SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ હીન છે. તારી પ્રશંસા થાય અને પૂજન વગેરે થાય એવી તારી ઇચ્છા છે. અને એ ઇચ્છા પૂરી ન થાય એટલે તને બીજાની ઇર્ષ્યા આવે છે. આ ઇર્ષ્યાથી તું આલોકમાં ય બળી મરે છે અને પરલોકમાં દુર્ગતિની વાટે ચડી જઇશ. કોઈ મહાત્મા ખાસ ભણ્યા નથી. બહુ બુદ્ધિશાળી પણ નથી. તપસ્વી ય નથી. એમનું વ્યાખ્યાન પણ સામાન્ય કક્ષાનું છે. આમ છતાં ચ કોણ જાણે કેમ ? જંગલમાં ય એમની પાસે ભક્તોની ભીડ જામેલી રહે છે. અને બીજા પાસે વિદ્વત્તા, બુદ્ધિ, તપ, પ્રવચનશક્તિ બધું હોવા છતાં ય ચકલું ય ફરકતું નથી. બાહ્યદૃષ્ટિએ જોઇએ તો આનું કારણ છે કર્મની વિચિત્રતા. એકને જ્ઞાનાવરણીય વગેરે કર્મોનો ક્ષયોપશમ નથી. પણ તેની સાથે સુભગ-આદેય-યશ નામકર્મનો ઉદય છે. બીજાને જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષયોપશમ તો છે, પણ સાથે દુર્ભાગ ત્રિકનો યથાસંભવ ઉય છે. કોઈ બે શબ્દ આપણા માટે સારા કહે, એ યકર્મોની ભીખ છે. કોઈ ભગત આપણી પાસે ફરકે એ ય કર્મોની ભીખ છે. કર્મોની ભીખ ન મળે એમાં શોક કરવા જેવું નથી. અને કર્મોની ભીખ મળી જાય, એમાં હરખાવા જેવું પણ નથી. દુનિયા એને ગમે તે નામ આપે, છે તો એ ભીખ જ. આમ છતાં ય તને એની ઇચ્છા થઈ. પણ ભાગ્યનો પનો ટૂંકો પડે છે. જોઈએ એવા સત્કારાદિ થતાં નથી. પંચસૂત્રકારે કહ્યું છે- અવિવરવા અળાનંવે- અપેક્ષા એ જ દુ:ખ છે. એ અપેક્ષા પૂરી કરવાના પ્રયત્નથી એ દુ:ખમાં વધારો થાય. એ પ્રયત્ન નિષ્ફળ જાય એટલે દુ:ખના ડુંગરો તૂટી પડે. પ્રયત્ન સફળ થયા પછી ય સુખ મળે એ અનિશ્ચિત છે. અને મળે તો ય એ સુખ ટકવાનું તો નથી જ, એ નિશ્ચિત છે. ખરેખર, હાથે કરીને પગ પર કુહાડો મારવો એનું જ નામ અપેક્ષા. ( ૭૩ )
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy