SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ આ જ પ્રશ્નને લઈને પુષ્પમાલા ગ્રંથમાં કહ્યું છેदप्पविसपरममंतं नाणं जो तेण गव्वमुव्वहइ। सलिलाओ तस्स अग्गि समुट्टिओ मंदपुण्णस्स ॥ २९९॥ જ્ઞાન તો દર્પ વગેરે કષાયોના ઝેરને ઉતારનાર પરમ મંત્ર છે. જે જ્ઞાનથી જ ગર્વિત થાય છે, એ તો તેના જેવો અભાગિયો છે કે જેને પાણીથી અગ્નિનું સમુત્થાન થાય છે. રે, વાડ જ ચીભડા ગળવા લાગે, ત્યારે શું કરવું? પુસ્તકથી તો જ્ઞાન મેળવવાનું હતું. પુસ્તષ્પી તો કષાયોના ઝેરને ઉતારવાનું હતું. એ જ પુસ્તક જો કષાયોનું નિમિત્ત બને, તો પછી કષાયોનો ઉપશમ શેનાથી થશે. પૂર્વકાળમાં યતિઓ પાસે હસ્તપ્રતો, તાડપત્રીઓ વગેરે હતું. જાણવા મુજબ સુવિહિત સાધુઓને સ્વાધ્યાય માટે કોઈ ગ્રંથની જરૂર પડે ત્યારે તેમને ખૂબ તકલીફ પડતી. યા તો યતિઓ એ આપવાનો નનૈયો ભણી દે. યા તો કોઈ શરત મૂકે અને યા તો ભાડા કે વળતરરૂપે ધનની માંગણી કરે. સ્વાધ્યાયના ખપી સંવેગી મહાત્મા આવા સમયે શું કરે ? - આજે યતિઓ લગભગ નથી રહ્યા પણ હસ્તપ્રતો વગેરેના ધારક મહાત્માઓ છે ખરાં. જેમાંના અમુક મહાત્માઓ શાસ્ત્ર સંશોધન આદિ કરતાં મહાત્માઓને તેની નકલ આપે પણ છે. આ રીતે આપવામાં જ એ સંગ્રહની સાર્થકતા છે. બાકી, સુપાત્ર આત્માઓને ય આવશ્યક સ્વાધ્યાયસામગ્રી ન આપવી, એમાં પૂર્વની યતિવૃત્તિ જ છે. અને આ વૃત્તિ જ પુરવાર કરે છે કે એ સંગ્રહ માત્ર મમત્વને પોષવા માટે જ છે. એ પણ પરિગ્રહ જ છે. અને એ પણ એક જાતનો ઘર સંસાર જ છે. જો આજે ય કોઈ એવા મહાત્મા હોય કે જે તદ્દન નિઃસ્વાર્થભાવે સ્વાધ્યાયી સુપાત્રના ગુણાનુરાગથી કોઈ ગચ્છ-પક્ષના ભેદ વિના પ્રેમથી આવશ્યકતાનુસાર હસ્તાદર્શ આદિ ( ૯૩ )
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy