SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ કૃતયુગમાં જે એક વર્ષથી થાય, દ્વાપરયુગમાં જે છ મહિનાથી થાય, અને ત્રેતામાં જે ત્રણ મહિનાથી થાય, તે કળિયુગમાં એક દિવસ-રાતથી જ થઈ જાય છે. (બધો દોષ કાળના માથે ચડાવીને સાધનામાં નિરુદ્યમી થઈ જતા જીવો માટે આ એક અપેક્ષિક હકારાત્મક વિચારણા છે. આના પરથી તીર્થકરો, કેવળજ્ઞાની ભગવંતો આદિના સાનિધ્યનું અપમૂલ્યાંકન ન થઈ જાય, એ વિવેક આવશ્યક છે.) ता जीव ! कट्ठसज्झं, जइधम्मं तरसि नेव मा कुणसु। किं न कुणसि सुहसज्झं, उवसमरससीअलं चरणं?॥३७॥ તો હે જીવ! જો તું કષ્ટસાધ્ય એવો અતિધર્મ ન જ આચરી શકે એમ હોય, તો ન આચર, પણ જે સુખસાધ્ય છે, એવું ઉપશમરસથી શીતલ ચારિત્ર કેમ પાળતો નથી ? અર્થાત્ માસક્ષમણાદિ ઉગ્ર સાધના ન કરી શકે તો ય પ્રશમ, ક્ષમા આદિ સાધના તો કર. न हि कट्ठाओ सिद्धा, विसिट्टकाले वि किं तु सच्चरणा। ___ता तं करेसु सम्मं, कमेण पाविहिसि सिवसम्मं ॥३८॥ વિશિષ્ટકાળમાં પણ જેઓ સિદ્ધ થયા છે, તેઓ કષ્ટથી નહી, પણ સમ્યફ ચારિત્રથી સિદ્ધ થયા છે. માટે તું સારી રીતે સમ્યફચારિત્રનું પાલન કર. તું ક્રમશઃ શિવસુખ પામી જઈશ. જો કષ્ટમાત્રથી મોક્ષ મળતો હોય, તો મિથ્યાત્વી અજ્ઞાન તપસ્વીઓનો પણ મોક્ષ થઈ જાય. પણ એવું નથી થતું. માટે કષ્ટમાત્ર (૧૮૩)
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy