર જોઈ લો. સાંકળથી બાંધેલો કૂતરો જોઈ લો, ચાબૂકના ટકા ખાતો ઘોડો જોઈ લો, પોસ્ટ્રીફાર્મોની કરોડો મરઘીઓ તરફ નજર કરો. કો'કની આંખ કાપી નાખી છે, કો'કની પાંખ કાપી નાખી છે. સંકડાશમાં અથડાય, કૂટાય, લડી-ઝગડીને લોહીલુહાણ થઈ જાય, પાંજરાની અંદર જ મરણશરણ થઈ જાય. પ્રયોગશાળામાં જેમના શરીર સાથે જડની જેમ વ્યવહાર કરાય છે, એવા સસલાઓ અને વાંદરાઓની પરિસ્થિતિનો વિચાર કરો. અરે, જંગલમાં મુક્તપણે ફરતા પ્રાણીઓ દેખાય છે એમનું પણ જીવન કેવું પરવશ ! કોઈ સલામતી નહીં,
(૧૧૨)