SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ જો ના ? તો ગ્રન્થકારશ્રીની આ પંક્તિ ફરી રટવા જેવી છે. ख्यातीच्छया ताम्यसि धिङ्मधा किम् ? મારા ખ્યાલ મુજબ જૈન સંઘના કરોડો રૂપિયા આખ્યાતીચ્છા'ની પૂર્તિ પેટે વપરાઈ જાય છે. ખ્યાતીચ્છા'ના પાપે વ્યક્તિગત-સમષ્ટિગત કેટલું નુકશાન ? બે અભ્યાસ છોડવા જેવા છે. એક તો નામાવ્યાસ અને બીજો દેહાધ્યાસ નામ-રૂપ તેનો નાશ છે. અનામી બનવાની સાધનાનો તેં ઝંડો લીધો છે. તો પછી હાથે કરીને નામની આંટી-ઘૂંટીમાં કેમ ફસાય છે ? જૈન સંઘના એક આગેવાન શ્રાવકની પ્રેરણાથી એક તીર્થમાં ૬૧ લાખ રૂપિયાનું માતબર દાન મળ્યું. ટ્રસ્ટીઓએ કૃતજ્ઞતાથી તક્તીમાં પ્રેરક તરીકે એમનું નામ મુક્યું. એ શ્રાવકે ભારે નારાજગી દર્શાવીને કહી દીધું કે જ્યાં સુધી આ તકતી ઉતરશે નહીં ત્યાં સુધી હું આ તીર્થની પેઢીમાં પગ નહી મૂકું. પરમાત્માનું આ તીર્થ છે. દાનવીર લાભાર્થીએ ભક્તિભાવથી લાભ લીધો છે. આમાં મારું નામ શાનું મુકવાનું હોય? ઓ નાગણની જેમ સળવળતી ખ્યાતીચ્છા ! આવા શ્રાવકની વૃત્તિનું દર્શન કરી લે, તારી પાસે આપઘાત કરવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નહીં રહે. हीनोऽप्यरे भाग्यगुणैर्मुधाऽऽत्मन् !, वाञ्छन् स्तवार्चाद्यनवाप्नुवंश्च। ईर्ण्यन् परेभ्यो लभसेऽतितापमिहापि याता कुगतिं परत्र ॥ १८॥ ઓ આત્મ! તું ભાગ્યથી પણ હીન છે અને ગુણોથી ય ( ૭૨ ).
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy