SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ જેને સાધના નથી કરવી, એ સુખશીલતા પોષક અને પ્રમાદ-પોષક બાબતોને ઉપસાવી ઉપસાવીને પોતાની નિઃસત્ત્વતાને ઢાંકવા પ્રયત્ન કરે છે. અને શક્ય સાધનાને પણ છોડી દે છે. ઉપદેશમાલામાં કહ્યું છે संघयणकालबलदूसमारुयालंबणाई घित्तुणं। सव्वं चिय नियमधुरं, निरुजमाओ पमुच्चंति ॥ २९३॥ સંઘયણ નબળું છે, દેશ-કાળ વિષમ છે, શરીર તકલાદી છે, દુઃષમા આરો છે, આવા આલંબનો લઈને નિરુદ્યમ જીવો આખે આખી નિયમ ધુરાને મૂકી દે છે. આવા તકલાદી શરીરમાં અને રસ-કસ વિનાના ખાન-પાનમાં રોટલા ને છાશનું એકાસણું શી રીતે થાય ? આવી વાતો કરીને છેક છેલ્લે પાટલીએ-નવકારશીનો તપ અને જે આવે તે ખપે – આ કક્ષાએ બેસી જાય, એ જીવ પોતાની જાતને છેતરે છે. ભાઈ! તારાથી ઉત્કૃષ્ટ ન થઈ શકે, તો તેનાથી થોડું ઓછું કર, પણ સાવ તળિયે કેમ બેસી જાય છે ? તપચિંતવાણીનો કાઉસ્સગ આ જ સંકેત આપે છે. એમાં એવું નથી કહ્યું કે 'તારાથી છ મહિનાનો તપ ન થાય તો બેસણું કે નવકારશી કર.” પણ ક્રમશ એક-એક પગથિયું નીચે ઉતરવાનું કહ્યું છે. એ પણ સત્ત્વન પહોંચતું હોય તો. એ જ રીતે છેદસૂત્રોમાં પણ અપવાદસેવન પ્રસંગે પંચકવૃદ્ધિથી યતના કરવાનું કહ્યું છે. બેફામતા આવી તો સમજી લો કે ઉત્સર્ગ માર્ગ તો ગયો જ, અપવાદ માર્ગ પણ ગયો. બચ્યો છે માત્ર ઉન્માર્ગ અને દુર્ગતિ. ધર્મદાસગણિ મહારાજા કહે છે (૧૭૯)
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy