SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર- આ જ વાત દષ્ટાંતથી સમજાવે છે કે સોનાની છરી ય પેટમાં હુલાવી દો તો એ ય મારી જ નાખે છે ને ? આદેશ કરવામાં પોતે અનધિકારી હોવાથી તથા અસંયતની જેમ ગૃહસ્થોને બેફામપણે પ્રવર્તાવવાથી સાવદ્યરૂપે કહ્યું છે. પણ જે મહાત્મા મમત્વ કે મહત્ત્વના ભાવ વિના વિધિપૂર્વક ઉપદેશ આપે તેમાં સાવદ્ય નથી એવું લાગે છે. આ શ્લોકનો ઉપરોક્ત અર્થ ટીકાના અનુસાર લખ્યો છે. અહીં વધુ એ સમજવાનું છે કે કદાચ મહત્ત્વ કે મમત્વનો ભાવ ન પણ હોય તો ય અમુક કાર્યના પૈસા ભેગા કરવા માટે, વ્યક્તિગત પ્રેરણાઓ કરવામાં આવે, એ કાર્ય માટે ગૃહસ્થોની પાછળ પડી જવામાં આવે, તેઓ દાક્ષિણ્યતાથી ના ન પાડી શકે અને એ રીતે પૈસા ઉઘરાવી ઉઘરાવીને ધાર્યું કરી દેવામાં આવે તો એ ખૂબ જ અનિચ્છનીય છે. પછી એ કોઈ તીર્થની કાયમી તિથિની વાત હોય, ધર્મશાળાના રૂમોના નકરાની વાત હોય, કોઈ મહોત્સવના પૂજનો, પૂજાઓ અને જમણવારો - પ્રભાવનાઓની પૂર્તિની વાત હોય કે પછી એના જેવી બીજી કોઈ પણ વાત હોય. હાથે કરીને પોતે જ પોતાની લઘુતા કરવા જેવી આ વૃત્તિ છે. એટલું જ નહીં. એવું કરનાર સમગ્ર શ્રમણ સંસ્થાના ગૌરવ પર કુઠારાઘાત કરે છે. લોકમાનસમાં સમગ્ર શ્રમણ સંસ્થાનું ભયંકર અપમૂલ્યાંકન થાય એવી ધૃણાસ્પદ હરકત કરે છે. જેનું પુણ્ય તપે છે એની પ્રેરણા વિના જ કે વિધિપૂર્વકના જરાક ઈશારાથી સંઘ-શાસન-વિશ્વનું કલ્યાણ કરતાં કાર્યો થઈ જાય એ વસ્તુ અલગ છે. અને રસ-કસ વગરના તુચ્છ પુણ્યની ઉદીરણા કરી કરીને, ધક્કા લગાવી લગાવીને, સ્વ-પરને સંલેશોથી વ્યથિત કરીને 'કાંઈક' ક્યનો મિથ્યાસંતોષ માનવો એ વાત અલગ છે. (૧૪૭)
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy