SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ પાપો, આ રીતે પાપોના બમણા ભારથી તું દીર્ઘકાળ સુધી સંસારમાં ભટકીશ. એક નગર પર ચંડપ્રદ્યોત રાજાએ આક્રમણ કર્યું હતું. રાજાને પોતાના બળમાં શંકા હતી એટલે કિલ્લાના દરવાજા બંધ કરી દીધા. પ્રદ્યોતે કિલ્લાને ઘેરો ઘાલ્યો. રાજાએ કિંકર્તવ્યમૂઢ બનીને નૈમિત્તિકની સલાહ માંગી. નૈમિત્તિકે કહ્યું કે હું નિમિત્ત જોઈને આવું.' રસ્તામાં નાના છોકરાઓ રમતાં હતાં. તેમને એ નૈમિત્તિકે ડરાવ્યા. બિચારા છોકરાઓ ગભરાઈને ભાગ્યા. સામેથી વારત્તક નામના મુનિ આવતા હતાં. ગભરાયેલા છોકરાઓને જોઈને મુનિવર સહસા બોલી ઉઠ્યા “ના નૈવી., મા મૈષી 'નૈમિત્તિકે નિમિત્ત પકડી લીધું. રાજાને કહ્યું, ‘ડરવાની કોઈ જરૂર નથી, બિન્દાસ્તપણે આક્રમણ કરો.' રાજાએ એની વાતનો અમલ ક્ય. પ્રદ્યોતનું લશ્કર એક તો લાંબો પ્રવાસ ખેડીને આવ્યું હતું, થાકીને લોથપોથ થઈ ગયું હતું. એમાં આવા અણધાર્યા હલ્લાથી હત-પ્રહત થઈ ગયું. પ્રદ્યોતનો પરાજય થયો. રાજા સજજન હતો. એણે પ્રદ્યોતને સન્માન આપીને પોતાની દીકરી પરણાવી. થોડા દિવસ પ્રદ્યોત ત્યાં જ રોકાયો. એક વાર આ નવદંપતિ લટાર મારવા નીકળ્યા. પ્રદ્યોતે રાજકુમારીને પૂછ્યું કે મારો પરાજય કેવી રીતે થયો.” રાજકુમારીએ બધી વાત જણાવી. વારત્તમુનિ પણ બતાવ્યા. પ્રદ્યોતે તેમની પાસે જઈને તેમની મશ્કરી કરતાં કહ્યું, નૈમિત્તિક મુનિને વંદુ છું.” આ સાંભળીને મુનિ ચમક્યા. ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયાં. પોતાની ભૂલનો ખ્યાલ આવ્યો. તીવ્ર પશ્ચાત્તાપ પામ્યા. આ પ્રસંગને લઈને ઉપદેશમાલામાં કહ્યું છેथेवो वि गिहिपसंगो जइणो सुद्धस्स पंकमावहइ। जह सो वारत्तरिसि हसिओ पजोअनरवइणा॥ (૧૪૦)
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy