SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ विभूषावत्तियं भिक्खू कम्मं बंधइ चिक्कणं । संसारसायरे घोरे जेण पडइ दुरुत्तरे ॥ ६-६६॥ સાધુ વિભૂષાને કારણે એવા ચીકણા કર્મનો બંધ કરે છે કે જેનાથી ભયંકર અને દુસ્તર એવા સંસારસાગરમાં પડે છે. શાસ્ત્રવચન અને સ્વવર્તન આ બે વચ્ચે જેટલું અંતર છે એટલો મોક્ષ દૂર છે. યોગશતકમાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે उवओगो पुण एत्थ विणणेओ जो समीवजोगो त्ति । विहियकिरियागओ खलु अवितहभावो उ सव्वत्थ ॥७६॥ અહીં જે ઉપયોગની વાત કહી તેનો અર્થ છે સમીપયોગ. એવો યોગ કે જે સિદ્ધિની નિક્ટ છે. એવા યોગનું લક્ષણ એ જ છે કે એમાં વિહિતક્રિયાગત સર્વત્ર અવિતથભાવ હોય. જિનાજ્ઞામાં ૧૧-૨૦ જેટલું ય ચલાવવાની તૈયારી ન હોય. દુષ્પ્રાપ એવી સિદ્ધિ પણ સુપ્રાપ બની શકે છે, જો એક ભવ માટે જિનાજ્ઞાને સમર્પિત બની જઈએ. જિનાજ્ઞા વિભૂષાનું સમર્થન તો નથી જ કરતી. એ તો ત્યાં સુધી કહે છે કે સાધુ કદી પણ શરીરના મેલને પણ ઉતારે નહીં - નાવ સરીરમેઝોત્તિ નલ્લું વગા ધારણ – જ્યાં સુધી શરીર અને આત્મા છૂટા ન પડે, ત્યાં સુધી શરીરથી મેલને ધારણ કરે. (ઉત્તરાધ્યયન ૨-રૂ॰) પૂ. હીરવિજયસૂરિ મહારાજના પટ્ટકમાં લખ્યું છે કે વસ્ત્ર ઘણી ચમકવાળું હોય તો પહેલા તેનો પાણીમાં એવી રીતે કાપ કાઢવો કે એની ચમક જતી રહે. આચાર્ય-ઉપાધ્યાયના પાત્રા વગેરેમાં પણ ફુદડી વગેરે કોઈ ચિત્રામણ ન કરવું. ‘શરીર અને વસ્ત્રાદિની બાબતમાં દેશ-કાળ ફરી ગયા છે. ( ૯૮ )
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy