________________
છે. તે મુનિવેષમાં હોય તો ય વાસ્તવમાં મુનિ નથી. વળી તેણે ગૃહત્યાગ તો ક્ય છે, માટે એ ગૃહસ્થ પણ નથી. તો પછી એ કોણ છે ? એ મુનિ ધર્મ અને ગૃહસ્થ ધર્મ બંનેથી ભ્રષ્ટ છે. એ તો નિર્ધન-ભિખારી જેવો છે. ઉપદેશમાલામાં કહ્યું છે
छज्जीवकायदयाविवजिओ नेव दीक्खिओ न गिहि। जइधम्माओ चुक्को चुक्को गिहिदाणधम्माओ॥
જેને ષકાયના જીવો પ્રત્યે દયા નથી એ દીક્ષિત પણ નથી અને ગૃહસ્થ પણ નથી. એ સાધુધર્મથી તો વંચિત થયો જ છે, પણ ગૃહસ્થ જે સુપાત્રદાન વગેરે ધર્મની આરાધના કરે છે, એનાથી પણ વંચિત થયો છે.
જો આ સ્થિતિ છે તો પછી આ વેષ અને આ ઉપદેશ લોકોને છેતરવા માટે જ છે, એવું જ ફલિત થાય છે.
वेषोपदेशाद्युपधिप्रतारिता, ददत्यभीष्टानृजवोऽधुना जनाः। भुझे च शेषे च सुखं विचेष्टसे, ભવન્તિરે જ્ઞાતિ તનં પુનઃો ૧૨.
ઓ મુનિ ! તારો વેષ, તારો ઉપદેશ, પાત્રા વગેરે તારી. ઉપધિ, ઇત્યાદિથી ભરમાયેલા ભોળા લોકો અત્યારે તો તારી અભીષ્ટ વસ્તુઓ આપી દે છે. તું મજેથી ખાય છે. જેથી સૂવે છે અને મજેથી મન ફાવે એમ કરે છે. પણ આનું ફળ તો તને ભવાંતરમાં ખબર પડશે.
લગભગ બપોરના બે વાગ્યાનો સમય હતો. હું સ્પંડિલભૂમિ જવા નીકળ્યો. ગામની બહાર કોઈ પાઈપલાઈનનું કામ ચાલતું હતું. વૈશાખ
(૫૩)