________________
ઈપ્રેસ થશે. આપણા પ્રત્યે બહુમાન ભાવ વધારશે. એવો બરાબર ખ્યાલ હોય છે.
આ ખ્યાલ સાથે ય જો એટલી આત્મજાગૃતિ રહેતી હોય કે મીઠા ઝેર કરતા કડવી દવા સારી, તો ય બચી જવાત. પણ રે મોહરાજા !... ગ્રંથકારશ્રીનો સંયમી પ્રત્યેનો પ્રેમ સક્રિય સ્વરૂપ લે છે અને જાણે પરાણે કડવી દવા પીવડાવતા હોય એમ કહે છે કે તું છડે ચોક લૂંટાઈ રહ્યો છે. તારા ભક્તો જ તને લૂંટી રહ્યા છે. તારી પસીનાની કમાઈ, મજૂરી કરી કરીને તેં કરેલી બચત, તારા જીવનની મૂડી ચોરાઈ રહી છે. હજી પણ ચેતી જા.
भवेद् गुणी मुग्धकृतैर्नहि स्तवैन ख्यातिदानार्चनवन्दनादिभिः। विना गुणानो भवदुःखसङ्क्षय
સ્તતો ગુણનિર્ણય સ્તિવામિ ? ૨૨
મુગ્ધ લોકો તારી સ્તવનાઓ કરે એનાથી તું ગુણી નહીં બની જાય. તારી પ્રસિદ્ધિ, તને મળતું દાન, તારા ગુરુપૂજનો કે તને થતી વંદનાઓ વગેરે પણ તને ગુણી નહીં બનાવી શકે. ગુણ વિના તો સંસારના દુઃખોનો અંત આવવાનો જ નથી. માટે તું ગુણોની કમાણી કરી લે. સ્તવના વગેરેનું તારે શું કામ છે?
દુનિયા કદાચ પાંચ-પચ્ચીસ હજારનું દાન આપનારને ‘ભામાશા' એવું બિરુદ આપી દે, તો પણ એ ભામાશા બની જતો નથી. એ તો જે છે, તે જ રહે છે. એ જ રીતે દુનિયા તારા ગમે તેટલા વખાણ કરે, તને વિક્રર્ય કહે, પ્રભુભક્ત કહે કે સુવિશુદ્ધ સંયમી તરીકે તારી પ્રશંસા કરે, તું તો જે છે એ જ રહેવાનો છે. ઉપદેશમાલાકાર કહે છે
( ૮૩ )