________________
જેના પાસે તપ-સંયમ વગેરેની કોઈ મૂડી નથી એ જે-તે લવારા કરે- બીજા સાથે વાતો કરે – કારણ કે એની પાસે કાંઈ છે જ નહીં, એટલે તેને એ ગુમાવવાનો ડર પણ નથી. પણ જેણે મહાપરિશ્રમથી તપ-સંયમ વગેરેની મૂડી ભેગી કરી છે, એને તો કેટલો ડર હોવો જોઈએ કે ક્યાંક મારા ગાફેલપણાથી મારી આ મૂડી લુંટાઈ ન જાય.
સાર એ છે કે જોખમ શ્રીમંતને છે, ભિખારીને નહીં. વળી દંભસહિતના બીજા યોગો મોક્ષ અપાવે એ આશા રાખવી પણ નકામી છે. અધ્યાત્મસારમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા કહે છે
दम्भेन व्रतमास्थाय यो वाञ्छति परं पदम्। लोहनावं समारुह्य सोऽब्धेः पारं यियासति॥३-३॥
જે દંભથી સંયમપાલન કરીને પરમ પદ ઈચ્છે છે, તે લોઢાની નૌકામાં બેસીને સાગર પાર કરવા ઈચ્છે છે.
પ્રસ્તુત ગ્રન્થકાર જ કષાયત્યાગ અધિકારમાં કહે છેअधीत्यनुष्ठानतपःक्षमाद्यान्,
धर्मान् विचित्रान् विदधत् समायान् । न लप्स्यसे तत्फलमात्मदेह
क्लेशाधिकं ताँश्च भवान्तरेषु॥७-११॥ સ્વાધ્યાય, ક્રિયાનુષ્ઠાન, તપશ્ચર્યા, ક્ષમા વગેરે અનેક ધર્મો જો માયાસહિત કરીશ, તો તને સ્વકાયક્લેશ સિવાય તેનું બીજું કોઈ ફળ તો. નહીં મળે, ભવાંતરમાં આ યોગો પણ નહીં મળે. જેનાથી કાયક્લેશ સિવાય કોઈ ફળ નથી મળતું, એનાથી મોક્ષની
( ૨૮ )