________________
ભાગતા ફરી ફરીને પાછો સંસારમાં જ આવી ગયો. અહીં પણ રાગ-દ્વેષના બંધન, અહીં પણ કષાયોના તાંડવ, અહીં પણ મમત્વની મોંકાણ... તો આ ય સંસાર જ છે ને ?
परिग्रहं चेद्व्यजहा गृहादेस्तत् किन्नु धर्मोपकृतिच्छलात्तम् । करोषि ? शय्योपधिपुस्तकादेડિપિ નામાન્તરતોડપિ હન્તા. ૨૪
જો તે ઘર વગેરેનો પરિગ્રહ છોડી દીધો છે, તો પછી ધર્મોપકરણના નામે ફરીથી પરિગ્રહ કેમ કરે છે? આ મારો ઉપાશ્રય, આ તારી ઉપધિ, આ મારા પુસ્તકો.... ઓ મુનિ ! ઝેરનું નામ બદલી નાખવામાં આવે તો ય એ માટે જ છે, એ ભૂલીશ મા.
મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે જે બીજી મુહપત્તિનો પરિગ્રહ રાખે છે, એના કરતા તો કસાઈ સારો કે જેને લીધેલા વ્રતોનો ભંગ તો નથી.” છે ને ધ્રુજાવી દે એવી વાત. નિગ્રંથ, નિષ્પરિગ્રહી, અકિંચન, અનગાર.... આ શબ્દોને પરિગ્રહ સાથે કોઈ મેળ ખાય છે ખરો ?
વિદેશમાં એક સંત હતાં, ડાયોજીનીશ એમનું નામ. શરીર પર વસ્ત્ર પણ નહીં. માત્ર પાણી પીવા માટે તેમણે એક કમંડલુ રાખ્યું હતું. એક વાર તેમણે કુતરાને તળાવમાંથી પાણી પીતા જોયું અને તેની સાથે જ પોતાનું કમંડલુ ફેંકી દીધું.
જેટલો પરિગ્રહ એટલો સ્વાધ્યાયનો વ્યાઘાત. જેટલો પરિગ્રહ એટલી મમત્વની સંભાવના. જેટલો પરિગ્રહ એટલી પળોજણ. જેટલો પરિગ્રહ એટલી ચિંતા. નીતિવાક્યામૃત નામના ગ્રંથમાં કહ્યું છે
( ૮૮ )