________________
તે મુનિ વંદુ ગુણમણિમાલા
એક સંન્યાસી હતા. ફરતા ફરતા કોઈ રાજ્યમાં જઈ ચડયા. ત્યાંના રાજાએ તેમની ઉલટ તપાસ લેવાની ચાલુ કરી... પ્રશ્નો પૂછતાં પૂછતાં એક પ્રશ્ન એવો પૂગ્યો કે તમે સંન્યાસી કેમ થઈ ગયા ? રાજા પાસે ખોટું બોલવાની સંન્યાસીની હિંમત ન ચાલી, તેમણે કહ્યું, નારી મુઈ ઘર સંપત્તિ નાસી, મુંડ મુંડાયે ભયે સંન્યાસી.
આગળની ક્થાનું આપણને કામ નથી. વિચારવાની વસ્તુ એ છે કે જિનશાસન કળિકાળમાં ય કેવું જયવંતુ છે! જેમાં ઉપરોક્ત સંન્યાસી જેવા નથી મળતા, પણ ભરયુવાનવયે લાખો-કરોડો રૂપિયાને અને રુપાળી કન્યાઓની ઓફરોને લાત મારીને સંયમના માર્ગે સંચરતા પુણ્યાત્માઓના દર્શન થાય છે.
अज वि तिनपइन्ना गुरुभरुव्वहणपच्चला कोइ। दीसंति महापुरिसा अक्खंडिअसीलपब्भारा॥
આજે ય જિનશાસનમાં એવા મહાપુરુષના દર્શન થાય છે કે જેઓ મહાવ્રતોની પ્રતિજ્ઞાનો પાર પામ્યા છે. એ પ્રતિજ્ઞાપ મોટા ભારને ઉપાડવામાં સમર્થ છે. જેઓ અખંડિત શીલના પ્રાગ્લાર સમાન છે. ભગવાનના શાસનની કેવી બલિહારી ! જઘન્ય આરાધના ય કેટલી ઉત્કૃષ્ટ ! નહિં ટી.વી., નહિં ફ્રીજ, નહિં લાઈટ, નહિં પંખો, નહિં વાહન, નહિં ચૂલો.... રાત્રે પાણીનું ટીપું ય ન પીવું, સ્ત્રીનો સ્પર્શ પણ ન કરવો, શાંચન કરાવવું.... અરે, આ તો સર્વસામાન્ય આરાધનાની વાત થઈ, વિશિષ્ટ આરાધનાની વાત કરીએ તો
( ૩ )