SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ અપેક્ષા તો શી રીતે રાખી શકાય ? અરે, હવે તો ગ્રંથકારશ્રી એક વેધક પ્રશ્ન દ્વારા સંકેત કરી રહ્યા છે કે તારી દુર્ગતિ નિશ્ચિત જ છે જ जानेऽस्ति संयमतपोभिरमीभिरात्म न्नस्य प्रतिग्रहभरस्य न निष्क्रयोsपि । किं दुर्गतौ निपततः शरणं तवास्ते ?, सौख्यं च दास्यति परत्र किमित्यवेहि ? ॥ ६ ॥ હે આત્મન્ ! મને લાગે છે કે તું જે પ્રકારના સંયમ-તપનું પાલન કરી રહ્યો છે, એનાથી તો આ ઉપકરણોનું ભાડું ચ નીકળતું નથી. તો પછી તને દુર્ગતિમાં પડતા કોણ બચાવશે ? તારો કયો યોગ તને પરલોકમાં સુખ આપશે ? સમજી લે કે તારે તદ્દન લાચાર અવસ્થામાં દુર્ગતિના દુઃખો ખમવા પડશે. એ સિવાય તારી પાસે બીજો કોઈ જ વિકલ્પ નહીં હોય. કિંમતની દૃષ્ટિએ જોવા જઇએ તો આ ઉપકરણો કિંમતી છે. અને મૂલ્યની દૃષ્ટિએ જોઇએ તો અમૂલ્ય છે. ઉપકરણો જડ વસ્તુ માત્ર નથી. એમાં શ્રીસંઘની હૃદયઉર્મિઓ ઓળઘોળ થયેલી છે. લોકોએ એને ચારિત્રીના ‘સિમ્બોલ’ માન્યા છે. ‘આ વસ્ત્ર-પાત્રનો ધારક સંયમી જ હોય, તપસ્વી જ હોય, જ્ઞાની જ હોય, ગુણવાન જ હોય', આવી માન્યતા લોકોએ સામાન્યથી બાંધી દીધી છે. હવે સરખામણી કરીએ લોકોની માન્યતાની અને આપણી વાસ્તવિકતાની. બે વચ્ચે કેટલું અંતર ! જો ગંભીરતાથી વિચાર કરીએ તો ગ્રંથકારના શબ્દોમાં અતિશયોક્તિ તો ન લાગે, પણ સહજ પણે આપણને જ સંવેદના થઈ જાય કે આવી સાધનાથી તો ખરેખર.... આ ઉપકરણોનું ભાડું પણ નીકળતું નથી. લોકમાન્યતા જ પ્રમાણ છે એવું નથી, પણ પ્રસ્તુતમાં લોકમાન્યતા ( ૨૯ )
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy