SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચિત છે, અને એ માન્યતાને અનુરૂપ વર્તન પણ હોવું જોઈએ એ પણ ઉચિત જ છે. પ્રશ્ન- ભલે ઉપકરણોનું ભાડું ન નીકળે. અમને એની કોઈ દરકાર નથી. લોકો અમને પગે પડે છે. અમને જોઈએ એ મળે છે. સુખમાં દિવસો જાય છે, બીજી અમને શું ચિંતા ? ગ્રંથકારશ્રી આ જ પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા કહે છે કે, કબૂલ, આ ભવ તો કદાચ પાપાનુબંધિ પુણ્યના ઉદયે સુખમાં જતો રહેશે. લાયકાત વિના ય માન-પાન, સુખસાહેબી ભોગવી લેવાશે. પણ પછી શું? તારા કર્મો તને પરાણે ય દુર્ગતિમાં ઘસડી જશે. તિર્યંચ અને નરકગતિના ભયાનક દુઃખો, કતલખાનાના છરાઓ, નરકની ધગધગતી ભટ્ટીઓ, જેની કલ્પના પણ ધ્રુજાવી દે એવી કાળી યાતનાઓ... એનાથી તને કોણ બચાવી શકશે ? પંચવસ્તુકટીકામાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજ કહે છેदुर्गृहीतं यथा काण्डं हस्तमेवावकृन्तति। श्रामण्यं दुष्परामृष्टं नरकानुपकर्षति॥ જેમ ખરાબ રીતે પડેલું તીર પોતાના જ હાથને ચીરી નાખે છે. એમ ખરાબ રીતે પાળેલું સાધુપણું નરકોને ખેંચી લાવે છે. આ કોઈ રમત નથી, આ કોઈ ફતવો નથી, આ તો જિનાજ્ઞા છે. એની આરાધના કરો એટલે એ તમને ખ્યાલ કરી દે અને એની વિરાધના કરો એટલે છક્કા છોડાવી દે. મહાનિશીથ સૂત્રનું એક દૃષ્ટાન્ત છે. જેમાં એક આચાર્ય ઉત્સવપ્રરૂપણા કરે છે. એક મહાન સંયમી સાધક આત્મા ય થાપ ખાઈ ગયા, જિનાજ્ઞા સાથે ચેડા કરી બેઠા. ( ૩૦ )
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy